સામાન્ય રીતે વેલેન્ટાઈન ડેની ઉજવણીમાં યુવા- યુવતીઓ પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરતી હોય છે . પરંતુ , આજે અહીં સુરતની પ્રસિદ્ધ ફેશન ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ આઈડીટી દ્વારા એક નવા અને અનોખા વિચાર સાથે વેલેન્ટાઈન ડેની ઉજવણી માટે એક અનોખા અને તદ્દન નવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત આઈડીટીના વિદ્યાર્થીઓ અને અગ્રવાલ યુવા સંગઠનના સભ્ય યુવાઓએ સાથે મળીને સુરતના નવા એટલેકે ફર્સ્ટ ટાઈમ વોટર ( સૌ પ્રથમ વાર મતદાન કરવા માટે અધિકૃત ) યુવાનો અને યુવતીઓને ગુલાબનું ફૂલ આપીને રાષ્ટ્ર પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવવા મતદાન કરવા માટે અપીલ કરી હતી. સાથે સાથે પોતાની જવાબદારી નિભાવવાનો અનુરોધ કર્યો હતો અને આમ…
કવિ: Satya Day News
જમ્મૂ-કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફની બસ પર કાર બોમ્બનો આત્મઘાતી હુમલો થયો અને તેમાં 44 જેટલા જવાનો શહીદ થયા ત્યાર સમગ્ર દેશમાં ઘટનાને પગલે આક્રોશ ફાટી નીકળ્યો છે. ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન અને કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પંરતુ સુરતમાં ભાજપના યુવા નેતા મોનિલ ઠાકરે આતંકી હુમલાના વિરોધમાં રેલી કાઢી હતી. સુરતના યુવા ભાજપ દ્વારા રેલી કાઢવામાં આવી અને જવાનોને શ્રદ્વાંજિલ આપવામાં આવી પરંતુ સાથો સાથ રેલીમાં નમો અગેઈનની ટી-શર્ટ દ્વારા નરેન્દ્ર મોદીનો પ્રચાર પણ કરવામાં આવ્યો હતો. ભાજપના દરેક કાર્યકરો નમો અગેઈનની ટી-શર્ટ પહેરી હતી. આ રેલીમાં કોલેજના યુવાઓએ મોટી સંખ્યામાં આમંત્રિત કરાયા હતા.રેલીના બેનરમાં 14 ફેબ્રુઆરી ને બ્લેક…
જમ્મૂ-કાશ્મીરના પૂલવામાના અવંતિપુરાના ગોરીપુરા વિસ્તારમાં CRPF જવાનોનાં કાફલા પર અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 42 જવાનો શહીદ હોવાની જાણકારી મળી રહી છે. જ્યારે 40થી વધુ જવાન ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઈજાગ્રસ્તો પૈકી 15 જવાનોની સ્થિતિ ગંભીર છે. CRPFના જવાનોને લઈ જતી બસને ટારગેટ કરવામાં આવી હતી. હુમલામાં અન્ય વાહનોને પણ મોટાપાયા પર નુકશાન થયું છે. હુમલામાં IEDનો ઉપયોગ થયો હોવાની શંકા છે. હુમલાની જવાબદારી જૈશે મહોમ્મદે સ્વીકારી છે. લશ્કરના અધિકારીએ જણાવ્યું કે CRPFના જવાનોને ટારગેટ કરવામાં આવ્યા છે. આતંકી સંગઠન જૈશે મહોમ્મદે આને આત્મઘાતી હુમલો બતાવ્યો છે. આ હુમલો શ્રીનગરથી માત્ર…
ગાંધીનગર મહાનગર પાલિકાના કોર્પોરેટર અને મેયર પ્રવિણ પટેલે આજે મેયર પદેથી રાજીનામું આપી દીધું હોવાનું જાણવા મળ્યું છે. જેને લઇને અનેક તર્ક-વિતર્કો ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે મૂળ ભાજપના પ્રવિણ પટેલ થોડા સમય અગાઉ કોંગ્રેસમાં ભળ્યા હતા અને પછી કોંગ્રેસની સીટ ઉપર જીતીને વળી પાછા ભાજપમાં ભળી ગયા હતા. ત્યારબાદ તેઓ ગાંધીનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર અને મેયર બન્યા હતા તેમણે આજે એકાએક આપતા મહાનગરપાલિકામાં મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા બે યુવાનોએ દેવું વધી જતા દસ વર્ષ બાળકનું અપહરણ કરી અને રૂપિયા ૧૫ લાખની ખંડણીની તેના પરિવાર પાસે માંગણી કરી હતી જોકે આ બાબતની જાણ ક્રાઈમ બ્રાન્ચને થતા પોલીસે બંને આરોપીઓને પકડી પાડયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો મુજબ, નરોડાના નાના ચીલોડા વિસ્તારમાં સ્પર્શ રેસિડેન્સીમાં રહેતા ચંદ્રકાન્ત પટેલ માણસા માં એલ્યુમિનિયમ ની ફેકટરી ચલાવે છે. ૧૨ ફેબ્રુઆરી ના રોજ તેમનો ૧૦ વર્ષનો દીકરો સોસાયટી પાસે રમતો હતો. ત્યારે એક રીક્ષા માં આવેલા બે અજાણ્યાં શખ્સો તેને ખેંચી લીધો અને ચપ્પુ બતાવી ગોંધી રાખ્યો. બાળક પાસેથી તેના પિતા ચંદ્રકાન્ત ભાઈનો નંબર મેળવી દીકરાને છોડવા માટે રૂ ૧૫…
વલસાડના લાલડુંગરીમાં આયોજિત જનઆક્રોશ સભામાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાતીમાં ચોકીદાર ચોર છે નારા બોલાવડાવ્યા હતા. તેમણે કહ્યું કે ફ્રાંસમાં પણ ચોકીદાર ચોર હૈ ચાલે છે, આજે ભારતના કોઈપણ ખૂણામાં બોલાય છે કે ચોકીદાર ચોર હૈ. નોટબંધી અને જીએસટીએ દેશને બરબાદ કરી નાંખ્યા છે. રાફેલમાં સરકાર ખુલાસા કરે છે પરંતુ કાર્યવાહી કરતી નથી. રાહુલ ગાંધીની સ્પીચના મહત્વના અંશો… નોટબંધીએ દેશની અર્થવ્યવસ્થાને નષ્ટ કરી નાંખી : રાહુલ ગાંધી ભારત માલા પ્રોજેક્ટ હેઠળ ખેડુતોને સાથે અન્યાય કર્યો, ખેડુતોની જમીન અમે પાછી અપાવીશુ, નોટબંધીના કારણ દેશની અર્થવ્યવસ્થા બગાડી નાંખી છે. ભારત માલા નહીં ભારત મારા પ્રોજેક્ટ છે : રાહુલ ગાંધી 2019માં ગુજરાતમાં પરિવર્તન…
ધરમપુમની જાહેર સભામા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સંબોધન કર્યું હતું. અમિત ચાવડાએ કહ્યું કે કોંગ્રેસનું નેતૃત્વ લોકોના સુખ દુઃખમાં સહયોગ કરે છે, ઈન્દિરા ગાંધી આવ્યા અને આ વિસ્તારના લોકોએ સહયોગ આપ્યો, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીને પણ તાકાત સાથે સહયોગ કર્યો, આજે રાહુલ ગાંધીને પણ સહયોગ આપવાનો સમય આવી ગયો છે. જાહેરસભામાં પહોંચતાંની સાથે જ રાહુલ ગાંધીને ઉપસ્થિત કાર્યકરે ભાવુક થઈ ચૂંબન કરતા અનેરા દ્રશ્યો જોવા મળ્યા હતા. અમિત ચાવડાએ કહ્યું કે રાહુલ ગાંધીને આજની જનમેદની 2019માં પ્રધાનમંત્રી બનાવશે, રિમોટ કંટ્રોલથી આજની સરકાર ચાલે છે, ઉદ્યોગપતિને લાભ થાય તેવા કાયદા બનાવ્યા છે. ગુજરાત સરકારથી તમામ વર્ગના લોકો નારાજ છે.…
કોઈ માણસ દારુના નશામાં રવાડે ચઢે કે જાહેરમાં ફજેતો કરી લવારો કરે, લથડીયા ખાય તો સમજવામાં આવે તેવી વાત છે. ગુજરાતમા દારુબંઘી છે છતાં દારુ છૂટથી મળે છે તેવામાં સુરત પાસીંગની મર્સિડીઝને દારુના નશામાં છાકટા બનેલા યુવાન દ્વારા તોડફોડ કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં GJ-05- JR-4201 નંબરની મર્સિડીઝ બેન્ઝ કાર દેખાય છે. ગંજી અને હાફ પેન્ટ પહેરેલો યુવાન કારને તોડતો દેખાય છે. કારની ડીકીથી લઈ બોનેટ, સાઈડ ગ્લાસને પોતાના હાથે તોડી રહ્યો છે. ત્યાર બાદ એ કારમાં બેસીને અંદરથી પણ તોડફોડ કરે છે. રાત્રીના અંધકારમાં યુવાનનો ચહેરો ઓળખી શકાતો નથી પરંતુ કારના ભૂક્કા બોલાવતો હોવાનું…
વાત એવી છે કે, શહેરના ફતેગંજ અને નવાયાર્ડ વિસ્તારના સામાજીક કાર્યકર વિલ્સન સોલંકીએ આ વર્ષે વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી વિસ્તારના વરિષ્ઠ નાગરિકો સાથે કરવાનો નિર્ણય લીધો હતો. આખરે, તેમણે વિસ્તારની વૃધ્ધાઓને ફિલ્મ જોવા માટે આમંત્રિત કરી હતી. અચાનક ફિલ્મ જોવાના મળેલા નિમંત્રણને દાદા-દાદીઓએ સહર્ષ સ્વિકારી લીધુ. આશ્ચર્ય પમાડે તેવી વાત એ હતી કે, થિયેટરમાં ફિલ્મ જોઈને વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી કરવાની છે તેવી વાત સમગ્ર વિસ્તારના સિનીયર સિટીઝન્સમાં વાયુ વેગે ફેલાઈ અને તેના પરિણામ સ્વરુપે 750 દાદા-દાદીઓ ફિલ્મ જોવા માટે તૈયાર થઈ ગયા. વિલ્સન તથા તેમના મિત્રોએ એક મલ્ટી પ્લેક્સમાં બે થિયેટર બુક કરાવ્યા અને સિનીયર સિટીઝન્સ સાથે ફિલ્મ નિહાળીને વેલેન્ટાઈન્સ ડેનું…
ઉધના-ભૂસાવલ લાઇનને ડબલ કરવાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ઉધનાથી નવી ત્રણ ટ્રેન શરૂ થશે. જેમાં ઉધના-નંદુરબાર- ઉધના મેમુ ટ્રેન, ઉધના- પાલધી- ઉધના મેમુ ટ્રેન અને બાંદ્રા-ભૂસાવલ ખાનદેશ એક્સપ્રેસ (વાયા ભેસ્તાન)ટ્રેનનો સમાવેશ થાય છે. આ ટ્રેન સપ્તાહમાં ત્રણ દિવસ શરૂ થશે. શરૂ થનારી નવી ટ્રેનોનાં કારણે નવસારી, ભેસ્તાન, ઉધના અને લીંબાયતનાં રહીશોને ખાનદેશ તરફ યાત્રા કરવા માટે રાહત સાથે ફાયદો થવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી ફેબ્રુઆરીએ ધૂલિયાથી વિડીયો લીંક દ્વારા લીલી ઝંડી બતાવશે જ્યારે કેન્દ્રીય રેલમંત્રી પિયૂષ ગોયલ ઉધના રેલ્વે સ્ટેશન ખાતે હાજર રહીને ટ્રેનનું પ્રસ્થાન કરાવશે. વર્ષોથી સુરત-ભૂસાવલ રેલ લાઈનને બ્રોડગેજ કરવાની સાથે ડબલ ટ્રેક…