ચેન્નઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019માં ચેન્નઇ સુપર કિંગ્સના સ્પિનરે જોરદાર પ્રદર્શન કર્યુ છે. જો કે તેમની વચ્ચે મીડિયમ પેસર દીપક ચાહર પણ ચુપકીદીથી પોતાનું કામ કરી રહ્યો છે. મંગળવારની મેચમાં તેણે ફરી એકવાર પોતાની ઉપયોગીતા સાબિત કરીને શરૂઆતની વિકેટો ઉપાડી હતી. મુળ રાજસ્થાનના આ યુવા ઝડપી બોલર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આશાને ફળીભૂત કરીને કોલકાતા નાઇટ રાઇડર્સને શરૂઆતમાં ઝાટકા આપ્યા હતા અને તેમાંથી કેકેઆરની ટીમ બહાર આવી શકી નહોતી. મુંબઇ ઇન્ડિયન્સ સામેની મેચમાં બ્રાવોને હેમસ્ટ્રીંગ ઇન્જરી થયા પછી એ મેચમાં દીપકે અંતિમ ઓવરોમાં બોલિંગ કરવી પડી હતી. આ પહેલા ક્યારેય તેણે ડેથ ઓવરમાં બોલિંગ કરી નહોતી. દીપક હવે ડેથ…
કવિ: Sports Desk
કુઆલાલમ્પુર : ભારતીય મહિલા હોકી ટીમે અહીં રમાઇ રહેલી પાંચ મેચોની સિરીઝની ચોથી મેચમાં યજમાન મલેશિયાને ૧-૦થી હરાવીને સિરીઝમાં ૩-૦ની અજેય સરસાઇ મેળવી લીધી હતી. ભારતીય મહિલા ટીમે પહેલી મેચ ૩-૦થી જ્યારે બીજી મેચ ૫-૦થી જીતી હતી. તે પછી ત્રીજી મેચ ૪-૪થી ડ્રો રહી હતી અને બુધવારે રમાયેલી ચોથી મેચમાં ભારતીય મહિલાઓઍ ૧-૦થી વિજય મેળવ્યો હતો. ચોથી મેચમાં ભારત વતી ઍકમાત્ર ગોલ લાલરેમસિયામીઍ ૫૫મી મિનીટમાં કર્યો હતો. આ મેચમાં યજમાન મલેશિયાઍ મજબૂત શરૂઆત કરીને બીજી જ મિનીટમાં પેનલ્ટી કોર્નર મેળવી લીધો હતો, જા કે ગોલકીપર સવિતાઍ જારદાર ડિફેન્સ વડે તેમનો પ્રયાસ મારી હઠાવ્યો હતો. તેની બીજી મિનીટે ભારતીય ટીમને મળેલો…
મુંબઇ : કેએલ રાહુલે બુધવારે મુંબઇ ઇન્ડિયન્સ સામેની મેચમાં પોતાની આઇપીએલ કેરિયરની પહેલી સદી ફટકારી હતી. રાહુલે 64 બોલમાં 100 રનની ઇનિંગ રમી હતી, રાહુલે અંતિમ ઓવરોમાં આક્રમકતા અપનાવીને જોરદાર ફટકાબાજી કરી હતી અને અંતિમ ઓવરમાં જ તેણે પોતાની સદી પુરી કરી હતી. આ દરમિયાન તેણે પોતાના મિત્ર અને મુંબઇ ઇન્ડિયન્સના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ઓવરમાં ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. હાર્દિકે ફેંકેલી એ 19મી ઓવરમાં કુલ 25 રન આવ્યા હતા. કિંગ્સ ઇલેવનની ઇનિંગ પુરી થઇ તે પછી હાર્દિક પંડ્યા અને રાહુલ બંને ભેટ્યા હતા. ઇન્ડિયન પ્રીમિયર લીગના સત્તાવાર ટિ્વટર હેન્ડલ પર તેનો એક વીડિયો મુકીને કેપ્શન લખાઇ છે કે ‘સ્પિરીટ ઓફ…
સિંગાપોર : ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ ડેન્માર્કની મિયા બ્લિચફીલ્ટને સીધી ગેમમાં હરાવીને ગુરૂવારે અહીં સિંગાપોર ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આ સિવાય પારુપલ્લી કશ્યપ અને કિદામ્બી શ્રીકાંતે પણ પોતાની પહેલા રાઉન્ડની મેચ જીતીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. ચોથી ક્રમાંકિત સિંધુએ વિશ્વની 22મી ક્રમાંકિત મિયાને 39 મિનીટમાં 21-13, 21-19થી હરાવી હતી. ડેન્માર્કની આ ખેલાડી સામે સિંધુનો આ સતત બીજો વિજય હતો. સિંધુ હવે ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ જૂનિયર ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલિસ્ટ ચાઇનીઝ ખેલાડી કાઇ યાનયાન સામે રમશે. ગઇકાલે સાઇનાઍ ઇન્ડોનેશિયન ખેલાડી યુલિયા યોસેફિન સુસાંતોને ૨૧-૧૬, ૨૧-૧૧થી હરાવીને આગેકૂચ કરી હતી. સાઇનાનો સામનો હવે થાઇલેન્ડની…
જયપુર : ચેન્નઇ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ગુરૂવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં પોતાના નામની સાથે વધુ એક રેકોર્ડ જોડવાની તૈયારીમાં છે. ધોની આઇપીએલના ઇતિહાસમાં 100 વિજય મેળવનારો પહેલો કેપ્ટન બનવાથી માત્ર એક વિજય દૂર છે અને આજે અહીં રમાનારી રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં તે આ સિદ્ધિ મેળવી શકે છે. રાજસ્થાન રોયલ્સ સામેના ચેન્નઇ સુપર કિંગ્સના રેકોર્ડને જો ધ્યાને લઇએ તો એવું જણાય છે કે ધોની માટે આ રેકોર્ડ આજે પુરો કરવો કોઇ મુશ્કેલ કામ નહીં જ હોય. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ મેચમાં કેપ્ટનશિપ કરવાનો રેકોર્ડ પણ ધોનીના નામે જ છે. ભારતીય ટીમના આ માજી કેપ્ટને આઇપીએલમાં કુલ…
જયપુર : પોતાના ઘર આંગણેના મેદાન પર અજેય રહેનારી ચેન્નઇ સુપર કિ્ંગ્સની ટીમ આવતીકાલે અહીં સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં યજમાન રાજસ્થાન રોયલ્સ સામે મેદાને ઉતરશે ત્યારે તેમની નજર પોતાનો વિજય રથ આગળ ધપાવવા પર હશે. સામે પક્ષે ચેન્નઇના હોમ ગ્રાઉન્ડ પર 8 રને હારેલી રાજસ્થાન રોયલ્સની ટીમ પોતાની હારનો બદલો ચુકવવા માગશે. જો કે ચેન્નઇને પછાડવા માટે રાજસ્થાને ઍડી ચોટીનું જાર લગાવવું પડી શકે છે. કારણ આઇપીઍલના ઇતિહાસ પર નજર નાંખીઍ તો બંને વચ્ચે જે 21 મેચ રમાઇ છે તેમાંથી 13માં સીઍસ કે વિજેતા બન્યું છે. પોતાના હોમ ગ્રાઉન્ડ પર રાજસ્થાને જો કે ચેન્નઇને પછાડવા માટે ઍડીચોટીનું જાર લગાવવું પડશે ચેન્નઇની…
મુંબઇ : સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત બીસીસીઆઇ લોકપાલ નિવૃત્ત જસ્ટિસ ડી કે જૈને બુધવારે ઍવું કહ્યું હતું કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બેટ્સમેન લોકેશ રાહુલ કેસ બાબતે તેઓ ખુબ ઝડપથી પોતાનો નિર્ણય સંભળાવશે. ટીવી શો કોફી વીથ કરણમાં વિવાદાસ્પદ ટીપ્પણી કરવા મામલે વિવાદમાં સપડાયેલા લોકેશ રાહુલે બુધવારે લોકપાલ જૈન સમક્ષ હાજર રહીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો, આ પહેલા હાર્દિકે મંગળવારે લોકપાલ સામે હાજરી પુરાવી હતી. જસ્ટિસ જૈને આ વિવાદ મામલે બંનેને ગત અઠવાડિયે જ નોટિસ મોકલીને સુનાવણી માટે હાજર રહેવાનો નિર્દેશ કર્યો હતો. જસ્ટિસ જૈન આ બાબતે પોતાનો જે કંઇ પણ નિર્ણય હશે તે વિનોદ રાયની આગેવાની હેઠળની વહીવટદારોની…
લંડન : ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને બુધવારે સતત ત્રીજીવાર વિઝડન ક્રિકેટર્સ ઍલ્મનેકે વર્ષના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ કર્યો હતો કોહલીઍ 2018માં ક્રિકેટના તમામ ફોર્મેટ મળીને 2735 રન કર્યા છે. તેને વિઝડન ક્રિકેટર ઓફ ધ યરના ઍવોર્ડની ઉપરાંત ટેમી બ્યુમોન્ટ, જાસ બટલર, સેમ કરેન અને રોરી બર્ન્સની સાથે વિઝડનના સર્વશ્રેષ્ઠ પાંચ ક્રિકેટરોમાં પણ પસંદ કરાયો હતો. વિરાટ પહેલા બ્રેડમેન 10 વાર અને જેક હોબ્સ 8 વાર ક્રિકેટર ઓફ ધ યર બન્યા છે ભારતીય કેપ્ટન કોહલી સતત ત્રણવાર આ સન્માન મેળવનાર વિશ્વનો માત્ર ત્રીજો ક્રિકેટર છે. તેના પહેલા ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ડોન બ્રેડમેન 10 વાર અને ઇંગ્લેન્ડના ખેલાડી જેક હોબ્સ 8 વાર…
મુંબઇ : ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા વર્લ્ડકપ માટેની ટીમ પસંદગીના 5 દિવસ પહેલા જમણા પગના સ્નાયુમાં ઇજાને કારણે આઇપીઍલની મેચમાંથી બહાર બેઠો છે. આઇપીઍલની છેલ્લી 11 સિઝનમાં પહેલીવાર રોહિત શર્મા આઇપીઍલની કોઇ મેચમાંથી બહાર રહ્યો છે. મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા ઍક નિવેદનમાં કહેવાયું હતું કે રોહિત શર્માના જમણા પગના સ્નાયુમાં પ્રેકિટસ દરમિયાન ઇજા થઇ હતી. તે છેલ્લા 24 કલાકમાં ઝડપથી સાજા થઇ રહ્યો છે. અગમચેતીના કારણોસર અમે તેને આજે કિ્ંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાંથી આરામ આપવાનો નિર્ણય કર્યો છે. પાંચ દિવસ પછી વર્લ્ડકપ માટે ટીમની પસંદગી થવાની હોવાથી ટીમ મેનેજમેન્ટની પણ રોહિતની ઇજા પર નજર મુંબઇ ઇન્ડિયન્સના કાર્યકારી કેપ્ટન…
મુંબઇ : આજે અહી આઇપીઍલની 12મી સિઝનની 24મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે પ્રથમ દાવ લઇને ઓપનર કેઍલ રાહુલની આઇપીઍલની પહેલી સદીની મદદથી મુકેલા 198 રનના લક્ષ્યાંકને મુંબઇ ઇન્ડિયન્સે કેપ્ટન કિરોન પોલાર્ડના વિસ્ફોટક 83 રનની મદદથી 7 વિકેટના ભોગે 20મી ઓવરના છેલ્લા બોલે કબજે કરી લઇને પંજાબને 3 વિકેટે હરાવ્યું હતું. 198 રનના લક્ષ્યાંક સામે મુંબઇની શરૂઆત ઍટલી સારી રહી નહોતી અને 28 રને તેમણે રોહિતના સ્થાને સમાવેલા સિદ્ધેશ લાડની વિકેટ ગુમાવી હતી. તે પછી ક્વિન્ટોન ડિ કોક અને સૂર્ય કુમાર યાદવ સ્કોરને 56 સુધી લઇ ગયા તે પછી 94 રનના સ્કોર સુધીમાં મુંબઇઍ વધુ 3 વિકેટ ગુમાવી હતી. પોલાર્ડ અંતિમ ઓવરમાં…