સેન્ટ જોસ : વેસ્ટઇન્ડિઝના ધુંરધર ટેસ્ટ બેટ્સમેન શિવનારાયણ ચંદરપોલે ટી-20 ક્રિકેટમાં વિસ્ફોટક બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ કર્યો છે. 44 વર્ષના ચંદરપોલે ઍડમ સેનફોર્ડ ક્રિકેટ ફોર લાઇફ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન કેરિબી લુંબર બોલ પાર્કમાં મેડ ડોગની ટીમ વતી રમતાં વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે ડ્વેન સ્મિથ સાથે મળીને દાવની શરૂઆત કરતાં 76 બોલમાં 25 ચોગ્ગા અને 13 છગ્ગાની મદદથી 210 રન ઝુડી કાઢ્યા હતા. તેની બેવડી સદીને કારણે મેડ ડોગની ટીમે બોર્ડ પર 303 રનનો સ્કોર મુક્યો હતો. તે કોઇપણ ટી-૨૦માં કોઇપણ ટીમ દ્વારા બનાવાયેલો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. મેડ ડોગે આ મેચ 192 રને જીતી હતી, અને ઍ પણ ટી-૨૦માં મેળવેલો…
કવિ: Sports Desk
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના લોકપાલ નિવૃત્ત જસ્ટિસ ડી કે જૈન ઝડપી બોલર ઍસ શ્રીસંતની સજાનો સમયગાળો નક્કી કરશે. 2013ના સ્પોટ ફિક્સીંગ કેસમાં ગત મહિને પુરાવાના અભાવે સુપ્રીમ કોર્ટે શ્રીસંત પરથી બીસીસીઆઇ દ્વારા મુકયેલા આજીવન પ્રતિબંધને હટાવી દીધો હતો. હવે સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇ લોકપાલને ત્રણ મહિનાની અંદર શ્રીસંતની સજાનો સમયગાળો નક્કી કરવા કહ્યું છે. જસ્ટિસ અશોક ભૂષણ અને કેઍલ જાસેફે બીસીસીઆઇ દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરતાં આ વાત કરી હતી. ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે શ્રીસંતનો મુદ્દો જેણે પતાવ્યો હતો તે બીસીસીઆઇની ડિસીપ્લનરી કમિટી હવે કાર્યરત નથી, તેથી આ કેસ…
કાબુલ : અફઘાનિસ્તાનના ક્રિકેટ બોર્ડે શુક્રવારે પોતાની ટીમના કેપ્ટન અસગર અફઘાનને ત્રણેય ફોર્મેટના સુકાનીપદેથી દૂર કરી દીધો છે અને તેના સ્થાને ગુલબદીન નૈબ, રાશિદ ખાન અને રહમત શાહને ક્રમશઃ વનડે, ટી-20 અને ટેસ્ટ ટીમના કેપ્ટન બનાવાયા છે. તેની સાથે જ રાશિદ, શફીખુલ્લા શફીક અને હસમતુલ્લાહ શહીદીને અનુક્રમે વનડે, ટી-20 તેમજ ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન બનાવ્યા છે. 28 વર્ષિય ગુલબગીન નૈબના ખભે હવે ૩૦મી મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થનારા વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનની ટીમની જવાબદારી હશે. અફઘાનિસ્તાનના નવનિયુક્ત કેપ્ટનોમાંથી ઍકમાત્ર રાશિદ ખાનને જ કેપ્ટનશિપનો અનુભવ છે. તેણે ચાર વનડેમાં અફઘાનિસ્તાનની ટીમનું સુકાન સંભાળ્યું હતું. અસગરને 2015માં મહંમદ નબીના સ્થાને કેપ્ટન બનાવાયો હતો, તેની કેપ્ટનશિપ…
બેંગલુરૂ : ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનની 17મી મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કેપ્ટન વિરાટ કોહલી અને ઍબી ડિવિલિયર્સ વચ્ચે થયેલી 9 ઓવરમાં 92 રનની ભાગીદારીને પગલે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 206 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. આ બંને ખેલાડીઍ હાલની આઇપીઍલમાં પોતાની પહેલી અર્ધસદી ફટકારી હતી અને તેમની ઇનિંગના પ્રતાપે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 205 રનનો સ્કોર બનાવી શક્યું હતું. તેની સામે આન્દ્રે રસેલના પાવરને પગલે કેકેઆરની ટીમ 5 બોલ બાકી હતા ત્યારે જ મેચ 5 વિકેટે જીતી હતી. આન્દ્રે રસેલે 13 બોલમાં 7 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 48 રન ઝુડ્યા 206 રનના લક્ષ્યાંક સામે કેકેઆરે 1.4 ઓવરમાં 28 રન…
નવી દિલ્હી : વિરાટ કોહલીની આગેવાનીન હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)નું હાલની ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. અત્યાર સુધી આ ટીમે ચાર મેચ રમી છે અને ચારેયમાં તેનો પરાજય થયો છે. ટીમની સ્થિતિ આવી કેમ છે તે અંગે માજી ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરે પોતાનો મત રજૂ કર્યો છે અને સાથે જ ગાવસ્કરે વિરાટની ટીમને મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઇ સુપર કિંગ્સ પાસેથી શીખ લેવાની સલાહ પણ આપી છે. ગાવસ્કરે એક અંગ્રેજી અખબારમાં લખેલી પોતાની કોલમમાં જણાવ્યું હતું કે બેંગ્લોરે ચેન્નઇ પાસેથી શીખ લેવી જોઇએ. ચેન્નઇની ટીમને આગલી મેચમાં ભલે મુંબઇએ હરાવી દીધું હોય પણ ધોનીની ટીમ જાણે…
નવી દિલ્હી : ફિરોજ શા કોટલા મેદાન પર ગુરૂવારે દિલ્હી કેપિટલ્સને 129 રને ઓલઆઉટ કર્યા પછી પોતાની બેટિંગ દરમિયાન એક એવો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો જે આઇપીએલની કોઇ અન્ય ટીમે હજુ સુધી કર્યો નથી. આ સિઝનમાં હૈદરાબાદની ઓપનીંગ જોડીએ હંમેશા ટીમને એક મજબૂત શરૂઆત અપાવી છે. સતત ચોથી મેચમાં તેમણે આ મોટો કહી શકાય એવો રેકોર્ડ કર્યો છે. હૈદરાબાદ એવી પહેલી ટીમ છેં જેણે સતત ચાર મેચમાં પાવરપ્લેમા એકપણ વિકેટ ગુમાવી નથી. વોર્નર અને બેયરસ્ટોએ સતત સતત ત્રણ શતકીય ભાગીદારીનો પણ રેકોર્ડ કર્યો છે. તેમણે પહેલી ત્રણેય મેચમાં શતકીય ભાગીદારી કરી હતી, જે પણ આઇપીએલનો એક નવો રેકોર્ડ બન્યો…
નવી દિલ્હી : ભારતીય ફૂટબોલ ટીમ ફિફા દ્વારા ગુરૂવારે જાહેર કરવામાં આવેલા નવા રેન્કિંગમાં બે ક્રમ ઉપર ચઢીને 101માં સ્થાને પહોંચી હતી. ભારતીય ટીમના કુલ પોઇન્ટ 1219 છે અને તે એશિયન દેશોમાં 18માં સ્થાને છે. અહીં એ નોંધ ખાસ કરવાની કે ભારતીય ટીમે ગત 7મી ફેબ્રુઆરીએ જાહેર થયેલા રેન્કિંગ પછી એક પણ મેચ રમી નથી. હાલમાં જાહેર થયેલા રેન્કિંગ અનુસાર ઇરાન કે જે વિશ્વ રેન્કિંગમાં 21માં ક્રમે છે તે એશિયન રેન્કિંગમાં ટોચના સ્થાને છે. તેના પછી વિશ્વમાં 26માં ક્રમનું જાપાન છે અને તે પછી વિશ્વમા 37મો ક્રમ ધરાવતું દક્ષિણ કોરિયા એશિયન રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે. એ પછી 41મો ક્રમ ધરાવતું…
કરાચી : પાકિસ્તાને વર્લ્ડ કપ 2019 માટે પોતાના સંભવિત 23 ખેલાડીઓના નામ જાહેર કરી દીધા છે. આ 23માંથી વર્લ્ડ કપ માટેની ટીમના 15 ખેલાડીઓના નામની જાહેરાત આગામી 18 એપ્રિલે કરવામાં આવશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે જે 23 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, તેમને લાહોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં 15 અને 16મીના રોજ ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે. પાકિસ્તાનના સંભવિતોની યાદીમાં છેલ્લો વર્લ્ડ કપ રમેલા જે મુખ્ય ખેલાડીઓને હાલના સંભવિતોમાં સ્થાન નથી અપાયું તેમાં વહાબ રિયાઝ, ઉમર અકમલ અને અહમદ શહઝાદનો સમાવેશ થાય છે. પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ પહેલા પાંચ વનડેની સિરીઝ રમવા માટે 23 એપ્રિલે ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે.…
કુઆલાલમ્પુર : ભારતીય મહિલા હોકી ટીમે અહીં .યજમાન મલેશિયા સામેની પાંચ મેચની સિરીઝની પહેલી મેચમાં સ્ટ્રાઇકર વંદના કટારિયાના બે ગોલની મદદથી 3-0થી વિજય મેળવ્યો હતો. વંદનાએ 17મી અને 60મી મિનીટમાં ગોલ કર્યા હતા. જ્યારે લાલરેમસિયામીએ 38મી મિનીટમાં ગોલ કર્યો હતો. મલેશિયાને મેચ શરૂ થયાની ત્રીજી જ મિનીટમાં પેનલ્ટી કોર્નર મળ્યો હતો, પણ ભારતીય કેપ્ટન અને ગોલકીપર સવિતાએ તેને બચાવી લીધો હતો. પાંચમી મિનીટમાં મલેશિયન ગોલ પોસ્ટ પર લાલરેમસિયામીના શોટનેં બચાવી લેવાયો હતો. બે મિનીટ પછી નવનીત કૌરનો પણ એક પ્રયાસ એળે ગયો હતો. તે પછી ભારતીય ટીમને પેનલ્ટી કોર્નર મળ્યો હતો, પણ ગોલ થઇ શક્યો નહોતો. પહેલો ક્વાર્ટર ગોલરહિત રહ્યા…
નવી દિલ્હી : સનરાઇઝર્સ હૈદરાબાદને ગુરૂવારે જોરદાર પ્રદર્શન કરીને આઇપીએલની દિલ્હી કેપિટલ્સ સામેની મેચ પાંચ વિકેટે જીતી લઇને હાલની સીઝનમાં વિજયની હેટ્રેક પુરી કરીને પોતાની ત્રીજી જીત મેળવી હતી. આ વિજયની સાથે જ સનરાઇઝર્સ પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદ વતી જો કે અફઘાનિસ્તાનના બોલર મહંમદ નબીએ આ મેચ સાથે એક એનોખો રેકોર્ડ નોંધાવ્યો હતો. નબીએ હૈદરાબાદ વતી જ્યારે પણ મેચ રમી છે ત્યારે હૈદરાબાદની ટીમ જીતી છે. અફઘાની સ્પિનર નબી અત્યાર સુધી સનરાઇઝર્સ હૈદરાબાદ વતી કુલ મળીને 7 મેચ રમ્યો છે અને આ તમામ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ વિજેતા બની છે. આ સાથે જ નબીએ કોઇ…