કવિ: Satya Day News

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં યોજાતા લોકડાયરા સહિતની ઉજવણીમાં જાહેરમાં ફાયરીંગની ઘટનાઓ બની રહી છે. ખાસ કરીને કેટલાક નામચીન લોકો દ્વારા લોક ડાયરા અને લગ્ન પ્રસંગોમાં હવામાં ગોળીબાર કરવાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ ઘટનાઓ પર બ્રેક મારવા ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાએ જાહેર અને સામાજિક પ્રસંગોમાં હથિયારોના વપરાશ પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર જાહેર કર્યો છે. ડીજીપી શિવાનંદ ઝાએ પરિપત્ર પ્રસિદ્વ કરી ઉજવણી દરમિયાન હથિયારો પર નિયંત્રણ મૂકવાના આદેશ જારી કર્યા છે. નાયબ પોલીસ અધિક્ષક એમ.એસ.શેખ દ્વારા ડીજીપીના હુકમથી જાહેરાત કરવામાં આવી છે. સુરતના અશ્વિનીકુમાર રોડ પર ગયા મહિને લગ્ન પ્રસંગમાં હવામાં છોડાયેલી ગોળીથી એક મહિલાનું મોત નિપજ્યું હતું.…

Read More

VHP( વિશ્વ હિન્દુ પરિષદ) દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. VHPએ કહ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણી સુધી રામ મંદિર અંગે કોઈ આંદોલન કરવામાં આવશે નહીં. VHPએ ચૂંટણી સુધી આંદોલન સ્થિગત કરવાની જાહેરાત કરી છે. VHPના આંતરરાષ્ટ્રીય મહાસચિવ સુરેન્દ્ર જૈને નવી દિલ્હીમાં જાહેરાત કરતા કહ્યું  VHP નથી ઈચ્છતી કે રામ મંદિર ચૂંટણીનો મુદ્દો બને. આના કારણે ચાર મહિના સુધી રામ મંદિર આંદોલન પર બ્રેક મારવામાં આવી છે. સુરેન્દ્ર જૈને કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ પ્રતિબદ્વ છે અને નવી સરકારની રચના બાદ આ અંગે નિર્ણય કરવામાં આવશે. અત્રે જણાવી દઈએ કે VHPનો નિર્ણય ઈલ્હાબાદમાં કુંભમાં યોજાયેલી…

Read More

કોલકાતા પોલીસ અને સીબીઆઈ વચ્ચે ચાલેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે કોલાકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારને શારદા ચીટફંડ મામલાની તપાસ કરવા સીબીઆને સહયોગ આપવાનો આદેશ કર્યો છે અને સમયસર હાજર રહેવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજીવ કુમારને તપાસ માટે શિલોંગ ખાતે આવેલા સીબીઆઈની ઓફીસમાં હાજર રહે. તપાસ દરમિયાન કોલાકાતા પોલીસ કમિશનરની ધરપકડ પણ કરી શકાશે નહીં અને ન તો તેમની વિરુદ્વ કોઈ દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ દીપક ગુપ્તા અને જસ્ટીસ સંજીવ ખન્નાની બેન્ચે સીબીઆઈ દ્વારા મૂકવામાં આવેલા આરોપો અંગે પોલીસ કમિશનરને નોટીસ પણ આપી. બેન્ચે તેમને 20મી ફેબ્રુઆરી પહેલાં પોતાનો જવાબ રજુ કરવાની મહેતલ આપી…

Read More

ગુજરાત કોંગ્રેસના બળતા ઘરને થાળે પાડવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરી ધારાસભ્યોમાં વ્યાપેલા અસંતોષના કારણે કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે. તેમાંય વળી ઊંઝાના મહિલા ધારાસભ્ય આશા પટેલે ધારાસભ્ય પદથી રાજીનામું આપી દેતા પ્રદેશ નેતાગીરી ઉપરાંત ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ સામે પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા હોવાની માહિતી કોંગ્રેસના વર્તુળોએ આપી છે. રાજીવ સાતવની ગુજરાતમાંથી વિદાય નિશ્ચિત માનવામાં આવી રહી છે. રાજીવ સાતવના સ્થાને કોને ગુજરાતના પ્રભારી તરીકે નિમણૂંક આપવી તે અંગે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની ઈચ્છા અનુભવી નેતાને લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતની કમાન સોંપવાની હોવાનું બહાર…

Read More

ગુજરાત કોંગ્રેસના બળતા ઘરને થાળે પાડવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઈલેક્શન મેનેજમેન્ટ કમિટી(EMC)ની જાહેરાત કરી છે. EMCમાં નારાજ કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવડીયાને સાચવી લેવામાં આવ્યા છે. સાથો સાથે EMCમાં યુવા નેતા અલ્પેશ ઠાકોરને પણ જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં EMCનાં ચેરમેન તરીકે અર્જુન મોઢવડીયાની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત મૌલિન વૈષ્ણવને કન્વીરનો હોદ્દો આપવામાં આવ્યો છે. જ્યારે કમિટીમાં ડો.જીતુ પટેલ, અલ્પેશ ઠાકોર, બાલુભાઈ પટેલ, વિજય દવે, પૂર્વ આઈપીએસ અધિકારી કુલદીપ શર્મા, ચેતન રાવલ, યોગેશ રવાની, સંદીપ પટેલ અને સુરતના જવાહર ઉપાધ્યાયની નિમણૂંક કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસના…

Read More

સોમવારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે આવેલા આરોગ્ય મંત્રી નીતિન પટેલ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ની મુલાકાત દરમિયાન વર્ગ-૪ના કર્મચારીઓએ પાડેલી હડતાલ , ગેરરીતી ના આક્ષેપ અને દેખાવને પગલે આરોગ્યમંત્રી એ આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા કરવામાં આવતી ગેરરીતી અંગે તપાસ કરવાના આદેશ આપ્યા છે. જેને પગલે રાજ્યભરની જુદી જુદી મેડિકલ કોલેજો અને સિવીલ હોસ્પિટલોમાં ફફડાટ વ્યાપી ગયો છે. છેલ્લા ઘણાં વર્ષોથી રાજ્યભરમાં આરોગ્ય વિભાગ સંચાલિત મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં વર્ગ ૩  અને વર્ગ ૪ની જુદી જુદી પોસ્ટ માટે સરકાર આઉટસોર્સિંગ એજન્સી દ્વારા મેન પાવર ભરતી કરે છે. અલબત્ત આઉટસોર્સિંગ એજન્સી     દ્વારા મજૂર કાયદાઓનો સરેઆમ ભંગ થતો હોવાની વારંવાર ઉઠેલી ફરિયાદોને…

Read More

GWSSBએ છોટા ઉદેપુર અને વડોદરામાં નર્મદા કેનાલમાંથી અપાતું પાણીના પૂરવઠામાં સલ્ફાઈડનું પ્રમાણ વધારે છે. બેક્ટેરિયોલોજિકલ ટેસ્ટમાં સેમ્પલ નિષ્ફળ રહ્યા છે. પાણી સીધું વાપરી શકાય તેમ નથી. પાણીને શુદ્ધ કરવું જરૂરી છે, કોઈ કંપનીએ કચરાનો નિકાલ કર્યો હોવાથી પાણીમાં સલ્ફાઈડનું પ્રમાણ વધી ગયું છે.  ગયા અઠવાડિયે નર્મદા ડેમમાં મોટા પ્રમાણમાં મૃત માછલીઓ મળી આવી હતી. કેનાલમાં પાણીનો રંગ કાળો દેખાય છે. પરંતુ ભીતરમાં એવું થતું નથી. પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવાથી માછલીઓના મોત થયા છે. તેમ છતાં ગુજરાત સરકારને એક અઠવાડિયા સુધી ખબર ન પડી કે નર્મદા બંધમાં ઝેરી પાણી થઈ ગયું છે. નર્મદાનું પાણી આખા ગુજરાતમાં પીવા માટે ઉપયોગમાં લેવામાં આવે…

Read More

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ઉપ કુલપતિ ર્ડા. અશોક પટેલે કૃષિ યુનિવર્સિટીની વિવિધ પ્રવૃત્તિઓ અને કામગીરીની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે સૌથી વધુ દૂધ આપતી કાંકરેજી ગાયનું વેતરદીઠ દૂધ 917 લીટરથી વધારી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા 3200 લીટર કરવામાં આવ્યું છે. કૃષિ યુનિ. દ્વારા સંશોધિત બિયારણો અને દેશના ખેડૂતોને થતાં ફાયદાની વિગતો આપી હતી. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 19મી ઓલ ઇન્ડીયા ઇન્ટર એગ્રીકલ્ચર યુનિવર્સિટીના રાષ્ટ્રીય કક્ષાના યુથ ફેસ્ટીવલનો પ્રારંભ થયો હતો. દેશની 70 કૃષિ યુનિવર્સિટીઓના વિધાર્થીઓ માટે 7 ફેબ્રુઆરી 2019 સુધી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યુથ ફેસ્ટીવલ ચાલી રહ્યો છે. કૃષિ ટેકનોલોજી ક્રોપ ગાઇડન્સ, ટેકનીકલ અપગ્રેડેશન, ફૂડ પ્રોસેસિંગ, બ્રાન્ડિંગ,…

Read More

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ સૂચના આપી છે કે, શહેર તાલુકા જિલ્લા કોંગ્રેસ સમિતિમાં કોઇપણ પ્રકારની સીધી નિમણુંક કરવી નહીં. તેના કારણે સ્થાનિક કક્ષાએ કોઈ નિર્ણય તો નથી લેવાતાં પણ હવે પ્રદેશ પ્રમુખ પણ નિર્ણય લેતા ન હોવાથી ઘણાં જિલ્લાઓમાં નિમણૂક અટવાઈ પડી છે. સાબરકાંઠામાં પ્રમુખ સામે વિરોધ સાબરકાંઠા જીલ્લા પ્રમુખની મુદત પૂર્ણ થતી હોવાથી નવા પ્રમુખની વરણી કરવા માટે કરેલી રજુઆત બાદ ઉત્તર ગુજરાતના પ્રભારી જીતેન્દ્ર બન્ધલેએ બેઠક પૂર્ણ થયા બાદ એવું જણાવી દીધુ હતું કે પ્રમુખ નહી બદલાય. જો કે સગંઠનની ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે. પ્રભારીની આ રુખને લઈ જીલ્લાના કેટલાક કાર્યકરો અને અગ્રણીઓમાં તેના…

Read More

સોમવારે રાત્રે ક્રાઈમ બ્રાન્ચના સાઇબર સેલે આશ્રમ રોડ પાસે આવેલા કોમ્પલેક્ષ ઉપર દરોડા પાડયા હતા અને કોલ સેન્ટર હતું અને જેમાંથી નવ લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે જોકે ઉચ્ચ અધિકારીઓ અંગે થઈ કહેવા તૈયાર નથી. પ્રાપ્ત માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલના ઉચ્ચ અધિકારીઓને બાતમી મળી હતી કે આશ્રમરોડ પર આવેલી હયાત હોટલ ની પાછળ વાસુકાનન નામનું કોમ્પ્લેક્સ આવેલું છે. જેમાં કેટલાક શખ્સો ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી રહ્યા છે આ કોલ સેન્ટર દ્વારા લોકોના કોલ ડેટા મેળવી અને તેમને ફોન કરવામાં આવે છે અને શેરબજારમાં રોકાણ કરવા માટે અને બમણો ફાયદો મેળવવા માટે લલચાવે છે. સાઇબર સેલે દરોડો…

Read More