નવી દિલ્હી : ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અજિંકેય રહાણેઍ આ વર્ષે મે, જૂન અને મિડ જુલાઇ સુધી કાઉન્ટી ક્રિકેટ ક્લબ હેમ્પશાયર માટે રમવા માટે બીસીસીઆઇ પાસે મંજૂરી માગી છે. રહાણેઍ આ સંબંઘે ઍક ઇમેલ બીસીસીઆઇને મોકલ્યો છે. જેને બોર્ડ દ્વારા સુપ્રીમ કોર્ટે નિમેલી વહીવટદારોની સમિતિને મોકલાવી દીધો છે. ઇમેલમાં રહાણેઍ જણાવ્યા અનુસાર બોર્ડ તેને ચાર દિવસીય મેચ હેમ્પશાયર વતી રમવા માટે મંજૂરી આપે ઍવું રહાણે ઇચ્છે છે. રહાણેનો વર્લ્ડકપ માટેની ટીમમાં સમાવેશ થયો નથી. રહાણેના આ ઇમેલને બોર્ડના સીઇઓ રાહુલ જાહરીઍ વહીવટદારોની સમિતિને મોકલાવી દીધો છે. બોર્ડના ઍક સિનિયર અધિકારીઍ કહ્યું હતું કે રહાણેને હેમ્પશાયર વતી રમવાની મંજૂરી ન…
કવિ: Sports Desk
નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમય દરમિયાન વિવાદને કારણે ચર્ચામાં રહેલા હાર્દિક પંડ્યાની આકરી મહેનત, કામ પ્રત્યેનું સમર્પણ અને આત્મવિશ્વાસની પ્રશંસા કરતાં તેના મોટાભાઇ કૃણાલ પંડ્યાઍ ગુરૂવારે અહીં કહ્યું હતું કે હાર્દિક માટે ક્રિકેટ હંમેશા પ્રાથમિકતા રહ્યું છે. ટીવી શોમાં મહિલાઅો વિરોધી ટીપ્પણીને કારણે સસ્પેન્ડ થયા પછી પીઠના દુખાવાના કારણે ક્રિકેટથી દૂર રહેલો હાર્દિક વર્લ્ડ કપ પહેલા રિધમમાં આવી ગયો છે અને કૃણાલે તેનું શ્રેય મેદાન બહાર રહેવા દરમિયાન સતત પોતાની રમત પર કામ કરતાં રહેવાને આપ્યું હતું. કૃણાલે મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ પછી પત્રકારોને જણાવ્યું હતું કે ઇજા અને વિવાદને કારણે 7 મહિના સુધી ક્રિકેટથી દૂર…
નિંગબો (ચીન) : શનિવારથી અહીં શરૂ થઇ રહેલી ઍશિયન વેઇટલિફટીંગ ચેમ્પિયનશિપમાં ભારતીય પડકારની આગેવાની સંભાળીને જોરદાર પ્રદર્શન દ્વારા ઓલિમ્પિક્સ ક્વોલિફિકેશન કરવા માટેની પોતાની સંભાવના મજબૂત કરવા પર મીરાબાઇ ચાનુની નજર રહેશે. ઇન્ટરનેશનલ વેઇટલિફટીંગ ફેડરેશન (આઇડબલ્યુઍફ) દ્વારા વેઇટ કેટેગરીમાં કરેલા ફેરફારના કારણે 48ને સ્થાને 49 કિગ્રાની કેટેગરીમાં ભાગ લઇ રહેલી મીરાબાઇ ભારત વતી મેડલના પ્રબળ દાવેદારોમાંથી ઍક છે. તેણે પીઠની ઇજાને કારણે લગભગ 9 મહિના બહાર રહ્યા પછી મજબૂત વાપસી કરી હતી. મીરાબાઇઍ ફેબ્રુઆરીમાં થાઇલેન્ડમાં યોજાયેલા ઇજીઍટી કપમાં સ્નેચમાં 80 અને ક્લિન ઍન્ડ જર્કમાં 110 કિગ્રા વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સ્પર્ધા મીરાબાઇ માટે 6 ઓલિમ્પિક્સ ક્વોલિફાઇંગ સ્પર્ધામાંથી ઍક…
નવી દિલ્હી : પોતાના હોમ ગ્રાઉન્ડ પર સતત પરાજીત થતી રહેલી દિલ્હી કેપિટલ્સની ટીમ આવતીકાલે જ્યારે અહીં કિંગ્સ ઇલેવન પંજાબ સામે મેદાને પડશે ત્યારે તેનો ઇરાદો વિજય માર્ગ પર પરત ફરવાનો રહેશે. દિલ્હીની ટીમ ગત મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે ઉતરી ત્યારે સતત ત્રણ મેચ જીતીને આવી હતી, જો કે ફરી ઍકવાર તેઅો પોતાના હોમ ગ્રાઉન્ડ પર હારી ગયા હતા. દિલ્હીની ટીમને પોતાના હોમ ગ્રાઉન્ડ પર દર્શકો દ્વારા જારદાર પ્રોત્સાહન મળતું હોવા છતાં તેઅો તેનો ફાયદો ઉઠાવી શક્યા નથી. હવે જો તેમણે પ્લેઓફમાં પહોંચવું હોય તો હોમ ગ્રાઉન્ડ પરની બાકીની ત્રણ મેચમાં સારુ પ્રદર્શન કરવું પડશે. બને ટીમના 10-10 પોઇન્ટ છે,…
કોલકાતા : વિરાટ કોહલીની જોરદાર સદી અને મોઇન અલીની વિસ્ફોટક 66 રનની ઇનિંગની મદદથી આજે અહીં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુકેલા 214 રના લક્ષ્યાંક સામે કોલકાતા નાઇટ રાઇડર્સનો પનો માત્ર 10 રન ટુંકો પડ્યો હતો. આન્દ્રે રસેલે ફરી ઍકવાર જારદાર ફટકાબાજી કરી હતી પણ અંતિમ ઓવરમાં 24 રન કરવાના આવ્યા હતા તેમાં મોઇન અલીઍ તેને ઍટલી છૂટ ન આપી તેના કારણે કોલકાતા નાઇટ રાઇડર્સ 10 રને હારી ગયું હતું. રાણા સાથે મળીને રસેલ કેકેઆરને વિજય સુધી લાવ્યો પણ અંતે મોઇન અલીના અનુભવે તેમને હરાવ્યા 214 રનના લક્ષ્યાંક સામે કોલકાતા નાઇટ રાઇડર્સની શરૂઆત ઘણી ખરાબ થઇ હતી અને પહેલી ઓવરમાં જ ક્રિસ…
કોલકાતા : ટોચની રેન્કિંગ ધરાવતી ઇંગ્લેન્ડ અને ભારતીય ટીમ ભલે વર્લ્ડકપમાં પ્રબળ દાવેદાર ગણાતી હોય પણ દક્ષિણ આફ્રિકાના અનુભવી ઝડપી બોલર ડેલ સ્ટેનનું કહેવું છે કે વર્લ્ડ કપમાં રેન્કિંગ કોઇમ મહત્વ ધરાવતી નથી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના આ ઝડપી બોલરે કહ્યું હતું કે મને લાગે છે કે રેન્કિંગ બાબતે ઍટલું ન વિચારવું જાેઇઍ. હાલમાં રેન્કિંગ મહત્વ નથી ધરાવતી, મને તો ખબર પણ નથી કે વેસ્ટઇન્ડિઝની શું રેન્કિંગ છે પણ તેમણે હાલમાં જ ઇંગ્લેન્ડને હરાવ્યુંં છે. ઓસ્ટ્રેલિયા હારતું હતું અને હવે જીતવા માંડ્યું છે. તેણે કહ્યું હતું કે મને લાગે છે કે દરેક ટીમ પાસે વર્લ્ડ કપ જીતવાની તક છે. તેના મતે…
પોટરે : ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ લિવરપુલે બુધવારે રાત્રે અહીં યુરોપિયન ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટર ફાઇનલના બીજા લેગમાં પોટરેને 4-1થી હરાવીને ટુર્નામેન્ટના અંતિમ ચારમાં સ્થાન મેળવી લીધું છે. લિવરપુલ 6-1ના કુલ સ્કોર સાથે આ મેચ જીતીને સેમી ફાઇનલમાં પ્રવેશ્યું છે, જ્યાં તેનો સામનો સ્પેનિશ લીગની હાલની ચેમ્પિયન અને સ્ટાર ખેલાડીઓ ધરાવતી બાર્સિલોના સાથે થશે. લિવરપુલે પહેલા લેગમાં પોતાના ઘરઆંગણે પોટરેને 2-0થી હરાવ્યું હતું. આજની મેચમાં શરૂઆતથી જ લિવરપુલે દબાણ જાળવી રાખ્યું હતું જો કે પહેલા હાફમાં તેઓ ઍક જ ગોલ કરી શક્યા હતા. 26મી મિનીટમાં ફોરવર્ડ સાદિયો માનેઍ 18 ગજ દૂરથી ગોલ કરીને લિવરપુલને સરસાઇ અપાવી હતી. રેફરીઍ પહેલા તેને ઓફસાઇડ જાહેર…
નવી દિલ્હી : દિલ્હી કેપિટલ્સના કોચ અને ઓસ્ટ્રેલિયાના માજી કેપ્ટન રિકી પોન્ટિંગે ઋષભ પંતને વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં સામેલ ન કરાતા આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતું. બુધવારે પોન્ટિંગે કહ્યું હતું કે આ વિકેટકીપર બેટ્સમેન વર્લ્ડ કપમાં ભારત માટે ઍક્સ ફેક્ટર સાબિત થઇ શકે તેમ હતો. પોન્ટિંગે ક્હ્યું હતું કે જ્યારે વર્લ્ડ કપ માટેની ટીમ જાહેર થઇ ત્યારે તેમાં પંતને સામેલ ન કરાયો ઍવું જાણીને મને નવાઇ લાગી હતી. તેણે કહ્યું હતું કે મને લાગતું હતું કે તેને ટીમમાં સામેલ કરાશે. મને તો ઍવું લાગતું હતું કે તે અંતિમ 11માં રમશે. તેણે કહ્યું હતું કે પંત જેવો ખેલાડી ચોથા અથવા પાંચમા…
કરાચી : પાકિસ્તાને ગુરૂવારે ઇંગ્લેન્ડમાં 30મી મેથી શરૂ થઇ રહેલા વર્લ્ડ કપ માટેની ટીમ જાહેર કરી હતી. આ ટીમમાંથી અનુભવી પણ આઉટ ઓફ ફોર્મ મહંમદ આમીરની બાદબાકી કરવામાં આવી હતી, જ્યારે બેટ્સમેન આબિદ અલીને ટીમમાં સામેલ કર્યો હતો. મુખ્ય પસંદગીકાર ઇન્ઝમામ ઉલ હકે 15 સભ્યોની ટીમની સાથે બે રિઝર્વ ખેલાડીના નામ પણ જાહેર કર્યા હતા. તેમાં જણાવાયું હતું કે 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમેલી ટીમમાંથી 11 ખેલાડીને જાળવી રખાયા છે. બે વર્ષ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીથી અત્યાર સુધીમાં રમેલી 14 વનડેમાં માત્ર 5 વિકેટ ઉપાડી શકેલા મહંમદ આમિરમાં પસંદગીકારોઍ ભરોસો બતાવ્યો નહોતો, જ્યારે વરિષ્ઠ શોઍબ મલિક અને મહંમદ હાફિઝમાં પુનઃ વિશ્વાસ મુક્યો…
કોલંબો : શ્રીલંકાઍ આજે આઇસીસી વર્લ્ડ કપ માટે પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી તેમાં અનુભવી બોલર લસિથ મલિંગાનો સમાવેશ તો કરાયો પણ તેની પાસેથી ટીમનું સુકાન લઇને ટેસ્ટ ટીમના કેપ્ટન દિમૂથ કરુણારત્નને સોંપવામાં આવ્યું છે. રસપ્રદ વાત ઍ છે કે કરુણારત્નેઍ 2015ના વર્લ્ડ કપથી વનડે રમી નથી. ઍવી અટકળો ચાલતી હતી કે ટીમનું સુકાન લઇ લેવાતા મલિંગા ક્રિકેટને અલવિદા કરી દેશે. જો કે પસંદગી સમિતિના અધ્યક્ષ અસાંથા ડિમેલે કહ્યું હતું કે મે તેની સાથે ફોન પર વાત કરી છે અને તેને કારણ જણાવી દીધા છે. શ્રીલંકાની ટીમમાં કરુણારત્ને ઉપરાંત જીવન મેન્ડિસ, મિલિંદા શ્રીવર્ધને અને જેફ્રી વેન્ડરસેની પણ વાપસી થઇ…