બેંગકો :ઍશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય પુરૂષ બોક્સરોઍ પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની બરોબરી કરી લીધી છે, જ્યારે મહિલા બોક્રસરોઍ પણ પોતાનું પ્રભુત્વ જાળવી રાખીને સેમી ફાઇનલ પહેલા ભારતને પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચાડી દીધી છે. ભારતના 7 પુરૂષ અને 6 મહિલા બોક્સર મળીને 13 બોક્સર સેમી ફાઇનલમાં પહોંચી ગયા છે અને તેમણે ઓછામાં ઓછો પોતાનો બ્રોન્ઝ મેડલ પાકો કરી લીધો છે. બોકિસંગના પાવરહાઉસ ગણાતા કઝાકિસ્તાનના 7 પુરૂષ અને 4 મહિલા તેમજ ચીન 2 પુરૂષ અને 8 મહિલાઓથી ભારત આગળ છે. ભારતનો દીપક સિંહ 49 કિગ્રા, અમિત પંઘાલ 52 કિગ્રા, કવિન્દર બિષ્ટ 56 કિગ્રા, શિવ થાપા 60 કિગ્રા, આશીષ 69 કિગ્રા, આશીષ કુમાર…
કવિ: Sports Desk
નવી દિલ્હી : બીસીસીઆઇ લોકપાલ ડી કે જૈને દિગ્ગજ ખેલાડી સચિન તેંદુલકર અને વીવીઍસ લક્ષ્મણને બુધવારે આઇપીએલ ફ્રેન્ચાઇઝીના મેન્ટર હોવાની સાથે ક્રિકેટ એડવાઇઝરી કમિટી (સીએસી)ના સભ્ય હોવાને કારણે કથિત હિતોના ટકરાવ માટે નોટિસ આપી છે. મહત્વની વાત એ છે કે સચિનનો બુધવારે જન્મ દિવસ હતો અને એ દિવસે જ તેને આ નોટિસ મળી હતી, ખાસ વાત એ છે કે તે બીસીસીઆઇની સીએસી અને મુંબઇ ઇન્ડિયન્સ બંને સ્થ્ળે માનદ સેવા આપી રહ્યો છે અને તેમાંથી તે કોઇ નાણાકીય લાભ લેતો નથી. જો કે બીસીસીઆઇના સૂત્રોઍ આપેલી માહિતી અનુસાર સચિનનો મુંબઇ ઇન્ડિયન્સ સાથે કોઇ નાણાકીય કરાર નથી અને ગાંગુલી, તેમજ સચિન અને…
શિયાન : અહીં ચાલી રહેલી ઍશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય રેસલરોઍ બુધવારે 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ સહિત કુલ 5 મેડલ જીત્યા હતા. ભારતના રેસલર અમિત ધનકરે 74 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં બુધવારે સિલ્વર મેડલ જીતી લીધો હતો. જ્યારે વિકીનો પણ સેમી ફાઇનલમાં ચીનના શિયાઓ સુન સામે 3-2થી હારી જતાં તેણે પણ સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો. જો કે રાહુલ અવારેઍ 61 કિગ્રા અને દીપક પુનિયાઍ 86 કિગ્રાની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. 74 કિગ્રાની ક્વોલિફિકેશનમાં અમિતે ઇરાનના મહંમદ અસગરને હરાવ્યો હતો, તે પછી ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના યુહી ફુઝિનામી અને સેમી ફાઇનલમાં કિર્ગિસ્તાનના ઇલગીજ ઝાકિપબેકોવને હરાવ્યા હતા. જો કે…
બેંગ્લોર : ઍબી ડિવિલિયર્સના તોફાની નોટઆઉટ 82 અને માર્કસ સ્ટોઇનીસના નોટઆઉટ 46 રનની ઇનિંગને કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુકેલા 203 રનના લક્ષ્યાંક સામે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 185 રન સુધી જ પહોંચી શકતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 17 રને વિજય થયો હતો. 203 રનના લક્ષ્યાંક સામે અપેક્ષા અનુસાર કિંગ્સ ઇલેવન પંજાબને ક્રિસ ગેલ અને કેઍલ રાહુલે ઝડપી શરૂઆત અપાવી હતી અને બંનેઍ 3 ઓવરમાં જ બોર્ડ પર 42 રન મુકી દીધા હતા, આ સ્કોર પર ગેલ અંગત 23 રન કરીને આઉટ થયો હતો. તે પછી રાહુલ અને મયંક અગ્રવાલ મળીને સ્કોરને 100 રન પાર લઇ ગયા હતા,…
નવી દિલ્હી : ધુંઆધાર ફટકાબાજી માટે જાણીતી આઇપીએલની હાલની સિઝનમાં 500થી વધુ છગ્ગા ફટકારયા છે,. જો કે ગત સિઝનની સરખામણીએ હાલની સિઝનમાં આ આંકડે પહોંચવામાં સ્પીડ થોડી ધીમી રહી છે. સોમવારે ઋષભ પંતે જયદેવ ઉનડકટની બોલિંગમાં છગ્ગો ફટકાર્યો તે હાલની સિઝનનો 500મો છગ્ગો રહ્યો હતો. સિક્સ ફટકારવારની સૌથી ઝડપી સ્પીડ ગત સિઝનમાં જોવા મળી હતી. 2018ના વર્ષમાં માત્ર 34 મેચની 67મી ઇનિંગમાં જ 500 છગ્ગાનો આંકડો સ્પર્શી લેવાયો હતો. જ્યારે હાલની સિઝનમાં 80મી ઇનિંગમાં આ આંકડે પહોંચાયું છે,. છગ્ગા લાગવાની દૃષ્ટિએ સૌથી ધીમી સ્પીડ 2011માં રહી હતી. તે સમયે 60 મેચ પછી 500 છગ્ગા પુરા થયા હતા. હાલની સિઝનને જો…
ચેન્નઇ : આકરી પરિસ્થિતિમાં પણ મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન કુલ કેવી રીતે બની રહે છે એ બધા જ જાણવા માગે છે પણ પોતાનો આ સક્સેસ મંત્ર ધોની હાલમાં કોઇને પણ જણાવવાના મુડમાં નથી. એક ઇન્ટરવ્યુમાં તેણે રમૂજી લહેજામાં જણાવ્યું હતું કે ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ આઇપીએલમાં આટલી સફળ કઇ રીતે થઇ તેનો સ્કસેસ મંત્ર હું મારી નિવૃત્તિ પછી જ જણાવીશ. એ ઉલ્લેખનીય છે કે ચેન્નઇ સુપર કિંગ્સ અત્યાર સુધી આઇપીએલમાં ત્રણ સિઝન જીતી ચુકી છે તો બે સિઝન તે પ્રતિબંધને કારણે રમી શકી નહોતી. આ ટીમ 9 વાર પ્લેઓફ અને 7 વાર ફાઇનલમાં પહોંચવાનો રેકોર્ડ પણ ધરાવે છે. ધોનીએ આ…
દોહા : એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર અને હાલની હેપ્ટાથ્લોન ચેમ્પિયન સ્વપ્ના બર્મન તેમજ 4 બાય 400 મીટરની મિક્ષ્ડ રિલે ટીમે મંગળવારે અહીં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યા હતા. 22 વર્ષિય સ્વપ્ના બર્મને સાત સ્પર્ધાઓમાં કુલ મળીને 5993 પોઇન્ટ મેળવ્યા હતા અને તે 6198 પોઇન્ટ મેળવનારી ઉઝબેકિસ્તાનની એક્ટેરિના વોર્નિના પછી બીજા સ્થાને રહી હતી. અન્ય એક ભારતીય પૂર્ણિમા હેમ્બરામ આ સ્પર્ધામાં 5528 પોઇન્ટ સાથે પાંચમાં સ્થાને રહી હતી. સ્વપ્નાએ ગત વેળા 5942 પોઇન્ટ કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો અને તેની સરખામણીએ આ વર્ષે તેનું પ્રદર્શન સારું રહ્યું હતું પણ ગત વર્ષે જાકાર્તામાં એશિયન ગેમ્સના તેના સ્કોર 6026 કરતાં…
નવી દિલ્હી : રાજસ્થાન રોયલ્સ સામે સોમવારની રાત્રે ઋષભ પંતે રમેલી જોરદાર ઇનિંગની ચોમેર પ્રશંસા થઇ રહી છે. ભારતીય ટીમના માજી કેપ્ટન અને દિલ્હી કેપિટલ્સના સલાહકાર સૌરવ ગાંગુલી તેમજ ટીમના કોચ રિકી પોન્ટિંગે પણ પંતની પ્રશંસા કરી હતી. તેમાં પોન્ટિંગે તો પંતને બીજા ગ્રહ પરથી આવેલી વ્યક્તિ ગણાવ્યો હતો. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં વિજય પછી સૌરવ ગાંગુલીઍ ટ્વિટ કર્યુ હતું કે ઋષભ પંત આ વિજયનો તુ હકદાર છે. તુ શ્રેષ્ઠતમ છે. ઍ ઉલ્લેખનીય છે કે મેચ પછી ગાંગુલીઍ મેદાન પર પહોંચી જઇને ઋષભ પંતને ઉંચકી લીધો હતો. પોન્ટિંગે કહ્યું હતું કે પંત ઍવો લાગે છે કે જાણે તે બીજા ગ્રહ…
બેંગ્લોર : સતત બે મેચ જીતવાને કારણે આત્મવિશ્વાસથી છલકાતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આવતીકાલે જ્યારે પોતાના હોમ ગ્રાઉન્ડ પર કિંગ્સ ઇલેવન પંજાબ સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેમનો ઇરાદો વિજયની હેટ્રિક કરવાનો રહેશે. આરસીબીઍ આગલી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સને માત્ર 1 રને હરાવ્યું છે અને તેઓ પોતાની આ જીતની રિધમ જાળવી રાખવા માગશે. ગત મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની આક્રમક બેટિંગ છતાં આરસીબી છેલ્લા બોલે આ મેચ જીત્યું હતું. જેના કારણે તેમનો આત્મવિશ્વાસ વધ્યો હશે. આરસીબી માટે તેમની બોલિંગ ડેલ સ્ટેનના આવવા છતાં હજુ પણ કમજાર કડી ઍબી ડિવિલિયર્સ અને કોહલી કિંગ્સ ઇલેવન પંજાબ સામે મોટી ઇનિંગ રમીને ઍક મોટો સ્કોર કરવાનો…
શિયાન : ઍશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં મંગળવારે અહીં ભારતીય રેસલર બજરંગ પુનિયાઍ 65 કિગ્રાની કેટેગરીની ફાઇનલમાં કઝાકિસ્તાનના સયાતબેક ઓકસોવને હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. જો કે તેની સાથે જ ફાઇનલમાં પહોંચેલો પ્રવીણ રાણા ઇરાનના બહમાન મહંમદ તેમુરી સામે હારી જતાં તેણે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો, જ્યારે સત્વ્રત કાદિયાન ક્વાર્ટરમાં હાર્યો હોવા છતાં તેને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. પ્રવીણ ફાઇનલમાં હારતા સિલ્વર જ્યારે સત્યવ્રત કાદિયાન ક્વાર્ટરમાં હારવા છતાં બ્રોન્ઝ જીત્યો આ પહેલા ભારતીય રેસલરોઍ પુરૂષોની ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી અને બજરંગ પુનિયા તેમજ પ્રવીણ રાણા ઍશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં પોતપોતાની કેટેગરીની ફાઇનલમા પહોચી ગયા…