કવિ: Satya Day News

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં કુરિયર બોય દ્વારા રૂ 1.68 લાખના 14 મોબાઇલ ફોન ચોરી કર્યા હોવાની ફરિયાદ નોંધાઇ છે. કૃષ્ણનગર પોલીસે તેની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે નવા નરોડા વિસ્તારમાં રહેતો કાર્તિક પુરોહિત છેલ્લા કેટલાક સમયથી ઇ કોમ એક્સપ્રેસ કુરિયર પ્રાઇવેટ લિમિટેડમાં કુરીયર બોય તરીકે નોકરી કરતો હતો. આઠમી જાન્યુઆરીના રોજ ડિલિવરી માટે આવેલા અલગ-અલગ કંપનીના 14 મોબાઈલ ફોન જેની કુલ કિંમત 1.68 લાખ હતી, તે બોક્સમાંથી કાઢી લઈ અને ખાલી બોક્સની ડિલિવરી કરી હતી. આ અંગની જાણ થતા કુરિયર કંપનીના આણંદ પ્રજાપતિ કૃષ્ણ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદને આધારે પી.એસ.આઈ ડી.જી.વિહોનીયાએ તપાસ હાથ ધરી…

Read More

સ્માર્ટ સિટી દાહોદાં તમામ રોડ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, નગર પાલિકા ચીફ ઓફિસર રાયચંદાની, નગર પાલિકાની ટીમ તથા MGVCLના ઉચ્ચ અધિકારી ચાલતા રોડની આજુબાજુ આવેલ દુકાનો દ્વારા કરવામાં આવેલા દબાણ બાબતે દુકાનદારોને નોટિસ આપી મેમો આપ્યા હતા. સ્વચ્છતા, પાર્કિંગ અને દબાણ બાબતે સૌને માહિતગાર કરી જાણકારી આપી હતી. રોડ ઉપર પડેલ સમાન નગર પાલિકાની ટીમ દ્વારા સાથે રાખેલ ટ્રેક્ટરમાં આ સમાન મૂકી દેવામાં આવ્યો હતો. હોટેલ, દવાખાના અને મોટી સંસ્થાઓ પાસે પાર્કિંગ નથી તેઓને નોટિસ પાઠવી વહેલી તકે તેની વ્યવસ્થા કરવામાં કહેવામા આવ્યું છે. જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. વારંવાર નિયમનો ભંગ કરશે તો તેને…

Read More

અમદાવાદના ટ્રાન્સપોર્ટેશન માટે સીમાચિહ્નરૂપ અને મહત્વકાંક્ષી યોજના અમદાવા મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસો હવે અંતિમ તબક્કામાં છે ત્યારે માર્ચ મહિનાથી મેટ્રોનો રેગ્યુલર રન શરૂ કરવાના ચક્રોગતિમાન થઈ ગયા છે. અમદાવાદ મેટ્રો ટ્રેનનો આજે ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. એપેરલ પાર્ક ખાતે કરવામાં આવ્યો 900 મીટરનો ટ્રાયલ રન કરાયો હતો. અમદાવાદીઓનું સ્વપ્નું સાકાર થવા જઈ રહ્યું છે. વિગતો મુજબ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1 અંતર્ગત પ્રથમ ટ્રેન પહેલી જાન્યુઆરીએ અમદાવાદ આવી હતી અને હાલ તેનું ટ્રાયલ તથા અન્ય પાસાઓની કામગીરી એપેરલ પાર્ક ડેપો ખાતે કરવામાં આવી હતી. આ ઉપરાંત બીજી ટ્રેન 17મી જાન્યુઆરી સુધીમાં દક્ષિણ કોરીયાથી…

Read More

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી જુદા જુદા પ્રકારના સાયબર ક્રાઈમના કેસ વધી રહ્યા છે ખાસ કરીને અમદાવાદ બરોડા રાજકોટ સુરત જામનગર ભાવનગર અને ગાંધીનગર જેવા શહેરોમાં આ પ્રકારના ગુના નોંધાયા છે. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એક બહુ જ મહત્વની કડી હાથ લાગી હોવાનું જાણવા મળ્યું છે જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ મહારાષ્ટ્ર રવાના કરશે તેવું સૂત્રો જણાવે છે. અમદાવાદ કાયદાના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ થોડા સમયમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ બાબતે બહુ મોટો ખુલાસો કરે તેવી શક્યતા છે. ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ઓટીપી નંબર મેળવીને , નકલી ફોન કોલ્સથી અથવા તો લોટરી લાગી છે તેવા નકલી ઈ-મેઈલથી લોકો સાથે છેતરપિંડી…

Read More

નાણા મંત્રી પિયુષ ગોયલ શુક્રવારે વચગાળાનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. અરુણ જેટલી ઈલાજ માટે અમેરિકામાં છે. તેમની અવેજીમાં પિયુષ ગોયલ નાણા મંત્રાલયનો હવાલો સંભાળી રહ્યા છે. પાછલા અઠવાડિયે તેમને નાણા મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો. બુધવારે સુધીમાં સ્પષ્ટ ન હતું કે વચગાળાનું બજેટ જેટલી રજૂ કરશે કે ગોયલ. બેએક દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે જેટલીની તબિયતમાં સુધારો છે અને ટૂંકમાં જ ભારત પરત ફરશે. ન્યૂઝ એજન્સીને ટાંકીને જાણકારી આપવામાં આવી છે કે બજેટમાં સંપૂર્ણ વર્ષના આવક-જાવકના સ્ત્રોતોનો અંદાજ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત વચગાળાના બજેટમાં થાય છે તેમ કેટલાક મહિનાઓ માટે ખર્ચની મંજુરી માંગવામાં આવશે. સરકાર…

Read More

જમ્મૂ-કાશ્મીરમાં લોહી થીજવી નાંખે તેવી ઠંડી પડી રહી છે. હાલ કારગીલને સૌથી કોલ્ડ એરિયા તરીકે ગણવામાં આવી રહ્યું છે. કાશ્મીર ખીણમાં 40 દિવસ સુધી ચાલનારા કોલ્ડ વેવના દૌરને ચિલ્લે કલાં કહેવામાં આવે છે. આ ચિલ્લે કલાં હવે તેના અંતિમ તબક્કામાં હોવાનું હવામાન ખાતું જણાવી રહ્યું છે. કાશ્મીરમાં ઠંડીની સિઝનને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. પ્રથમ ભાગને ચિલ્લે કલાં, દ્વિતીય તબક્કાને ચિલ્લે ખુર્દ અને ત્રીજા અને અતિમ તબક્કાને ચિલ્લે બચ્ચે કહેવામાં આવે છે. હાલ ચિલ્લે કલાં ચાલી રહ્યું છે. ચિલ્લે કલાંનો સમયગાળો 40 દિવસનો હોય છે. 21 ડિસેમ્બરથી શરૂ થઈ 31મી જાન્યુઆરી સુધી આ ચિલ્લે કલાં ચાલે છે. ઓછા સમય ગાળાની…

Read More

કોંગ્રેસના બે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ગુરુવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ બન્ને ધારાસભ્યના ભાજપ પ્રવેશની ચર્ચાએ જોર પકડ્યું છે. જ્યારે અલ્પેશ ઠાકોરે મુલાકાતને ઔપચારિક ગણાવી છે. આ પૂર્વે અલ્પેશ ઠાકોરે એક્તા યાત્રાલ દરમિયાન ભાજપના નેતા શંકર ચૌધરી સાથે પણ રસ્તા વચ્ચે મુલાકાત કરી હતી અને મીડિયામાં આ મુલાકાત ખાસ્સી વાયરલ થઈ હતી. અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રી સાથે લગભગ અડધો કલાક ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીની મુલાકાત અંગે જાણવા મળ્યું છે કે કોંગ્રેસના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને સાબરકાંઠાની પોલીસ હેરાન કરી રહી છે. અલ્પેશ આ મામલે સીએમને મળવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીને  પોલીસ કનડગત મામલે યોગ્ય કાર્યવાહી…

Read More

રાજસ્થાનમાં વિધાનસભાની બેઠક પર મતગણતરી શરૂ કરવામાં આવી છે. રામગઢ અને જીંદ વિધાનસભા બેઠકની મત ગણતરી શરૂ થયા બાદ રામગઢમાં કોંગ્રેસના ઉમેદવાર સાફીયા ઝુબેરને 12 હજાર મતથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે રાજસ્થાનની બીજી બેઠક જીંદની મતગણતરીમાં કોંગ્રેસ ત્રીજા નંબર પર છે અને ભાજપ તેમાં આગળ હોવાની જાણકારી મળી રહી છે. રાજસ્થાનમાં સત્તારુઠ કોંગ્રેસે અલવરમાં આવતી રામગઢ વિધાનસભા સીટ પર વિજય હાંસલ કર્યો. કોંગ્રેસના ઉમેદવાર સાફીયા ઝુબેરને 83,311 વોટ મળ્યા હતા. ગુરુવારે ભારે સુરક્ષા વચ્ચે મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભાજપના ઉમેદવાર સુખવંતસિંહ દ્વિતીય સ્થાને રહ્ય હતા. તેમને 71,083 વોટ મળ્યા હતા. જ્યારે બસપાના ઉમેદવાર જગતસિંહને 24,856 વોટ મળ્યા…

Read More

ભારતમાં લોકસભાની ચૂંટણી થવાની ઘડીઓ ગણાઈ રહી છે. ચૂંટણી પર આખાય વિશ્વનીનજર મંડાયેલી છે. ચૂંટણીને લઈ અમેરિકાના ઈન્ટેલિજન્સ બ્યૂરોનો રિપોર્ટ બહાર આવ્યો છે. આ રિપોર્ટ ચોંકાવનારો છે. અમેરિકા સેનેટને સોંપાયેલા રિપોર્ટમાં દાવો કરાયો છે કે જો ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પૂર્વે કટ્ટર હિન્દુત્વ-રાષ્ટ્રવાદના મુદ્દા પર જોર આપે છે તો ભારતમાં કોમી રમખાણો ફાટી નીકળવાની દહેશત છે. અમેરિકા ઈન્ટેલિજન્સ એજન્સીઓ દુનિયાભરમાં ઉભા થઈ રહેલા ખતરા અને જોખમનું પૃથક્કરણ કરી આવા રિપોર્ટ તૈયાર કરે છે. આ રિપોર્ટ અમેરિકાની સેનેટની સિલેક્ટ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અમેરિકાના ડાયરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સ ડેન કોટ્સ દ્વાકા તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવાયું…

Read More

સુરતના ઈન્ડોર સ્ટેડીયમમાં ન્યૂ ઈન્ડીયા યૂથ કોન્કલેવમાં હાજરી આપતા ઉપસ્થિત પ્રોફેશનલોના સવાલના જવાબો આપ્યા હતા. વડાપ્રધાન મોદીનો સુરતમાં આક્રમક અંદાજ જોવા મળ્યો હતો. વડાપ્રધાન મોદીએ રિવોલ્વીંગ સ્ટેજ પરથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડીયમમાં હાજર લોકોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે હું સામાન્ય પરિવારમાંથી આવ્યો એટલે જ ભ્રષ્ટાચાર સામે લડી શક્યો છું. હું કોઈ મોટા-મોટા બિલ્લા લગાડીને આવ્યો નથી. મને કોઈ ચિંતા નથી. જો મારી પાસે પણ મોટા મોટા બિલ્લા હોત તો મને ફાઈલ ખૂલવાનો ડર રહે. તેમણે કહ્યું કે સાડા ચાર વર્ષ પહેલાં સત્તામાં આવ્યો તો કશું પણ હતું નહીં. સુરતવાળા જાણે છે કે મોદી કેવો છે…

Read More