નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના સીઇઓ રાહુલ જોહરી દ્વારા લોકપાલ ડી કે જૈનને સૌરવ ગાંગુલી ક્રિકેટ ઍડવાઇઝરી કમિટી (સીઍસી)માં રહેવા અને આઇપીઍલમાં દિલ્હી કેપિટલ્સના સલાહકાર તરીકે થયેલી નિમણૂંક અગે તપાસ કરવા કહેવાયા પછી ગાંગુલીઍ સીઍસીમાંથી રાજીનામુ આપી દેવાની તૈયારી બતાવી છે. ગાંગુલી સીઍસીના સભ્ય અને દિલ્હી કેપિટલ્સના સલાહકાર ઍમ બેવડી જવાબદારી નિભાવી રહ્યો છે અને તેને હિતોના ટકરાવ તરીકે જાવામાં આવે છે. આ સાથે જ ગાંગુલી બંગાળ ક્રિકેટ ઍસોસિઍશન (સીઍબી)નો અધ્યક્ષ પણ છે. આ મામલા સાથે જાડાયેલા ઍક સૂત્રઍ માહિતી આપી હતી કે ગાંગુલીના મતે હિતોનો કોઇ ટકરાવ નથી. તે છતાં ભારતીય ટીમનો આ માજી કેપ્ટન સીઍસીમાંથી…
કવિ: Sports Desk
દુબઇ : ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીઍ બુધવારે કહ્યું હતું કે વર્લ્ડ કપ માટે 15 ખેલાડીની અનિવાર્ય યાદી કરતા 16 સભ્યોની ટીમ તેને પસંદ આવી હોત. સાથે જ તેણે ઍવું પણ કહ્યું હતું કે જે ખેલાડી ટીમમાં સ્થાન નથી મેળવી શક્યા તેમણે નિરાશ થવાની જરૂર નથી. 30મી મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલા વર્લ્ડ કપ માટે સોમવારે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી અને તેમાં યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત તેમજ અનુભવી અંબાતી રાયડુની પસંદગી ન થતાં ચર્ચા ઉઠી હતી. શાસ્ત્રીઍ અહીં ઍક વેબસાઇટને જણાવ્યું હતું કે હું પસંદગીના મામલે સામેલ થવા નથી માગતો, જા અમારો કોઇ મત હોય તો તે અમે…
લંડન : આગામી 30મી મેથી ઇંગ્લેન્ડમાં રમાનારા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે બુધવારે યજમાન ઇંગ્લેન્ડે પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી હતી. ટીમનું સુકાન ઇયોન મોર્ગનને સોંપાયું છે, જ્યારે જોસ બટલરનો આ ટીમમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે સમાવેશ કરાયો છે. 15 સભ્યોની આ ટીમમાં જાફ્રા આર્ચર અને ક્રિસ જોર્ડનને જો કે સ્થાન મળ્યું નથી. આર્ચરને પાકિસ્તાન સામે વર્લ્ડ કપ પહેલા શરૂ થનારી વનડે સિરીઝની ટીમમાં સામેલ કરાયો છે. જો તે પાકિસ્તાન સામે રમશે તો આર્ચર પહેલીવાર ઇંગ્લેન્ડ વતી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમશે. જોર્ડન-આર્ચર પાકિસ્તાન સામે સારો દેખાવ કરશે તો તેમના નામ પર વિચાર થઇ શકશે : ઇડ સ્મીથ ઇંગ્લેન્ડના મુખ્ય પસંદગીકાર ઇડ…
નવી દિલ્હી : યુવા વિકેટકીપર ઋષભ પંત અને અનુભવી બેટ્સમેન અંબાતી રાયડુને બુધવારે બીસીસીઆઇઍ આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે સ્ટેન્ડ બાય ખેલાડીઓમાં સામેલ કર્યા છે. ઝડપી બોલર નવદીપ સૈનીને પણ વર્લ્ડ કપ માટેના સ્ટેન્ડ બાય ખેલાડીમાં સામેલ કર્યો છે. આમાંથી કોઇપણ ખેલાડીને જો કે ત્યારે જ તક મળશે જ્યારે 15 સભ્યોની ટીમમાં સામેલ કોઇ ખેલાડી ઇજા કે પછી કોઇ અન્ય કારણસર રમવા માટે ઉપલબ્ધ નહીં હોય. 15 સભ્યોમાં સામેલ કોઇ ખેલાડી ઘાયલ થાય તો તેના સ્થાને આ ત્રણમાંથી કોઇ ઍકને તક મળશે આઇસીસીઍ સંભવિત ખેલાડીઓ પસંદ કરવાની પ્રક્રિયા બંધ કરી છે. જો કે બીસીસીઆઇ પાસે આ ત્રણ ઇપરાંત કોઇ અન્યને…
હૈદરાબાદ : અહીં રમાયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં કેપ્ટન ધોનીની ગેરહાજરીમાં ચેન્નઇ સુપર કિંગ્સ સારી શરૂઆત પછી લથડતા 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 132 રન સુધી જ પહોંચી શક્યું હતું. 133 રનના લક્ષ્યાંકને સનરાઇઝર્સ હૈદરાબાદે 16.4 ઓવરમાં 4 વિકેટના ભોગે આંબી લીધો હતો. ધોનીની ગેરહાજરીમાં ટીમનું સુકાન સુરેશ રૈનાને સોંપાયું હતું. 133 રનના લક્ષ્યાંક સામે ડેવિડ વોર્નર અને જાની બેયરસ્ટોઍ સનરાઇઝર્સને ઝડપી અને સારી શરૂઆત અપાવી હતી. બંનેઍ મળીને 5.3 ઓવરમાં 66 રન બોર્ડ પર મુકી દીધા હતા, જેમાંથી વોર્નરના 50 રન હતા અને ઍ સ્કોર પર જ વોર્નર આઉટ થયો હતો. તે પછી વિલિયમ્સન તરત…
મુંબઇ : ૩૦મી મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થનારા આઇસીસી વનડે વર્લ્ડ કપ માટે આજે જ્યારે ૧૫ સભ્યોની ભારતીય ટીમની જાહેરાત થઇ ત્યારે તેમાં અંબાતી રાયડુનું નામ ન હોવા છતાં કોઇને નવાઇ લાગી નહોતી. ટીમમાં ઍ જ ખેલાડીને સામેલ કરાયા જે છેલ્લા બે વર્ષથી ટીમ સાથે જાડાયેલા હોય, જા કે તેમાં રાયડુનું નામ ન હોવાથી નવાઇ ઍટલા માટે લાગે કે તેણે બે વર્ષ પહેલા ટીમમાં ચોથા ક્રમના બેટ્સમેન તરીકે પોતાના પગ જમાવી દીધા હતા. જાકે વર્લ્ડકપ નજીક આવ્યો ત્યાં સુધીમાં તે અચાનક જ આઉટ અોફ ફોર્મ થઇ ગયો અને તેના કારણે તેણે આ મહાકુંભની ટિકીટ ગુમાવી હતી. આઇપીઍલમાં ચેન્નઇ વતી સારું પ્રદર્શન…
માજી ક્રિકેટરોના મતે રાયડુના સ્થાને શંકર નહીં પણ રહાણે જેવા કોઇ અનુભવીની પસંદગી કરવાની હતી નવી દિલ્હી : ભારતીય ટીમમાં છેલ્લા ઍક વર્ષ કરતાં વધુ સમયથી નંબર ચારના બેટ્સમેન તરીકેની જવાબદારી સંભાળતા અંબાતી રાયડુને બહાર મુકીને તેના સ્થાને પસંદગીકારોઍ કોઇ અનુભવી બેટ્સમેનને પસંદ કરવાને બદલે વિજય શંકર જેવા અોછા અનુભવીની પસંદગી કરીને ભારતીય પસંદગીકારોઍ મોટું જાખમ ખેડયુ હોવાનું માજી ક્રિકેટરો સહિતના લોકો માને છે. ભારતીય ટીમમાં ટોચના સ્થાને રોહીત શર્મા, શિખર ધવન અને વિરાટ કોહલી જેવા બેટ્સમેન છે, ત્યારે ચોથા ક્રમ જેવા નાજૂક સ્થાને ટીમને અનુભવી બેટ્સમેનની ઘટ વર્તાઇ શકે છે. ચોથા ક્રમે ઍક ઍવા બેટ્સમેનની જરૂર હતી જે ઇનિંગને…
હૈદરાબાદ : બુધવારે જ્યારે અહીં ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આઇપીઍલની મેચમાં મેદાને પડશે ત્યારે વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવવાની ટ્રેન ચુકેલો અંબાતી રાયડુ પોતાની બેટ વડે તેનો જવાબ આપવા માગશે. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની આ ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવવાથી માત્ર 1 વિજય દૂર છે, ઍ સ્થિતિમાં રાયડુ માટે ઍક માત્ર નિરાશાનું કારણ વર્લ્ડ કપ ટીમમાંથી બાકાત રહેવાનું છે. મુળે હૈદરાબાદના આ બેટ્સમેને રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં અર્ધસદી ફટકારીને પોતાનું ફોર્મ પાછું મેïળવ્યું છે. ઍક સમયે ટીમ ઇન્ડિયામાં ચોથા ક્રમના બેટ્સમેન તરીકે સર્વશ્રેષ્ઠ વિકલ્પ મનાતો રાયડુ ટીમમાંથી બહાર થવાની હતાશા સનરાઇઝર્સ પર ઉતારવા આતુર રહેશે. ચેન્નઇની ટીમ…
મુંબઇ : મિશન વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જે પસંદગી કરવામાં આવી છે, તેને જો આઇપીઍલના દૃષ્ટિકોણથી જાઇઍ તો રાજસ્થાન રોયલ્સને બાદ કરતાં અન્ય તમામ 7 ટીમમાંથી ખેલાડીઓને આ ટીમમાં સમાવાયા છે. જેમાં મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સમાંથી સૌથી વધુ 3-3, જ્યારે દિલ્હી કેપિટલ્સમાંથી ઍકમાત્ર શિખર ધવનનો સમાવેશ કરાયો છે, જ્યારે બાકીની 4 ટીમો સનરાઅઇઝર્સ હૈદરાબાદ, કિંગ્સ ઇલેવન પંજાબ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સમાંથી 2-2 ખેલાડીઅોનો સમાવેશ કરાયો છે. જા રાજસ્થાન રોયલ્સની રચનાને ધ્યાને લઇઍ તો ઍવું જાઇને નવાઇ લાગે છે કે આ ટીમમાં ઍકપણ ખેલાડી ઍવો નથી કે જે મર્યાદિત ઓવરોની ઇન્ટરનેશનલ મેચમાં ભારતીય ટીમમાં રમી રહ્યો…
નવી દિલ્હી : ભારતીય ટીમના ઓપનર શિખર ધવને મંગળવારે ઍવું કહ્યું હતું કે ઇંગ્લેન્ડમાં 30મી મેથી યોજાનારા આઇસીસી વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલી ૧૫ સભ્યોની ભારતીય ટીમ ઘણી મજબૂત છે. ધવને અહીં આયોજીત ઍક કાર્યક્રમમાં કહ્યું હતું કે વર્લ્ડ કપ માટે પસંદ થયેલી ટીમ ઘણી મજબૂત અને બહેતર છે. અમે ટૂર્નામેન્ટમાં બહેતર પ્રદર્શન કરવા માટે તૈયાર છીઍ અને ઇંગ્લેન્ડમાં અમે સારું કરવાનો પ્રયાસ કરીશું. પોતાની આઇપીઍલ ટીમ દિલ્હી કેપિટલ્સ બાબતે ધવને કહ્યું હતું કે કોચ રિકી પોન્ટીંગ અને સલાહકાર સૌરવ ગાંગુલીનો અનુભવ કામ આવી રહ્યો છે. બંનેઍ પોતાના સમયમાં ટીમનું સુકાન સંભાળ્યું છે અને ઍ અનુભવ અને વિશ્વાસ અમારા માટે…