કવિ: Sports Desk

બેંગલુરૂ : આઇપીઍલની હાલની સિઝનમાં પોતાની શરૂઆતની પાંચેય મેચ ગુમાવી ચુકેલી વિરાટ કોહલીની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આવતીકાલે જ્યારે અહીં દિલ્હી કેપિટલ્સ સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેમની નજર આ સિઝનનો પહેલો વિજય તરફ મંડાયેલી હશે. બેંગ્લોરની ટીમને આ સિઝનમાં પોતાના પહેલા વિજયનો ઇંતેજાર છે જ્યારે દિલ્હીની ટીમ પાંચ મેચમાંથી બેમાં વિજય સાથે અહીં પહોંચી છે. કેકેઆર સામે શુક્રવારે મળેલા પરાજયને પગલે આરસીબી સામે ટુર્નામેન્ટમાં ટાઇટલની રેસમાં જળવાઇ રહેવાનો મોટો પડકાર છે. તેણે પોતાની આશાઓને જાળવી રાખવા માટે ટુર્નામેન્ટની બાકી બચેલી લગભગ તમામ મેચ જીતવી પડશે. કેકેઆર સામેની મેચમાં વિરાટ કોહલી અને ઍબી ડિવિલિયર્સે અર્ધસદી ફટકારી તે આરસીબી માટે રાહતની…

Read More

ચેન્નઇ : કિંગ્સ ઇલેવન પંજાબ સામેની રવિવારે રમાયેલી મેચથી ચેન્નઇ સુપર કિંગ્સ વતી આઇપીઍલમાં ડેબ્યુ કરનારા સ્કોટ કગ્લેનનો આજે ટીમમાં સમાવેશ થયો તેની સાથે વિવાદ સર્જાયો છે. ઇજાને કારણે બે અઠવાડિયા આઇપીઍલમાંથી બહાર થયેલા ડ્વેન બ્રાવોને સ્થાને કગ્લેનનો ટીમમાં સમાવેશ કરાયો હતો. દક્ષિણ આફ્રિકાનો લુંગી ઍન્ગીડી આઇપીઍલની આખી સિઝનમાંથી બહાર થયા પછી ન્યુઝીલેન્ડના આ બોલરને સીઍસકેઍ પોતાની સાથે જાડ્યો હતો. સ્કોટ કગ્લેન ન્યુઝીલેન્ડના માજી ક્રિકેટર ક્રિસ કગ્લેનનો પુત્ર છે અને આ વર્ષે જ જાન્યુઆરીમાં શ્રીલંકા સામે તેણે ટી-૨૦માં ડેબ્યુ કર્યુ હતું. આ વર્ષે ભારતના પ્રવાસે આવેલી કીવી ટીમમાં પણ તે સામેલ હતો. 2015માં હેમિલ્ટન સ્થિત ઍક ઍપાર્ટમેન્ટમાં ઍક મહિલા પર…

Read More

હૈદરાબાદ : આઇપીઍલની ૧૨મી સિઝનની રવિવારની બીજી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે મુકેલા 137 રનના લક્ષ્યાંક સામે મુંબઇના અલઝારી જાસેફની 12 રનમાં 6 વિકેટને પગલે સનરાઇઝર્સ હૈદરાબાદનો 96 રનમાં વિંટો વળી ગયો હતો અને મુંબઇ ઇન્ડિયન્સનો 40 રને વિજય થયો હતો. અંતિમ બે ઓવરોમાં પોલાર્ડે કરેલી ફટાફટીને કારણે કરેલા 39 રન સનરાઇઝર્સને ભારે પડ્યા હતા. હૈદરાબાદની શરૂઆત સારી રહી નહોતી અને તેમના બંને સ્ટાર ઓપનર 33 રનના સ્કોર પર પેવેલિયન ભેગા થઇ ગયા હતા. શરઆતમાં જ વાગેલા આ ફટકામાંથી હૈદરાબાદ બહાર આવી શક્યું નહોતું અને તે પછી થોડા થોડા રનના ઉમેરામાં તેની વિકેટો પડતી રહી હતી. 62 રનના સ્કોરે તેની અડધી ટીમ…

Read More

ચેન્નઇ : આઇપીઍલની ૧૨મી સિઝનની રવિવારે રમાયેલી પહેલી મેચમાં બે કિંગ્સ વચ્ચેના જંગમાં ચેન્નઇ સુપર પુરવાર થઇ હતી અને તેણે પંજાબને ૨૨ રને હરાવ્યું હતું. ચેન્નઇ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરીને ફાફ ડુ પ્લેસિસની અર્ધસદી અને અંતિમ ઓવરોમાં મહેન્દ્ર સિંહ ધોની તેમજ અંબાતી રાયડુઍ કરેલી 60 રનની ભાગીદારીના પ્રતાપે ચેન્નઇ સુપર કિંગ્સે મુકેલા 161 રનના લક્ષ્યાંક સામે કિંગ્સ ઇલેવન પંજાબ કેઍલ રાહુલ અને સરફરાઝ ખાનની અર્ધસદી છતાં 5 વિકેટે 138 રન સુધી જ પહોંચી શકી હતી. મેચમાં 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 4 વિકેટ લેનારા હરભજન સિંહને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. 161 રનના લક્ષ્યાંકના જવાબમાં કિ્ંગ્સ…

Read More

હૈદરાબાદ : ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ગત વર્ષે ઓક્ટોબર મહિનામા પોતાના પુત્ર ઇઝહાનને જન્મ આપ્યો હતો, પુત્ર જન્મના્ પાંચ મહિના પછી સાનિયા મિર્ઝાએ પોતાના વજનમાં 22 કિલોનો ઘટાડો કરી લીધો છે. સાનિયાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સગર્ભાવસ્થા દરમિયાન મારું વજન વધીને 89 કિલો થયું હતું,. સાનિયાના પુત્ર જન્મ પહેલા સગર્ભાવસ્થાના જે ફોટાઓ આવ્યા હતા તેમાં તે જાડી લાગતી હતી અને તેના શરીર પર ચરબી વધી ગયેલી જણાતી હતી.જો કે હવે તેણે પુત્રના જન્મના પાંચ મહિના પછી પોતાના વજનમાં 22 કિલોનો ઘટાડો કરીને પોતાના શરીરને ફેટમાંથી ફિટની શ્રેણીમાં લાવી દીધું છે. તેણે કહ્યું હતું કે હું હવે ટેનિસ રમું કે…

Read More

કુઆલાલમ્પુર : ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના અધ્યક્ષ પ્રફુલ્લ પટેવ શનિવારે ફીફા કાર્યકારી સમિતિના સભ્ય તરીકે ચુંટાયા હતા. આ કમિટીમાં ચુંટાનારા તે પ્રથમ ભારતીય બન્યા હતા. તેમની તરફેણમાં 46માંથી 38 મત પડ્યા હતા. એશિયન ફૂટબોલ કાઉન્સીલ (એએફસી) તરફથી પાંચ સભ્યોને ફીફા કાઉન્સીલમાં ચૂંટવામાં આવ્યા હતા, જેમાં એએફસી અધ્યક્ષ અને એક મહિલા સભ્ય પણ સામેલ છે. કુઆલાલમ્પુરમાં શનિવારે એએફસીની 29મી કોંગ્રેસ દરમિયાન આ ચૂંટણી થઇ હતી. સભ્યોની પસંદગી 2016થી 2023 સુધીના ચાર વર્ષના કાર્યકાળ માટે થઇ છે. ફીફા માટે ચૂંટાયા પછી પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે હું તેના માટે ઘણો કૃતજ્ઞ છું. હું એએફસીના તમામ સભ્યો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું…

Read More

ચેન્નઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનમાં જોરદાર પ્રદર્શન કરનારી ચેન્નઇ સુપર કિંગ્સે પોતાની ચોથી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે પરાજય વેઠવો પડ્યો હતો અને આ પરાજય પછી તેને વધુ એક ફટકો પડ્યો છે. કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચ પહેલા તેનો એક ઓલરાઉન્ડર ઇજાને કારણે બે અઠવાડિયા માટે આઇપીએલમાંથી આઉટ થઇ ગયો છે. ચેન્નઇ સુપર કિંગ્સનો ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોના સ્નાયુ ખેંચાઇ ગયા છે અને તેના કારણેં તે બે અઠવાડિયા સુધી આઇપીએલમાં રમી શકશે નહીં. ટીમના્ બેટિંગ કોચ માઇક હસીએ શુક્રવારે રાત્રે આ માહિતી આપી હતી. ચેન્નઇ સુપર કિંગ્સે શનિવારે રાત્રે કિંગ્સ ઇલેવન પંજાબ સામે પોતાના ઘરઆંગણે મેચ રમવાની છે. વેસ્ટઇન્ડિઝનો ઓલરાઉન્ડર…

Read More

મુંબઇ : ક્રિકેટના મેદાન પર 1980થી 90ના દશકામાં ક્યારેક મોટા શહેરોના ખેલાડીઓની બોલબાલા રહેતી હતી. જો કે હવે નાના શહેરો કે નગરમાંથી આવતા ક્રિકેટરોની સંખ્યા વધી રહી છે અને એ સ્થિતિમાં ભારતીય ટીમના માજી ઓપનર વિરેન્દ્ર સેહવાગનું માનવું છે કે ક્રિકેટની રમતમાં હવે નામ કમાવવું કે ખ્યાતિ મેળવવી ઘણી મુશ્કેલ બની ગઇ છે. સેહવાગે કહ્યું હતું કે મોટી સંખ્યામાં બાળકો ક્રિકેટ રમી રહ્યા છે અને તેને પ્રોફેશનલ કેરિયર તરીકે જ લઇ રહ્યા છે, એ સ્થિતિમાં આ રમતમાં હવે પોતાનું નામ બનાવવું સરળ રહ્યુ નથી. તેના માટે માત્ર તમે સારા હોવ એટલું જ પુરતું નથી, તમારી પાસે કૌશલ્ય હોવું જોઇએ અને…

Read More

હૈદરાબાદ : દિલ્હીને તેના ઘરમાં પછાડ્યા પછી સનરાઇઝર્સ હૈદરાબાદ શનિવારે પોતાના ઘરમાં જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ સામે આવતીકાલે મેદાનમાં ઉતરશે ત્યારે હૈદરાબાદની મજબૂત બેર્ટિંંગલાઇનઅપ સામે મુંબઇની મજબૂત બોલિંગને કારણે મેચ રસપ્રદ બની રહેવાની સંભાવના છે. બંને ટીમ છેલ્લી મેચ જીતી હોવાથી શનિવારની પહેલી મેચમાં જારદાર જંગ જામવાના ઍંધાણ વર્તાઇ રહ્યા છે. હૈદરાબાદની ટીમ ઘણી સંતુલીત છે તો સામે ઍ પણ જાણીતી વાત છે કે મુંબઇની ટીમ પોતાનો દિવસ હોય ત્યારે કોઇ પણ ટીમને પરાસ્ત કરી શકે છે. ચેન્નઇ સુપર કિંગ્સને આગલી મેચમાં હરાવીને તેણે આ વાત પુરવાર કરી છે. હૈદરાબાદે આ મેચ પોતાના ઘરઆંગણે રમવાની છે ઍટલે આ તો તેનું પલ્લું…

Read More

મુંબઇ : ઓલિમ્પિક્સ સિલ્વર મેડલિસ્ટ પીવી સિંધુ અને જેવલીન થ્રોઅર નીરજ ચોપરાને શુક્રવારે ઇઍસપીઍન ઇન્ડિયા મલ્ટિ સ્પોર્ટસ ઍવોર્ડમાં 2018 માટે વર્ષના સર્વશ્રેષ્ઠ મહિલા અને પુરૂષ ખેલાડી જાહેર કરવામાં આવ્યા હતા. સિંધુને આ ઍવોર્ડ માટે ગત સિઝનમાં ચીનમાં રમાયેલી બીડબલ્યુઍફ વર્લ્ડ ટુર ફાઇનલ્સ ટુર્નામેન્ટમાં જારદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન બનવા બદલ પસંદ કરવામાં આવી હતી. નીરજે કોમનવેલ્થ ગેમ્સ અને ઍશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા ઉપરાંત ગત વર્ષે 88.06 મીટર સુધી થ્રો કરીને નેશનલ રેકોર્ડ પણ બનાવ્યો હતો. લંડન ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલિસ્ટ સાઇના નેહવાલને કમબેક પ્લેયર ઓફ ધ યર તરીકેના ઍવોર્ડ માટે પસંદ કરવામાં આવી હતી. શૂટિંગ કોચ જસપાલ રાણાને વર્ષના સર્વશ્રેષ્ઠ કોચના…

Read More