કવિ: Sports Desk

ભારત-એ ટીમના યુવા બેટ્સમેન શુભમન ગીલે ત્રિનિદાદ એન્ડ ટોબેગોના બ્રાયન લારા સ્ટેડિયમમાં વેસ્ટઇન્ડિઝ-એ સામેની ત્રીજી બિન સત્તાવાર ટેસ્ટના ત્રીજા દિવસે બેવડી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. શુભમન ગીલે ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં સૌથી નાની વયે બેવડી સદી ફટકારવાનો ગૌતમ ગંભીરનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો, તેની સાથે જ વિદેશમાં સૌથી નાની વયે બેવડી સદી ફટકારવાનો અબ્બાસ અલી બેગનો રેકોર્ડ પણતેણે તોડ્યો હતો. આ ઉપરાંત વેસ્ટઇન્ડિઝની ધરતી પર સૌથી નાની વયે બેવડી સદી ફટકારનારો ત્રીજો ખેલાડી પણ તે બન્યો હતો. શુભમન ગીલે 19 વર્ષ અને 334 દિવસની વયે બેવડી સદી ફટકારી સૌથી યુવા ભારતીય બન્યો હતો. તેના પહેલા આ રેકોર્ડ ગૌતમ ગંભીરના…

Read More

વર્ષો સુધી નન્નો ભણ્યા પછી હવે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ અંતે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા) હેઠળ આવવાની તૈયારી બતાવી છે. રમત સચિવ રાધેશ્યામ જુલાનિયાએ શુક્રવારે આ માહિતી આપી હતી. બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરી સાથે શુક્રવારે મુલાકાત પછી જુલાનિયાએ કહ્યું હતું કે બીસીસીઆઇએ લેખિતમાં ખાતરી આપી છે કે તેઓ નાડાની એન્ટી ડોપિંગ નીતિનું પાલન કરશે. રમત સચિવે કહ્યું હતું કે હવેથી તમામ ક્રિકેટરોના એન્ટી ડોપિંગ ટેસ્ટ નાડા જ કરશે, તેમણે એવું પણ કહ્યું હતું કે બીસીસીઆઇએ અમારી સામે ત્રણ મુદ્દા મુક્યા હતા. જેમાં ડોપ ટેસ્ટ કિટની ગુણવત્તા, પેથોલોજિસ્ટની કાબેલિયત અને સેમ્પલ એકત્ર કરવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. તેમણે એવું…

Read More

દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન હાશિમ અમલાએ તાત્કાલિક અસરથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. અમલા જો કે દક્ષિણ આફ્રિકન ડોમેસ્ટિક ક્રિકેટ અને ડોમેસ્ટિક ટી-20 લીગમાં રમતો રહેશે. અમલાએ 124 ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકા વતી 9282 રન બનાવ્યા છે. તે દક્ષિણ આફ્રિકા વતી ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનારો એકમાત્ર બેટ્સમેન છે. ટેસ્ટમાં તેણે 28 સદી ફટકારી છે જેમાંથી 4 બેવડી સદી છે અને જેક કાલિસ પછી પોતાના દેશનો તે બીજો સૌથી વધુ ટેસ્ટ રન કરનારો ખેલાડી છે. દક્ષિણ આફ્રિકા વતી સર્વાધિક 27 વનડે સદી તેણે ફટકારી છે. તેમાંથી 24 સદી દક્ષિણ આફ્રિકા માટે મેચ જીતાડનારી રહી છે. દક્ષિણ આફ્રિકા વતી…

Read More

લંડનમાં રમાતી વાઇટલિટી ટી-20 બ્લાસ્ટ ટુર્નામેન્ટમાં લેસ્ટરશાયરના પાર્ટ ટાઇમ બોલર કોલિન એકરમેને બર્મિંઘમ સામે જોરદાર બોલિંગનું પ્રદર્શન કરીને કુલ 7 વિકેટ ઉપાડીને ટી-20 ક્રિકેટમાં એક નવો રેકોર્ડ બનાવી લીધો હતો. 28 વર્ષના દક્ષિણ આફ્રિકન મુળના સ્પિનરે માઇકલ બર્ગેસ, સેમ હેન, વિલ રોડ્સ, લિયામ બેન્ક્સ, એલેક્સ થોમસન, હેનરી બ્રુક્સ અને જીતન પટેલને પોતાના શિકાર બનાવ્યા હતા. એકરમેનની બોલિંગને કારણે બર્મિંઘમની ટીમ 190 રનના લક્ષ્યાંક સામે 134 રનમાં ઓલઆઉટ થઇ હતી. એકરમેન ટી-20 ક્રિકેટમાં એક મેચમાં 7 વિકેટ ઉપાડનારો વિશ્વનો પહેલો બોલર બન્યો હતો. તેણે સાતમાંથી 6 વિકેટ તો શરૂઆતની બે ઓવરમાં જ ઉપાડી હતી. બર્મિંઘમે અંતિમ 8 વિકેટ 20 રનમાં ગુમાવી…

Read More

વર્લ્ડ આર્ચરી દ્વારા ગુરૂવારે ભારતીય આર્ચરી એસોસિએશનને પોતાની ગાઇડલાઇનનું પાલન ન કરવા મામલે સસ્પેન્ડ કરી દીધું છે અને આ મહિનાના અંત સુધીમાં ફેડરેશનની વ્યવસ્થા યોગ્ય કરવા માટે કહેવાયું છે. આ નિર્ણય સોમવારથી લાગુ થશે અને ભારતીય તિરંદાજો 19થી 25 ઓગસ્ટ દરમિયાન મેડ્રિડમાં યોજાનારી વર્લ્ડ આર્ચરી યૂથ ચેમ્પિયનશિપમાં ભારતીય રાષ્ટ્રધ્વજ હેઠળ ભાગ લેશે. વર્લ્ડ આર્ચરીના મહામંત્રી ટોમ ડિલેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે વર્લ્ડ આર્ચરી જૂનમાં ભારતીય આર્ચરી એસોસિએશનને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લાગુ કરી રહી છે. વર્લ્ડ આર્ચરીના કાર્યકારી બોર્ડે જુલાઇના અંત સુધીમાં નિરાકરણ શોધી કાઢવાની સમયમર્યાદા નક્કી કરી હતી, જો કે તે મામલે કોઇ કાર્યવાહી ન થવાના કારણે વિશ્વ સંચાલન…

Read More

ભારતીય રાષ્ટ્રીય રમત પુરસ્કાર માટેની પસંદગી કરવા માટેની જૂની પરંપરાથી હટીને આ વર્ષે એક 12 સભ્યોની પેનલ દ્વારા કરવામાં આવશે. આ પેનલમાં છ વારની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર એમસી મેરી કોમ અને માજી ફૂટબોલ ટીમ કેપ્ટન બાઇચૂંગ ભૂટિયાનો સમાવેશ કરાયો છે. રમત પુરસ્કારો 29 ઓગસ્ટે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જયંતી કે જેને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે દિવસે આપવામાં આવે છે. રમત મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું હતું કે આ વર્ષે અમે તમામ એવોર્ડ્સ માટે એક જ પસંદગી સમિતિના વિચારને અજમાવી રહ્યા છીએ. અમને લાગે છે કે વધુ પડતી સમિતિઓ બીનજરૂરી છે, કારણકે તેનાથી બાબતો મુશ્કેલ થઇ પડે છે…

Read More

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) દ્વારા ગુરૂવારે 2019-20 માટે ખેલાડીઓને આપવામાં આવેલા સેન્ટ્રલ કરારમાંથી માજી કેપ્ટન શોએબ મલિક અને મહંમદ હાફિઝને આઉટ કરી દીધા છે. કેપ્ટન સરફરાઝ અહેમદ, બેટ્સમેન બાબર આઝમ અને લેગ સ્પિરન યાસિર શાહને એ કેટેગરીમાં જાળવી રાખવામાં આવ્યાં છે. ટેસ્ટના ઓપનર અઝહર અલીને બી કેટેગરીમાં જ્યારે હાલમાં જ ટેસ્ટમાંથી નિવૃત્તિ લેનારા ઝડપી બોલર મહંમદ આમિરને સી કેટેગરીમાં મુકી દેવાયા છે. બોર્ડે 2019-20ની સિઝન માટે હવે સેન્ટ્રલ કરારમાં સામેલ ખેલાડીઓની સંખ્યા પણ 33 પરથી ઘટાડીને 19 કરી દીધી છે. આ સિઝનમાં પુરૂષ ક્રિકેટ ટીમ 6 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, ત્રણ વન ડે અને 9 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમશે. પીસીબીએ જણાવ્યું…

Read More

એશિયન અને ઇન્ટરનેશનલ લેવલે રેસલિંગમાં મેડલ જીતી ચુકેલી ફોગાટ બહેનોમાંની એક એવી ત્રીજા નંબરની સંગીતા ફોગાટ વિશ્વના નંબર વન રેસલર બજરંગ પુનિયા સાથે પરિણય સૂત્રમાં બંધાઇ જશે. સંગીતા ફોગાટ 59 કિગ્રામાં નેશનલ ચેમ્પિયન રહી ચુકી છે. બંને રેસલરના સંબંધને તેમના પરિવારજનોએ સ્વીકારીને મંજૂરી આપી દીધી છે. એવું માનવામાં આવે છે કે 2020માં યોજાનારા ટોક્યો ઓલિમ્પિક્સ પછી આ બંને લગ્ન કરી લેશે. સંગીતાની મોટી બહેન બબીતા ફોગાટની પણ રેસલર વિવેક સુહાગ સાથે સગાઇ થઇ ચુકી છે. બજરંગ હાલમાં ઓલિમ્પિક્સની તૈયારીમાં જોતરાયેલો છે. તો સંગીતા હાલમાં નેશનલ કેમ્પમાં પોતાની ઇજામાથી બહાર આવવા માટે સારવાર લઇ રહી છે. તેમના વિવાહ અંગેના અહેવાલને સંગીતાના…

Read More

ભારતની અનુભવી બોક્સર એલ સરિતા દેવીએ 60 કિગ્રાની કેટેગરીમાં ગુરૂવારે વર્લ્ડ વુમન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપ માટેની ભારતની 10 સભ્યોની મજબૂત બોક્સિંગ ટીમમાં સ્થાન મેળવ્યું હતું. જ્યારે 5 ભારતીય મહિલા બોક્સર આ ટૂર્નામેન્ટમાં પદાર્પણ કરશે. સરિતા દેવી 10 વર્ષથી વધુ સમયમાં પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ મેળવવા માટે પ્રયાસ કરશે. તેના સિવાય ઇન્ડિયા ઓપનની ગોલ્ડ મેડલિસ્ટ નીરજ (57 કિગ્રા) અને જમુના બોરો (54 કિગ્રા)એ પણ ટીમમાં સ્થાન મેળવી લીધું છે. આ ટીમની આગેવાની 6 વારની વર્લ્ડ ચેમ્પિયન એમ સી મેરી કોમ (51 કિગ્રા) કરશે. મેરી કોમને ગત મહિનાના તેના પ્રદર્શનને આધારે કોઇ પણ ટ્રાયલ વિના કરવામાં આવી છે. મંજૂ રાની (48 કિગ્રા), નીરજ,…

Read More

પાકિસ્તાન સાથેના વધતી રાજકીય તંગદીલીને કારણે ભારતીય ટેનિસ એસોસિએશન ટેનિસની વિશ્વ સંસ્થા આઇટીએફને વિનંતી કરી શકે છે કે તે આવતા મહિને ઇસ્લામાબાદમા થનારી ડેવિસ કપ ટુર્નામેન્ટનું આયોજન તટસ્થ સ્થળે કરવામાં આવે. જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 કેન્દ્ર સરકાર દ્વારા હટાવી લેવામાં આવી તેની સાથે જ પાકિસ્તાને બુધવારે ભારત સાથેના રાજદ્વ્રારી સંબંધો ઘટાડી દીધા હતા, સાથે જ પાકિસ્તાન સ્થિત ભારતીય દુતાવાસના અધિકારીઓને પાકિસ્તાન છોડવા જણાવી દેવાયું છે. એઆઇટીએના મહામંત્રી હિરણ્યમય ચેટર્જીએ કહ્યું હતું કે તેના કારણે મેચ પર અસર પડી શકે છે. હાલમાં કંઇપણ કહેવું ઉતાવળીયું ગણાશે, પણ હું એક બે દિવસની રાહ જોઇશ. તે પછી અમે ઇન્ટરનેશનલ ટેનિસ…

Read More