દોહા : સોમવારે અહીં ઍશિયન ઍથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જેની કોઇ ગણતરી નહોતી કરાઇ તે ગોમતી મારુમુથુઍ 800 મીટરની મહિલાઓની રેસમાં દેશને પહેલો ગોલ્ડ મેડલ અપાવતા ભારતે બીજા દિવસે પાંચ મેડલનો ઉમેરો કર્યો હતો. આ ઉપરાંત તેજીન્દર સિંહ તૂરે શોટ પૂટમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ગોમતીઍ અંગત શ્રેષ્ઠ 2 મિનીટ 2.7 સેકન્ડનો સમય લઇને ભારત માટે મેડલ જીત્યો ત્યારે ઘણાંને નવાઇ લાગી હતી. ગુજરાતના ડાંગ જિલ્લાની સરિતા ગાયકવાડે મહિલાઓની 400 મીટરની રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સોમવારે ભારતને પ્રથમ મેડલ સરિતા ગાયકવાડે અપાવ્યો હતો. તે 400 મીટરની વિધ્ન દોડમાં 57.22 સેકન્ડનો સમય લઇને ત્રીજા ક્રમે આવી હતી. આ રેસમાં વિયેતનામની કુઆચ…
કવિ: Sports Desk
જયપુર : રાજસ્થાન રોયલ્સે આજે અહીં અજિંકેય રહાણેની કેરી થ્રુ બેટિંગ સાથેની નોટઆઉટ સદી અને સ્ટીવ સ્મીથની અર્ધસદીની મદદથી મુકેલા 192 રનના લક્ષ્યાંકને ઋષભ પંતના 36 બોલમાં 78 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે 19.2 ઓવરમાં જ કબજે કરીને 6 વિકેટે વિજય મેળવી પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી હતી. આઇપીઍલમાં 10 વર્ષના લાંબા ગાળા પછી પહેલીવાર દિલ્હી કેપિટલ્સની ટીમ ટોચના સ્થાને પહોંચી છે. આ પહેલા તે 2009માં ટોચના સ્થાને પહોંચી હતી. 192 રનના લક્ષ્યાંક સામે દિલ્હીને શિખર ધવને પૃથ્વી શો સાથે ઝડપી શરૂઆત અપાવીને 7.3 ઓવરમાં 72 રન બોર્ડ પર મુકી દીધા હતા. તે પછી ધવન અને ઐય્યરની વિકેટ ઝડપથી પડી હતી.…
ન્યૂયોર્ક : ભારતીય ટીમના માજી ઓપનર અને પસંદગી સમિતિના માજી અધ્યક્ષ ક્રિષ્ણામાચારી શ્રીકાંતે કહ્યું હતું કે ભારતીય ટીમનો હાલનો કેપ્ટન વિરાટ કોહલી ક્યારેય જવાબદારીથી ભાગતો નથી, જે એક સારા વ્યકિતના લક્ષણ છે અને તે મહેન્દ્ર સિંહ ધોનીની સાથે મળીને ભારતને વર્લ્ડ કપ જીતાડી શકે છે. ભારતની 1983ની વર્લ્ડ ચેમ્પિયન ટીમના મહત્વના સભ્ય એવો શ્રીકાંત 2011માં પસંદગી સમિતિનો અધ્યક્ષ હતો અને તે સમયે ભારતીય ટીમે 28 વર્ષ પછી વર્લ્ડ કપ જીત્યો હતો. શ્રીકાંતનું માનવું છે કે કોહલીની આક્રમકતા અને મહેન્દ્ર સિંહ ધોનીનું શાંતચિત્ત વલણ ભારતને ફરી એકવાર વર્લ્ડ કપ જીતાડી શકે છે. શ્રીકાંતે કહ્યું હતું કે આપણી પાસે વિરાટ કોહલીના રૂપમાં…
બેંગલુરૂ : ભારતીય ટીમના માજી કેપ્ટન અને વિકેટ કીપર બેટ્સમેન મહેન્દ્ર સિહં ધોની માટે એવું કહેવાતું રહ્યું છે કે એનહોની કો હોની કર દે ધોની અને રવિવારે રોલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં તે ફરી એકવાર વો કમાલ કરવાની તૈયારીમા હતો પણ અંતિમ બોલે આરસીબી માત્ર 1 રને મેચ જીતી ગયો હતો. ધોનીની કાબેલિયતથી માહિતગાર આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ કબુલ્યું હતું કે ધોનીએ તેમને ડરાવી દીધા હતા. કોહલીએ મેચ પછી કહ્યું હતું કે આટલા ઓછા માર્જીનથી જીતવાથી સારું લાગી રહ્યું છે. અમે નજીવા અંતરથી હાર્યા પણ છીએ. તેણે કહ્યું હતુ કે એમએસે એ જ કર્યું જેના માટે તે જાણીતો છે. તેણે…
નવી દિલ્હી : ફેબિયો ફોગ્નીનીએ રવિવારે દુસાન લાજોવિચને હરાવીને મોન્ટે કાર્લો માસ્ટર્સ ટાઇટલ જીતી લીધું હતું. સેમી ફાઇનલમાં 11 વારના ચેમ્પિયન રાફેલ નડાલને અપસેટ કરીને ટુર્નામેન્ટમાંથી આઉટ કરનારા ફોગ્નીનીએ દુસાનેને એક કલાક 38 મિનીટ સુધી ચાલેલી ફાઇનલમાં 6-3, 6-4થી હરાવ્યો હતો. આ સાથે જ ફોગ્નીની એટીપી માસ્ટર્સ 1000 ટાઇટલ જીતનારો પ્રથમ ઇટાલિયન ખેલાડી બન્યો હતો. ટુર્નામેન્ટમાં 13મો ક્રમાંકિત ફોગ્નીની આ ટ્રોફી જીતનારો સૌથી નીચલી રેન્કિંગવાળો ખેલાડી છે. આ પહેલા 1999માં 13માં ક્રમાંકિત ગુસ્તાવો કુએર્ટને આ ટ્રોફી જીતી હતી. ફોગ્નીની આ વિજયને કારણે હવે જાહેર થનારા એટીપી રેન્કિંગમાં 12માં ક્રમે પહોંચી જશે.
પેરિસ : ફ્રાન્સની ફૂટબોલ ક્લબ પેરિસ સેન્ટ જર્મન (પીએસજી)એ કિલિયન એમ્બાપ્પેની હેટ્રિકની મદદથી અહીં મોનાકોને 3-1થી હરાવીને કુલ 8મીવાર દેશની સૌથી મોટી ફૂટબોલ લીગનું ટાઇટલ જીતી લીધું હતું. ખાસ વાત એ રહી હતી કે પીએસજીએ 7 વર્ષમાં આ છઠ્ઠીવાર લીગ-1 ટાઇટલ જીત્યું છે. રવિવારે મોનાકો સામે રમાયેલી મેચમાં સૌથી મોટો ફાળો એમ્બાપ્પેનો રહ્યો હતો. તેણે 15મી, 38મી અને 55મી મિનીટમાં ગોલ કરીને હેટ્રિક કરી હતી. તેના સિવાય પીએસજીમાંથી અન્ય કોઇ ગોલ કરી શક્યું નહોતું, તો વળી મોનાકો માટે એકમાત્ર ગોલ એલેકઝાન્ડર ગોલોવિને 80મી મિનીટમાં કર્યો હતો. એમ્બાપ્પેએ આ સિઝનમાં કુલ 30 ગોલ કર્યા છે. તેણે 20 મેચમાં 6 ગોલ માટે…
કાબુલ : અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા સોમવારે ઇંગ્લેન્ડમાં રમાનારા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટેની પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. આ સાથે અફઘાનિસ્તાનની ટીમ બીજીવાર વર્લ્ડ કપમાં ભાગ લેશે. ટીમનું સુકાન ગુલબદીન નૈબને સોપવામાં આવ્યું છે. માજી કેપ્ટન અસગર અફઘાન, રાશિદ ખાન, મહંમદ નબી, મુજીબ ઉર રહેમાન અને મહંમદ શહઝાદ જેવા સ્ટાર ખેલાડીઓ આ ટીમમાં સામેલ છે. આશ્ચર્યની વાત એ છે કે 2015ના વર્લ્ડ કપમા અફઘાનિસ્તાનના એકમાત્ર વિજયમાં મહત્વની ભૂમિકા ભજવનારા ડાબોડી ઝડપી બોલર શાપુર ઝાદરાનને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. આ ટીમમાં હામિદ હસનને સ્થાન અપાયું છે જે ત્રણ વર્ષ પછી ટીમમાં વાપસી કરશે. તેણે 32 મેચ…
મુંબઇ : અહીંનું વાનખેડે સ્ટેડિયમ મુંબઇ ક્રિકેટ એસોસિએશન (MCA)નું ગૌરવ ગણાય છે, પણ હવે એ સ્ટેડિયમ મામલે હવે સંકટના વાદળ ઘેરાયા છે. મહારાષ્ટ્ર સરકારે લીઝના રિન્યુઅલ, બાકી રકમની ચુકવણી અને મંજૂરી વગર કરાયેલા બાંધકામ મામલે MCAને એક નોટિસ ફટકારી છે. 16મી એપ્રિલે મુંબઇ શહેર કલેક્ટર દ્વારા આપવામાં આવેલી આ નોટિસમાં MCA પાસે રૂ. 120 કરોડની માગ કરવામાં આવી છે. નોટિસમાં કહેવાયું છે કે જો MCA આ રકમ નહી ચુકવે તો તેણે આ જગ્યા ખાલી કરી દેવી પડશે. 1975માં રાજકારણી એસ કે વાનખેડેએ આ સ્ટેડિયમ બનાવ્યું હતું. તેમનું એવું કહેવું હતું કે MCA પાસે પોતાનું એક સ્ટેડિયમ હોવું જોઇએ. આ મામલે…
બેંગલુરૂ : ચેન્નઇ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં 200 છગ્ગા ફટકારનારો પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. રવિવારે અહી રમાયેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ધોનીએ 48 બોલમાં 84 રનની પોતાની ઇનિંગ દરમિયાન આ મુકામ મેળવ્યો હતો. તેણે આ ઇનિંગમાં 7 છગ્ગા ફટકાર્યા હતા. ધોનીએ આરસીબી સામે રમેલી વિસ્ફોટક ઇનિંગને પગલે તેની ટીમ એક તબક્કે આ મેચ જીતી જાય તેવું લાગતું હતું, જો કે અંતિમ બોલે 2 રન કરવાના આવ્યા તેમાંથી એકપણ રન ન થતાં ચેન્નઇ સુપર કિંગ્સ માત્ર 1 રને આ મેચ હાર્યુ હતું. આ મેચ પહેલા આઇપીએલમાં છગ્ગાની ડબલ સેન્ચુરી પુરી કરવા માટે ધોની…
જયપુર : દિલ્હી કેપિટલ્સે પોતાના હોમ ગ્રાઉન્ડ પર શનિવારે કિંગ્સ ઇલેવન પંજાબને હરાવીને ફરી ઍકવાર વિજયના ટ્રેક પર પાછા ફર્યા પછી હવે સોમવારે તે જ્યારે અહીં રાજસ્થાન રોયલ્સ સામે મેદાને પડશે ત્યારે પોતાનો ઍ ટ્રેક જાળવી રાખવા માગશે, સામે રાજસ્થાન રોયલ્સ પણ મુંબઇ ઇન્ડિયન્સને હરાવીને લાંબા સમય પછી કોઇ મેચ જીત્યું છે અને નવા કેપ્ટન સ્ટીવ સ્મીથની આગેવાનીમાં તેઓ પણ વિજય માર્ગે આગળ વધવા માગશે. દિલ્હી કેપિટલ્સની ટીમે અત્યાર સુધી પોતાના હોમ ગ્રાઉન્ડ કરતાં અન્ય મેદાનો પર સારું પ્રદર્શન કર્યુ છે. રાજસ્થાન રોયલ્સે પણ મુંબઇ જેવી મજબૂત ટીમને હરાવી હોવાથી સોમવારની આ મેચ રસપ્રદ બની રહેવાની સંભાવના છે. રાજસ્થાન પોતાની…