કવિ: Satya Day News

વડોદરાના તુલસીવાડી વિસ્તારમાંથી આજે નીકળેલા એક વરઘોડામાં ફિલ્મી ગીતોને બદલે દેશ ભક્તિના ગીતો વગાડીને વરરાજા તથા જાનૈયાઓએ આતંકી હુમલામાં શહિદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલિ આપી હતી. વરરાજા મનીષ કહે છે કે, મારા લગ્નની તારીખ પહેલેથી જ નક્કી હતી. મહેમાનોને કંકોતરીઓ પણ વહેંચાઈ ગઈ હતી. હોલ, કેટરિંગ અને ડીજે પણ બુક કરાવી દેવાયુ હતુ. રુપિયા 20,000ના ફટાકડા પણ ખરીદાઈ ગયા હતા. એટલે લગ્નનો પ્રસંગ મુલતવી રાખી શકાય તેવી સ્થિતી ન હતી. આખરે, અમે લગ્નને બિલકુલ સાદાઈથી કરવાનો નિર્ણય લીધો હતો. મારુ લગ્ન આજે કારેલીબાગના મેઘદૂત હોલમાં યોજાવાનું હતુ. એટલે વરઘોડો અમે હાથીખાનાથી કાઢ્યો હતો. પરંતુ, ફટાકડા ફોડવાનું બંધ રાખ્યુ હતુ. આ વરઘોડામાં…

Read More

શુક્રવારે વલસાડના ધરમપુરમાં દાદરા નગર હવેલીના કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ સાંસદ મોહન ડેલકરની અનુપસ્થિતિ ખાસ્સી એવી ચર્ચામાં રહી છે. દાદરા નગરા હવેલીથી માંડ 20 કિ.મીના અંતરે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આવ્યા હતા અને મોહન ડેલકર આવ્યા નહીં તેને લઈ કોંગ્રેસ સહિત ભાજપમાં પણ આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. રાહુલ ગાંધીની સભામાં પોતાની અનુપસ્થિતિને લઈ મોહન ડેલકરે ખુલાસો કર્યો છે. આજે ટેલિફોન પર વાત કરતા મોહન ડેલકરે કહ્યું કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની સભામાં ગેરહાજર રહેવા અંગે ઉભી થયેલી ગેરસમજ છે. ખરેખર તો હું તે દિવસ અત્યંત અગત્યના કામમાં વ્યસ્ત હતો અને તે અંગે કોંગ્રેસની નેતાગીરીને જાણ કરવામાં આવી હતી. તે…

Read More

ગુરુવારે જમ્મૂ-કાશ્મીરના પુલવામા ખાતે આત્મઘાતી હુમલામાં 49 જવાનોએ શહીદી વ્હોરી લીધી. જઘન્ય અને બર્બરતાપુર્વકના હુમલાની સમગ્ર વિશ્વમાં આલોચના સહિત તીવ્ર પ્રત્યાઘાત પડ્યા છે. ભારત દેશમાં મુસ્લિમોએ પણ પોતાની રીતે સ્વંભૂ આકરી પ્રતિક્રીયા આપી છે સમૂળગી રીતે મુસ્લિમ સમાજે પણ આતંકી હુમલા અને આતંકવાદીઓને આકરી સજા કરવાની માંગ સુધ્ધા કરી છે. છતાં પણ મુસ્લિમ પ્રત્યે ચોક્કસ પ્રકારે વૈમન્સયતાનો માહોલ જન્મી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. કેટલીક જગ્યાએ મુસ્લિમ વિસ્તારોમાંથી પસાર થતી વખતે જાણી જોઈને ઈરાદાપૂર્વક ઉશ્કરેણીજનક હરકતો કરવામાં આવી રહી છે. અમદાવાદના જૂહાપુરામાં શુક્રવારે રસ્તા પર નીકળેલા ટોળાએ મુસ્લિમ મહિલાઓને જોઈને જાણે આ મહિલાઓ પાકિસ્તાની હોય તેમ તેમની સમક્ષ એલફેલ ભાષાનો…

Read More

2019ની ચૂંટણી કેવી હશે, તે રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને મોદી અને અમિત શાહને પડકારીને સ્પષ્ટ કહી દીધું છે. તેમણે વલસાડના ધરમપુર ખાતેની રેલી સંબોધી, તેમાં સ્પષ્ટ હતું કે, તે નરેન્દ્ર મોદી અને અમિત શાહના ભ્રષ્ટાચારના મુદ્દા આગળ કરીને ચૂંટણી મુદ્દો બનાવી રહ્યાં છે. હવે પછી 60 દિવસ સુધી તેઓ ભાજપના નેતાઓની સામે આ બાબત અંગે પ્રહારો કરતાં રહેશે. વળી છેલ્લા પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદીએ જે ભૂલો કરી છે તે પ્રજાની વચ્ચે લાવીને ચૂંટણી પ્રચાર કરશે. એવી સ્પષ્ટ નીતિ તેમની દેખાઈ રહી છે. તેઓ ખેડૂતોની બેહાલી, ગરીબો લોકોની ખરાબ સ્થિતી અને નાના વેપારીઓની વાત કરી રહ્યાં છે. ચોકીદાર ચોર છે, હવાઈ…

Read More

(દિલીપ પટેલ દ્વારા):  ભાજપના પૂર્વ કૃષિ પ્રધાન ચીમન સાપરીયા અને હાલના કૃષિ પ્રધાન આર સી ફળદુના જિલ્લામાં તથા ભાજપના મહામંત્રી ભીખુ દલસાણીયાના જિલ્લાના જામજોધપુર કાયમ સળગતું રહે છે. હવે જામજોધપુરનું અંદાજ પત્ર મંજૂર ન થતાં તેની ગંભીર નોંધ ગાંધીનગરમાં ભાજપના નેતાઓએ લીધી છે. જામજોધપુરમાં શું બની રહ્યું છે તેની રજેરજની વિગતો એકઠી કરવામાં આવી છે. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા પંચાયતનું વર્ષ 2019-20નું સામાન્ય બજેટ નામંજૂર થતા ભાજપની તાલુકા પંચાયત બરતરફ થાય એવી સ્થિતી ઊભી થઈ છે. કોંગ્રેસના બે સભ્યોનું પક્ષાંતર કરાવીને ભાજપે સત્તા મેળવી પણ તે સંભાળી શકતા નથી. ભાજપના જ સભ્યો ગેરહાજર રહેતાં કોંગ્રેસે આખું અંદાજપત્ર ના મંજૂર કરી…

Read More

નસીર અહેમદ એક એવા જવાન હતા જેમણે 13મી ફેબ્રુઆરીએ પોતાનો જન્મ દિવસ મનાવ્યો હતો. નસીર અહેમદ સીઆરપીએફની 76મી બટાલીયનમાં સામેલ હતા. આતંકવાદીઓએ જમ્મૂ-શ્રીનગર હાઈવે પર સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી કાર બોમ્બથી હુમલો કરી બસને ટારગેટ બનાવી હતી. નસીર અહેમદ તેના કમાન્ડર તરીકે તૈનાત હતા. તે દિવસે કમાન્ડર નસીરને સખત તાવ હતો. તેમના મોટા ભાઈએ ફોન પર નસીરને આરામ કરવાની સલાહ આપી હતી અને રજા પર ઉતરી જવાનું કહ્યું હતું. પરંતુ નસીર પોતાની ફરજપરસ્તીને નિભાવાનું નક્કી કર્યું અને કાશ્મીર ખીણની બોર્ડર પર પહોંચવાનો નિર્ધાર કર્યો. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તાવ સાથેની આ સફર અંતિમ બની રહેશે. નસીર અહેમદના ઘરે…

Read More

આજે બપોરે અમદાવાદના કલોલ તાલુકાના છત્રાલમાં બંદુકધારી લૂંટારૂઓએ સનસનાટીપૂર્ણ લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓએ ફાયરીંગ કરી 50 લાખ રૂપિયા લૂંટ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની વિગત એવી છે કે કલોલના છત્રાલ જીઆઈડીસીમાં આવેલી એક્સિસ બેન્કમાં રાબેતા મુજબનું કામકાજ ચાલી રહ્યું હતું તેવામાં શસ્ત્રો સાથે ધસી આવેલા ત્રણથી ચાર જેટલા લૂંટારૂઓએ બેન્કના કર્મચારીઓને ઘેરી લીધા હતા. કર્મચારીઓ નહીં ગાંઠતા અને લૂંટારૂઓને મચક નહીં આપતા રિવોલ્વરમાંથી ફાયર કરવામાં આવ્યું હતું. જેમાં બેન્કના એક કર્મચારીને ઈજા પહોંચી હતી. બેન્ક લૂંટના સીસીટીવી ફૂટેજમાં ત્રણથી ચાર લૂંટારૂઓ બાઈક પર બિન્દાસ્ત આવ્યા અને બેન્કના કર્મચારીઓને બાનમાં લઈ લીધા હતા. ત્યાર બાદ કેશ કાઉન્ટર અને અન્ય રૂપિયાને…

Read More

ઊંઝામાં આશા પટેલને કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરાવનારા ભાજપના મહામંત્રી કે. સી. પટેલ સામે બળવો થયો છે. મહેસાણા જિલ્લા શક્તિ કેન્દ્રમાં ભાજપના કાર્યકરોએ કે. સી. પટેલ હાયહાયના નારા લગાવી બેઠકમાં કેસરીઓ ખેસ છોડીને બહાર નિકળી જવા લાગ્યા હતા. કે. સી. પટેલના વેવાઈ દિનેશ પટેલને ઊંઝામાં મહત્વ આપવામાં આવી રહ્યું હોવાથી અને ઊંઝા ખેત ઉત્પન્ન બજાર સમિતિમાં તેમને અધ્યક્ષ બનાવવા માટે કાવતરા કર્યા હોવાનું બહાર આવતા અને આશા પટેલને ભાજપમાં લાવતાં મહેસાણા અને ઊંઝાના કાર્યકરો કે. સી. પટેલનો જાહેરમાં વિરોધ કર્યો હતો. વેવાઈ વાદ બંધ કરો, થેલા મૂકીને ચાલો, ખેસ મૂકીને બહાર આવો કહીને ઘણાં કાર્યકરો બહાર આવી ગયા હતા. એપીએમસીનું રાજકારણ…

Read More

લોકસભાની ચૂંટણીના પડઘમની વચ્ચે પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં શહીદ થયેલા 49 જવાનોની ઘટનાના પગલે લોકસભાની ચૂંટણી પર તેની અસર પડવાનાં સંકેત મળી રહ્યા છે. હાલ લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા તૈયારી કરવામાં આવી રહી હતી પરંતુ બદલાયેલા સમયમાં વિકટ સ્થિતિનો દેશ સામનો કરી રહ્યો છે ત્યારે લોકસભાની ચૂંટણી પાછી ઠેલાવાના એંધાણ મળી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા સમગ્ર સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણી એપ્રિલ અને મે મહિનાની વચ્ચે થવાનો રાબેતા મુજબનો શિડયુલ છે. 17મી લોકસભા માટે લોકસભાની સામાન્ય ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચ દ્વારા આગોતરી તૈયારી કરવામાં આવી રહી છે અને પંચે તમામ રાજ્ય સરકારોને વહીવટી…

Read More

જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં લોકો આ ઘટનાની કડકમાં કડક ટીકા કરી વખોડી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્વુએ પુલવામા હુમલા બાદ પોતાનો મંતવ્ય રજૂ કર્યો હતો. જેને લઈ તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા. લોકોએ સિદ્વુને કપિલ શર્મા શોમાંથી હાંકી કાઢવાની માંગ કરી હતી. સોની ટીવીએ સિદ્વુના વિરોધને પગલે લોકોની લાગણીને માન આપીને સિદ્વુને કપિલ શર્મા શોમાંથી કાઢી મૂકવાનો આકરો નિર્ણય લીધો છે.  હવે શોમાં સિદ્વુની જગ્યાએ શોમાં અર્ચના પુરણસિંહ જોવા મળશે. શું કહ્યું હતું સિદ્વુએ? પૂર્વ ક્રિકેટર અને નેતા બનેલા સિદ્વુએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે શું કોઈ ચોક્કસ લોકોની કરતૂતોને લઈ સમગ્ર…

Read More