કવિ: Sports Desk

મેલબોર્ન : ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે આઇપીએલની ગત સિઝન ઇજાને કારણે ગુમાવવા મામલે એક વીમા કંપની પર 1.53 કરોડ ડોલરના વળતરનો દાવો માંડ્યો છે. તેણે માંડેલા આ દાવા મામલે કાનૂની કાર્યવાહી શરૂ થઇ છે. લંડનની એક વીમા કંપનીએ સ્ટાર્ક ઇજાને કારણે આઇપીએલ સિઝન નહીં રમી શકે તે બાબતનો વીમો ઉતાર્યો હતો. સ્ટાર્કને ગત વર્ષે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ દરમિયાન ઇજા થઇ હતી અને તે પછીની ટેસ્ટમાં ફરી ઇજા થતાં તેના કારણે તે આઇપીએલની ગત આખી સિઝન રમી શક્યો નહોતો. સ્ટાર્કે ગત અઠવાડિયે વિક્ટોરિયન કાઉન્ટી કોર્ટમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે રમવા માટે થયેલી 12.5 કરોડ રૂપિયાની ડીલ બાબતે પોતાનો…

Read More

કરાચી : પાકિસ્તાની ખેલાડીઓની ફિટનેસ હંમેશા ચિંતાનો વિષય રહી છે. હવે જ્યારે વર્લ્ડ કપ શરૂ થવા આડે મહીનાથી પણ ઓછો સમય બચ્યો છે ત્યારે ફરી એકવાર પાકિસ્તાની ખેલાડીઓની ફિટનેસ અને ડાયેટ પ્લાન ચર્ચાનો વિષય બની ગયા છે. પાકિસ્તાની ખેલાડીઓની ફિટનેસ બાબતે સવાલ કરનારાઓમાં હવે માજી દિગ્ગજ ઓલરાઉન્ડર અને કેપ્ટન વાસીમ અકરમનું નામ જોડાયું છે. અકરમે પાકિસ્તાની ટીમ મેનેજમેન્ટની ટીકા કરતાં કહ્યું હતું કે ખેલાડીઓને હજુ પણ બિરયાની ખવડાવવામાં આવી રહી છે. પાકિસ્તાની પત્રકાર સાદ સાજિદના જણાવ્યા અનુસાર વસીમ અકરમે કહ્યું છે કે પાકિસ્તાની ખેલાડીઓને હજુ પણ બિરયાની ખવડાવવામાં આવે છે અને તમે ચેમ્પિયન્સનો મુકાબલો બિરયાની ખવડાવીને ન કરી શકો. એ…

Read More

નવી દિલ્હી : આવતા મહિનાથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી આગામી 15 એપ્રિલે મુંબઇમાં થવાની છે. વહીવટદારોની સમિતિ (સીઓએ) અને પદાધિકારીઓએ સોમવારે એક બેઠક કરીને આ નિર્ણય કર્યો હતો. ત્યારે હવે મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે એવું સ્પષ્ટ કરી દીધું છે કે તેમની પસંદગી સમિતિના સભ્ય ટીમ પસંદ કરતી વખતે આઇપીએલના પ્રદર્શનને એટલું મહત્વ નહીં આપે. પસંદગી સમિતિના અધ્યક્ષ પ્રસાદે કહ્યું હતું કે મને નથી લાગતું કે અમે આઇપીએલને ધ્યાને લઇ રહ્યા છીએ. તેમને જ્યારે એવું પુછાયું કે શું આઇપીએલમાં કરાયેલું મજબૂત પ્રદર્શન શું કોઇ નિર્ધારિત સ્લોટ ભરવામાં મદદ કરી શકશે, ત્યારે તેમણે જવાબ…

Read More

મુંબઇ : ઇંગ્લેન્ડની યજમાનીમાં રમાનારા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી 15 એપ્રિલે થવાની છે. એવું માનવામાં આવે છે કે ટીમના 15 સંભવિતોમાંથી મોટાભાગના સ્થાન નક્કી થઇ ગયા છે, જો કે આ મોટી જાહેરાત પહેલા 2 મુખ્ય ખેલાડીઓનો કેસ અટકી પડ્યો છે. કરણ જોહરના શો કોફી વિથ કરણમાં વિવાદી ટીપ્પણી કરીને ફસાયેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બેટ્સમેન લોકેશ રાહુલના આ વિવાદી કેસની સુનાવણી આજથી મતલબ કે મંગળવારથી શરૂ થઇ રહી છે. બંને ખેલાડીને નિવૃત્ત જસ્ટિસ ડી કે જૈન દ્વારા મોકલાયેલી નોટિસ સંદર્ભે હાર્દિક પંડ્યા મંગળવારે જ્યારે લોકેશ રાહુલે તેના બીજા દિવસે બુધવારે તેમની સામે હાજર થવાનું છે. ફેબ્રુઆરીમાં…

Read More

પણજી : માજી ભારતીય કેપ્ટન અને મુખ્ય પસંદગીકાર રહી ચુકેલા દિલીપ વેંગસરકરનું માનવું છે કે વિરાટ કોહલીને તેના આઇપીએલના પ્રદર્શનના આધારે પારખવો યોગ્ય નથી. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આઇપીએલની 12મી એડિશનમાં સતત 6 મેચ હારી ચુકી છે અને હજુ સુધી તેનું જીતનું ખાતું ખુલ્યું નથી. વેંગસરકરે એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આઇપીએલમાં પ્રદર્શન કોઇપણ ખેલાડી બાબતે મત બનાવી લેવાનું યોગ્ય નહીં ગણાય. વિરાટ શાનદાર ફોર્મમાં છે અને તે દિગ્ગજ બેટ્સમેનોમાંથી એક છે. કેપ્ટન તરીકે તે સતત પોતાની જાતને નિખારી રહ્યો છે. ગોવા આવેલા આ માજી ખેલાડીએ કહ્યું હતું કે વિરાટે ટેસ્ટ અને વનડેમાં…

Read More

ચેન્નઇ : આઇપીઍલની ૧૨મી સિઝનમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સ જારદાર ફોર્મમાં છે, તેમણે અત્યાર સુધી રમેલી પાંચ મેચમાંથી માત્ર ઍક મેચ મુંબઇ સામે હારી છે અને બાકીની તમામ મેચ તેણે જીતી છે, ત્યારે આવતીકાલે મંગળવારે તેઓ જ્યારે અંહીના ઍમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર બે વારની ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ સામે મેદાને ઉતરશે ત્યારે બધાની નજર બીજા કોઇ પર નહીં પણ આન્દ્રે રસેલ પર રહેશે અને ધોની તેની સામે કઇ વ્યુહરચના અજમાવે તેના પર પણ બધાનું ધ્યાન રહેશે. તોફાની વાવાઝોડાની જેમ બેટિંગ કરતાં રસેલને રોકવા ધોનીઍ આગવી વ્યુહરચના ઘડવી પડશે આન્દ્રે રસેલ કોલકાતાની આગવી તાકાત બની ગયો છે અને જે રીતે…

Read More

ચેન્નઇ : ચેન્નઇ સુપર કિંગ્સના સૌથી કૂલ ક્રિકેટર તરીકે જાણીતો ડ્વેન બ્રાવો હવે હેર સ્ટાઇલિસ્ટ બન્યો છે. સીઍસકેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી બ્રાવોના કેટલાક ફોટા શેર કરવામાં આવ્યા છે, જેમાં તે હેર કટ કરતો નજરે પડે છે. બ્રાવોઍ પોતાની ટીમના સાથી ખેલાડી મોનુ સિંહના હેર કટ કર્યા છે. સીઍસકેઍ ફોટા શેર કરીને કેપ્શન આપી હતી કે ચેમ્પિયન! મોનુ સિંહને નવા થાલા (સીઍસકે ખેલાડી)નો મેકઅોવર આપતા. અને હવે જુઅો સ્ટાઇલ કરનાર અને ઍ સ્ટાઇલ કરાવનાર બંને કેટલા ખુશ છે. સોશિયલ મીડિયા પર તેના ફોટો પર ફટાફટ કોમેન્ટ આવવાની શરૂ થઇ હતી.

Read More

મોસ્કો : બેટન રશિયા ઍરિયામાં ઍક ઍફર્ટ દરમિયાન અમેરિકાની જિમ્નાસ્ટ સેમ સેરિયોના બંને પગ તુટી ગયા હતા. ઓબર્ન યુનિવર્સિટીની વરિષ્ઠ પ્લેયર સેમ ડબલ ફ્રન્ટ ફિલપ કરવાનો પ્રયાસ કરી રહી હતી, જો કે મેટ પર લેન્ડિંગ વખતે તેના પગ લપસ્યા અને તેના કારણે તેના બંને પગ તુટી ગયા હતા. પોતાને થયેલી ઇજાથી સેમ ઘણી નિરાશ થઇ હતી અને તેણે કહ્યું હતું કે ગઇકાલનો દિવસ ઍક જિમ્નાસ્ટ તરીકે મારો અંતિમ દિવસ હતો. 18 વર્ષો પછી આખરે હું મારી જસને હેંગર પર લટકાવી રહી છું. આ દરમિયાન હું ઍ વ્યક્તિનો આભાર માનવા માગુ છું જેના કારણે હું અહીં સુધી પહોંચી. સેમે કહ્યું હતું…

Read More

સિંગાપોર : ઓલિમ્ક્સિ સિલ્વર મેડલિસ્ટ પીવી સિંધુ હાલના પોતાના નિરાશાજનક પ્રદર્શનને ભુલાવીને મંગળવારથી અહીં શરૂ થઇ રહેલી 3,55,000 ડોલરનું ઇનામ ધરાવતી સિંગાપોર ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટથી ફોર્મમાં પાછા ફરવાની આશા રાખે છે. સિંધુ ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપના પહેલા રાઉન્ડમાં હારી હતી, જ્યારે મલેશિયા ઓપનમાં તે બીજા રાઉન્ડથી આગળ વધી શકી નહોતી. આ બંને ટુર્નામેન્ટમાં તેને કોરિયાની સુંગ જી હ્યુને હરાવી હતી. તે ઇન્ડિયા ઓપનની સેમી ફાઇનલ સુધી પહોંચી હતી પણ ત્યાં તે ચીનની હી બિંગજિયાઓ સામે હારી હતી. સિંગાપોરમાં સિંધુ ભારતીય પડકારની આગેવાની સંભાળશે અને ઇન્ડોનેશિયાની લાયની ઍલેસાન્દ્રા મૈનાકી સામે રમીને પોતાનું અભિયાન તે આરંભશે. આ સિઝનમાં ટાઇટલ જીતનારી ઍકમાત્ર ભારતીય સાઇના…

Read More

નવી દિલ્હી : હોકી ઇન્ડિયા દ્વારા 45 વર્ષના માજી ઓસ્ટ્રેલિયન ખેલાડી ગ્રેહામ રીડને ભારતીય પુરૂષ ટીમના કોચ પદે નિમ્યા છે. રીડ ટૂંકમાં જ બેંગલુરૂમાં ચાલી રહેલા નેશનલ કેમ્પમાં ટીમ સાથે જાડાઇ જશે. રીડ પોતાના સમયના ઉમદા મિડ ફિલ્ડર અને ડિફેન્ડર રહી ચુક્યા છે. તેઓ ઓડિશામાં રમાનારી વર્લ્ડ સિરીઝ ફાઇનલ પહેલા ટીમ સાથે જાડાઇ જશે. હોકી ઇન્ડિયાઍ સોમવારે ઍક પ્રેસિ રિલીઝમાં આ નિમણૂંક અંગે માહિતી આપી હતી. રીડ 1992ના બાર્સિલોના ઓલમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ હતા. તેની સાથે જ તેઓ 1984, 1985 અને 1990માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમનો પણ હિસ્સો હતા. 130 ઇન્ટરનેશનલ મેચ રમનારા ગ્રેહામ રીડ 2009થી…

Read More