બેંગકોક : ભારતીય બોક્સર અમિત પંઘાલે ઍશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં શુક્રવારે પોતાની 52 કિગ્રાની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અમિતનો આ વર્ષનો આ બીજો ગોલ્ડ મેડલ રહયો હતો. જ્યારે મહિલાઓમાં પુજા રાનીઍ ગોલ્ડ જીતતા આ બંને બોક્સરોના જોરે ભારતે ઍશિયન ચેમ્પિયનશિપમાં પોતાનું અભિયાન જોરદાર રીતે પૂર્ણ કર્યુ હતું. ભારતે આ ટુર્નામેન્ટમાં 2 ગોલ્ડ, 4 સિલ્વર અમને 7 બ્રોન્ઝ સહિત કુલ 13 મેડલ જીત્યા હતા. પહેલીવાર મહિલાઓ અને પુરૂષોની ટુર્નામેન્ટનું ઍકસાથે આયોજન કરાયું હતું. ગત વર્ષે ઍશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીતનારા અમિતે ફાઇનલમાં કોરિયાના કિમ ઇન્ક્યૂને ઍકતરફી ચુકાદામાં હરાવ્યો હતો. અમિતે આ ટુર્નામેન્ટ પહેલા ફેબ્રુઆરીમાં સ્ટ્રેન્ઝા મેમોરિયલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો…
કવિ: Sports Desk
બૈજિંગ : ભારતના 17 વર્ષિય યૂવા શૂટર દિવ્યાંશ સિંહ પંવારે શુક્રવારે અહીં આઇઍસઍસઍફ વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીતીને ભારત માટે ચોથો ઓલિમ્પિક્સ ક્વોટા મેળવી લીધો હતો. પોતાની બીજી જ સીનિયર સ્પર્ધામાં બાગ લઇ રહેલા દિવ્યાંશે 10 મીટર ઍર રાયફલ ઇવેન્ટમાં 249.0ના કુલ સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. કમનસીબે તે માત્ર 0.4 પોઇન્ટથી ગોલ્ડ જીતતા ચુક્યો હતો. ચીનના ઝિચેન્ગ હુઇઍ 249.4 પોઇન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. રશિયાના ગ્રિગોરી શામોકોવે 227.5 પોઇન્ટના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ભારત માટે ચોથો ઓલિમ્પિક્સ ક્વોટા છે. આ પહેલા અંજુમ મોડગિલ અને અપૂર્વી ચંદેલા 10 મીટર ઍર રાયફલ મહિલા તેમજ સૌરભ ચૌધરી…
ચેન્નઇ : મુંબઇ ઇન્ડિયન્સે આજે અહીં રોહિત શર્માની અર્ધસદીની મદદથી મુકેલા 156 રનના લક્ષ્યાંક સામે મુંબઇના બોલરોની જોરદાર બોલિંગથી ચેન્નઇ સુપર કિંગ્સ 109 રનમાં તંબુભેગુ થતાં મુંબઇનો 46 રને વિજય થયો હતો. રોહિતના 67 રન ઉપરાંત ઍવિન લુઇસના 32, અને હાર્દિક પંડ્યાના 23 રનની મદદથી મુંબઇઍ 20 ઓવરમાં 4 વિકેટના ભોગે 155 રન કર્યા હતા. મુંબઇ વતી આજની મેચમાં ઍવિન લુઇસ અને યુવા સ્પિનર અનુકુલ રોયનો સમાવેશ કર્યો હતો, જ્યારે ચેન્નઇમાંથી આજે કેપ્ટન ધોની, ડુ પ્લેસિસ અને જાડેજાને સ્થાને મુરલી વિજય, ધ્રુવ શૌરી તેમજ સેન્ટનરનો સમાવેશ કરાયો હતો. 156 રનના લક્ષ્યાંક સામે ચેન્નઇની શરૂઆત સારી રહી નહોતી અને 9 રને…
ચેન્નઇ : ચેન્નઇ સુપર કિંગ્સે ભલે પ્લે અોફમાં સ્થાન મેળવવા માટે જરૂરી ૧૬ પોઇન્ટના કટ અોફ સુધી પહોંચી ગઇ છે, પણ તે શુક્રવારે અહીં મુંબઇ ઇન્ડિયન્સ સામે રમાનારી મેચમાં વિજય મેળવીને પોતાનું ટોચનું સ્થાન વધુ મજબૂત કરવા માગશે. આ તરફ પ્રવાસી ટીમ મુંબઇ ઇન્ડિયન્સ 10 મેચમાં 12 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે અને તે રાજસ્થાન રોયલ્સ સામે હારીને ચેન્નઇ આવી છે, ત્યારે પ્લે ઓફની રેસમાં પોતાને જાળવી રાખવા માટે તેઅો પણ જીતવાની ઇચ્છા રાખતા હશે. ચેન્નઇ સુપર કિંગ્સ માટે રાહતની વાત ઍ છે કે શેન વોટ્સન ફોર્મમાં આવી ગયો છે, સીઍસકે દ્વારા વોટ્સન ફોર્મમાં આવ્યો તે અંગે ખુશી…
બેંગકોક :ભારતીય બોક્સર અમિત પંઘાલે એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં શુક્રવારે પોતાની 52 કિગ્રાની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અમિતનો આ વર્ષનો આ બીજો ગોલ્ડ મેડલ રહ્યો હતો. ગત વર્ષે એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીતનારા અમિતે ફાઇનલમાં કોરિયાના કિમ ઇન્ક્યૂને એકતરફી ચુકાદામાં હરાવ્યો હતો. જો કે ભારતના અન્ય બે બોક્સર કવિન્દર સિંહ બિષ્ટ અને નેશનલ ચેમ્પિયન દીપક સિંહ ફાઇનલમાં હારતા બંનેએ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. દીપક સિંહની બાઉટમાં જજીસના ખંડિત ચુકાદાને ભારતે બાઉટ રિવ્યુ સિસ્ટમમાં પડકાર્યો છે, જેનો નિર્ણય હજુ આવવાનો બાકી છે. અમિતે આ ટુર્નામેન્ટ પહેલા ફેબ્રુઆરીમાં સ્ટ્રેન્ઝા મેમોરિયલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વર્ષે 49 કિગ્રામાંથી…
નવી દિલ્હી : આખરે આઇપીએલ દરમિયાન યોજાનારી મીની મહિલા આઇપીએલ માટે ભારતીય ક્રિકેટ ક્ન્ટ્રોલ બોર્ડે ત્રણ ટીમની કેપ્ટન અને તેની ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે. બીસીસીઆઇની જાહેરાત અનુસાર મિતાલી રાજ, સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ત્રણ ટીમ 6થી 11મી મે દરમિયાન જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં યોજાનારી મહિલા ટી-20 ચેલેન્જ તરીકે ઓળખાવાતી મીની આઇપીએલમાં રમશે..ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી સિઝનના પ્લેઓફ વિક દરમિયાન થનારી આ ટુર્નામેન્ટમાં મિતાલી વેલોસિટી, સ્મૃતિ મંધાના ટ્રેલબ્લેઝર્સ અને હરમનપ્રીત સુપરનોવાઝ ટીમનું સુકાન સંભાળશે, આ ટુર્નામેન્ટમાં ભારતની મહિલા ક્રિકેટરો ઉપરાંત ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, વે્સ્ટઇન્ડિઝ, શ્રીલંકા અને બાંગ્લાદેશની મહિલા ખેલાડીઓ ભાગ લેશે. દરેક ટીમમાં 13-13 ખેલાડીઓની વહેંચણી થઇ…
ચેન્નઇ : માત્ર બે મેચ પછી જ ડેલ સ્ટેનની ખભાની ઇજા ફરી સામે આવી ગઇ છે અને દક્ષિણ આફ્રિકાનો આ ઝડપી બોલર આઇપીએલની આખી સિઝનમાંથી બહાર થઇ ગયો છે. જો કે આઇપીએલની તેની ટીમ રોયલ ચેલેન્જર્સ કરતાં દક્ષિણ આફ્રિકા માટે આ વધુ ચિંતાની વાત છે. 30મી મેથી શરૂ થઇ રહેલા વર્લ્ડ કપમાં સ્ટેનની ઇજા ટીમનું પ્લાનિંગ બગાડી શકે છે. ત્યારે હાલમાં ધોનીની પીઠની ઇજા ચર્ચામાં છે અને ભારતીય ટીમ મેનેજમેન્ટ ધોની બાબતે આવી કોઇ સમસ્યાથી બચીને રહેવા માગતું હશે, ચેન્નઇ સુપર કિંગ્સનો કેપ્ટન ધોની પોતાની પીઠની ઇજા છતાં આઇપીએલમાં રમી રહ્યો છે. મંગળવારે સનરાઇઝર્સ સામેની મેચ પછી ધોનીએ સંકેત આપ્યો…
બેંગ્લોર : ભારતના સ્ટાર ક્યુ ખેલાડી પંકજ અડવાણીએ ઇરાનના અહેસાન હૈદરી નેઝહાદને 6-4થી હરાવીને ગુરૂવારે અહીં પોતાનું પહેલું એશિયન સ્નૂકર ટાઇટલ જીતી લીધું હતું. અડવાણીએ ફાઇનલમાં નેઝહાદને52-40, 66 (58)-0, 1-63 (62), 78-4, 35-47, 0-51, 47-35, 38-39, 53(49)-35, 51(50)-20થી હરાવ્યો હતો. અત્યાર સુધી કુલ 21 વાર વર્લ્ડ સ્નૂકર એન્ડ બિલિયર્ડ ટાઇટલ જીતી ચુકેલા અડવાણીએ પ્રથમવાર એશિયન સ્નૂકર ટાઇટલ જીત્યું છે. તેણે આ પહેલા સેમી ફાઇનલમાં મ્યાંમારના આંગ ફ્યોને (5-2) 50-27, 92(90)-0, 86(86)-15, 12-62, 54-30, 24-70, 79-5થી હરાવ્યો હતો. પંકજ અડવાણી આ સ્પર્ધામાં ફેવરિટ તરીકે જ ઉતર્યો હતો અને તેનું પ્રદર્શન તેની ક્ષમતા અનુસાર જ રહ્યું હતું.
કોલકાતા : ભારતીય ટીમના માજી કેપ્ટન સૌરવ ગાંગુલીઍ કહ્યું છે કે ભારતીય ટીમની મજબૂત બાબતો તેને કોઇ પણ સ્પર્ધામાં પ્રબળ દાવેદાર બનાવે છે પછી તે વર્લ્ડ કપ કેમ ન હોય. સાથે જ તેણે કહ્યું હતું કે વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનની સાથે ચોથી ટીમ ભારતની હોય તેવી પુરી સંભાવના છે. 2003ના વર્લ્ડ કપમાં ફાઇનલ સુધીનો પ્રવાસ ખડનારી ભારતીય ટીમના કેપ્ટન સૌરવનું માનવું છે કે હાલનું રાઉન્ડ રોબિન ફોર્મેટના કારણે આ વખતનો વર્લ્ડ કપ સૌથી આકરી ટુર્નામેન્ટમાંથી ઍક બની રહેશે. ગાંગુલીઍ કહ્યું હતું કે સેમી ફાઇનલના ચાર સ્થાન માટે હું ભારત, અોસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનના નામ પસંદ કરીશ.…
બેંગકોક : અહીં ચાલી રહેલી ઍશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતના 52 કિગ્રાની કેટેગરીમાં અમિત પંઘાલ અને 56 કિગ્રાની કેટેગરીમાં કવિન્દર સિહ બિષ્ટ ઉપરાંત દીપક સિંહ, આશીષ કુમારની સાથે જ પૂજા રાની અને સિમરનજીત કૌર સહિત કુલ છ ભારતીય બોક્સરોઍ ફાઇનલની ટિકીટ કપાવી હતી. જ્યારે અન્ય સાત બોક્સરો શિવા થાપા, આશીષ અને સતીશ કુમાર તેમજ મહિલાઓમાં સરિતા દેવી, મનીષ।, નિખત ઝરીન અને સોનિયા ચહલે બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો. પંઘાલ અને બિષ્ટે સતત પ્રભાવશાળી પ્રદર્શન કરીને ઇન્ટરનેશનલ લેવલે પોતાના બીજા ગોલ્ડ મેડલ ભણી વધુ ઍક મજબૂત ડગ માંડ્યું હતું, પંઘાલે ખંડિત ચુકાદામાં ચીનના હુ ઝિયાનગુઆનને હરાવ્યો હતો. જ્યારે બિષ્ટે મોંગોલિયાના અંખ ઉમર…