દિગ્ગજ બેટ્સમેન સચિન તેંદુલકરનો પુત્ર અને ડાબોડી ઝડપી બોલર અર્જુન તેંદુલકરને નાગપુરમાં રમાનારી બાપુના કપ ટુર્નાંમેન્ટ માટેની મુંબઇની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સૂર્ય કુમાર યાદવની આગેવાની હેઠળની આ ટીમની જાહેરાત મુંબઇ ક્રિકેટ એસોસિએશને સોમવારે પોતાની વેબસાઇટ પર કરી હતી. બાપુના કપ સિઝનની શરૂઆત પહેલા યોજાતી ટુર્નામેન્ટ છે, જેનું આયોજન વિદર્ભ ક્રિકેટ એસોસિએશન કરે છે. આ વર્ષે 50 ઓવરની કરાયેલી આ ટુર્નામેન્ટ 5 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ પહેલા વિઝ્ઝી ટ્રોફી માટે મુંબઇની 15 સભ્યોની ટીમમાં અર્જુનને સામેલ કરાયો હતો. 19 વર્ષિય અર્જુન આ પહેલા મુંબઇ ટી-20 લીગમાં પણ રમી ચુક્યો છે અને તે ભારતીય ટીમના નેટ બોલર તરીકેની ભૂમિકા પણ…
કવિ: Sports Desk
કોલંબોમાં અહીં રમાયેલી બીજી ટેસ્ટમાં પ્રવાસી ન્યુઝીલેન્ડે યજમાન શ્રીલંકાને એક દાવ અને 65 રને હરાવીને બે ટેસ્ટની સિરીઝને 1-1થી ડ્રો કરી હતી. શ્રીલંકાના 244 રનના પહેલા દાવના જવાબમાં ન્યુઝીલેન્ડે 6 વિકેટે 431 રન કરીને પોતાનો દાવ ડિકલેર કર્યા પછી શ્રીલંકન ટીમને માત્ર 122 રને સમેટી લઇને આ વિજય મેળવ્યો હતો. વરસાદને કારણે અવરોધાયેલી આ મેચના પાંચમા દિવસે ન્યુઝીલેન્ડે 5 વિકેટે 382 રનના સ્કોરથી આગળ રમવાનું શરુ કર્યા પછી કોલિન ડિ ગ્રાન્ડહોમ તરત આઉટ થયો હતો. જો કે વોટલિંગે પોતાની સદી પુરી કરી હતી અને તેની સાથે જ ન્યુઝીલેન્ડે પોતાનો દાવ ડિકલેર કરી દીધો હતો. ન્યુઝીલેન્ડની પહેલી ઇનિંગના આધારે શ્રીલંકન ટીમ…
વેસ્ટઇન્ડિઝ સામેની પહેલી ટેસ્ટમાં વિજય મેળવ્યા પછી ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે મને ખબર જ છે કે ટેસ્ટ માટે પસંદ કરાયેલી અંતિમ ઇલેવન મામલે ગંભીર ચર્ચા થઇ શકે છે, પણ તમામ નિર્ણય ટીમના હિતને ધ્યાને લઇને કરવામાં આવે છે. જરૂરી નથી કે વિચારોમાં સમાનતા હોય. આ ટેસ્ટમાં દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને સ્થાને રવિન્દ્ર જાડેજાના સમાવેશને માજી કેપ્ટન સુનિલ ગાવસ્કરે આશ્ચર્યચકિત કરનારો ગણાવ્યો હતો. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તે ભારત માટે મહત્વનો પુરવાર થશે, સાથે જ કોહલીએ ટેસ્ટની બંને ઇનિંગમાં જોરદાર બેટિંગ કરનારા અજિંકેય…
ભારતીય ટીમે વેસ્ટઇન્ડિઝને તેની જ ધરતી પર 318 રને જોરદાર પછડાટ આપીને પહેલી ટેસ્ટમાં વિજય મેળવ્યા પછી ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તે ભારત માટે મહત્વનો પુરવાર થશે, સાથે જ કોહલીએ ટેસ્ટની બંને ઇનિંગમાં જોરદાર બેટિંગ કરનારા અજિંકેય રહાણેની પણ પ્રશંસા કરી હતી અને ઇશાંત શર્મા અને મહંમદ શમીને પણ વખાણ્યા હતા. કોહલીએ કહ્યું હતું કે છેલ્લીવાર અમે વેસ્ટઇન્ડિઝમાં રમ્યા ત્યારે અમારા માટે પરિણામ સારા જ રહ્યા હતા, તેણે કહ્યું હતું કે ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ જોઇતો ટીમ માટે જસપ્રીત બુમરાહ હુકમનો એક્કો સાબિત થશે. સાથે જ તેણે એવું…
વેસ્ટઇન્ડિઝ સામે તેની જ ધરતી પર 318 રને્ વિજય મેળવી કોહલીની ટીમે એક વિરાટ સિદ્ધિ મેળળી લીધી હતી. ભારતીય ટીમનો વિદેશની ધરતી પર આ સૌથી મોટો વિજય રહ્યો હતો. આ પહેલા ભારતી. ટીમે 2017માં વિરાટ કોહલીની આગેવાનીમાં શ્રીલંકાની ધરતી પર 304 રને વિજય મેળવ્યો હતો, જે વિદેશની ધરતી પર રનોની દૃષ્ટિએ સૌથી મોટો વિજય રહ્યો હતો. ભારતીય ટીમનો આ ઓવરઓલ પાંચમો સૌથી મોટો વિજય રહ્યો હતો, આ પહેલા ભારતીય ટીમે 2015-16માં દક્ષિણ આફ્રિકા સામે 337 રને વિજય મેળવ્યો હતો. જે તેમનો અત્યાર સુધીનો સૌથી મોટો વિજય છે, જો કે રવિવારે વેસ્ટઇન્ડિઝ પર મેળવેલો વિજય વિદેશની ધરતી પર ભારતનો સૌથી મોટો…
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બન્યા પછી વિરાટ કોહલી એક પછી એક નવા ઇતિહાસ રચતો જઇ રહ્યો છે. ભારતીય ટીમે અહીં વેસ્ટઇન્ડિઝ સામે વિજય મેળવ્યો તેની સાથે હવે તેણે ટેસ્ટ ક્રિકેટમાં એક નવી ગાથા લખીને ભારત વતી સર્વાધિક ટેસ્ટ વિજય મેળવવા મામલે મહેન્દ્ર સિંહ ધોનીની બરોબરી કરી લીધી છે. સાથે જ વિદેશમાં જીત મેળવવા મામલે માજી કેપ્ટન સૌરવ ગાંગુલીને ઓવરટેક કર્યો હતો. કોહલીની કેપ્ટન તરીકે આ 27મી જીત રહી હતી અને તે ટેસ્ટ વિજયની દૃષ્ટિએ ધોનીની બરોબરીએ બેઠો હતો. જો કે કોહલી એક રીતે જોઇએ તો તેમાં પણ ધોનીથી આગળ નીકળી ગયો હતો. કોહલીએ કેપ્ટન તરીકેની પોતાની 47મી ટેસ્ટમાં 27મો વિજય…
વેસ્ટઇન્ડિઝ સામેની પહેલી ટેસ્ટમાં કાતિલ બોલિંગ કરીને 7 રનમાં 5 વિકેટ ઉપાડવા સાથે ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહે એક એવું પરાક્રમ કર્યું હતું કે જે દિગ્ગજ બોલરો પણ કરી શક્યા નથી અને આ મામલે તેણે તમામ ભારતીય સહિતના એશિયન દિગ્ગજોને પછાડ્યા છે. બુમરાહે ટેસ્ટમાં ચોથીવાર એક ઇનિંગમાં 5 કે તેનાથી વધુ વિકેટ ઉપાડી છે અને તેની સાથે જ તેણે એક પ્રભાવક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. બુમરાહ દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઇન્ડિઝના પોતાના પહેલા જ પ્રવાસમાં ટેસ્ટની એક ઇનિંગમાં 5 વિકેટ લેનારો માત્ર ભારતનો જ નહીં પણ એશિયાનો પહેલો બોલર બન્યો છે અને ખાસ વાત એ છે કે તેણે…
અહીં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં અજિંકેય રહાણેની જોરદાર સદી પછી ઝઢપી બોલર જસપ્રીત બુમરાહના ધમાકેદાર પ્રદર્શનની મદદથી ભારતીય ટીમે યજમાન વેસ્ટઇન્ડિઝને 318 રને મોટો પરાજય આપીને બે ટેસ્ટની સિરીઝમાં 1-0ની સરસાઇ મેળવી લીધી હતી. યજમાન ટીમના બેટ્સમેન બુમરાહની સ્વિંગ બોલિંગ સામે સાવ નિસહાય જણાયા હતા અને ટી બ્રેક સુધીમાં જ 100 રનના સ્કોરે તેમનો વિંટો વળી ગયો હતો. અને ભારતીય ટીમે ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત વિજય સાથે કરી હતી. જસપ્રીત બુમરાહે 8 ઓવરમાં 4 મેઇડન સાથે માત્ર 7 રન આપી 5 વિકેટ ઉપાડી ભારતીય ટીમે વેસ્ટઇન્ડિઝ સામે 419 રનનો વિશાળ લક્ષ્યાંક મુક્યો હતો. જો કે વિશ્વભરના બેટ્સમેનોમાં પોતાની ધાક જમાવનારા બુમરાહે એવી…
ભારતના ટેનિસ ખેલાડી પ્રજનેશ ગુણેશ્વરનને યુએસ ઓપનમાં મુશ્કેલ ડ્રો મળ્યો છે. ગુણેશ્વરને પહેલા રાઉન્ડમાં જોરદાર ફોર્મમાં ચાલી રહેલા રશિયાના ડેનિલ મેદવેદેવ સામે રમવાનું આવ્યું છે. વર્લ્ડ રેન્કિંગમાં મેદવેદેવ હાલમાં પાંચમા ક્રમે છે, અને તેના સામે જીત મેળવવા માટે ભારતીય ખેલાડીએ પોતાની કેરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. મેદવેદેવે હાલમાં જ સિનસિનાટી ઓપનની ફાઇનલમાં સર્બિયાના દિગ્ગજ અને વર્લ્ડ નંબર વન નોવાક જોકોવિચને હરાવ્યો હતો. જોકોવિચનો પહેલા રાઉન્ડમાં સ્પેનના રોબર્ટો કાર્બાલેસ બાએના સાથે સામનો થશે. જોકોવિચ અને રોજર ફેડરરને એક જ હાફમાં સ્થાન અપાયું છે.
ભારતના બી સાઇ પ્રણીતે શુક્રવારે અહીં ઇન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીને સીધી ગેમમાં પરાજીત કરીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે અને સેમીમાં પ્રવેશની સાથે જ પ્રણીતે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની પુરૂષ સિંગલ્સમાં છેલ્લા 36 વર્ષથી ચાલી આવતા દુકાળનો અંત આણ્યો હતો. પ્રણીતને જો કે ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવવામાં એટલી મુશ્કેલી પડી નહોતી અને તેણે જોનાથનને સીધી ગેમમાં 24-21, 21-14થી હરાવ્યો હતો. ભારત વતી આ ચેમ્પિયનશિપમાં પુરૂષ સિંગલ્સમાં મેડલ જીતનાર એકમાત્ર અને પહેલા ભારતીય ખેલાડી પ્રકાશ પાદુકોણ હતા, જેમણે 1983માં આ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.