કવિ: Sports Desk

બીજિંગ : અહીં આઇઍસઍસઍફ શૂટિંગ વર્લ્ડ કપમાં ગુરૂવારે ભારતના શૂટર અંજૂમ મોડગિલ અને દિવ્યાંશ સિંહ પંવારે ૧૦ મીટર ઍર રાયફલ મિક્ષ્ડ ટીમ ઇવેન્ટમાં તેમજ મનુ ભાકર અને સૌરભ ચૌધરીઍ ૧૦ મીટર ઍર પિસ્તોલની મિક્ષ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અંજુમ અને દિવ્યાંશે અંતિમ શોટ પર 20.6 પોઇન્ટના સ્કોર સાથે ગોલ્ડ પર નિશાન સાધ્યુ હતું જ્યારે સૌરભ અને મનુઍ દિવસનો બીજા ગોલ્ડ ભારતને અપાવ્યો હતો. મનુ સૌરભની જાડીઍ ચાઇનીઝ જાડી ઝિયાંગ રાનશિન અને પાંગ વેઇને 16-6થી હરાવીને બીજા સ્થાને ધકેલ્યા હતા. આઇઍસઍસઍફ વર્લ્ડ કપમાં મનુ અને સૌરભની જાડીનો આ બીજો ગોલ્ડ મેડલ છે. આ પહેલા આ બંનેઍ ફેબ્રુઆરીમાં દિલ્હી ખાતે…

Read More

કોલકાતા : અત્યાર સુધી આઇપીઍલમાં ફોર્મ વિહોણા રહેલા કેપ્ટન દિનેશ કાર્તિકે અહીં જોરદાર બેટિંગ કરીને 97 રન ઝીંકી દેતા કોલકાતા નાઇટ રાઇડર્સે મુકેલા 176 રનના લક્ષ્યાંક સામે જ્યારે ટીમના ખમતીધર બેટ્સમેનો પેવેલિયન ભેગા થઇ ગયા ત્યારે 17 વર્ષના રિયાન પરાગે મેચ વિનિંગ ઇનિંગ રમીને રાજસ્થાન રોયલ્સને 3 વિકેટે જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 176 રનના લક્ષ્યાંક સામે અજિંકેય રહાણે અને સંજૂ સેમસને રાજસ્થાનને જોરદાર શરૂઆત અપાવી હતી અને પ્રથમ 5 ઓવરમાં બોર્ડ પર 53 રન મુકી દીધા હતા, આ સ્કોર પર રહાણે અંગત 35 રન કરીને આઉટ થયો હતો અને તે પછી થોડી જ વારમાં સેમસન પણ આઉટ થયો હતો.…

Read More

કોલકાતા : સતત 5 મેચ હારીને આઇપીઍલની 12મી સિઝનમાંથી આઉટ થઇ જવાના આરે પહોંચેલી કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ ગુરૂવારે અહીં ઇડન ગાર્ડન્સ પર રાજસ્થાન રોયલ્સ સામેની મેચ કોઇપણ ભોગે જીતવા માગશે. ટુર્નામેન્ટમાં પોતાની આશા જીવંત રાખવા બંને ટીમ માટે આ મેચ મહત્વની છે. 2 વારની ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સે જોરદાર શરૂઆત તો કરી પણ તે પછી તેમની ગાડી પાટા પરથી ઉતરી ગઇ છે. હવે તેણે પ્લેઓફમાં પહોંચવા માટે પોતાની તમામ મેચ જીતવી પડશે. ટીમ માટે કેપ્ટન દિનેશ કાર્તિકનું ફોર્મ ચિંતાનો વિષય છે. કોલકાતા જે મેચ જીત્યું છે તેમાં આન્દ્રે રસેલના જોરે જીતી છે. કોલકાતાનો ઍકપણ બોલર સર્વાધિક વિકેટ લેનારાની ટોપ…

Read More

બેંગલુરૂ : આઇપીએલની 12મી સિઝનમાં શરૂઆતની 6 મે હાર્યા પછી છેલ્લી પાંચ મેચમાંથી ચાર મેચ જીતીને પોતાના અભિયાનને ધીમે ધીમે ટ્રેક પર લાવનારી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના એ અભિયાનને ત્યારે મોટો ફટકો પડ્યો હતો જ્યારે તેમનો સ્ટાર બોલર ડેલ સ્ટેન ખભાની ઇજાને કારણે સિઝનની બાકી બચેલી મેચમાંથી આઉટ થઇ ગયો છે. ઇજાગ્રસ્ત નાથન કુલ્ટર નાઇલના સ્થાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં સામેલ થયેલા સ્ટેને અત્યાર સુધી માત્ર બે મેચ રમી છે અને બંને મેચમાં સ્ટેને 4 વિકેટ ઉપાડીને પોતાની ઉપયોગીતા સાબિત કરી દીધી હતી. ખભાની ઇજાને કારણે તે બુધવારે કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચ રમી શક્યો નહોતો. આરસીબી દ્વારા ગુરૂવારે અપાયેલી માહિતી…

Read More

વુહાન : ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ, સાઇના નેહવાલ ઉપરાંત સમીર વર્માએ ગુરૂવારે અહીં એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પોતપોતાની બીજા રાઉન્ડની મેચ સીધી ગેમમાં જીતી લઇને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. જો કે મિક્ષ્ડ ડબલ્સમાં ભારતની બંને જોડી હારીને સ્પર્ધામાંથી બહાર થઇ ગઇ હતી. રિયો ઓલિમ્પિક્સની સિલ્વર મેડલિસ્ટ સિંધુએ મહિલા સિંગલ્સની બીજા રાઉન્ડની મેચમાં ઇન્ડોનેશિયાની ચોઇરુનનિસિયાને 21-15, 21-19થી હરાવી હતી. હવે ક્વાર્ટર ફાઇનલમાં સિંધુનો સામનો ચીનની કાઇ યાનયાન સાથે થશે, જે હોંગકોંગની યિપ પુઇ યિનને 21-9, 21-15થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં આવી છે. સાઇનાએ દક્ષિણ કોરિયાની કિમ ગા ઇનને 21-13, 21-13થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કર્યું છે. પુરૂષ સિંગલ્સમાં…

Read More

દોહા : એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બુધવારે રાત્રે અહીં પી યૂ ચિત્રાએ 1500 મીટરનું ટાઇટલ જાળવી રાખીને ગોલ્ડ મેડલ જીત્યો હતો અનેં ચોથા તેમજ અંતિમ દિવસે ભારતે કુલ પાંચ મેડલ જીતીને આ ચેમ્પિયનશિપમાં ચોથા સ્થાને રહીને પોતાનું અભિયાન સમાપ્ત કર્યું હતું. ચિત્રાએ 2017માં જીતેલા પોતાના ટાઇટલને જાળવી રાખતા ભારતને ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો, જ્યારે અજય કુમાર સરોજે પુરૂષોની 1500 મીટરમાં તેમજ પુરૂષો અને મહિલાઓની 4 બાય. 400ની રિલે ટીમોએ સિલ્વર મેડલ જીત્યો હતો.દૂતી ચંદે મહિલાઓની 200 મીટર સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જેના કારણે ભારતના ફાળે કુલ 3 ગોલ્ડ, 8 સિલ્વર અને 7 બ્રોન્ઝ મળીને કુલ 18 મેડલ આવ્યા હતા.…

Read More

સેન્ટ જોન્સ : 30મી મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલા આઇસીસી વર્લ્ડ કપ માટે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડ દ્વારા જેનસ હોલ્ડરની આગેવાની હેઠળ 15 સભ્યોની ટીમ જાહેર કરવામાં આવી છે. આ ટીમમાં આન્દ્રે રસેલને સ્થાન મળ્યું છે. આઇપીએલમાં કોલકાતાનાઇટ રાઇડર્સ વતી દોરદાર પ્રદર્શન કરવાને કારણે રસેલને આઇપીએલ ફળી હોવાનું માનવામાં આવે છે. તેણે એકલા હાથે કેકેઆરને ચાર મેચમાં વિજેતા બનાવી છે. જો કે આ ટીમમાં કોલકાતા નાઇટ રાઇડર્સ વતી રમતા સ્પિન ઓલરાઉન્ડર સુનિલ નરીન અને મુંબઇ ઇન્ડિયન્સ વતી રમતા ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડનો સમાવેશ નથી કરાયો. BREAKING: @windiescricket name their #CWC19 squad! pic.twitter.com/Ca61nyDmc8 — Cricket World Cup (@cricketworldcup) April 24, 2019 વેસ્ટ…

Read More

બેંગ્લોર : મિસ્ટર 360 ડિગ્રી તરીકે જાણીતા એબી ડિ વિલિયર્સની તોફાની બેટિંગનો નજારો ફરી એકવાર બેંગ્લોરમાં જોવા મળ્યો હતો.ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી સિઝનની 42મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)ના આ દિગ્ગજ બેટ્સમેને કિંગ્સ ઇલેવન પંજાબ સામે માત્ર 44 બોલમાં નોટઆઉટ 82 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 7 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. WATCH: One handed, out of the ground – AB style ?? Full video here ?? https://t.co/Fi20zy6EYm #RCBvKXIP pic.twitter.com/Drs7UBrQDb — IndianPremierLeague (@IPL) April 24, 2019 તેણે પોતાની ઇનિંગની શરૂઆત ધીમી કરી હતી અને 25 બોલમાં તેના માત્ર 25 રન હતા. જો કે તેપછી તેણે એવી…

Read More

ઍનિંગ (ચીન) : ભારતની ટોચની મહિલા સિંગલ્સ ખેલાડી અંકિતા રૈનાઍ બુધવારે અહીં કુનમિંગ ઓપન ટેનિસ ટુર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં જ માજી યુઍસ અોપન ચેમ્પિયન સામંતા સ્ટોસુરને હરાવીને અપસેટ કરી પોતાની કેરિયરનો સૌથી મોટો વિજય મેળવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. ઍશિયન ગેમ્સની બ્રોન્ઝ મેડલિસ્ટ અંકિતાઍ ડબલ્યુટીઍ 125K ટુર્નામેન્ટમાં પહેલા રાઉન્ડની 2 કલાક 50 મિનીટ સુધી ચાલેલી મચમાં ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ ખેલાડીને 7-5, 2-6, 6-5થી હરાવી હતી. સ્ટોસુર સામે અંકિતા આ સાથે બીજીવાર રમી હતી, આ પહેલાની મેચ સ્ટોસુર સીધા સેટમાં જીતી હતી. 26 વર્ષિય ભારતીય ખેલાડી માટે જો કે સ્ટોસુર સામે રમવામાં થોડી સમસ્યા થઇ હતી અને મેચ દરમિયાન તે માત્ર…

Read More

વુહાન : ટોચની ભારતીય શટલર પીવી સિંધુ અને સાઇના નેહવાલ બુધવારે અહીં પોતાની પ્રથમ રાઉન્ડની મેચ જીતીને બીજા રાઉન્ડમાં પ્રવેશી હતી, જો કે કિદામ્બી શ્રીકાંત પહેલા રાઉન્ડમાં જ હારીને આઉટ થયો હતો. આ ઉપરાંત પુરૂષ વિભાગમાં સમીર વર્માઍ જારદાર વળતી લડત આપીને મેચ જીતી બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. જ્યારે પુરૂષ ડબલ્સમાં ઍમઆર અર્જુન અને રામચંદ્ર શ્લોકની જોડી તેમજ મબિલા ડબલ્સમાં મેઘના જાકામપુડી અને પૂર્વિશા ઍસ રામની જોડી હારીને સ્પર્ધા બહાર થઇ છે. પીવી સિંધુઍ જાપાનની તાકાહાશી સયાકાને સીધી ગેમમાં 21-14, 21-7થી હરાવી હતી. 28 મિનીટમાં જ જીત મેળવનારી સિંધુઍ પહેલેથી જ રમત પર પોતાનો કાબુ જમાવી દીધો હતો.…

Read More