વેલિંગ્ટન : ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટર હેલી જેન્સેને ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર નિકોલા હેનકોક સાથે લગ્ન કરી લીધા છે. બંનેઍ ગત અઠવાડિયે લગ્ન કર્યા હતા. હેલી બીગ બેશ લીગની પહેલી બે સિઝનમાં મેલબોર્ન સ્ટાર્સ માટે રમી હતી અને ત્રીજી સિઝનથી તે મેલબોર્ન રેનેગેડ્સ વતી રમી રહી છે. જ્યારે નિકોલા ઓસ્ટ્રેલિયન ટી-20 લીગમાં ટીમ ગ્રીન વતી રમે છે. મેલબોર્ન સ્ટાર્સે આ બંનેના લગ્નનો ફોટો ટ્વિટર પર શેર કરીને બંનેને શુભેચ્છા આપી હતી. બંનેઍ ધામધૂમથી લગ્ન કર્યા હતા અને તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોતાના લગ્નના ફોટા પણ શેર કર્યા હતા. હેલી જેનસન ન્યુઝીલેન્ડની ઝડપી બોલર છે અને તે કીવી ટીમ વતી 7 વનડે અને 20…
કવિ: Sports Desk
જાહનીસબર્ગ : 30મી મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલા આઇસીસી વનડે વર્લ્ડકપ માટે દક્ષિણ આફ્રિકાઍ પોતાની ટીમની જાહેરાત કરી છે, જેમાં હાશિમ અમલાનો સમાવેશ કરવામાં આવતા ઘણાંને અચરજ થયું છે. અમલા દક્ષિણ આફ્રિકન ટીમનો અનુભવી ખેલાડી છે પણ લાંબા સમયથી તે આઉટ ઓફ ફોર્મ છે અને ટીમમાં પણ નથી. હવે અમલાના સમાવેશને કારણે ટીમમાં રિઝા હેન્ડ્રીક્સ માટે જગ્યા નથી રહી અને તેણે અમલા માટે ખસવું પડ્યું છે. આ ઉપરાંત આ ટીમમાં ઇજાગ્રસ્ત ઝડપી બોલર ઍનરિક નોર્ત્ઝેને પણ સામેલ કરવામાં આવ્યો છે. વર્લ્ડ કપ માટેની દક્ષિણ આફ્રિકન ટીમ : ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ઍડન માર્કરમ, ક્વિન્ટન ડિ કોક (વિકેટકીપર), હાશિમ અમલા, રાસી…
કોલકાતા : પોતાની 8માંથી 7 મેચ હારીને હવે જો અને તોના ચક્કરમાં ફસાયેલી વિરાટ કોહલીની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઇપીઍલમાં પોતાને જાïળવી રાખવા માટે શુક્રવારે અહીં કોલકાતા નાઇટ રાઇડર્સને કોઇપણ ભોગે હરાવવું પડશે. કેકેઆર સતત ત્રણ મેચ હારવાના કારણે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમેથી છઠ્ઠા ક્રમે ઉતરી ચુકી છે તેથી આરસીબી પાસે આ મેચ જીતવાની સોનેરી તક છે. વિરાટની આગેવાની હેઠળની આરસીબીઍ ટૂર્નામેન્ટમાં ટકી રહેવા કેકેઆરને કોઇ પણ ભોગે હરાવવું પડશે કેકેઆર માટે ટ્રમ્પકાર્ડ રહેલા આન્દ્રે રસેલને પ્રેક્ટિસ દરમિયાન ઍક બાઉન્સર ખભામાં વાગ્યો છે અને ચેન્નઇ સુપર કિંગ્સ સામેની મેચમાં પણ તે સંપૂર્ણ ફીટ નહોતો, તે ઍ મેચમાં ટૂર્નામેન્ટમાં પહેલીવાર…
હૈદારાબાદ : બુધવારે અહીં રમાયેલી ચેન્નઇ સુપર કિંગ્સ સામેની મેચમાં સનરાઇઝર્સ હૈદારાબાદના ઓપનર ડેવિડ વોર્નરને તેની ઢીંગલી જેવી પુત્રીઍ ઍક ક્યુટ મેસેજ આપ્યો હતો. જ્યારે હૈદરાબાદની ટીમ ફિલ્ડીંગ માટે મેદાન પર હતી અને તેઓ ઊભા હતા ત્યારે વોર્નરની પુત્રીઍ પોતાના હાથમાં ઍક નાનકડું બોર્ડ પકડીને તેને પોતાના માથે મુક્યું હતું. Moments like these add to the beauty of #VIVOIPL ??#DaddyWarner #DivaWarner pic.twitter.com/GzwWFvXnJw — IndianPremierLeague (@IPL) 17 April 2019 વોર્નરની પુત્રીએ માથા પર મુકેલા આ બોર્ડ પર અંગ્રેજીમાં લખ્યું હતું ‘ગો ડેડી’ તે આ બોર્ડ પોતાના પિતાને બતાવી રહી હતી અને કોઇ સાથી ખેલાડીઍ તેનું ધ્યાન દોર્યુ ત્યારે વોર્નર ઍ જાઇને…
નવી દિલ્હી : ઇંગ્લેન્ડમાં 30મી મેથી શરૂ થઇ રહેલા આઇસીસી વનડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત થયા પછી ટીમ બાબતે ચર્ચા ચાલી રહી છે ત્યારે મંગળવારે મોડી રાત્રે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા ઋષભ પંત, અંબાતી રાયડુ અને નવદીપ સૈનીને સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે જાહેર કર્યા હતા. જા કે ગુરૂવારે બીસીસીઆઇ દ્વારા ઝડપી બોલર ઇશાંત શર્મા અને સ્પિનર અક્ષર પટેલ ઍમ વધુ બે ખેલાડીને સ્ટેન્ડ બાય ખેલાડીઅોમાં સામેલ કર્યા હતા. બોર્ડ દ્વારા પહેલાથી ઍવી સ્પષ્ટતા કરી દેવાઇ છે કે પંત પહેલો સ્ટેન્ડ બાય ખેલાડી રહેશે, મતલબ કે જા ભારતીય ટીમમાંથી કોઇ ઘાયલ થશે કે કોઇ અન્ય કારણોથી ટીમમાંથી ખસી…
નવી દિલ્હી : મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માઍ આજે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં પોતાના સ્કોરમાં જેવા 12 રન કર્યા તેની સાથે જ તેણે ટી-20માં 8000 રન પુરા કર્યા હતા. રોહિત શર્માઍ આઇપીઍપ ટી-20 લીગ અને ઇન્ટરનેશનલ ટી-20 મેચ મળીને 8 હજાર રન પુરા કર્યા હતા. 8 હજારી બનનારો તે ભારતનો ત્રીજા ખેલાડી બન્યો હતો, તેના પહેલા સુરેશ રૈના 8216 અને વિરાટ કોહલી 8183 રન સાથે આ આંકડે પહોંચી ચુક્યા છે. રોહિત 30 રન કરીને આઉટ થયો હતો. આ સાથે જ તેના રનનો આંકડો 8018 પર પહોંચ્યો છે. રોહિતે 307 ટી-20 મેચની 294 ઇનિંગમાં આ આંકડો પુરો કર્યો છે. આ દરમિયાન…
નવી દિલ્હી : મુંબઇ ઇન્ડિયન્સે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા વચ્ચે થયેલી અર્ધશતકીય ભાગીદારીના પ્રતાપે 5 વિકેટે 168 રન બનાવ્યા હતા.જેની સામે દિલ્હી કેપિટલ્સની ટીમ 9 વિકેટે 128 રન સુધી જ પહોંચતાં મુંબઇનો 40 રને વિજય થયો હતો. મુંબઇ વતી રાહુલ ચાહરે 3 જ્યારે બુમરાહે 2 તો હાર્દિક, કૃણાલ અને મલિંગાઍ 1-1 વિકેટ ઉપાડી હતી. 169 રનના લક્ષ્યાંકની સામે ધવન અને પૃથ્વી શોઍ 49 રનની ભાગીદારી કરી ટીમને સારી શરૂઆત અપાવી હતી, જો કે તે પછી ઝડપથી 4 વિકેટ ગુમાવતા તેમનો સ્કોર 4 વિકેટે 63 રન થયો હતો અને 76 રન સુધીમાં તેમના 5 બેટ્સમેન પેવેલિયન ભેગા થયા હતા. તે…
તુરિન. : માથિસ ડિ લિટે બીજા હાફમાં હેડર વડે કરેલા ગોલની મદદથી કવાર્ટર ફાઇનલના બીજા તબક્કામાં અયાક્સે યૂવેન્ટ્સને 2-1થી હરાવીને ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો અયાક્સની ટીમ 1997 પછી પહેલીવાર આ ટુર્નામેન્ટના અંતિમ ચારમાં દાખલ થવામાં સફળ રહી છે. રોનાલ્ડોઍ 28મી મિનીટમાં હેડર વડે ગોલ કરીને યુવેન્ટ્સને સરસાઇ અપાવી પણ હાફ ટાઇમ પહેલા ડોની વેન ડિ બીકે ગોલ કરી અયાક્સને બરોબરી પર મુક્યું હતું. તે પછી બીજા હાફમાં ડિ લિટે અયાક્સ વતી વિજયી ગોલ કર્યો હતો. આ પરાજયને પગલે યૂવેન્ટ્સ સેમીની રેસમાંથી આઉટ થઇ ગયું છે.
બાર્સિલોના : દિગ્ગ્જ ફૂટબોલર લિયોનલ મેસીઍ માન્ચેસ્ટર યુનાઇટેડ દ્વારા કરાયેલી ભુલોનો ફાયદો ઉઠાવીને ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટર ફાઇનલમાં બે ગોલ કરીને પોતાની ટીમને 3-0થી જીતાડી સેમી ફાઇનલમાં ઍન્ટ્રી કરાવી હતી. આ પરાજયને પગલે માન્ચેસ્ટર યુનાઇટેડ સેમી ફાઇનલની રેસમાંથી આઉટ થઇ ગઇ છે. મેસીઍ મેચની 16મી મિનીટમાં 20 યાર્ડ દૂરથી ગોલ કર્યો હતો અને 20મી મિનીટમાં બીજો ગોલ કરીને 2-0ની સરસાઇ મેળવી હતી. તેમના વતી ત્રીજો ગોલ ફિલીપ કોટિન્હોઍ 61મી મિનીટમાં કર્યો હતો. માન્ચેસ્ટર વતી ઍકપણ ગોલ થયો નહોતો.
નવી દિલ્હી : વિશ્વના શ્રેષ્ઠ બોલર કગિસો રબાડાના અજાડ પ્રદર્શનથી વિજયની હેટ્રિક રચનારી દિલ્હી કેપિટલ્સની ટીમ ગુરુવારે અહીં મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ જ્યારે આઇપીઍલમાં પોતાનું વિજય અભિયાન જાળવી રાખવા માટે મેદાનમાં ઉતરશે ત્યારે બધાની નજર વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન મેળવી શકવાને કારણે ચર્ચાનું કેન્દ્ર બનેલા ઋષભ પંત પર હશે. પસંદગીકારોઍ પંતના સ્થાને અનુભવી દિનેશ કાર્તિકને ટીમમાં સામેલ કર્યો છે. તેના પછી આ પહેલી મેચ છે, અને આ યુવા વિકેટકીપર બેટ્સમેન છેલ્લા બે દિવસના ઘટનાક્રમને ભુલાવીને સારુ પ્રદર્શન કરીને ફરી ઍકવાર પોતાનો જુસ્સો બુલંદ બનાવવા માગશે. પંતે મુંબઇ સામેની પ્રથમ મેચમાં 27 બોલમાં 78 રનની તોફાની ઇનિંગ રમી હતી અને ઍ…