દુબઇ : પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે સિરીઝ પુરી થયા પછી આઇસીસી દ્વારા જારી કરાયેલા વનડે રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન ઍરોન ફિન્ચે 12 ક્રમની છલાંગ લગાવીને ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે. ટીમ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાને 5 પોઇન્ટનો ફાયદો જ્યારે પાકિસ્તાનને 5 પોઇન્ટનું નુકસાન થયું છે પણ ટીમ રેન્કિંગમાં કોઇ ફરક પડ્યો નથી. બેટિંગમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા પહેલા બે ક્રમે જ્યારે બોલિંગમાં જસપ્રીત બુમરાહ પહેલા ક્રમે યથાવત છે. પાકિસ્તાનનો બાબર આઝમ 2 ક્રમના નુકસાન સાથે 7માં તો ફખર ઝમાન 3 ક્રમના નુકસાન સાથે ટોપ ટેનની બહાર 11માં ક્રમે પહોંચી ગયો છે. ટોપ ટેન બહાર ઉસ્માન ખ્વાજા 6 ક્રમના ફાયદા સાથે 19માં,…
કવિ: Sports Desk
નવી દિલ્હી, : દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐય્યરને આઇપીઍલમાં હાલમાં પોતાના જોરદાર ફોર્મમાં ચાલી રહેલી સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આવતીકાલની મેચ પહેલા નીચલા ક્રમના અનિયમિત પ્રદર્શનની ચિંતા છે. કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં દિલ્હીની ટીમે 8 રનના ઉમેરામાં 7 વિકેટ ગુમાવી હતી અને ઍ પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચમાં પણ ઍજ હાલત થઇ હતી. બીજી તરફ સતત બે વિજય મેળવવાને કારણે સનરાઇઝર્સનો જુસ્સો નવી ઉંચાઇઍ છે. દિલ્હીની ટીમે ત્રણવારની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સને હરાવીને જારદાર શરૂઆત કરી હતી. જાકે તે પછીની મેચોમાં તેમના માટે નીચલા ક્રમની બેટિંગ સમસ્યાનુ કારણ બની રહી છે. દિલ્હીની ટીમ ચાર મેચમાં બે વિજય સાથે પાંચમા ક્રમે…
મુંબઇ : આઇપીઍલની ૧૫મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે પહેલા કૃણાલ પંડયા અને સૂર્યકુમાર યાદવની ભાગીદારી અને તે પછી હાર્દિક પંડ્યા અને કિરોન પોલાર્ડે છેલ્લી બે ઓવરમાં કરેલી ફટાફટીથી મુકેલા 171 રનનો લક્ષ્યાંક સામે હાર્દિક અને મલિંગાની જોરદાર બોલિંગથી ચેન્નઇ સુપર કિંગ્સ 20 ઓવરમાં 8 વિકેટે 133 રન જ બનાવી શકતાં મુંબઇનો 37 રને વિજય થયો હતો. 171 રનના લક્ષ્યાંકની સામે ચેન્નઇ સુપર કિંગ્સની શરૂઆત ખરાબ રહી હતી અને બોર્ડ પર માત્ર 6 રન હતા ત્યારે તેના બંને ઓપનર અંબાતી રાયડુ અને શેન વોટ્સન પેવેલિયન ભેગા થયા હતા. તે પછી સુરેશ રૈના આઉટ થતાં ચેન્નઇઍ 33 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી…
કુઆલાલમ્પુર : છેલ્લા કેટલાક સમયથી સારું પ્રદર્શન કરી રહેલી ભારતીય હોકી ટીમ મલેશિયા સામે ગુરૂવારથી શરૂ થઇ રહેલી પાંચ મેચની સિરીઝમાં વિજયની પ્રબળ દાવેદાર તરીકે મેદાનમાં ઉતરશે. ગોલકિપર સવિતાની આગેવાનીમાં ભારતીય ટીમે હાલમાં જ સ્પેનનો સફળ પ્રવાસ કર્યો હતો. જેમાં તેમણે યજમાન અને વર્લ્ડ કપ 2018ના બ્રોન્ઝ મેડલ વિજેતાને 5-2થી હરાવ્યું હતું. બે મેચ ડ્રો કરી હતી અનેં એક મેચમાં પરાજય વેઠ્યો હતો. ભારતીય ટીમે વર્લ્ડ કપના રનર્સઅપ આયરલેન્ડ સામેની મેચ 1-1થી ડ્રો કરી હતી અને 3-0થી તેને હરાવ્યું હતું. ભારતીય ટીમના કોચ શોર્ડ મારિને કહ્યું હતું કે હંમેશા સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું સંભવ નથી. તેના માટે ઘણું શિસ્ત અને જવાબદારી…
પેરિસ : ફૂટબોલના સર્વકાલિન મહાન ખેલાડીઓમાં સામેલ પેલેનું માનવું છે કે ફ્રાન્સનો સ્ટાર ખેલાડી કીલિયન એમ્બાપ્પે જો ફ્રેન્ચ લીગ-1 ક્લબ પેરિસ સેન્ટ જર્મન (પીએસજી)ને છોડીને ક્યાંય નહીં જાય તો તે દુનિયાનો સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે ઊભરીને સામે આવશે. પેરિસમાં એક કાર્યક્રમ દરમિયાન પેલે અને એમ્બાપ્પે પહેલીવાર મળ્યા હતા અને એ દરમિયાન પેલેએ કહ્યું હતું કે તે પીએસજીમાં રહીને જ શ્રેષ્ઠ ખેલાડી બની શકે છે. હાલમાં કીલિયન સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડ સાથે જોડાય તેવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. પેલેએ લે પેરેસિયન અખબારને જણાવ્યું હતું કે વિશ્વના શ્રેષ્ઠતમ ખેલાડી બનવા માટે કીલિયને પીએસજી છોડીને ક્યાંય જવાની જરૂર નથી. તે જેવું રમે છે,…
જયપુર : આઇપીએલની હાલની સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એકપણ વિજય મેળવી શક્યું નથી અને કેપ્ટન વિરાટ કોહલીએ એવું સ્વીકાર્યું હતું કે તેની ટીમ માટે સ્થિતિ સાવ ખરાબ છે, જો કે તેણે સાથે જ એવી આશા પણ વ્યક્ત કરી હતી કે આગામી મેચોમાં તેની ટીમ પાસા પલટી નાંખશે. આરસીબીએ મંગળવારે રાજસ્થાન રોયલ્સ સામે ટુર્નામેન્ટમાં સતત ચોથો પરાજ ય વેઠવો પડ્યો હતો. કોહલીએ આગામી મેચોમાં ટીમમાં ફેરફારના સંકેત આપ્યા હતા. તેણે કહ્યું હતું કે ટીમ સારી શરૂઆત કરી નથી શકી અને સ્થિતિ ઘણી ખરાબ છે. અમારે એવો વિશ્વાસ રાખવાનો છે કે સ્થિતિ બદલી શકાય છે. અમે મુંબઇમાં સારું રમ્યા હતા, પણ અમારે…
નવી દિલ્હી : એનબીએ એકેડમી સાથે જોડાયેલા ભારતના 7 બાસ્કેટબોલ ખેલાડીઓને અમેરિકામાં થનારા નેક્સ્ટ જનરેશન શોકેસ કાર્યક્રમ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ ખેલાડીઓમાં દેશનો પ્રતિભાશાળી ઉભરતો ખેલાડી અને એનબીએ ગ્લોબલ એકેડમીમાં સામેલ પંજાબનો પ્રિન્સપાલ સિંહનો પણ સમાવેશ થાય છે. એનબીએ દ્વારા 16 દેશોમાં આવેલી પોતાની એકેડમીઓમાંથી 48 ખેલાડીઓને પસંદગી આ કાર્યક્રમ માટે કરવામાં આવી છે. તેમાં ગ્રેટર નોઇડામાં આવેલી એનબીએ એકેડમીમાં સામેલ રુડકીના વિવેક ચૌહાણ, એનબીએ ગ્લોબલ એકેડમીના પ્રિન્સપાલ સિંહ, આશય વર્મા ઉપરાંત ગ્રેટર નોઇડા એકેડમીની એન મેરી જકરિયા, સુનિશ્કા કાર્તિક, પંજાબની હરસિમરન કૌર અને સિયા દેવધરનો પણ સમાવેશ થાય છે. આ તમામ ખેલાડીઓને મિનિયાપોલિસ અને ટેમ્પામાં યોજાનારી મેન્સ…
નવી દિલ્હી : ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટી (આઇઓસી) દ્વારા વૈશ્વિક સ્પર્ધાઓની યજમાની બાબતે ભારત પર મુકાયેલા પ્રતિબંધ છતાં હોકી સિરીઝ ફાઇનલ્સનું આયોજન અગાઉથી નક્કી થયા અનુસાર જૂનમાં ભુવનેશ્વર ખાતે જ થશે. આ ટુર્નામેન્ટથી ઓલિમ્પિક્સ ટિકીટ પણ કપાવી શકાય છે. ભારતીય ઓલિમ્પિક્સ એસોસિએશન (આઇઓએ)ના એક ટોચના અધિકારીએ કહ્યું હતું કે હોકી સિરીઝ ફાઇનલ્સ 6થી 16 જૂન દરમિયાન અગાઉથી નક્કી કરાયેલા કાર્યક્રમ અનુસાર જ રમાશે. અમે આ મુદ્દે એક સહમતિ પર પહોંચ્યા છીએ. તેથી હું એવું કહી શકું છું કે હોકી સિરીઝ ફાઇનલ્સનું આયોજન જૂનમાં ભુવનેશ્વર ખાતે કરાશે. ભારતીય ટીમે હોકી પ્રો લીગમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે અને ઓલિમ્પિક્સમાં ક્વોલિફાઇ કરવા્…
ઇસ્લામાબાદ : પાકિસ્તાને મંગળવારે પોતાના દેશમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના પ્રસારણ પર પ્રતિબંધ મુકતા આરોપ મુક્યો હતો કે પાકિસ્તાનમાં રમતને નુકસાન પહોંચાડવા માટે ભારતે સંગઠિત પ્રયાસો કર્યા છે. માહિતી પ્રસારણ મંત્રી ફવદ ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન ઇમરાન ખાનની આગેવાનીમાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. ઇમરાન ખાન પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો માજી કેપ્ટન પણ છે. તેમણે કહ્યું હતું કે આ પગલું એટલા માટે ભરાયું છે કે ભારત પાકિસ્તાન ક્રિકેટને નુકસાન કરવામાં કોઇ તક છોડતું નથી. ચૌધરીએ કહ્યું હતું કે ભારતે પાકિસ્તાનમાં ક્રિકેટને નુકસાન કરવા સંગઠિત પ્રયાસ કરે છે અને આપણે ત્યાં ભારતની ડોમેસ્ટિક ટુર્નામેન્ટનો પ્રચાર કરવાને…
વેલિંગ્ટન : ઇંગ્લેન્ડમાં રમાનારા આગામી આઇસીસી વર્લ્ડ કપ માટે ન્યુઝીલેન્ડે પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમમાં એક એનકેપ્ડ વિકેટકીપર બેટ્સમેન ટોમ બ્લંડેલને તક આપીને કીવી પસંદગીકારોએ બધાને આશ્ચર્યનો આંચકો આપ્યો છે. ટોમ બ્લંડેલ અત્યાર સુધી ન્યુઝીલેન્ડ વતી બે ટેસ્ટ અને 3 ટી-20 મેચ રમ્યો છે. જો કે તે હજુ સુધી એકપણ વનડે રમ્યો નથી. સ્પિનરોની રેસમાં ઇશ સોઢી ટોડ એસ્ટલને પછાડી ટીમમાં સામેલ આ તરફ સ્પિનરો વચ્ચેની રેસમાં ઇશ સોઢીએ ટોડ એસ્ટલને પછાડીને ટીમમાં સામેલ થવામાં સફળ થયો છે. સોઢી એસ્ટલ કરતાં 63 વનડે વધુ રમ્યો છે અને તેનો આ અનુભવ જ તેને ટીમમાં સામેલ કરાવી…