શું વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે તો આ પ્રશ્નનો જવબા રાહુલ ગાંધી પાસે પણ નથી. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીના કાકાના દીકરા એટલે કે પિતરાઇ ભાઇ અને ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના નેતા વરુણ ગાંધીને કોંગ્રેસમાં લાવવાની હિલચાલ શરૂ કરી દેવાઇ છે. આમ છતાં, રાહુલે આ પ્રકારના કહેવાતા પ્રયાસ અંગે પોતે અજાણ હોવાની સ્પષ્ટતા કરી હતી. વરુણ ગાંધી હાલમાં ઉત્તર પ્રદેશની સુલતાનપુર બેઠકનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. વરુણ ગાંધીની માતા મેનકા ગાંધી કેન્દ્રમાંની નરેન્દ્ર મોદીની સરકારમાં મહિલાઓ અને બાળવિકાસ ખાતાના પ્રધાન છે. એવું મનાય છે કે 10મી ફેબ્રુઆરીએ રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે એક જ સ્ટેજ પર જોવા મળવાની ચર્ચાએ…
કવિ: Satya Day News
પોલીસ ફરીયાદમાં નામ આવ્યા બાદ ગુજરાત ભાજપે 24 કલાક બાદ કચ્છ ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને ભાજપના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. જોકે, ભાજપે છબીલ પટેલને સસ્પેન્ડ કરવાનું કારણ દર્શાવ્યું ન હતું. છબીલ પટેલનું નામ ભાજપના જ પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યામાં સંડોવાયેલું છે. જયંતિ ભાનુશાળીને આઠમી જાન્યુઆરીએ ચાલુ ટ્રેનમાં ગોળી મારી દેવામાં આવી હતી. પોલીસે કહ્યું હતું જયંતિ ભાનુશાળીના હત્યારાઓ છબીલ પટેલના કચ્છના વેરડી ખાતેના ફાર્મ હાઉસમાં રોકાયા હતા. ભાજપ દ્વારા પ્રસિદ્વ કરાયેલા સ્ટેટમેન્ટમાં જણાવાયું છે કે ભાજપના પ્રદેસ પ્રમુખ જીતુ વાઘાણીની સૂચનાથી ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને ભાજપના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 2012માં છબીલ…
પ્રજાસત્તાક પર્વે ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડને હરાવી દેશને વિજયની ભેટ આપી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પાંચ વનડે સિરીઝની બીજી વનડેમાં ભારતનો 90 રને ભવ્ય વિજય થયો છે. આ સાથે ભારતે 5 મેચની વનડે સીરીઝમાં 2-0ની સરસાઇ મેળવી છે. ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ લેવાનું પસંદ કર્યું હતું. ભારત તરફથી રોહિત શર્મા અને શિખર ધવને આક્રમક શરૂઆત કરી હતી. બંનેએ પહેલી વિકેટ માટે 154 રનની ભાગીદારી કરી હતી. બૉલ્ટના સ્વીંગ બોલમાં શિખર ધવન 66 રનનાં સ્કોર પર આઉટ થયો હતો. પ્રારંભમાં શિખર ધવનનાં આઉટ થયા બાદ રોહિત શર્મા પણ તરત આઉટ થયો હતો. જોકે ક્રિઝ પર રહીને તેણે 87 રન…
સુપ્રસિદ્વ લેખિકા અને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકના બહેન ગીતા મહેતાએ પદ્મશ્રી એવોર્ડ લેવાનો ઈન્કાર કર્યો હતો. શુક્રવારે કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ એવોર્ડની જાહેરાત કરી હતી જેમાં ગીતા મહેતાનું નામ પણ સામેલ હતું. તેમણે એવોર્ડ આપવાના સમય અંગે પ્રશ્ન કરી એવોર્ડ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. ગીતા મહેતાએ ન્યૂયોર્કથી આપેલા નિવેદનમાં જણાવ્યું કે મને સન્માનિત થવાનો ગર્વ છે કે ભારત સરકારે મને પદ્મશ્રી જેવું મોટું સન્માન આપ્યું છે. પરંતુ સખેદ જણાવવાનું કે આ એવોર્ડ લઈ શકું એમ નથી. દેશમાં સામાન્ય ચૂંટણીઓ નજીક છે અને એવોર્ડનો સમય સમાજમાં ખોટો મેસેજ આપી જશે. જે સરકાર અને મારા માટે શરમજનક વાત બની રહેશે.…
નાણા મંત્રી અરુણ જેટલીએ આઈસીઆઈસીઆઈ બેન્કના પૂર્વ સીઈઓ ચંદા કોચરની સંડોવણી સાથે સંબંધિત વીડિયોકોન લોન કેસમાં એફઆઈઆર દાખલ થયા બાદ સીબીઆઈની આકરી ટીકા કરી છે. અરુણ જેટલીએ કહ્યું કે સીબીઆઈ પ્રોફેનલ રીતે તપાસ કરવાના બદલે પોતાના લક્ષ્યથી ભટકી ગઈ છે અને ઈન્વેસ્ટીગેટીવ એડવેન્ચર કરી રહી છે. ગુરુવારે સીબીઆઈએ આઈસીઆઈસીઆઈ બેન્કના પૂર્વ સીઈઓ ચંદા કોચર, તેના પતિ દિપક કોચર, વીડિયોકોનના એમડી વેણુગોપાલ ધૂત વિરુદ્વ લોન અંગે છેતરપિંડાનો કેસ દાખલ કર્યો હતો. કેસ દાખલ થયાના એક દિવસ બાદ જેટલીએ તપાસ એજન્સીની કાર્યપદ્વતિની જાહેરમાં ટીકા કરી હતી. અમેરિકામાં બિમારીનો ઈલાજ કરાવી રહેલા જેટલીએ શુક્રવાર સાંજે એક પછી એક અનેક ટવિટ કરી આ મામલા…
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અગસ્તા વેસ્ટ લેન્ડ કેસમાં સહ-આરોપી ગૌતમ ખેતનની બ્લેક મની એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. શુક્રવારે ખેતાનને પકડી લેવામાં આવ્યો હતો. વકીલ ગૌતમ ખેતાન વિરુદ્વ ગેરકાયદે વિદેશમાં ખાતા ઓપરેટ કરવાનો આરોપ છે. તેને દિલ્હીની પટીયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પાછલા અઠવાડિયા દરમિયાન આવકવેરા વિભાગે દિલ્હી એનસીઆરમાં ગૌતમ ખેતાનની કેટલીક પ્રોપર્ટી પર દરોડા પાડ્યા હતા. ખેતાનનું નામ ઈડી અને સીબીઆઈની ચાર્જસીટમાં દાખલ થયેલું છે. 2014માંના સપ્ટેમ્બર મહિનામાં પણ ખેતાનની ધરપકડ કરવામાં આવી હતી. જાન્યુઆરી 2015માં ખેતાનનો જામીન પર છૂટકારો થયો હતો. ત્યાર બાદ 2016માં સીબીઆઈએ ખેતાન અને સંજીવ ત્યાગીની ફરીવાર ધરપકડ કરી હતી.
સુરત જિલ્લાના પલસાણાના બગુમરા ગામની સીમમાં આવેલી ઈગલ ફાઈબર પ્રાઇવેટ લિમીટેડ કંપનીમાં ગઈ મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં આખી કંપની બળીને ખાખ થઇ ગઈ હતી.દસ કલાક સુધી કંપનીમાં આગ વિકરાળ બની હતી. આગ લાગી ત્યારે નાઈટ પાળીમાં 50થી વધુ કામદારો કામ કરતા હતા. અચાનક ધડાકા સાથે કંપનીમાં આગ લગતા કામદારો પોતાના જીવ બચાવવા કંપની બહાર ભાગ્ય હતા. જોકે લેબર કોન્ટ્રાક્ટરના પુત્ર સહીત ત્રણ કામદારો ગૂમ થઇ ગયા હતા. આજે જ્યારે કાટમાળ ખસેડવામાં આવ્યો ત્યારે ચાર કામદારોના કંકાળ મળી આવ્યા હતા. કંપનીની આગમાં ચાર કામદારોન બળીને ભડથું થઈ ગયા હતા. વિગતો મુજબ પલસાણા તાલુકાના બગુમરા ગામ ની સીમમાં આવેલી અને યાર્નનું…
એક્સ્ટ્રા ઓર્ડિનરી ફિલ્મ “ઠાકરે”ની આતૂરતાપૂર્વક રાહ જોવાતી હતી. નવાઝુદ્દીન સિદ્દીકીના દમદાર અભિનયની ચોમેર પ્રશંસા કરવામાં આવી રહી છે. દિવગંત શિવસેના સુપ્રીમો બાલાસાહેબ ઠાકરેના જીવનને આવરી લેતા “ઠાકરે” ફિલ્મને નિહાળવા માટે સુરત શિવસેનાએ આખો સિનેમા હોલ બૂક કરાવી લીધું છે. એટલું જ નહીં પણ ફિલ્મનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું. સુરત શિવસેનાના પ્રવક્તા જયવંત ખૈરનારે જણાવ્યું કે બાલા સાહેબ ઠાકરેના જીવન પર બનેલી ફિલ્મ “ઠાકરે” માટે સુરતના રાજહંસ સિનેમા હોલને બૂક કરવામાં આવ્યું છે. તમામ શિવ સૈનિક પરિવારોને ફિલ્મ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સાંજે પાંચ વાગ્યાના શોમાં શિવસેના આ આયોજન કર્યું છે. તેમણે કહ્યું કે પાંચ હજાર વધુ શિવ…
HSRP (હાઇ સિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ)ને સુરત આરટીઓ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. HSRP નંબર પ્લેટ માટે આરટીઓએ પહેલી ફેબ્રુઆરીની ડેડલાઈન ફિક્સ કરી છે. પહેલી ફેબ્રુઆરીથી HSRP નબર પ્લેટ ફરજિયાત કરી દેવામાં આવી છે અને જો નંબર પ્લેટ નહીં હશે તો દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવો આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. HSRP નંબર પ્લટે અંગે આરટીઓ દ્વારા તાકીદ કરવામાં આવી હતી પરંતુ વાહન ચાલકો અને વાહન માલિકો દ્વારા નંબર પ્લેટ ફીટ કરાવવામાં બેદરકારી દાખવવામાં આવતા આરટીઓ દ્વારા સખત વલણ અખત્યાર કરવામાં આવ્યો છે. એવું મનાય છે કે સુરતમાં હજુ પણ 10 લાખ વાહનોમાં HSRP નંબર પ્લેટ નથી. સુરત શહેરમાં આરટીઓ સહિત…
આઠમી ડિસેમ્બરે કચ્છ ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં હત્યા કરવામાં આવ્યા બાદ જેની ફરતે પોલીસ તપાસનો ગાળીયો ફિટ કરાયો છે તે વાપીની મનિષા ગોસ્વામીની ભાળ પોલીસને હજુ સુધી મળી શકી નથી. મનિષા ગોસ્વામી 31મી ડિસેમ્બરથી લાપતા છે અને પોલીસ પણ તેનું લોકેશન ટ્રેસ કરી શકી નથી. મનિષાના પતિ ગજુ ગોસ્વામીએ અંગ્રેજી ન્યૂઝ પેપરને 12મી તારીખે આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 31મી ડિસેમ્બરથી મનિષા પોતાનું વાપી ખાતેનું ઘર છોડી કચ્છમાં આવેલા પોતાના ડેરી ફાર્મ પર ગઈ હતી. ત્યાર બાદથી તેનો કોઈ પત્તો મળ્યો નથી. જ્યારે જયંતિ ભાનુશાળીની હત્યા થઈ ત્યાર પહેલાં પણ મનિષાનો ફોન ચાલુ હતો પરંતુ ત્યાર બાદ ફોન…