કવિ: Sports Desk

બેંગ્લોર : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આજે અહીં પાર્થિવ પટેલની અર્ધસદીના પ્રતાપે મુકેલા 162 રનના લક્ષ્યાંક સામે અંતિમ ઓવરમાં દિલધડક બનેલી મેચને ધોનીઍ ચેન્નઇની તરફેણમાં ફેરવી હતી પણ છેલ્લા બોલે વિજય માટે જરૂરી 2 રન સામે ઍકપણ રન ન થતાં રોયલ ચેલેન્જર્સ બેગ્લોરનો 1 રને વિજય થયો હતો. ધોનીઍ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યા પછી પ્રથમ દાવ લેવા ઉતરેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શરૂઆત ખરાબ રહી હતી અને ત્રીજી ઓવરમાં કેપ્ટન કોહલી અંગત 9 રન કરીને આઉટ થયો હતો. તે પછી પાર્થિવ પટેલે ઍબી ડિવિલિયર્સની સાથે મળીને 47 રની ભાગીદારી કરી હતી. ડિવિલિયર્સ જોખમી બને તે પહેલા 25 રન બનાવીને આઉટ…

Read More

દોહા : અહીં ચાલી રહેલી ઍશિયન ઍથ્લેટિક્સ ચેમ્પિયનશિપના પહેલા દિવસે દૂતી ચંદે 400 મીટરની રેસમાં પોતાનો જ નેશનલ રેકોર્ડ તોડ્યો હતો, જ્યારે હિમા દાસ કમરની ઇજાને કારણે 400 મીટરની રેસમાંથી આઉટ થઇ ગઇ હતી. 23 વર્ષની દૂતીઍ 11.28 સેકન્ડનો સમય લઇને મહિલાઓની 100 મીટરની દોડમાં ચોથી હિટ જીતી હતી. તેની સાથે જ તેણે 11.29 સેક્ન્ડનો પોતાનો જ નેશનલ રેકોર્ડ તોડ્યો હતો. જો કે તે વર્લ્ડ ચેમ્પિયનશિપના ક્વોલિફિકેશન માર્ક 11.24 સેકન્ડને સ્પર્શી શકી નહોતી. હિમાને પીઠના સ્નાયુ ખેંચાઇ ગયા છે, કોચ રાધાકૃષ્ણન નાયરે જણાવ્યું હતું કે તેની પીઠના નીચલા ભાગે ઇજા છે. તે ગંભીર નથી અને ઍકાદ બે દિવસનમાં તે સાજી…

Read More

નિંગબો : ઍશિયન વેઇટલિફટીંગ ચેમ્પિયનશિપમાં માજી વર્લ્ડ ચેમ્પિયન મીરાબાઇ ચાનુઍ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતું પણતે નજીવા અંતરથી બ્રોન્ઝ મેડલ જીતતા રહી ગઇ હતી, જ્યારે યૂથ અોલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ વિજેતા જેરેમી લાલરિનુંગાઍ વિક્રમી પ્રદર્શન કરીને યૂથ વર્લ્ડ અને ઍશિયન રેકોર્ડ તોડીને પોતાના ગ્રુપમાં બીજા સ્થાને રહ્યો હતો. જેરેમીઍ ગ્રુપ બીમાં 67 કિગ્રાની કેટેગરીમાં સ્નેચમાં યૂથ, વર્લ્ડ અને ઍશિયન રેકોર્ડને તોડીને ત્રણમાંથી બે પ્રયાસોમાં 130 અને 134 કિગ્રા વજન ઉંચકયું હતું. આ પહેલાનો રેકોર્ડ પણ તેના નામે જ હતો, જેરેમીઍ ક્લિન ઍન્ડ જર્કમાં પોતાના શરીર કરતા ડબલ વજન 157 અને 163 કિગ્રા 2 સફળ પ્રયાસોમાં ઉંચક્યું હતું. તેણે કઝાકિસ્તાનના સાઇખાન તેઇસુયેવનો…

Read More

હૈદરાબાદ : રવિવારે અહીં રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ડેવિડ વોર્નર અને જાની બેયરસ્ટોની જુગલબંધીના પ્રતાપે કોલકાતા નાઇટ રાઇડર્સને 9 વિકેટે હરાવીને પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગયું હતું. કોલકાતા નાઇટ રાઇડર્સ પ્રથમ દાવ લઇને 20 ઓવરમાં 8 વિકેટના ભોગે 159 રન બનાવ્યા હતા, જેની સામે સનરાઇઝર્સે વોર્નર, બેયરસ્ટોની ઝડપી અર્ધસદીના પ્રતાપે માત્ર 1 વિકેટ ગુમાવીને 15 ઓવરમાં જ મેચ 9 વિકેટે જીતી લીધી હતી. કોલકાતા નાઇટ રાઇડર્સનો આ સતત પાંચમો પરાજય રહ્યો હતો. 160 રનના લક્ષ્યાંક સામે વોર્નર અને બેયરસ્ટોઍ 12.2 ઓવરમાં પહેલી વિકેટ માટે 131 રનની ઝડપી ભાગીદારી કરીને કોલકાતાને મેચમાથી આઉટ કરી દીધું હતું. બંને ઓપનરે 28-28 બોલમાં…

Read More

નવી દિલ્હી : કિંગ્સ ઇલેવન પંજાબે આજે અહીં ક્રિસ ગેલના 37 બોલમાં 69 રનની મદદથી મુકેલા 164 રનના લક્ષ્યાંક સામે દિલ્હી કેપિટલ્સે શ્રેયસ ઐય્યર અને શિખર ધવનની અર્ઘસદીના પ્રતાપે 19.4 ઓવરમાં પાંચ વિકેટે 166 રન કરીને કિંગ્સ ઇલેવન પંજાબને 5 વિકેટે હરાવ્યું હતું. 164 રનના લક્ષ્યાંક સામે દિલ્હી કેપિટલ્સની શરૂઆત સારી રહી નહોતી અને બોર્ડ પર 24 રન હતા ત્યારે પૃથ્વી શોની વિકેટ ગુમાવી હતી, જો કે તે પછી શિખર ધવન અને શ્રેયસ ઐય્યરે મળીને 92 રનની ભાગીદારી કરીને વિજયનો પાયો રચ્યો હતો તે પછી ધવન 116 રનના સ્કોર પર આઉટ થયો અને તે પછી પંત ફરી એકવાર ફેલ ગયો…

Read More

નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના માજી કેપ્ટન સૌરવ ગાંગુલી સામે હિતોના ટકરાવના ભંગનો મુદ્દો ઉઠ્યા પછી હવે સચિન તેંદુલકર અને વીવીએસ લક્ષ્મણ સામે પણ હવે હિતોના ટકરાવ સંબંધી મુદ્દો ઊભો થયો છે. ગાંગુલી સામે દિલ્હી કેપિટલ્સના સલાહકાર હોવાને કારણે હિતોના ટકરાવ સંબંધી નિયમના ભંગનો મુદ્દો ઉઠ્યો હતો. કારણ કે ગાંગુલી બોર્ડની ક્રિકેટ એડવાઉઝરી કમિટીનો પણ સભ્ય છે અને હવે ક્રિકેટ એડવાઇઝરી કમિટીના અન્ય બે સભ્યો સચિન અને લક્ષ્મણ સામે પણ આ મુ્દ્દો ઉઠાવાયો છે. મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશના સભ્ય સંજીવ ગુપ્તાએ સચિન અને લક્ષ્મણ સામે હિતોના ટકરાવ સંબધી નિયમના ભંગનો મુદ્દો ઉઠાવ્યો છે. સંજીવ ગુપ્તાએ 17 એપ્રિલે ફરિયાદ દાખલ કરીને…

Read More

મુંબઇ : બીસીસીઆઇ લોકપાલ નિવૃત્ત જસ્ટિસ ડી કે જૈને સૌરવ ગાંગુલી વિરુદ્ધ હિતોના ટકરાવ મુદ્દે માજી કેપ્ટન અને ત્રણે ફરિયાદીઓને લેખિતમાં દલીલ કરવા માટે જણાવ્યું છે. બંગાળના ત્રણ ક્રિકેટ ચાહકો ભાસ્વતી શાંતુઆ, અભિજિત મુખર્જી અને રંજીત સિલે આરોપ મુક્યો હતો કે ગાંગુલીની બંગાળ ક્રિકેટ એસોસિએશન (કેબ) અને આઇપીએલ ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સના સલાહકાર તરીકેની ભૂમિકા સીધી રીતે હિતોના ટકરાવનો કેસ છે. લોકપાલે લગભગ સાડા ત્રણ કલાક સુધી સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ધારાશાસ્ત્રી વિશ્વનાથ ચેટર્જી અને ફરિયાદી રંજીત સિલ ઉપરાંત ગાંગુલીની દલીલો પણ સાંભળી હતી. તેમણે બેઠક પછી કહ્યું હતું કે મેં બંને પક્ષો અને બીસીસીઆઇની દલીલો સાંભળી અને ટૂંકમાં જ મારો આદેશ…

Read More

લંડન : ઇંગ્લેન્ડના બેટ્સમેન એલેક્સ હેલ્સનું નામ વર્લ્ડ કપ માટેના પ્રારંભિક 15 સંભવિતોમાં પોતાનું નામ હોવા છતાં અંગત કારણોસર અચાનક નિવૃત્તિ લઇને બધાને ચોંકાવી દીધા છે. નોટિગહામ શાયર ક્લબે કહ્યું હતું કે એલેક્સ હેલ્સે અંગત કારણોસર પોતે પસંદગી માટે ઉપલબ્ધ ન હોવાનું જણાવી દીધું છે. તે ક્યાં સુધી ક્રિકેટ એક્શનમાં પાછો ફરશે તેની કોઇ પણ પ્રકારની માહિતી નથી. હેલ્સે શુક્રવારે નોટિંઘમશાયર તરફથી લેન્કેશાયર વિરુદ્ધ મચ નથી રમી. 30 વર્ષનો આ ઓપનર આયરલેન્ડ વિરુદ્ધની એકમાત્ર વનડે અને ત્રીજી મેથી પાકિસ્તાન સામેની પાંચ મેચની વનડે સિરીઝ તેમજ ટી-20 ઇન્ટરનેશનલ સિરીઝ માટે ઉપલબ્ધ રહેશે કે નહીં તે પણ હજું સ્પષ્ટ નથી. આ ઇંગ્લેન્ડની…

Read More

જયપુર : રાજસ્થાન રોયલ્સે આજે પોતાના હોંમ ગ્રાઉન્ડ પર જોરદાર પ્રદર્શન કરીને મુંબઇ ઇન્ડિયન્સને પાંચ વિકટે હરાવીને આ સિઝનનો ત્રીજો વિજય મેળવ્યો હતો. રાજસ્થાનના બોલરોએ પહેલા મુંબઇ ઇન્ડિયન્સને 161 રન સુધી સિમિત રાખ્યા પછી મેન ઓફ ધ મેચ કેપ્ટન સ્ટીવ સ્મીથની અર્ધ શતકીય ઇનિંગની મદદથી 19.1 ઓવરમાં 5 વિકેટના ભોગે લક્ષ્યાંક કબજે કરી લઇને મેચ જીતી લીધી હતી. મુંબઇ ઇન્ડિયન્સ સામે રાજસ્થાન રોયલ્સનો આ સતત બીજો વિજય હતો. આ મેચમાં અજિંકેય રહાણેના સ્થાને સ્ટીવ સ્મીથને નવો કેપ્ટન બનાવાયો હતો અને તેણે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાને આજની મેચમાં ત્રણ ફેરફાર કરીને જોસ બટલર, ઇશ સોઢી અનેં…

Read More

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના લોકપાલ દ્વારા હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને એક ટીવી શોમાં મહિલાઓ બાબતે વાંધાજનક ટીપ્પણી કરવા બદલ 20-20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બીસીસીઆઇ લોકપાલના જણાવ્યા અનુસાર આ બંને ખેલાડી 1-1 લાખ રૂપિયા 10 શહીદ પેરા મિલિટરી ફોર્સના કોન્સ્ટેબલના પરિવારજનોને આપશે. સાથે જ એટલી જ રકમ બ્લાઇન્ડ ક્રિકેટ માટે આપશે, આ રકમ તેમણે 4 અઠવાડિયાની અંદર જમા કરાવી દેવી પડશે. બીસીસીઆઇ લોકપાલે એવું પણ કહ્યું છે કે જો હાર્દિક અને રાહુલ દ્વારા આ રકમ નિર્ધારિત સમય પહેલા જમા કરાવવામાં ન આવે તો બીસીસીઆઇ એ રકમ તેમની મેચ ફીમાંથી કાપી શકે છે. એ ઉલ્લેખનીય…

Read More