Author: Satya Day News

tiger 1

મહીસાગર જિલ્લાના લુણાવાડા ગઢ ગામના સંત પાર્કમાંથી પસાર થતા પ્રાથમિક શિક્ષકને વાઘ દેખાતા તેનો વિડીયો તેમણે જાહેર કર્યો હતો.  તેથી મહીસાગર જિલ્લામાં વાઘ ફરતો હોવાની ચર્ચાને પુષ્ટિ મળી છે. વાઘ જોવા મળ્યો હતો તે વિસ્તારમાં વાઘના પંજાના નિશાન અને વાયરલ તસ્વીરના આધારે સમગ્ર જિલ્લા અને ત્રણ તાલુકાના અંદાજીત 45 ગામમાં 400થી વધુ કર્મચારીઓની અલગ અલગ ટુકડી બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. વનવિભાગે તેની પુષ્ટિ માટે, સંભવિત સ્થાનો, જંગલ વિસ્તાર અને પાણી પીવાના સ્થાનો પર ફોરેસ્ટના કર્મચારી તૈનાત કરી નાઈટ વિઝન કેમેરા લગાવી દીધા હતા. 27 વર્ષ પછી વાઘ દેખાયો ગુજરાતમાંથી વાઘ લુપ્ત થઈ ગયો હતો પણ 27 વર્ષ પછી…

Read More
ak singh

ગુજરાતમાં કડક દારૂબંધી નો અમલ તો છે જ, અલબત્ત ઘણાં અસામાજિક તત્વો ચૂંટણી માં દારૂનો ઉપયોગ સ્વસ્થ ચૂંટણીના વાતાવરણને ડહોળવા માટે કરતા હોય છે. પણ ચૂંટણી દરમિયાન આવા તત્વોને ઝબ્બે કરવા અમે એક્શન પ્લાન બનાવી રહ્યાં છીએ એમ, અમદાવાદના પોલીસ કમિશનર એ.કે.સિંગએ જણાવ્યું છે. આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને મંગળવારે અમદાવાદ કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની મળેલી બેઠકમાં કલેકટરે દારૂબંધીના અમલ સંદર્ભે પોલીસને દારૂ વેચતા તત્વોને પકડી પાડવા તાકીદ કરી હતી. પોલીસ કમિશનર આ અંગે વધુમાં જણાવ્યું છે દરેક ચૂંટણી વખતે કોઈપણ અસામાજિક તત્વો કોઈપણ પ્રકારે સ્થિતિ નહીં તે જોવાની પોલીસની ફરજ છે. ચૂંટણીમાં ખાસ કરીને બુથ ઉપર સ્થિતિ ડહોળવા માટે…

Read More
tiger

મહીસાગર જંગલમાં રાષ્ટ્રીય પ્રાણી વાઘ હોવા પુરાવા મળતા જંગલખાતું હવે દોડતું થયું છે. જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા વાઘને કે વાઘના કારણે કોઈ પણ નાગરિકને નુકસાન ન થાય તે માટે સઘન જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે જંગલખાતાના જુદા જુદા ઉચ્ચ અધિકારીઓએ આ બાબતે મીટીંગ યોજી હતી. તેમને વાઘના રહેવાના, પાણી પીવાના સ્થળોની આસપાસ જે કેમેરા ગોઠવ્યા હતા તેના સ્થળોમાં પણ હવે ફેરફાર કર્યો હોવાનું પણ સૂત્રો જણાવે છે. જંગલ ખાતાના અધિકારીઓ અને મહિસાગર ના જંગલો ની આસપાસ આવેલા ગામડા ના આગેવાનો સરપંચો અને પ્રમુખો ને ભેગા કરી અને તેમને સુરક્ષા અંગેના સૂચનો આપ્યા હતા આ માટેની…

Read More
mamlatdar

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2019 અનુસંધાને અમદાવાદ જિલ્લા કલેકલટર ડો વિક્રાંત પાંડેએ મંગળવારે સાંજે જિલ્લામાં 88 નાયબ મામલતદારોની બદલીના આદેશ આપ્યા છે. કલેકલટરે મંગળવારે સાંજે આપેલા આદેશ અનુસાર નાયબ મામલતદાર કેતકી પરીખ, એચ આર મિત્રા, ભારતી બેન પુરાણી, બી પી ચાવડા, ટી ડી શાહ અને વી બી પારેખ એ ખર્ચ નિયંત્રણ સેલ ઉપરાંત કલેકટરની સીધી સૂચના મુજબ ની કાર્યવાહી કરવાની રહેશે. તદુપરાંત નાયબ મામલતદાર  બી વી ચાવડા, ટી ડી શાહ અને વી બી પારેખએ ખર્ચ નિયંત્રણ સેલ ઉપરાંત હાલની કામગીરી પણ કરવાની રહેશે.

Read More
bjp 3

અમદાવાદના ચાંદખેડા ખાતે ભાજપ યુવા મોરચામાં સમાવેશ અંગે મંગળવારે એક દલિત યુવાનને માર મારતાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આમને સામને ફરિયાદ નોંધાઈ છે. અલબત આના પગલે ચાંદખેડા ભાજપ યુવા મોરચામાં ચાલતી આંતરિક ખટપટ  સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, ચાંદખેડા માં સત્યમેવ હોસપીટલ પાસે ડભોડિયા પાન પાર્લર ચલાવતાં ગૌરાંગ આસોડિયા મંગળવારે તેમના પાર્લર પર હતા ત્યારે ચાંદખેડા ભાજપ યુવા મોરચાના મહામંત્રી કમલેશ ગોસ્વામી , મનોજ બબબર ,વિનોદ વ્યાસ , સહિત કુલ ચાર જણા આવ્યા હતા. અને યુવા મોરચા માં તમારો સમાવેશ નહીં થાય તેમ કહી તેમની સાથે બોલાચાલી કરી હતી અને મામલો ઉગ્ર બનતાં મારામારી પણ થઈ હતી. આ અંગે ગૌરાંગ…

Read More
kkk

ગુજરાતના મહેસુલમંત્રી કૌશિક પટેલની તબિયત અચાનક લથડતા તેમને સાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં હાલ તેઓ તબીબોના નિરીક્ષણ હેઠળ છે. પ્રાપ્ત માહિતી મુજબ મહેસુલમંત્રી કૌશિક ભાઈ પટેલ છેલ્લા કેટલાક દિવસથી તેમની તબિયત અસ્વસ્થ હતી. પરંતુ વધુ તબિયત બગડતાં તેમને શહેર ની સાલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ડોક્ટરો એ તેમની સારવાર શરૂ કરી દીધી હોવાનું સૂત્રો જણાવે છે. પ્રાથમિક તપાસમાં તેમને ન્યુમોનિયાની અસર હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેમની તબિયત સુધારા ઉપર હોવાનું જાણવા મળ્યું છે.

Read More
1 1 1

આ જગતમાં ખરેખર દિનદારી રીતે જીવી શકાય છે કે કેમ? જો તમે ખરેખર અલ્લાહથી ડરતા હો તો અંકલેશ્વરના મહેબુબભાઈ પોસ્ટવાલાની વીડિયો સાંભળશો તો દંગ થઈ જશો. મહેબુબભાઈ પોસ્ટવાલાએ એવું કામ કરી બતાવ્યું જે આજના જમાનામાં ભાગ્યેજ કોઈ કરીને બતાવશે. મેહબુબભાઈ અંકલેશ્વરમાં રહે છે અને તેઓ શ્રીમંત છે. લોકેને સખાવત કરતા રહે છે. દાન-ધર્મ કરી પૂણ્ય હાંસલ કરવાની દાનત સાથે જીવે છે. પરંતુ સાથો સાથે તેમણે અનેક લોકોને આર્થિક મદદ પણ કરી છે. લોકોને કર્જે હસનાહ આપતા રહે છે. આ કર્જે હસનાહ(વ્યાજ રહિત ઉધાર આપવું)ની રકમ અંદાજે પોણા ચાર કરોડ રૂપિયા હોવાનું ખુદ મહેબુબભાઈએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા વીડિયો પરથી જણાઈ…

Read More
bharuch

ભરૂચના જંબુસરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. નરી આંખે દેખાતી આગની જ્વાળા માત્ર આગ નથી ધ્યાનથી જુઓ તો આ આગમાં એક શખ્સ બળીને ખાખ થઇ ગયો છે, કંપનીમાં કામ કરતા શખ્સનું આગમાં આખું શરીર ભસ્મિભૂત થઇ ગયું છે, માત્ર શરીરનો હાથ અને માથું દેખાઈ રહ્યું છે. ઘટના કંઈક એવી છે કે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે આવેલ ક્રેશન ફાઉન્ડરી કંપનીમાં કામ કરતો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો આઝાદ કુમાર ધરમસિંહનું કંપનીના બોઈલર(ભટ્ટી)માં પડી જતા મોત થયું હતું. હવે સવાલ એ થાય છે કે આ વ્યક્તિ આગમાં કેવી રીતે પડી ગઈ. આ કોઈની ચીતા નથી બળતી પણ એક જીવિત વ્યક્તિ આગમાં…

Read More
bhupa1

ગુજરાત રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરવાને બદલે દિવસે દિવસે કથળી રહ્યું છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયાના અંતે વિવિધ પ્રોફેશનલ કોર્ષની 90 ટકાથી લઈ 35 ટકા સુઘી બેઠકો ખાલી રહી છે. રાજ્યમાં એન્જીનીયરીંગ, ફાર્મસી,એમબીએ- એમસીએ, ડિપ્લોમા ટુ ડિગ્રી, ડિપ્લોમા એન્જીનીયરીંગ સહિતના પ્રોફેશનલ કોર્ષની 222667 જેટલી બેઠકો છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 222667 માંથી માંડ 109724 જેટલી બેઠકો ભરાઈ છે. જ્યારે 1લાખ 12 હજાર 943 બેઠકો ખાલી રહી છે. આમ પ્રોફેશનલ કોર્ષની ઓવર રોલ 49 ટકા બેઠકો જ ભરાઈ છે જ્યારે 51 ટકા બેઠકો ખાલી છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને વિભાવરી દવે સદંતર નિષ્ફળ રહ્યાં છે. સરકારી બેઠકોમાં…

Read More
gobar

શંકરસિંહ વાઘાલા એનસીપીમાં આવ્યા બાદ એનસીપીની પનોતી શરૂ થઈ છે. એનસીપીના પ્રમુખ જયંત બોસ્કી સામે ગુના નોંધાયા બાદ હવે એક પ્રમુખ પણ એનસીપીએ ગુમાવવા પડ્યા છે. દામનગર પાલિકામાં એનસીપીના પ્રમુખપદે ગોબર નારોલા હોય તેઓ આજથી 2 મહિના પહેલા ઢસા પોલીસને હાથે જુગાર રમતાં ઝડપાયા બાદ જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેથી ગાંધીનગર ખાતેના પાલિકા કમિશ્‍નરે ગોબર નારોલાને પ્રમુખપદેથી બરતરફ કરી દીધા છે. આમ તો પાલિકાનાં પ્રમુખ હોય એ શહેરનાં પ્રથમ નાગરિક ગણાતાં હોય છે.  શહેરને શરમની લાગણી થતી હોય છે. દામનગર પાલિકામાં પ્રમુખ પદે નારોલા, ઉપપ્રમુખ પદે પરમારની વરણી 29 સપ્ટેમ્બર 2018માં કરાઇ હતી. દામનગરના 6 વોર્ડની 24 બેઠકોવાળી નગરપાલિકામાં પ્રમુખ,…

Read More