કવિ: Satya Day News

એક સમયે અમદાવાદને દૂધ પૂરું પાડતી આબાદ ડેરીની મોંઘા ભાવની 37,388 ચો. મીટર જમીન ભાજપ સરકારે ચૂંટણી ફંડ માટે સાવ નવી સવી એવી કંપનીને પાણીના ભાવે આપીને પ્રજાની તિજોરીને રૂ. 1197.77 કરોડનું નુકસાન પહોંચાડ્યું હતું તેવા આક્ષેપોને 10 વર્ષ થઈ ગયા છે. 2009માં આબાદ ડેરીની જમીન આપવાની કામગીરી શરુ કરી હતી. તે અંગે તપાસ કરવા માટે માંગણી થઈ હતી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે નરેન્દ્ર મોદીની સરકારે કોઈ તપાસ આજ સુધી થવા દીધી નથી. કંપનીના માલિક હરિશ શેઠને જમીન આપી દીધા બાદ 10 વર્ષથી ભ્રષ્ટાચારનો ભોરીંગ પ્રજા માનસમાં સળવળી રહ્યો છે. ગુજરાત પરિવર્તન પક્ષના મહામંત્રી ગોરધન ઝડફિયાએ નરેન્દ્ર મોદી પર…

Read More

રાજસ્થાનના ભીનમાલથી મહેસાણામાં ભેળસેળ કરેલું સિન્થેટીક દૂધ લોકો પી રહ્યાં છે. ભીનમાલના વકીલ ભગવાનરામ બિષ્નોઈએ મહેસાણા અને પાલનપુર પોલીસને આ અંગે જાણ કરી છે. ટેન્કર નંબર આર.જે.46-જીએ-1723 મારફતે 20,000 લીટર દૂધ મહેસાણા એક ખાનગી ડેરીમાં આવી રહ્યું છે. મહેસાણા શહેરમાં રોજનું 67,000 લીટર દૂધ વપરાય છે. જેમાં 15 હજાર લીટર દૂધ ખાનગી ડેરી દ્વારા વેચવામાં આવે છે. દૂધમાં યુરીયા અને ચીકાસ વાળું કેમિકલ્સ વાપરવામાં આવે છે. આવું દૂધ પીવાથી ચામડીના રોગો વધી રહ્યાં છે. ગુણવત્તાની તપાસ માટે કોઈ વ્યવસ્થા નથી ફૂડ અને ડ્રગ્ઝ વિભાગમાં કેવા કૌભાંડો થઈ રહ્યાં છે તેનો પર્દાફાશ કર્યો છે. હાઈવે પર દૂધની હેરાફેરીની કે તેની ગુણવત્તાની…

Read More

સુરત એરપોર્ટ પરથી ઈમીગ્રેશન માટે ગરબડ-ગોટાળા કરી વિદેશ ભાગી જવાની કે સેટલ થવાની પેરવી કરતા નેપાળી કપલને પોલીસ પકડી લીઘું છે. સુરત પોલીસે પાસપોર્ટ અને ઈમીગ્રેશનમાં શંકા ઉભી થતાં કપલની પૂછપરછમાં યોગ્ય જવાબ નહીં મળતા કાર્યવાહી કરી છે. વિગતો મુજબ બોગસ એનઓસીના આધારે નેપાળી કપલ શારજાહમાં જવા માંગતું હતું. કબુતરબાજીના આ કેસમાં પોલીસ અધિકારીઓને શંકા જતા નેપાળની એમ્બેસી ખાતે તપાસ કરવામાં આવી હતી. નેપાળની એમ્બેસીએ ચકાસણી કરતા સુરત પોલીસને નેપાળી કપલે બોગસ એનઓસી મેળવી હોવાનું બહાર આવ્યું હતું. એપોર્ટ પોલીસે નેપાળી ઈશ્વર પ્રસાદ અને બિમલા રોયની ધરપકડ કરી ડૂમસ પોલીસના હવાલે કર્યા હતા. માહિતી મુજબ પોલીસે આ બન્ને કપલ વિરુદ્વ…

Read More

ગુજરાતનો મેગાસિટી અમદાવાદમાં ઉનાળા પહેલાં જ પાણીકાપની પરિસ્થિતિ સર્જાઈ છે. જેના કારણે જુદા જુદા સાત ઝોનમાં પાણી કાપ કરવામાં આવશે પરિણામે લોકોને ભારે હાલાકી ભોગવવી પડશે તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશન સૂત્રો દ્વારા જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે ઉનાળાને હજુ એક મહિનાનો સમય બાકી છે, ત્યારે અમદાવાદમાં અત્યારથી જ પાણીની પરિસ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સુત્રો જણાવે છે કે ‘ પૂર્વ વિસ્તારમાં આવેલી અનુપમ થિયેટર પાસે પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે. પરિણામે કોતરપુર વોટર વર્કસમાંથી પાણીનો જે  પુરવઠો આવે છે તેને તાત્કાલિક બંધ કરવો પડશે. કોતરપુર વોટર પાર્કમાંથી આવતો પાણીનો પુરવઠો બંધ થતાં અમદાવાદમાં ખાસ કરીને ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન,…

Read More

પુલવામા આતંકવાદી હુમલા પછી ગઈકાલે રાત્રે જમ્મુ-કાશ્મીરમાં 11 કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટરના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ ગણાતા અબ્દુલ રસીદ ગાઝી અને તેના એક અન્ય સાગરીત કામરાનને ભારતીય સેનાએ ઠાર માર્યા હોવાથી લોકોમાં ઉત્સાહ ફેલાયો છે. જોકે સંરક્ષણ વિભાગના સૂત્રો દ્વારા આ અંગે કોઇ સત્તાવાર નિવેદન કરવામાં આવ્યું નથી. પ્રાપ્ત માહિતી મુજબ એન્કાઉન્ટરમાં  રાષ્ટ્રીય રાઈફલના એક મેજર સહિત 4 જવાન શહીદ થયા હોવાનું જાણવા મળે છે. આતંકવાદી હુમલા પછી ભારતીય સેનાને મળેલી આ ખૂબ મોટી સફળતા છે જેને પગલે ગુજરાતના નાના ગામડાથી માંડીને અમદાવાદ વડોદરા રાજકોટ જેવા મોટા શહેરોમાં લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જુદા જુદા યુથ ફેડરેશન અને યુવક…

Read More

બલૂચિસ્તાનના કેચ જિલ્લામાં પાકિસ્તાની સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલો સાઉદીના પ્રિન્સ પાકિસ્તાન આવે તેના એક કલાક પૂર્વે થયો હતો. આ ઘટનામાં 9 પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે જ્યારે 11 સૈનિકોને ઈજા પહોંચી હોવાનું ધ બલૂચિસ્તાન પોસ્ટના રિપોર્ટમાં જણાવાયું છે. ધ બલૂચિસ્તાન પોસ્ટના રિપોર્ટ અનુસાર, બલૂચિસ્તાન લિબરેશન ફ્રંટ અને બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સે ચીન-પાકિસ્તાન ઈકોનોમિ કોરિડોર (CPEC) રૂટ પર તુર્બત અને પંજપુર વચ્ચે પાકિસ્તાન આર્મી પર થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી છે.

Read More

જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ સરહદી વિસ્તારોમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને પાકિસ્તાન બોર્ડર સાથે જોડાયેલા ગુજરાતના દરિયાઈ અને રણ વિસ્તારમાં એલર્ટ જારી કરવામાં આવ્યું હોવાનું ટોચના સૂત્રોએ જણાવ્યું છે. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત અન્ય લોકોની અવરજવરથી વ્યસ્ત રહેતા સ્થળોને ટારગેટ કરવામાં આવે તેવી આઈબીના ઈનપૂટ ઈન્ટેલિજન્સ વિભાગને મળતા ગુજરાતમાં સઘન વોચ રાખવામાં આવી રહી છે. વિશ્વસનીય માહિતી પ્રમાણે ગુજરાતમાં ત્રણ આતંકી ઘુસ્યા હોવાના ઈનપૂટ મળી રહ્યા છે. આ ઈનપૂટમાં મહિલા સાથે હૈદ્રાબાદના મોહંમદ ઈબ્રાહીમનો પણ સમાવેશ થાય છે. ઈબ્રાહીમ પુલવામા હુમલામાં સંડોવાયેલો છે. આના સિવાય આત્મઘાતી બોમ્બર રેહાન અને મહિલા પણ સક્રીય થઈ હોવાના…

Read More

જમ્મૂ-કાશ્મીર ઓથોરિટીએ રવિવારે કાશ્મીરના પાંચ અલગાવવાદી નેતાઓના સરુક્ષા કવચને પાછો ખેંચવાનો નિર્ણય કર્યો હતો. પુલવામા અટેક બાદ કાશ્મીરના વહીવટી તંત્રે આ નિર્ણય કર્યો હતો. જેમના સુરક્ષા કવચને પાછો ખેંચવામાં આવ્યો છે તેમાં અલગાવવાદી નેતા મીર વાઈઝ ઉંમર ફારુક, પ્રોફેસર અબ્દુલ ગની બટ્ટ, બિલાલ લોન, હાશીમ કુરૈશી અને શબ્બીર અહેમદનો સમાવેશ થાય છે. જમ્મૂ કાશ્મીરના તંત્રે અલગાવવાદી નેતાઓને ગનમેન, કાર સહિતની સુવિધા આપી હતી. આ તમામ સુવિધા અને સુરક્ષા તાબડતોડ પાછી ખેંચવામાં આવી છે. પાકિસ્તાનથી નાણાકીય સહાય મેળવનારા નેતાઓની યાદી બનાવવામાં આવી રહી છે અને તે અંગે તપાસ કરવાની ગૃહમંત્રી રાજનાથસિંહે કાશ્મીરની મુલાકાત વખતે જણાવ્યું હતું. હાલ શબ્બીર શાહ દિલ્હીની જેલમાં…

Read More

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી બળવો કરીને ઉમેદવાર બન્યા હોય તે બેઠક પર કોંગ્રેસને કેટલો ફાયદો થયો હતો અને હવે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના બળવાખોરો કેટલો લાભ અપાવી શકે તેમ છે. તે અંગે કોંગ્રેસના કેટલાંક નેતાઓએ એક અહેવાલ તૈયાર કર્યો છે. જેમાં એક તારણ એવું બહાર આવ્યું છે કે ભાજપમાં જ્યાં બળવો થયો હતો ત્યાં કોંગ્રેસને સારો એવો ફાયદો થયો હતો. ભાજપમાં જ્યાં બળવો થયો ત્યાં ભાજપના જે ધારાસભ્ય ચૂંટાયા હતા તે પોતાના પગ પર ચૂંટાયા હતા. તેઓ ભાજપના કારણે નહીં પણ પોતાના કારણે ચૂંટાયા હતા. તેથી તે લોકસભામાં કેવી અસર કરે છે તેની સમીક્ષા થઈ રહી છે. આવી 24…

Read More

2001માં બનેલા ઊંઝા પાસેના ઉનાવા ગામ પાસે બનેલા બાયપાસ માર્ગ માટે જમીન ગુમાવનારા 59 ખેડૂતોને હજુ સુધી વળતર ન આપતાં ફરી એક વખત માર્ગ અને મકાન વિભાગની મિલકત જપ્ત કરી દેવા અદાલતે જપ્તી વોરંટ વહાર પાડતાં ખેડૂતો પોલીસ લઈને અધિકારી પાસે પહોંચી ત્યારે ફરી એક વખત ખેડૂતોને રકમ આપવા માટે વાયદો કરાયો હતો. આવું 18 વર્ષથી ચાલી રહ્યું છે. જ્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી ખેડૂતો ન્યાય માટે લડી રહ્યાં છે. 24 જૂન 2015માં જમીનનું વળતર વ્યાજ સાથે ચૂકવવા માર્ગ અને મકાન વિભાગની મિલકતો જપ્ત કરી લેવા મહેસાણા કોર્ટે કાઢેલું જપ્તી વોરંટ સ્વિકારવાનો અધિકારીએ ઈન્કાર કરતાં ખેડૂતો વિફર્યા હતા. ગભરાયેલા અધિકારીઓએ…

Read More