કવિ: Sports Desk

મુંબઇ : અંડર 19 વર્લ્ડ કપમાં ભારતની જીતનો સ્ટાર બનીને ઉભરેલો કમલેશ નાગરકોટી માટે સફળતા જાણે કે થોડો સમયની ઉજવણી સાબિત થઇ હોય તેવું લાગી રહ્યું છે. ફેબ્રુઆરી 2018માં અંડર-19 ભારતીય ટીમ વર્લ્ડ કપમાં જોરદાર જીત પછી પૃથ્વી શો, શુભમન ગીલ અને શિવમ માવીની સાથે કમલેશ નાગરકોટીનું નામ પણ ચર્ચામાં રહ્યું હતું. નાગરકોટીના જોરદાર પ્રદર્શનને ધ્યાને લઇને ગત આઇપીએલ સિઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 3.2 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જો કે ઇજાને કારણે કમલેશ નાગરકોટીનું આઇપીએલમાં રમવાનું સપનું પુરૂ થઇ શક્યું નહોતું. ઇજાને કારણે આ યુવા ઝડપી બોલર છેલ્લા 14 મહિનાથી ક્રિકેટ મેદાનથી દૂર છે અને આઇપીએલની ગત…

Read More

ચેન્નઇ : કોલકાતા નાઇટ રાઇડર્સ સામે આઇપીએલની મેચ જીત્યા પછી ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે હરભજન સિંહ અને ઇમરાન તાહિર ઓલ્ડ વાઇનની જેમ સતત પરિપક્વ થઇ રહ્યા છે અને તેમણે ફરી એકવાર એવું સાબિત કરી દીધું છે કે ઉમંર માત્ર એક આંકડો છે. ધોનીએ મેચ પછી કહ્યું હતું કે ઉમંર જાણે કે આ બંનેની તરફેણમાં છે. તેઓ વાઇન જેવા છે અને સતત પરિપક્વ થઇ રહ્યા છે. તેણે કહ્યું હતું કે અમારું બોલિંગ આક્રમણ બઘુ મળીને સારું લાગે છે પણ જ્યારે અમે કોઇ સારી ટીમ સામે સપાટ વિકેટ પર નાની બાઉન્ડ્રી સાથે રમશું ત્યારે અમને એ…

Read More

સિંગાપોર : ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ અને સાઇના નેહવાલે બુધવારે અહીં મહિલા સિંગલ્સમાં પોતપોતાની મેચ જીતી લઇને સિંગાપોર ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. કોર્ટ પર સૌથી પહેલા ઉતરેલી ચોથી ક્રમાંકિત સિંધુએ ઇન્ડોનેશિયાની લેની એલસાન્દ્રા મૈનાકી સામેની એકતરફી મેચમાં માત્ર 27 મિનીટમાં જ 21-9, 21-7થી સીધી ગેમમાં વિજય મેળવ્યો હતો. હવે તે આગલા રાઉન્ડમાં ડેન્માર્કની મિયા બ્લિચફેલ્ટ સામે રમશે. તેના પછી કોર્ટ પર ઉતરેલી સાઇનાએ એક અન્ય ઇન્ડોનેશિયન ખેલાડી યુલિયા યોસેફિન સુસાંતોને 21-16, 21-11થી હરાવીને આગેકૂચ કરી હતી. સાઇનાનો સામનો હવે પોતાના જ દેશની મુગ્ધા અગ્રે અને થાઇલેન્ડની પોનર્પાવી ચોચુવોંગ વચ્ચે થનારી મેચના વિજેતા સાથે થશે.…

Read More

ચેન્નઇ : મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળ ચેન્નઇ સુપર કિંગ્સે પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી તમામ મેચ જીતી છે, જોકે તે છતાં ધોની પોતાના હોમ ગ્રાઉન્ડની પીચથી ખુશ નથી. મંગળવારે સીએસકેએ કોલકાતા નાઇટ રાઇડર્સને 7 વિકેટે હરાવીને અહીં અજેય રહેવાની પરંપરા જાળવી રાખી હતી, જો કે તે છતાં ધોનીને અહીંની પીચ અંગે નારાજી વ્યક્ત કરી હતી. ધોનીએ કહ્યું હતું કે મને નથી લાગતું કે આ પીચ પર અમારે વધુ રમવું જોઇએ. આ પીચ પર મોટો સ્કોર બનાવવો સંભવ નથી. બ્રાવો ઇજાગ્રસ્ત થયો તે પછી અમારે વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે પીચ બાબતે નિરાશા છતાં અમે વિજય…

Read More

નવી દિલ્હી : ઍશિયન ચેમ્પિયન ગોળા ફેંક ખેલાડી મનપ્રીત કૌરના સેમ્પલ ચાર વાર પોઝિટિવ આવતાં નેશનલ ઍન્ટી ડોપિંગ ઍજન્સી (નાડા)ઍ તેને પ્રતિબંઘિત કરી દીધી હતી. નાડાની ઍન્ટી ડોપિંગ ડિસીપ્લીનરી પેનલના જણાવ્યા અનુસાર મનપ્રીત પર આ પ્રતિબંધ 4 વર્ષ સુધી લાગુ રહેશે જેની શરૂઆત 20 જુલાઇ 2017થી થશે. નાડાના નિર્દેશક નવીન અગ્રવાલે જણાવ્યું હતું કે હાં મનપ્રીત કૌરને ચાર વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવી છે. તેની પાસે જો કે ઍન્ટી ડોપિંગ અપીલ પેનલ સામે અપીલ કરવાની તક છે. આ નિર્ણયને કારણે મનપ્રીત 2017માં ભુવનેશ્વરમાં થયેલી ઍશિયન ચેમ્પિયનશિપમાં મળેલો ગોલ્ડ મેડલ અને પોતાનો નેશનલ રેકોર્ડ ગુમાવી દેશે, કારણકે પેનલે તેને સેમ્પલ લેવાયા…

Read More

મુંબઇ : મુંબઇ ઇન્ડિયન્સની ટીમ બુધવારે પોતાના હોમ ગ્રાઉન્ડ પર જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબ સામે મેદાને ઉતરશે ત્યારે તેમનો ઇરાદો કિંગ્સ ઇલેવન સામે મળેલા પરાજયનો બદલો વાળવાનો રહેશે. બંને ટીમો વચ્ચે છેલ્લે મોહાલીમાં રમાયેલી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. જો કે વાનખેડેના પોતાના હોમ ગ્રાઉન્ડ પર મુંબઇની ટીમને હરાવવી અઘરી છે. મુંબઇઍ ચેન્નઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ જેવી ટીમને હરાવીનેછેલ્લી બે મેચ જીતી હોવાથી જુસ્સો બુલંદ મુંબઇઍ ડિફેન્ડીંગ ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સ અને રનર્સઅપ સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યા હતા. આ બંને વિજય મુંબઇની ઓલરાઉન્ડ બોલિંગ અને ઓછા સ્કોરને બચાવનારા બોલરોના જોરે મળ્યા છે. સાથે જ મુંબઇ…

Read More

સિડની : ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડકપ ૨૦૧૯માં રેટ્રો લુકમાં જાવા મળી શકે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માટે ડ્રેસ તૈયાર કરતાં ઍસિક્સ દ્વારા મંગળવારે વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયાનો ડ્રેસ જાહેર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમની આ નવી ટી-શર્ટ મુળ તો પીળા રંગની જ છે અને તેમાં કોલરનો ભાગ લાઇમ ગ્રીન છે. જ્યારે પેન્ટની કિનારીની નીચે ઍક પાતળી લીલી પટ્ટી બનેલી છે. આ નવો ડ્રોસ આ વર્ષે જાન્યુઆરીમાં ભારતીય ટીમ સામે રમાયેલી વનડે સિરીઝ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમ દ્વારા પહેરાયેલો ડ્રેસ જેવો જ આ ડ્રેસ છે. ઐઆ ડ્રેસ ૧૯૮૬માં ઍલન બોર્ડરના સુકાનીપદ હેઠળ ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતીય ટીમ સામેની સિરીઝમાં પહેરેલા ડ્રેસમાંથી પ્રેરણા લઇને તૈયાર કરાયો હતો.

Read More

મોહાલી : સનરાઇઝર્સ હૈદરાબાદના મધ્યમ ઝડપી બોલર સંદીપ શર્માઍ પોતાની ટીમના નબળા મિડલ ઓર્ડરનો બચાવ કરતાં કહ્યું હતું કે ઍક નિષ્ફળતા આધારે કોઇ મત નક્કી કરી લેવો યોગ્ય નથી. સનરાઇઝર્સની ટીમ સોમવારે કિંગ્સ ઇલેવન પંજાબ સામે 6 વિકેટે હારી તેમાં ઓપનર ડેવિડ વોર્નરે તો સર્વાઘિક રન બનાવ્યા પણ મિડલ ઓર્ડરના બેટ્સમેન ચાલ્યા નહોતા. સંદીપે મિડલ ઓર્ડર બાબતે ક્હ્યું હતું કે અમારા ઓપનર જ ઍટલું સારું પ્રદર્શન કરતાં હતા કે મિડલ ઓર્ડરની કસોટી જ થતી નહોતી. આ મેચમાં પણ વોર્નરે રન બનાવ્યા, ઍક જ મેચમાં મિડલ ઓર્ડર ન ચાલ્યું તેથી તેના આધારે કોઇ મત ન બાંધી શકાય.

Read More

ચેન્નઇ : આજે અહીં રમાયેલી આઇપીઍલની 12મી સિઝનની ઍક મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને ખાસ તો આન્દ્રે રસેલના ચાહકોને ધ રસેલ શો જાવા મળ્યો નહોતો. રસેલેની અર્ધસદીના પ્રતાપે જ કેકેઆર 9 વિકેટે 108 રન કરી શક્યું હતુ. 109 રનના લક્ષ્યાંકને ડુ પ્લેસિસની ધૈર્યસભર ઇનિગને કારણે 17.2 ઓવરમાં 3 વિકેટેના ભોગે વટાવીને ચેન્નઇઍ ઘરઆંગણે અજેય રહેવાનો પોતાનો રેકોર્ડ જાળવી રાખ્યો હતો. 109 રનના લક્ષ્યાંક સામે 5 ઓવરમાં 35 રને તેમણે બે વિકેટ ગુમાવી હતી. જો કે તે પછી ડુ પ્લેસિસે રાયડુ સાથે મળીને 46 રનની ભાગીદારી કરી હતી. રાયડુ 21 રન કરીને આઉટ થયો હતો તે પછી ડુ પ્લેસિસે કેદાર જાદવ…

Read More

લંડન : ઇંગ્લેન્ડના માજી કેપ્ટન માઇકલ વોને એવું નિવેદન કર્યું છે કે હવે એ સમય આવી ગયો છે કે જ્યારે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને વર્લ્ડ કપ પહેલા આરામ આપવામાં આવે. એ ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીની ટીમ આરસીબી હાલની આઇપીએલમાં પોતાની પ્રથમ છ મેચમાંથી એક પણ મેચ જીતી શકી નથી અને સતત છ મેચ હારવાના કારણે નોકઆઉટમાં સ્થાન મેળવવા માટે તેને કોઇ ચમત્કારની જ જરૂર છે. માઇકલ વોનનું માનવું છે કે મોટી ટુર્નામેન્ટ પહેલા કોહલીને બ્રેક આપવામાં આવે તે નિર્ણય સારો ગણાશે. વોને ટિ્વટ કરીને કહ્યું હતું કે ભારતીય ટીમ મેનેજમેન્ટ અને ક્રિકેટ બોર્ડ સમજદાર હોય તો તેઓ વિરાટ…

Read More