કવિ: Sports Desk

નવી દિલ્હી : અહીંના ફિરોજશા કોટલા મેદાન પર રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 16 રને હરાવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું હતું, જ્યારે દિલ્હી સામેના આ પરાજયને પગલે વિરાટ કોહલીની આગેવાની હેઠળની આરસીબી પ્લેઓફની રેસમાંથી આઉટ થઇ ગઇ છે. દિલ્હી કેપિટલ્સે શ્રેયસ ઐય્યર અને શિખર ધવનની અર્ધસદીની મદદથી 5 વિકેટે 187 રન બનાવ્યા હતા. જેની સામે આરસીબીની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 171 રન જ કરી શકી હતી. શ્રેયસ ઐય્યરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હીઍ શરૂઆત ઝડપી કરી પણ ૩૫ રનના સ્કોર પર પૃથ્વી શો આઉટ થઇ ગયો હતો. તે પછી ધવને કેપ્ટન…

Read More

કોલકાતા : ઓપનીંગમાં આવેલા શુભમન ગીલ, ક્રિસ લીન અને આન્દ્રે રસેલની જારદાર અર્ધસદીઓના પ્રતાપે કોલકાતા નાઇટ રાઇડર્સે મુકેલા 233 રનના લક્ષ્યાંક સામે મુંબઇ ઇન્ડિયન્સ 7 વિકેટે 198 રન સુધી જ પહોંચી શકતાં કોલકાતાનો 34 રને વિજય થયો હતો. 17 બોલમાં અર્ધસદી ફટકારનાર હાર્દિકે 34 બોલમાં 9 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 91 રન કર્યા 232 રનના મોટા લક્ષ્યાંક સામે મુંબઇની શરૂઆત સાવ ખરાબ રહી હતી અને 21 રનના સ્કોર સુધીમાં તેના બંને ઓપનર પેવેલિયન ભેગા થયા હતા. તે પછી લુઇસ અને સૂર્યકુમાર યાદવ પણ આઉટ થયાં ત્યારે સ્કોર 58 રન હતો. તે પછી પોલાર્ડ સાથે હાર્દિક પંડ્યા જાડાયો હતો અને…

Read More

જયપુર : શનિવારે જ્યારે અહીં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ આઇપીઍલની મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે ત્યારે પોતાના મહત્વના વિદેશી ખેલાડીઅોની ખોટ તેમને સાલશે, જો કે હૈદરાબાદ કરતા રાજસ્થાનની ટીમને તેની વધુ અસર પડશે, કારણકે તેની ટીમમાંથી બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર અને જાસ બટલર વર્લ્ડ કપની તૈયારી માટેના કેમ્પમાં ભાગ લેવા માટે સ્વદેશ રવાના થયાં છે. જ્યારે હૈદરાબાદમાંથી ઍકમાત્ર જાની બેયરસ્ટો સ્વદેશ રવાના થયો છે. પોઇન્ટ ટેબલમાં હૈદરાબાદની ટીમ 10માંથી 5 મેચ જીતીને સારી સ્થિતિમાં છે. જ્યારે રાજસ્થાનની ટીમે 11માંથી માત્ર 4 મેચ જીતી છે. જો કે તે હજુ પ્લેઓફની રેસમાં છે. ઇંગ્લેન્ડના ત્રણે ખેલાડી જવાથી રાજસ્થાનને ખોટ તો સાલશે…

Read More

ચેન્નઇ : મુંબઇ ઇન્ડિયન્સ સામેની મેચ પહેલા જ્યારે સીએસકેના કેપ્ટન તરીકે સુરેશ રૈના ટોસ ઉછાળવા આવ્યો ત્યારે એવું લાગ્યું હતું કે ધોનીએ આરામ કરવાનો નિર્ણય કર્યો હશે, પણ પછી એવું જાહેર થયું હતું કે ધોની તાવમાં સપડાયો હોવાને કારણે આ મેચમાં રમવા ઉતર્યો નથી. હવે ચેન્નઇ સુપર કિંગ્સના બેિટંગ કોચ સ્ટીફન ફ્લેમિંગે એવો ખુલાસો કર્યો છે કે માત્ર કેપ્ટન એમ એસ ધોની જ નહીં પણ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ બિમાર છે. આ સમાચાર માત્ર ચેન્નઇ સુપર કિંગ્સ માટે જ નહીં પણ ટીમ ઇન્ડિયા માટે પણ ચિંતા જનક છે, કારણ આ બંને વર્લ્ડ કપની ટીમમાં સામેલ છે. ધોની અને જાડેજા અંગે…

Read More

બૈજિંગ : ભારતીય શૂટર અભિષેક વર્માએ શનિવારે અહીં ચાલી રહેલા ISSF વર્લ્ડ કપમાં 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ભારત માટે ઓલિમ્પિક્સમાં પાચમો ક્વોટા મેળવ્યો હતો. તેના પહેલા 10 મીટર એર રાયફલમાં અંજુમ મોડગિલ, અપૂર્વી ચંદેલાએ જ્યારે 10 મીટર એર પિસ્તોલમાં સૌરભ ચૌધરી અને દિવ્યાંશ સિંહ પંવારે ભારત માટે ચાર ઓલિમ્પિક્સ ક્વોટા સુરક્ષિત કર્યા હતા.. અભિષેક વર્માએ 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટની ફાઇનલમાં 242.7 પોઇન્ટ સાથે પહેલું સ્થાન મેળવીને ગોલ્ડ જીત્યો હતો. રશિયાના અર્તેમ ચેરનોસોવે 240.4 પોઇન્ટ સાથે સિલ્વર જ્યારે કોરિયાના હાન સેઉંગોએ 220.0 પોઇન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અભિષેક વર્મા જાકાર્તામાં આયોજિત થયેલી એશિયન ગેમ્સમાં 10…

Read More

લંડન : ઇંગ્લેન્ડની વર્લ્ડ કપ ટીમમાં પસંદ કરાયેલો ઓપનિંગ બેટ્સમેન એલેક્સ હેલ્સ તાજેતરમાં ડ્રગ્સના નશામાં ધૂત હાલતમાં મળી આવ્યો હતો. તેના કારણે હેલ્સ નોટિંગહોમ શાયર વતી કાઉન્ટી મેચમાં પણ રમી શક્યો નહોતો. આ મેચ પહેલા તમામ ખેલાડીઓનો ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં એલેક્સ હેલ્સ ફેલ ગયો ગયો હતો. ડ્રગ્સ ટેસ્ટમાં ફેલ થવાના કારણે તેના પર 21 દિવસનો પ્રતિબંધ લાગુ કરાયો હતો. તે પછી વર્લ્ડ કપની ટીમમાં તેની પસંદગી થઇ અને તે અંગત કારણોને આગળ ધરીને રજા પર ઉતરી ગયો હતો. સત્તાવાર જાહેર કરવાના બદલે ઇસીબી દ્વારા આખા પ્રકરણમાં ચુપકીદી સાધી રાખવામાં આવી આ આખા પ્રકરણમાં સૌથી મોટી વાત એ…

Read More

નિગ્બાઓ (ચીન) : ભારતના વેઇટ લિફ્ટર પ્રદીપ સિંહ અને મીરાબાઇ ચાનુએ શુક્રવારે અહીં એશિયન ચેમ્પિયનશિપની 102 કિગ્રાની કેટેગરીમાં ક્લિન એન્ડ જર્ક સ્પર્ધામાં બ્રોન્ઝ જીત્યો હતો.. પ્રદીપે ક્લિન એન્ડ જર્કમાં 201 કિગ્રા વજન ઉઠાવ્યું હતું પણ ગ્રુપ એમા 7 પ્રતિસ્પર્ધીમાં સ્નેચમાં150 કિગ્રામાં તેનો પ્રયાસ નાકામ રહ્યો હતો. તેણે કુલ 351 કિગ્રા વજન ઉઠાવ્યું હતું જેના કારણે તે છઠ્ઠા સ્થાને રહ્યો હતો. માજી વર્લ્ડ ચેમ્પિયન મીરાબાઇ ચાનુએ 49 કિગ્રાની કેટેગરીમાં 113 કિગ્રાના અંગત પ્રયાસમાં ક્લિન એન્ડ જર્કમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, જો કે તે 199 કિગ્રાના કુલ વજનમાં ચોથા સ્થાને રહી હતી. જૂનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલિસ્ટ ઝિલી ડાલાબેહડાએ મહિલાઓની 45 કિગ્રાની કેટેગરીમાં…

Read More

શિયાન : રિયો ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલિસ્ટ અને ઍશિયન ગેમ્સની ચેમ્પિયન વિનેશ ફોગાટે શુક્રવારે અહીં ઍશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ સાથે જ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલાઓના અભિયાનનો અંત ગોલ્ડ મેડલ વગર આવ્યો હતો. સાક્ષીઍ 62 કિગ્રાની કેટેગરીમાં જ્યારે વિનેશ 53 કિગ્રાની કેટેગરીમાં ક્વાર્ટર ફાઇનલમા હારી હતી. જો કે તેમની સામે વિજેતા થયેલી રેસલર ફાઇનલમાં જતાં તેમને રેપચેઝ રમવાની તક મળી અને તેમાં તેઓ બ્રોન્ઝ મેડલ જીતી હતી. બ્રોન્ઝ મેડલ માટેના પ્લેઓફ મુકાબલામાં વિનેશે ચીનની વર્લ્ડ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલિસ્ટ કિયાનયુ પાંગને 8-1થી જ્યારે સાક્ષીઍ ઉત્તર કોરિયાની હિયોન ગિયોંગ મુનને 9-6થી હરાવી હતી. ભારત માટે ઍ પહેલા ગુરૂવારે મંજૂ કુમારીઍ 59…

Read More

વુહાન: અહીં ચાલી રહેલી ઍશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતના શટલર પીવી સિંધુ, સાઇના નેહવાલ અને સમીર વર્મા ત્રણે ક્વાર્ટર ફાઇનલમાં હારીને સ્પર્ધામાંથી બહાર ફેંકાઇ ગયા છે. સાઇનાનો જાપાનની અકાને યામાગુચી સામે જ્યારે સિંધુનો ચીનની બિન ક્રમાંકિત કોઇ યાન યાન સામે પરાજય થયો હતો. જ્યારે સમીરનો ચીનના શિ યુકી સામે પરાજય થયો હતો. મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં સાઇના ને જાપાનની અકાને યામાગુચીઍ 13-21, 23-21, 16-21થી હરાવી હતી. સિંધુને કેઇ યાન યાને ક્વાર્ટર ફાઇનલમાં ઍકતરફી મુકાબલામાં 21-19, 21-9થી હરાવી હતી. જ્યારે સમીરને શિ યુકીઍ સીધી ગેમમાં 21-10, 21-12થી હરાવ્યો હતો.

Read More

નવી દિલ્હી : બીસીસીઆઇ સાથે ચાલી રહેલા મેન્સ દ્વિપક્ષિય સિરીઝ સંબંધી વિવાદને કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાઍ પોતાની મહિલા ક્રિકેટરોને આવતા મહિને રમાનારી મીની મહિલા આઇપીઍલની ટી-20 ચેલેન્જમાં ભાગ લેતા અટકાવી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આ બાબતે ઍવું કહ્યું છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીઍ) બ્લેકમેલ કરી રહ્યું છે. અોસ્ટ્રેલિયાની ત્રણ મહિલા ખેલાડી મેગ લેનિંગ, ઍલિસ પેરી અને ઍલિસા હિલી આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની હતી. જા કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાઍ નફફટાઇ બતાવીને તેમને ભાગ લેતા અટકાવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ટોચની અધિકારી બેલિન્ડા ક્લાર્કના ઇમેલથી ઍ સ્પષ્ટ થાય છે કે આ ત્રણેય મહિલા ખેલાડીઓને રોકવી ઍ પુરૂષ વનડે સિરીઝને ટાળવા માટેના દબાણની ઍક વ્યુહરચના…

Read More