કવિ: Sports Desk

ભારતમાં રમાનારી ટુર્નામેન્ટમાં ટેક્સ રિબેટના મુદ્દે ચાલી રહેલા વિવાદના કારણે આઇસીસીએ વાર્ષિક રેવેન્યુમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના હિસ્સામાં કપાતની ધમકી ઉચ્ચારી છે, તે પછી બીસીસીઆઇ હવે આ મામલે ઇંગ્લેન્ડની એક લો ફર્મની સેવા લે તેવી સંભાવના છે. શશાંક મનોહરની આગેવાની હેઠળની ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) ભારતમાં યોજાતી ટુર્નામેન્ટમાં ટેક્સ રિબેટ ઇચ્છે છે અને તે 2016માં ભારતમાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપ માટેની ટેક્સ છૂટની હજુ રાહ જોઇ રહી છે. વહીવટદારોની કમિટી (સીઓએ)ની 6 જુલાઇએ મળેલી બેઠકના નવા દસ્તાવેજો અનુસાર આઇસીસી 2016ના ટી-20 વર્લ્ડ કપના ટેક્સ ભારણને તેની વાર્ષિક રેવેન્યુમાંથી બીસીસીઆઇના હિસ્સામાં કપાત કરીને ઓછો કરવા માગે છે. બીસીસીઆઇની કાનૂની ટીમે…

Read More

ભારતના વેસ્ટઇન્ડિઝ પ્રવાસની વન ડે સિરીઝની આજે અહીં રમાઇ રહેલી પ્રથમ વનડે વરસાદને કારણે પહેલા બે કલાક મોડી શરૂ થઇ હતી અને તે પછી મેચ શરૂ થયાની પાંચ ઓવર પછી ફરી વરસાદે વિધ્ન નાંખ્યું હતું, રમત શરૂ થઇ અને ફરી બંધ થઇ, આમ વારંવાર રમતમાં વરસાદે વિરામ પાડવાનું ચાલુ રાખ્યું હતું અને પહેલા 43 ઓવરની તે પછી 40 ઓવરની અને તે પછી 34 ઓવરની મેચ કરવામાં આવી હતી, જો કે વરસાદે ફરી એકવાર વિઘ્ન નાંખ્યા પછી રમત શરૂ થવાની કોઇ સંભાવના ન દેખાતા અંતે મેચ રદ કરી દેવામાં આવી હતી. આજની મેચમાં માત્ર 13 ઓવરની રમત શક્ય બની હતી. વેસ્ટઇન્ડિઝે…

Read More

ટી-20 સિરીઝમાં વેસ્ટઇન્ડિઝનો 3-0થી સફાયો કર્યા પછી હવે ભારતીય ટીમ ગુરૂવારથી અહીં યજમાન ટીમ વિરુદ્ધ ત્રણ વન-ડેની સિરીઝની પહેલી મેચ રમવા માટે અહીં ઉતરશે. વર્લ્ડકપની સેમી ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે પરાજીત થયા પછી 50 ઓવરના ફોર્મેટમાં ભારતીય ટીમની આ પહેલી મેચ છે. વર્લ્ડ કપ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલો શિખર ધવન હવે ટીમમાં પાછો ફર્યો છે તેથી લોકેશ રાહુલે ચોથા ક્રમે બેટિંગમાં ઉતરવાની તૈયારી રાખવી પડશે. ભારતીય ટીમે 3 મેચની ટી-20 સિરીઝ 3-0થી જીતી લીધા બાદ હવે તેમની નજર વન-ડે સિરીઝ જીતવા પર છે. ભારત વતી 130 મેચમાં 17 સદી ફટકારનાર ધવન ફરી એકવાર રોહિત શર્મા સાથે ઇનિંગનો પ્રારંભ કરવા ઉતરશે, આ સ્થિતિમાં…

Read More

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ અહીં ત્રીજી ટી-20માં વિજય પછીની પ્રેસ કોન્ફરન્સમાં યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને ભવિષ્યનો ખેલાડી ગણાવતા કહ્યું હતું કે તેને પોતાની ક્ષમતા પુરી રીતે બતાવવા માટે પુરતો સમય આપવાની જરૂર છે. તેણે કહ્યું હતું કે પંતને અમે ભવિષ્ય તરીકે જોઇ રહ્યા છીએ, તેની પાસે ક્ષમતા અને પ્રતિભા છે. તેના પર પ્રેશર ઊભું કરવાને બદલે તેને પુરતો સમય આપવો પડશે. તે ટૂંક સમયમાં ટીમ માટે ફિનિશરની ભૂમિકા ભજવતો થઇ જશે. વેસ્ટઇન્ડિઝ સામે અહીં રમાયેલી ત્રીજી ટી-20માં મહત્વના સમયે અર્ધસદી ફટકારવાની સાથે જ યુવા બેટ્સમેન ઋષભ પંતની સાથે શતકીય ભાગીદારી કરીને ટીમના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવનારા ભારતીય ટીમના…

Read More

ઉરુગ્વેના સ્ટાર સ્ટ્રાઇકર ડિએગો ફોરલાને ફૂટબોલને અલવિદા કરી દીધી છે. ફોરલાને 2010ના ફિફા વર્લ્ડકપમાં સૌથી વધુ 5 ગોલ કરીને ગોલ્ડન બોલ જીત્યો હતો. ફોરલાનનના શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે જ ઉરુગ્વેની ટીમ 40 વર્ષ પછી સેમી ફાઇનલમાં પહોંચી હતી. સેમી ફાઇનલમાં તેઓ નેધરલેન્ડ સામે 2-3થી હારી ગયા હતા અને ત્રીજા સ્થાન માટે રમાયેલી મેચમાં પણ જર્મની સામે તેમનો 2-3થી જ પરાજય થયો હતો. ફોરલાનના નેતૃત્વમાં ઉરુગ્વેની ટીમ 2011માં કોપા અમેરિકામાં ચેમ્પિયન બની હતી. તે સમયે ફાઇનલમાં તેમણે પેરાગ્વેને 3-0થી હરાવ્યું હતું. ફોરલાન માન્ચેસ્ટરની સાથે પ્રીમિયર લીગ અને એફએ કપ જીત્યો હતો. તે પછી એટલેટિકોની સાથે 2010માં યુરોપા લીગ પણ જીત્યો હતો. ફોરલાન…

Read More

ઇંગ્લેન્ડમાં રમાયેલી ક્રિકેટ વર્લ્ડકપમાં પાકિસ્તાની ટીમના કંગાળ પ્રદર્શનને કારણે દોષનો ટોપલો મુખ્ય કોચ મિકી આર્થર અને સપોર્ટ સ્ટાફ પર ઢોળી દેવામાં આવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ કોચ આર્થર અને તેના સપોર્ટ સ્ટાફનો કરાર આગળ ન વધારવાનો નિર્ણય કરીને તેમને રજા આપી દેવાનું નક્કી કર્યું છે. પીસીબીએ બુધવારે જાહેર કર્યું હતું કે તેમણે આર્થર ઉપરાંત બોલિંગ કોચ અઝહર મહમૂદ, બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર અને ટ્રેનર ગ્રાન્ટ લુડેનના કરારને આગળ ન વધારવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય બીજી ઓગસ્ટે લાહોરમાં પીસીબી ક્રિકેટ કમિટી દ્વારા આયોજીત સમિક્ષા બેઠકમાં કરાયેલી ભલામણો પછી લેવાયો હતો. પીસીબી દ્વારા ટૂંક સમયમાં જ આ પદો માટે ભરતી…

Read More

ભારતીય ક્રિકેટ ટીમના માજી કેપ્ટન સૌરવ ગાંગુલીએ હિતોના ટકરાવ મામલે રાહુલ દ્રવિડને નોટિસ મોકલવા મામલે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) સામે નારાજગી દર્શાવી છે. આ બાબતે પોતાની નિરાશા અને નારાજગી વ્યક્ત કરતાં ગાંગુલીએ ટિ્વટર પર લખ્યું હતું કે ભારતીય ક્રિકેટમાં એક નવી ફેશન, હિતોનો ટકરાવ, સમાચારોમાં જળવાઇ રહેવા માટે સૌથી સારી રીત. ભગવાન ભારતીય ક્રિકેટની વહારે આવે. બીસીસીઆઇના એથિક્સ ઓફિસર દ્વારા રાહુલ દ્રવિડને હિતોના ટકરાવ મામલે નોટિસ મોકલવામાં આવી છે. બીસીસીઆઇ દ્વારા જે રીતે દિગ્ગજ ક્રિકેટરો સાથે વર્તણૂંક થઇ રહી છે, તેનાથી ઓફ સ્પિનર હરભજન સિંહ પણ ખુશ નથી. હરભજને પણ આ બાબતે ટિ્વટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી. હરભજને…

Read More

ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી મહિલા ખેલાડીઓની યાદીમાં એકમાત્ર ભારતીય ખેલાડી છે. ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલી આ યાદીમાં સિંધુ 55 લાખ અમેરિકન ડોલરની કુલ કમાણી સાથે 13માં ક્રમે છે. ફોર્બ્સે સૌથી વધુ કમાણી કરનારી કુલ 15 મહિલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં સેરેના વિલિયમ્સ 29.2 મિલિયન ડોલરની કમાણી સાથે ટોચના સ્થાને છે. ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલી સર્વાધિક કમાણી કરનારી મહિલા ખેલાડીની આ યાદી અનુસાર સિંધુની કમાણી 55 લાખ અમેરિકન ડોલર મતલબ કે 38 કરોડ 86 લાખ 87 હજાર રૂપિયા જેટલી થાય છે. ફોર્બ્સે કહ્યું હતું કે ભારતીય માર્કેટમાં સિંધુ એકમાત્ર સર્વાધિક કમાણી કરનારી…

Read More

વેસ્ટઇન્ડિઝ સામે મંગળવારે રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં ચાહર બંધુઓએ બોલિંગમાં જોરદાર પ્રદર્શન કર્યુ તેનાથી ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ બંને ભાઇઓની પ્રશંસા કરી હતી. વિરાટે કહ્યું હતું કે રાહુલની આ પહેલી મેચ હતી પણ તેણે નવા બોલ વડે પણ સારી બોલિંગ કરી બતાવી જયારે દીપકે જોરદાર સ્વિંગ બોલિંગ પ્રદર્શન કર્યું. તેણે એવું કહ્યું હતું કે નવા બોલથી દીપક ચાહર બીજો ભુવનેશ્વર છે. દીપક ચાહરને એક વર્ષ પછી ટી-20 રમવાનો મોકો મળ્યો અને તેણે પોતાને મળેલી તકનો પુરતો ફાયદો ઉઠાવ્યો. કોહલીએ કહ્યું હતું કે દીપક ચાહર ભુવનેશ્વર સાથે ઘણી સમાનતા ધરાવે છે. નવા બોલ સાથે તેની ક્ષમતા સ્પષ્ટ જણાઇ આવી. આઇપીએલમાં…

Read More

અહીં રમાયેલી ત્રીજી ટી-20માં દીપક ચાહરના જોરદાર બોલિંગ પ્રદર્શન અને વિરાટ કોહલી તેમજ ઋષભ પંતની અર્ધસદીઓના કારણે ભારતીય ટીમે વેસ્ટઇન્ડિઝને 7 વિકેટે હરાવી ટી-20 સિરીઝ 3-0થી જીતી લઇને ચોથીવાર કોઇ ટીમને 3-0થી ક્લિનસ્વીપ કરી હતી. આ સાથે જ ભારતીય ટીમે ટી-20 વર્લ્ડકપ ચેમ્પિયન વેસ્ટઇન્ડિઝ સામે સતત 6 મેચ જીતવાનો રેકોર્ડ કર્યો હતો. આ બાબતે પાકિસ્તાન 5 વિજય સાથે ભારત પછીના બીજા ક્રમે છે. વેસ્ટઇન્ડિઝ સામે ગયાનામાં રમાયેલી ત્રીજી ટી-20માં ભારતીય ટીમે 7 વિકેટે વિજય મેળવીને 3 ટી-20 મેચની સિરીઝ 3-0થી જીતી લઇને વેસ્ટઇન્ડિઝને ક્લિનસ્વીપ કર્યું હતું. ભારતીય ટીમે આ વિજય સાથે વેસ્ટઇન્ડિઝ સામે સતત 6 ટી-20 મેચ જીતવાનો રેકોર્ડ કર્યો…

Read More