ઢાકા,: બાંગ્લાદેશે પણ ઇંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપ માટે પોતાની ટીમ જાહેર કરી છે, આ ટીમમાં ઍકમાત્ર નવા ચહેરા તરીકે અબુ ઝાયેદને સ્થાન મળ્યું છે. આ ઉપરાંત છેલ્લે સપ્ટેમ્બરમાં ઍશિયા કપમાં રમેલા મુસદ્દક હુસેનની ટીમમાં વાપસી થઇ છે. 25 વર્ષના અબુ ઝાયેદે ગત વર્ષે ટેસ્ટ ટીમમાં પદાર્પણ કર્યુ હતું અને તે બાંગ્લાદેશ માટે ૩ ટી-20 મેચ પણ રમી ચુક્યો છે. જા કે તે હજુ સુધી વનડેમાં રમ્યો નથી, ઍ હિસાબે વર્લ્ડ કપમાંં તેનું વનડે ડેબ્યુ થઇ શકે છે. ટીમના કેપ્ટન તરીકે મશરફી મુર્તઝાને જાïળવી રખાયો છે. વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશની ટીમ : મશરફી મુર્તઝા (કેપ્ટન), તમિમ ઇકબાલ, લિટન દાસ, સોમ્ય સરકાર,…
કવિ: Sports Desk
મોહાલી : કિંગ્સ ઇલેવન પંજાબે કેઍલ રાહુલની અર્ધસદીના પ્રતાપે મુકેલા 183 રનના લક્ષ્યાંક સામે રાજસ્થાન રોયલ્સ 7 વિકેટે 170 રન સુધી જ પહોંચતા કગ્સિં ઇલેવન પંજાબનો 12 રને વિજય થયો હતો. રાજસ્થાને આજે જોસ બટલરની સાથે રાહુલ ત્રિપાઠી પાસે દાવની શરૂઆત કરાવી હતી. બટલર 17 રન કરીને આઉટ થયો તે પછી સેમસન પણ 23 રન કરીને આઉટ થયો હતો. ત્રિપાઠી 45 બોલમાં 50 રન કરીને આઉટ થયો હતો. અંતિમ ઓવરોમાં રહાણે સાથે જાડાયેલા સ્ટુઅર્ટ બીન્નીઍ 11 બોલમાં 31 રન ઝુડ્યા હતા. જા કે તેઓ વિજયથી 12 રન છેટા રહી ગયા હતા. આ પહેલા ટોસ હારીને પ્રથમ દાવ લેતા કિંગ્સ ઇલેવન…
નવી : ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મે થી શરૂ થઇ રહેલા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમની જાહેરાત સોમવારે કરવામાં આવી હતી. બીસીસીઆઇની પસંદગી સમિતિઍ સોમવારે મુંબઇમાં ટીમની પસંદગી બાબતે બેઠક કર્યા બાદ ટીમની જાહેરાત કરી હતી. આ ટીમમાં કેઍલ રાહુલ, દિનેશ કાર્તિક અને વિજય શંકરને મોકો આપવામાં આવ્યો છે જ્યારે અંબાતી રાયડુને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો છે. ટીમની કમાન વિરાટ કોહલીને સોંપવામાં આવી છે જ્યારે વાઇસ કેપ્ટનની જવાબદારી રોહિત શર્માને સોંપવામાં આવી છે. દિનેશ કાર્તિક 12 વર્ષ અને બે વર્લ્ડ કપ બાદ ટીમમાં પરત ફર્યો આ ટીમમાં ઍમઍસ ધોનીનો સમાવેશ કરવામાં આવ્યો છે જે પોતાનો ચોથો વિશ્વ કપ…
મુંબઇ : આઇપીઍલની 31મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ડિ વિલિયર્સની તોફાની ઇનિંગ અને મોઇન અલીની અર્ધસદીની મદદથી મુકેલા 172 રનના લક્ષ્યાંકને મુંબઇ ઇન્ડિયન્સે હાર્દિક પંડ્યાના 16 બોલમાં 37 રનની મદદથી 19 ઓવરમાં જ કબજે કરી લેતા તેમનો પાંચ વિકેટે વિજય થયો હતો. 172 રનના લક્ષ્યાંક સામે મુંબઇને ક્વિન્ટોન ડિ કોક અને રોહિત શર્માઍ 70 રનની ભાગીદારી કરીને જોરદાર શરૂઆત અપાવી હતી. 8મી ઓવરમાં આ બંને આઉટ થયા હતા. તે પછી ઇશાન કિશને 9 બોલમાં 21 રન અને સૂર્યકુમાર યાદવ 23 બોલમાં 29 રન કરીને સ્કોરને 100 પાર પહોંચાડ્યો હતો. અંત સમયે મુંબઇને 27 બોલમાં 43 રનની જરૂર હતી ત્યારે હાર્દિક…
મુંબઇ : મુંબઇ ઇન્ડિન્સની ટીમ સોમવારે અહીં વાનખેડે સ્ટેડિયમ પર ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી સિઝનની એક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે બાથ ભીડશે ત્યારે તેમનો ઇરાદો છેલ્લી મેચમાં મળેલી હારને ભુલીને ફરી જીતના ટ્રેક પર પરત ફરવાનો હશે, જ્યારે વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ આરસીબીએ કિંગ્સ ઇલેવન પંજાબને છેલ્લી મેચમાં મોહાલી ખાતે હરાવ્યું તે પછી હવે તેમનો ઇરાદો જીતની પરંપરા જાળવી રાખીને મુંબઇને પણ તેના ઘરમાં પછાડવાનો રહેશે. આરસીબી પોતાની પહેલી છ મેચ હારી ચુક્યું છે અનેં સાતમી મેચમાં તેણે પંજાબને હરાવીને પોતાનો પહેલો વિજય મેળવ્યો છે. હાલના સમયે મુંબઇની ટીમ 7 મેચમાં 4માં જીત અને 3 હાર સાથે…
હૈદરાબાદ : દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન કોલિન મુનરોનું માનવુ છે કે ટી-20 ક્રિકેટને ઋષભ પંત જેવા આક્રમક બેટ્સમેનની જરૂર છે. પંતે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 46 રન કર્યા તે પહેલા તેણે મુંબઇ ઇન્ડિયન્સ સામે 27 બોલમાં 78 રન કર્યા હતા. મુનરોએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દિલ્હી કેપિટલ્સની ટીમ 39 રનથી જીતી તે પછી કહ્યું હતું કે ઋષભ પંતનેં પોતાની ગેમની સારી સમજ છે અને તે ચોથા, પાંચમા કે છઠ્ઠા ગમે તે ક્રમે રમે તેની રમત એકસરખી રહે છે. આપણાને ટી-20 ક્રિકેટમાં તેના જેવા ખેલાડીની જરૂર છે. તેણે કહ્યું હતું કે અમારી ટીમમાં ઘણાં યુવા ખેલાડીઓ છે અને તેમને પોતાની રમત અંગે પૂરતી…
સિડની : ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ ટીમમાં પસંદ થયેલા ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મીથ આ મહિનાના અંતે પોતપોતાની આઇપીએલ ટીમને છોડીને સ્વદેશ ભેગા થશે, આ બંને 2 મેચથી શરૂ થઇ રહેલા નેશનલ ટીમના પ્રેક્ટિસ કેમ્પમાં ભાગ લેશે. બોલ ટેમ્પરિંગને કારણે એક વર્ષનો પ્રતિંબધ હાલમાં જ પુરો કરનાર ડેવિડ વોર્નર સનરાઇઝર્સ હૈદરાબાદ અને સ્ટીવ સ્મીથ રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે. વોર્નર હાલની આઇપીએલમાં 400 રન કરીને ઓરેન્જ કેપ મેળવી ચુક્યો છે. જયારે સ્મીથે 7 મેચમાં 186 રન કર્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેર કર્યું છે કે આઇસીસી વર્લ્ડ કપ માટે પસંદ થયેલી 15 સભ્યોની ટીમ 2 મેથી બ્રિસ્બેનમાં નેશનલ ક્રિકેટ સેન્ટરમાં પ્રેક્ટિસ કરશે.…
સિડની : ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડમાં રમાનારા આઇસીસી વનડે વર્લ્ડ કપ માટે પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. રસપ્રદ વાત એ છે કે આ ટીમમાં ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મીથની વાપસી થઇ છે જ્યારે જોશ હેઝલનવુડ અને પીટર હેન્ડ્સકોમ્બને બાકાત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ઇજાને કારણે ટીમમાંથી બહાર મિચેલ સ્ટાર્કને પણ 15 સભ્યોની આ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બોલ ટેમ્પરિંગ વિવાદને કારણે 1 વર્ષના પ્રતિબંધને હાલમાં જ પુરો કરનારા વોર્નર અને સ્મીથની ટીમમાં વાપસી નક્કી જ હતી. હાલમાં બંને ખેલાડી આઇપીએલમાં રમી રહ્યા છે અને તેમાં વોર્નર જોરદાર ફોર્મમાં છે. બે દિગ્ગજ ખેલાડીઓની ટીમમાં વાપસી થઇ છે. તો ટીમમાં…
હૈદરાબાદ : અહીંના મેદાન પર દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ભુવનેશ્વર કુમારે બે વિકેટ લીધી તેની સાથે જ હૈદરાબાદ વતી આઇરપીએલમાં તેની 100 વિકેટ પુરી થઇ હતી. લાંબા સમયથી હૈદરાબાદની ટીમ સાથે જોડાયેલો ભુવનેશ્વર બે વાર પર્પલ કેપ પણ જીતી ચુક્યો છે. હાલમાં આઇપીએલમાં ભુવનેશ્વરના નામે 109 મેચમાં 125 વિકેટ બોલે છે અને તેની ઇકોનોમી રેટ માત્ર 7.26 અને એવરેજ 23.43 જેવી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 5/19નું રહ્યું છે. તેણે મેચમાં પહેલી ઇનિંગ પુરી થઇ તે પછી કહ્યું હતું કે હૈદરાબાદ વતી 100 વિકેટ પુરી કરી તેનાથી હું સારું અનુભવી રહ્યો છું. જ્યારે તમે ઇજાને કારણે બહાર થાવ છો ત્યારે તે…
નવી દિલ્હી : ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ આ સિઝનમાં ફરી એકવાર ધમાલ મચાવી રહી છે અને તેણે પોતાની 8 મેચમાંથી 7 મેચ જીતીને પ્લે ઓફની રેસમાં સૌથી આગળ ચાલી રહી છે. સીએસકેની મેચ પછી હંમેશા એમએસ ધોનીની પુત્રી ઝીવા પર બધાનું ધ્યાન રહે છે. When you receive your award once again and get to learn how to wear the cap yellovingly! #WhistlePodu #Yellove #KKRvCSK ?? @ImranTahirSA @DJBravo47 pic.twitter.com/nquXsFTiR8 — Chennai Super Kings (@ChennaiIPL) April 14, 2019 રવિવારની મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ જીતી તે પછી ઝીવા ધઓની સીએસકેના ખેલાડી ડ્વેન બ્રાવોને કેપ કેવી રીતે પહેરવી તે…