કવિ: Sports Desk

ચેન્નઇ : સનરાઇઝર્સ હૈદરાબાદે અહીં મનીષ પાંડેની આક્રમક ૮૩ રનની ઇનિંગના પ્રતાપે મુકેલા 176 રનના લક્ષ્યાંકને ચેન્નઇ સુપર કિંગ્સે શેન વોટ્સનના આક્રમક 96 રનની મદદથી 19.3 ઓવરમાં 3 વિકેટે કબજે કરી લઇને મેચ 7 વિકેટે જીતી લઇને ફરી પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું હતું. 176 રનના લક્ષ્યાંક સામે ચેન્નઇ શરૂઆતમાં જ ફાફ ડુ પ્લેસિસની વિકેટ ગુમાવી હતી. જો કે તે પછી શેન વોટ્સન અને સુરેશ રૈનાઍ મળીને 77 રનની ઝડપી ભાગીદારી કરીને મુશ્કેલી મારી હઠાવી હતી. રૈના 38 રન કરીને આઉટ થયો તે પછી વોટ્સને જારદાર ફટકાબાજી કરીને રાયડુ સાથે 80 રનની ભાગીદારી કરીને સ્કોર 160 પર પહોંચાડ્યો ત્યારે…

Read More

શિયાન : ભારતીય રેસલરોએ પુરૂષોની ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી અને બજરંગ પુનિયા તેમજ પ્રવીણ રાણા એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં પોતપોતાની કેટેગરીની ફાઇનલમા પહોચી ગયા છે. વિશ્વના નંબર વન રેસલર બજરંગ પુનિયાએ ઉઝબેકિસ્તાનના સિરોજિદિન ખાસાનોવને 12-1થી હરાવ્યો હતો અને હવે 65 કિગ્રાની પોતાની કેટેગરીની ફાઇનલમાં તે કઝાકિસ્તાનના સાયાતબેક ઓકાસોવ સાથે બાથ ભીડશે. બજરંગે આ પહેલા ઇરાનના પેમેન બિયાબાની અને શ્રીલંકાના કે ચાર્લ્સ ફર્નને હરા્વ્યા હતા.આ તરફ પ્રવીણ રાણાએ 79 કિગ્રાની પોતાની કેટેગરીમાં કઝાકિસ્તાનના જી ઉસેરબાયેવને 3-2થી હરાવ્યો હતો. તે હવે ફાઇનલમાં ઇરાનના બહમાન મહંમદ તૈમુરી સામે મેટ પર ઉતરશે. આ પહેલા પ્રવીણ રાણાએ જાપાનના યૂતા એબે…

Read More

બેંગકોક : અહી ચાલી રહેલી એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં શિવા થાપાએ મંગળવારે પોતાની ક્વાર્ટર ફાઇનલ બાઉટ જીતીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો તેની સાથે જ ભારતનો વધુ એક મેડલ પાકો થયો હતો.. આ ઉપરાંત આ સ્પર્ધામાં સતત ચાર મેડલ જીતનારો તે પહેલો ભારતીય બોક્સર બન્યો હતો. વર્લ્ડ ચમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનારા આસામના આ 25 વર્ષના આ બોક્સરે લાઇટવેટ કેટેગરીમાં એકતરફી બાઉટમાં થાઇલેન્ડના રુઝાકર્ન જૂનત્રોંગને 5-0થી હરાવ્યો હતો. બે વારના નેશનલ ચેમ્પિયન થાપા એ એશિયન ચેમ્પિયનશિપમાં 2013માં ગોલ્ડ, 2015માં બ્રોન્ઝ અને 2017માં સિલ્વર મેડલ પાકો કર્યો હતો.

Read More

ચેન્નઇ : મંગળવારે ચેન્નઇ સુપર કિંગ્સ સામેની મેચ શરૂ થવા પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદને મોટો ફટકો લાગ્યો છે. તેમનો નિયમિત કેપ્ટન કેન વિલિયમ્સન પોતાની દાદીનું નિધન થવાને કારણે ન્યુઝીલેન્ડ પરત ફર્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદ આ સિઝનમાં અત્યાર સુધી 9 મેચમાંથી પાંચમાં વિજય મેળવીને પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.અહેવાલો અનુસાર કેન વિલિયમ્સન 27મી એપ્રિલે રાજસ્થાન સામે રમાનારી મેચમાં પાછો ફરી શકે છે. આમ પણ ઇજાને કારણે વિલિયમ્સન 12મી સિઝનની હૈદરાબાદની કેટલીક મેચમાં રમી શક્યો નહોતો.પહેલી મચ તે રમ્યો નહોતો અને તે પછી કોલકાતા સામેની મેચમાં તે રમ્યો હતો, જો કે તે પછી સતત ચાર મેચમાં તેણે બહાર બેસવું પડ્યું હતું. તે પછી…

Read More

વહાન (ચીન) : ઓલિમ્પિક્સ મેડલ વિજેતા પીવી સિંધુ અને સાઇના નેહવાલ બુધવારથી અહીં શરૂ થઇ રહેલી એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં જ્યારે ઉતરશે ત્યારે એ બંનેની નજર આ ટુર્નામેન્ટમાં ભારતના 54 વર્ષના વિજયના દુકાળનો અંત લાવવા પર હશે. એશિયન ચેમ્પિયનશિપની પુરૂષ સિંગલ્સમાં દિનેશ ખન્નાએ છેલ્લે 1965માં આ ટાઇટલ જીત્યું હતુ તે પછી કોઇ ભારતીય ખેલાડી આ ટૂર્નામેન્ટ જીતવામાં સફળ થયો નથી. ગત વર્ષે જો કે ગત વર્ષે એચ એસ પ્રણોય અને સાઇના નેહવાલ પોતપોતાની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. સાઇનાએ આ ઉપરાંત 2010 અને 2016માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે સિંધુએ 2014માં દક્ષિણ કોરિયામાં થયેલી આ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો…

Read More

જયપુર : સોમવારે અહીં રમાયેલી રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં તોફાની બેટિંગ કરીને પોતાની ટીમને વિજયી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ઋષભ પંતે મેચ પછી કહયું હતું કે મારા મનમાં વર્લ્ડ કપની ટીમમાં પસંદગી ન થવાનો મુદ્દો ઘુમરાતો હતો. પંતે આ મેચમાં 36 બોલમાં 78 રન કરીને દિલ્હીને મેચ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઋષભ પંતે મેચ પછી કહ્યું હતું કે મને ઘણું સારું લાગી રહ્યું છે. ટીમના વિજયમાં ફાળો આપવાનું સારું લાગે છે. હું ખોટું નહીં જ બોલું પણ પસંદગીનો વિચાર મારા મનમાં સતત ચાલી રહ્યો હતો. તેણે એવું પણ કહ્યું હતું કે મેં મારી રમત પર ફોકસ કર્યું અને તેનો…

Read More

મુંબઇ : મુંબઇ ઇન્ડિયન્સ (ઍમઆઇ)ઍ પોતાના તમામ ખેલાડીઓને ૪ દિવસનો બ્રેક આપ્યો છે, કે જેથી તેઓ આરામ કરી શકે અને પોતાના પરિવાર સાથે સમય ગાળી શકે. વર્લ્ડ કપ પણ આઇપીઍલ પછી તરત જ રમાવાનો છે ત્યારે વર્કલોડ ઓછો કરવાની જે સલાહ અપાઇ છે તેના માટે મુંબઇ વતી રમતાં ટીમના ત્રણ ખેલાડી રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહને આ આરામનો ફાયદો મળશે. મુંબઇ ઇન્ડિયન્સ ટીમના ઍક સૂત્રઍ કહ્યું હતું કે ખેલાડીઓને ઍક જ સૂચના અપાઇ છે કે કંઇ પણ કરો પરંતુ બેટ અને બોલથી દૂર રહેજા. તેમણે શાંતિથી આ 4 દિવસના બ્રેકનો ઉપયોગ કરવો જાઇઍ. મુંબઇઍ હવે પોતાની આગલી મેચ…

Read More

બેંગકોક : ઍશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતના કવિન્દર બિષ્ટે વર્લ્ડ ચેમ્પિયન કૈરાટ યેરાલિઍવને જ્યારે અમિત પંધાલે ઓલિમ્પિક્સ ચેમ્પિયન હસનબોય દસમાતોવને અને સોનિયા ચહલે ઉત્તર કોરિયાની જા સન હાને હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આ ઉપરાંત દીપક સિંહને તેના હરીફ અફઘાની બોક્સર રાશિમ રહમાનીઍ વોકઓïવર આપતા તે પણ સેમીમાં પ્રવેશ્યો હતો. આ 4 ઉપરાંત પૂજા રાનીને પહેલાથી જ મેડલ મળવાનું નક્કી હોવાથી ભારતના 5 મેડલ પાકા થયા છે. જો કે મહિલા બોક્સર સીમા પુનિયા અને લવલિના બોરગોહન હારીને સ્પર્ધા બહાર થઇ હતી. સોનિયા ચહલે ઉત્તર કોરિયાની જા સન હાને હરાવી, સીમા પુનિયા અને લવલીના બોરગોહન હારીને બહાર કવિન્દરે વહેંચાયેલા નિર્ણય…

Read More

ચેન્નઇ : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની કરિશ્માઇ ઇનિંગ છતાં ચેન્નઇ સુપર કિ્ંગ્સ માત્ર 1 રને ઍ મેચ હારી ગયું હોવાથી આવતીકાલે અહીં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં સીઍસકેને તેના ટોપ ઓર્ડર પાસે સારા પ્રદર્શનની આશા હશે. આ તરફ સનરાઇઝર્સ હૈદારાબાદમાંથી ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોના પ્રદર્શનને કાઢી નાંખવામાં આવે તો તેમના મિડલ ઓર્ડરમાંથી કોઇ બેટ્સમેન નોંધપાત્ર પ્રદર્શન કરી શક્યો નથી. હવે આવતીકાલની મેચ જાની બેયરસ્ટોની છેલ્લી મેચ છે ત્યારે હૈદરાબાદ પોતાના મિડલ ઓર્ડર પાસે સારા પ્રદર્શનની આશા રાખતું હશે. ચેન્નઇના ટોપ ઓર્ડરના ત્રણ બેટ્સમેન વોટ્સન, રાયડુ અને રૈના પોતાની ક્ષમતા અનુસાર પ્રદર્શન કરી શક્યા નથી આ સિઝનમાં…

Read More

ચેન્નઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીઍલ)ની 12મી મેના રોજ રમાનારી ફાઇનલ ચેન્નઇથી હૈદરાબાદ ખસેડી લેવામાં આવી છે. તમિલનાડુ ક્રિકેટ ઍસોસિઍશન (ટીઍનસીઍ) સ્ટેડિયમના 3 સ્ટેન્ડ ખોલાવવા માટે સરકાર પાસે જરૂરી મંજૂરી મેળવવામાં નિષ્ફળ રહ્યા પછી બીસીસીઆઇ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. ચેન્નઇ સુપર કિંગ્સ પાસે જો કે લીગ સ્ટેજમાં ટોચની બે ટીમમાં રહેવાથી પોતાના હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ ક્વોલિફાયર રમવાની તક રહેશે, 8મી મેની ઍલિમિનેટર અને 10મી મેની ક્વોલિફાયર હવે વિશાખાપટ્ટનમમાં રમાશે. વહીવટદારોની સમિતિના ચેરમેન વિનોદ રાયે સોમવારે જણાવ્યું હતું કે ટીઍનસીઍ અમને જણાવ્યું છે કે ચેપોક સ્ટેડિયમના 3 સ્ટેન્ડ આઇ, જે અને કેને ખોલવા માટે જરૂરી મંજૂરી તે મેળવી…

Read More