કવિ: Sports Desk

મોહાલી : આઇપીઍલની 22મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે મુકેલા 151 રનના લક્ષ્યાંકને કિંગ્સ ઇલેવન પંજાબે રાહુલની નોટઆઉટ 69 રન અને મયંક સાથેની તેની શતકીય ભાગીદારીના પ્રતાપે 19.5 ઓવરમાં ચાર વિકેટના ભોગે કબજે કરી લઇ 6 વિકેટે જીત મેળવી હતી. રાહુલની 69 રનની નોટઆઉટ ઇનિંગ સાથે અગ્રવાલે 55 રનની ઇનિંગ રમી 151 રનના લક્ષ્યાકની સામે પંજાબે 18 રનમાં ગેલની વિકેટ ગુમાવી તે પછી કેઍલ રાહુલ અને મયંક અગ્રવાલે બાજી સંભાળીને 114 રનની ભાગીદારી કરી હતી. તે પછી મયંક 43 બોલમાં 55 રન કરીને આઉટ થયો હતો. ઍ જ ઓવરમાં ડેવિડ મિલર પણ માત્ર 1 રન કરીને આઉટ થયો હતો. મેચ અંત સમયે…

Read More

નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) હાલમાં લગભગ અડધી મજલ કાપી ચુકી છે, જો કે મોટાભાગના ખેલાડીઓની નજર આવતા મહિનાના અંતથી ઇંગ્લેન્ડમાં રમાનારા ક્રિકેટના મહાકુંભ એવા આઇસીસી વનડે વર્લ્ડ કપ પર મંડાયેલી છે. વર્લ્ડ કપ માટે ભારતીય પસંદગીકારોએ હજુ સુધી પોતાના 15 સંભવિતોની ટીમ જાહેર કરી નથી. જેના કારણે એવું લાગે છે કે આઇપીએલમાં રમતા એ ખેલાડીઓ માટે હજુ તક ખુલ્લી છે કે જેમના નામ વર્લ્ડ કપ માટેની ટીમમાં વિચારાધીન છે. મુખ્ય પસંદગી કાર ઇશારામાં એવો સંકેત પહેલાથી આપી ચુક્યા છે કે ટી-20માં રમતા ખેલાડીઓ પર તેમની નજર છે. ભારત સહિતના તમામ દેશોએ આગામી 23 એપ્રિલ સુધીમાં પોતાની સંભવિત…

Read More

કુઆલાલમ્પુર : ચીનના દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી લિન ડેને રવિવારે અહીં મલેશિયા ઓપનની ફાઇનલમાં પોતાના જ દેશના ચેન લોંગને હરાવીને બે વર્ષમાં પ્રથમ મોટું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. પાંચવારના વર્લ્ડ ચેમ્પિયને 78 મિનીટ સુધી ચાલેલી આ મેચમાં પહેલી ગેમ ગુમાવ્યા પછી ડેને જોરદાર વાપસી કરીને મેચ જીતી લીધી હતી. વર્લ્ડ રેન્કિંગમાં 16માં સ્થાને બેઠેલા આ 35 વર્ષના ખેલાડીએ ચોથા ક્રમાંકિત ચેનને 9-21, 21-7, 21-11થી હરાવ્યો હતો. આ વિજયની સાથે જ બે વારના ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલ વિજેતાને 49 હજાર ડોલરનું રોક્ડ ઇનામ મળ્યું હતું. મહિલા સિંગલ્સની ફાઇનલમાં તાઇવાનની ટોચની ક્રમાંકિત તાઇ ઝુ યિંગે જાપાનની અકાને યામાગુચીને 21-16, 21-19થી હરાવીને ત્રીજીવાર મલેશિયન…

Read More

મોન્ટેરી : સ્પેનની સ્ટાર ટેનિસ ખેલાડી ગર્બાઇન મુગુરુઝાએ જોરદાર પ્રદર્શન કરીને મોન્ટેરી ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પોતાનું સ્થાન નિર્ધારિત કરી દીધું છે. મુગુરુઝાએ સેમી ફાઇનલમાં જોરદાર પ્રદર્શન કરીને સ્લોવાકિયાની મેગડેલેના રિબારીકોવાનો સીધા સેટમાં 6-2, 6-3થી હરાવી હતી. ડબલ્યુટીએ રેન્કિંગમાં હાલ 19મા ક્રમે બેઠેલી મુગુરુઝા હવે ફાઇનલમાં બેલારસની વિક્ટોરિયા અઝારેન્કા સામે રમશે. મુગુરુઝાને પોતાની હરીફ ખેલાડીને ઘુંટણમાં થયેલી ઇજાનો ફાયદો થયો હતો અને તેણે આ ફાયદાનો લાભ ઉઠાવીને શરૂઆત જ રિબારીકોવાની સર્વિસ બ્રેક કરીને 4-0ની સરસાઇ મેળવી લીધી હતી. રિબારીકોવાએ મેચમાં પાછા ફરવાનો પ્રયાસ કર્યો હતો પણ અંતે તે એ સેટ 6-2થી હારી ગઇ હતી અને બીજા સેટમાં પણ સ્પેનિસ ખેલાડીએ તેને…

Read More

બેંગલુરૂ : આઇપીએલમાં વિરાટ કોહલીની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને હજુ સુધી પરાજય સિવાય કંઇ હાથ લાગ્યું નથી. કોહલીની ટીમે અત્યાર સુધી છ મેચ રમી છે અને તેમાં તેનો પરાજય થયો છે. રવિવારે તેનો દિલ્હી કેપિટલ્સ સામે 4 વિકેટે પરાજય થયો છે. ટીમની આટલી ખરાબ સ્થિતિને પગલે ટીમ ઇન્ડિયાના માજી ઓપનર અને કોલકાતા નાઇટ રાઇડર્સના માજી સુકાની એવા ગૌતમ ગંભીરે આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીની કેપ્ટનશિપ સામે જ સવાલો ઊભા કર્યા છે. ગંભીરે કહ્યું હતું કે કોહલી કેપ્ટન તરીકે હજુ શિખાઉ છે. તેણે ટીમના પરાજયની જવાબદારી લેવી પડશે. ગંભીરે કહ્યું હતું કે એક બેટ્સમેન તરીકે વિરાટ ભલે શ્રેષ્ઠ હશે પણ…

Read More

નવી દિલ્હી : બંગાળ ક્રિકેટ એસોસિએશન (સીએબી)ના અધ્યક્ષ અને દિલ્હી કેપિટલ્સના સલાહકાર સૌરવ ગાંગુલીએ બીસીસીઆઇના લોકપાલ ડીકે જૈનને હિતોના ટકરાવ અંગે જવાબ મોકલીને એવી સ્પષ્ટતા કરી છે કે મારી બેવડી ભૂમિકાને પગલે 3 ક્રિકેટપ્રેમી દ્વારા જે આરોપ મુકાયો છે તે હિતોના ટકરાવની કોઇ વાત નથી. બીસીસીઆઇ લોકપાલ જૈને ગાંગુલીને હિતોના ટકરાવ મુદ્દે પોતાનો પક્ષ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું. ગાંગુલીએ કહ્યું હતું કે મેં જસ્ટિસ જૈનને મારો જવાબ 6 એપ્રિલે મોકલાવી દીધો છે. પત્રમાં કહેવાયું છે કે દિલ્હી કેપિટલ્સની સાથેની મારી ભૂમિકાને કારણે બીસીસીઆઇના બંધારણના સર્કલમાં કોઇ હિતોનો ટકરાવ અથવા વ્યવસાયિક ટકરાવ થતો નથી.તેણે કહ્યું હતું કે તે કોઇ એવી સમિતિનો…

Read More

બેંગલુરૂ : આઇપીએલની હાલની સિઝનમાં વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નસીબ આડે છવાયેલું પાંદડુ હટવાનું નામ નથી લેતું, રવિવારની મેચમાં કોહલીની આગેવાની હેઠળની આ ટીમ ટી શર્ટ બદલીને મેદાને ઉતરી હતી, જો કે તે છતાં તેમના નસીબમાં કોઇ ફેરફાર આવ્યો નહોતો અને તેઓ વધુ એક મેચ હારી ગયા હતા. આ પરાજયની સાથે જ આરસીબી સાથે એક શરમજનક રેકોર્ડ જોડાયો હતો અને તે આઇપીએલના ઇતિહાસમાં સતત 6 મેચ હારનારી બીજી ટીમ બની હતી. તેના પહેલા દિલ્હીની ટીમ 2013માં સતત 6 મેચ હારવાનો રેકોર્ડ કરી ચુકી છે. હવે આ પરાજયને કારણે વિરાટની આગેવાની હેઠળની ટીમ ટુર્નામેન્ટમાં વાપસી કરે તેવી…

Read More

નવી દિલ્હી : 30મી મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થનારા ક્રિકેટના મહાકુંભ એવા આઇસીસી વનડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત 15 એપ્રિલે કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની સીનિયર પસંદગી સમિતિ અને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે આગામી સોમવારે મુંબઇમાં એક બેઠક થશે અને તે પછી આ ટીમની જાહેરાત કરવામાં આવશે. વર્લ્ડ કપની પહેલી મેચ 30મી મેના રોજ ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાવાની છે અને આ ટુર્નામેન્ટની ફાઇનલ 14 જુલાઇએ રમાશે. આમ તો જોકે બે વારની ચેમ્પિયન ભારતીય ટીમ લગભગ તો નક્કી જ માનવામાં આવી રહી છે. જો કે ચોથા ક્રમના બેટ્સમેન તરીકે કોને તક આપવી એ કોહલી અને…

Read More

મોહાલી : પોતાની છેલ્લી મેચમાં પરાજીત થયા પછી કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ સોમવારે રમાનારી મેચમાં જ્યારે મેદાને પડશે ત્યારે બંને ટીમ આગલી મેચના પરાજયને ભુલીને ફરી એકવાર જીતના ટ્રેક પર પાછી ફરવા માગશે. બંને વચ્ચે અહીંના આઇએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાવાની છે. કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ બંને ટીમ પોતાની આગલી મેચ હારી છે. બંને ટીમોના પરાજયમાં એક બાબત જે કોમન રહી તે હતી બંનેને લક્ષ્યાંકનો પીછો કરતાં પરાજય મળ્યો છે. આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબનું અત્યાર સુધીનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે. પાંચ મેચમાંથી ત્રણમાં તેનો વિજય થયો છે જ્યારે બે મેચમાં તેનો પરાજય થયો છે. હૈદરાબાદે પણ…

Read More

જયપુર : આઇપીઍલની હાલની સિઝનમાં આરસીબી સામે મેળવેલા પહેલા વિજયથી ઉત્સાહિત રાજસ્થાન રોયલ્સની ટીમ આવતીકાલે પોતાના હોમ ગ્રાઉન્ડ પર જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે મેદાને પડશે તો તેની સામે આન્દ્રે રસેલ, નીતિશ રાણા, રોબિન ઉથપ્પા અને શુભમન ગીલ જેવા ઇનફોર્મ બેટ્સમેનોને રોકવા ઍ મોટો પડકાર હશે. જાેફ્રા આર્ચર, જયદેવ ઉનડકટ, બેન સ્ટોક્સ જેવા બોલર ટુર્નામેન્ટમાં ડેથ અોવરમાં અત્યાર સુધી મોંઘા જ પુરવાર થયા છે. આ સ્થિતિમાં આરસીબી સામે પાવર હિટીંગ કરનારા આન્દ્રે રસેલને કાબુમાં લેવા તેમણે પોતાની વ્યુહરચના નવેસરથી ઘડવી પડશે. રાજસ્થાન રોયલ્સ માટે હકારાત્મક પાસુ શ્રેયસ ગોપાલ રહ્યો છે. જેણે પોતાની ગુગલી વડે વિરાટ કોહલી અને ઍબી ડિવિલિયર્સને આઉટ…

Read More