કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના ખેલાડીઓ હવે ડોમેસ્ટિક સર્કિટમાં જમ્મુ અને કાશ્મીર વતી રમશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની વહીવટદારોની સમિતિ (સીઓએ)ના અધ્યક્ષ વિનોદ રાયે આ માહિતી આપી હતી. સરકારે સોમવારે જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જમ્મુ-કાશ્મીર અને લદાખમાં વહેંચણી કરી હતી. બીસીસીઆઇ હાલના તબક્કે બે પ્રદેશ એકમ બનાવવા માગતું નથી. રાયે કહ્યું હતું કે અમે હાલમાં લદાખ માટે અલગ ક્રિકેટ એસોસિએશન બનાવશું નહીં. એ વિસ્તારના ક્રિકેટરો બીસીસીઆઇની તમામ ડોમેસ્ટિક સ્પર્ધાઓમાં જમ્મુ-કાશ્મીર વતી જ રમશે. જમ્મુ-કાશ્મીરની રણજી ટીમમાં અત્યાર સુધી લદાખનો કોઇ ખેલાડી નથી. આગામી રણજી સિઝન આ વર્ષના અંતે ડિસેમ્બરમાં શરૂ થવાની છે. રાયને જ્યારે…
કવિ: Sports Desk
ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમના માજી કેપ્ટન બ્રેન્ડન મેક્કલમે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. પોતાની નિવૃત્તિની જાહેરાત મેક્કલમે ટિ્વટર પર એક લાંબી પોસ્ટ મુકીને કરી હતી અને કહ્યું હતું કે અહીં રમાતી ગ્લોબલ ટી-20 કેનેડા લીગના સમાપન પછી ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત થઇ જશે. એ ઉલ્લેખનીય છે કે મેક્કલમે 2016માં જ ઇન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી અને તે માત્ર વિશ્વભરમાં રમાતી ટી-20 લીગમાં રમતો રહ્યો હતો. મેક્કલમની કેપ્ટનશિપ હેઠળ ન્યુઝીલેન્ડની ટીમ 2015ના વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી હતી અને ત્યાં તેઓ ઓસ્ટ્રેલિયા સામે હાર્યા હતા. મેક્કલમે પોતાના ટિ્વટમાં અંતે લખ્યું છે કે હું ગર્વ અને સંતોષની સાથે એ…
છેલ્લી 3 સિઝનથી ગુલાબી બોલ વડે રમાતી રહેલી ભારતની એકમાત્ર ડે એન્ડ નાઇટ ફર્સ્ટ ક્લાસ સિરીઝ દુલીપ ટ્રોફી ટીવી કવરેજના અભાવે હવે ફરીથી લાલ બોલ વડે જ રમાશે. આ ટુર્નામેન્ટમાં ભારતના ટોચના ખેલાડીઓ ભાગ લેશે અને 17 ઓગસ્ટથી 9મી સપ્ટેમ્બર દરમિયાન બેગ્લુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર રમાનારી આ ટુર્નામેન્ટનું ફાઇનલ સુધી જીવંત પ્રસારણ કરવામાં નહીં આવે. હંમેશની જેમ ત્રણ ટીમમાં ખેલાડીઓની વહેંચણી કરવામાં આવી છે, અને તેમાં શુભમન ગીલને બ્લ્યુ, પ્રિયાંક પંચાલને રેડ અને ફેઝ ફજલને ગ્રીન ટીમનું સુકાન સોંપવામાં આવ્યું છે. બીસીસીઆઇના ઓપરેશનલ મેનેજર સબા કરીમે કહ્યું હતું કે 5થી 9 સપ્ટેમ્બર સુધી થનારી ફાઇનલને બાદ કરતાં તમામ મેચ લાલ…
આઇસીસી દ્વારા મંગળવારે જાહેર કરાયેલા ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સે એશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટમાં 7 વિકેટ લેવાની સાથે બોલર્સના રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન વધુ મજબૂત કરી દીધું હતું. કમિન્સે પોતાના કેરિયર બેસ્ટ 898 રેટિંગ્સ પોઇન્ટ મેળવ્યા છે અને તે છેલ્લા 50 વર્ષોમાં ગ્લેન મેકગ્રા અને શેન વોર્ન પછી સૌથી વધુ રેટિંગ્સ પોઇન્ટ મેળનારો ત્રીજો ઓસ્ટ્રેલિયન બોલર બન્યો છે. એશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટમાં બોલિંગમાં નબળુ પ્રદર્શન કરનારા ઇંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસનને એક સ્થાનનુ્ં નુકશાન થયું છે અને તેના રેટિંગ પોઇન્ટ 862 પરથી ઘટીને 831 થઇ જતાં તે ત્રીજા સ્થાને સરકી ગયો છે અને દક્ષિણ આફ્રિકાનો કગિસો રબાડા બીજા સ્થાને પહોંચ્યો…
ઇંગ્લેન્ડ સામેની એશિઝ સિરીઝની પહેલી ટેસ્ટની બંને ઇનિંગમાં સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન ટીમનો માજી કેપ્ટન સ્ટીવ સ્મિથ મંગળવારે જાહેર કરાયેલા નવા ટેસ્ટ રેન્કિંગમાં ભારતના ચેતેશ્વર પુજારાને પાછળ હડસેલીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી ટોચના સ્થાને યથાવત રહ્યો છે, જ્યારે પુજારા હવે ત્રીજા પરથી ચોથા સ્થાને સરકી ગયો છે. બોલ ટેમ્પરિંગ પ્રકરણને કારણે એક વર્ષનો પ્રતિબંધ વેઠીને પાછા ફરીને પહેલી જ ટેસ્ટમાં સ્મિથ 144 અને 142 રનની બે ઇનિંગ રમીને મેન ઓફ ધ મેચ બન્યો હતો. એને તેના કારણે તેણે ફરી 900થી વધુ રેટિંગ પોઇન્ટ મેળવી લીધા હતા. આ ટેસ્ટ પહેલા તેના રેટિંગ પોઇન્ટ 857 હતા, જે…
ભારતીય બેડમિન્ટન ડબલ્સ જોડી સાત્વિકસાઇ રાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ થાઇલેન્ડ ઓપનમાં ઇતિહાસ રચીને ટાઇટલ જીતી લીધા પછી મંગળવારે જાહેર થયેલા વર્લ્ડ બેડમિન્ટન રેન્કિંગમાં 7 ક્રમની જોરદાર છલાંગ લગાવીને ટોપ ટેનમાં એન્ટ્રી કરી લીધી છે. ભારતીય જોડીએ રવિવારે હાલના વર્લ્ડ ચેમ્પિયન અને ત્રીજી ક્રમાંકિત જોડી ચીનના લી જુન હુઇ અને લિયૂ યૂ ચેનને 21-19, 18-21, 21-18થી હરાવીને થાઇલેન્ડ ઓપન ટાઇટલ જીતી લીધું હતું, આ બંનેનું આ પહેલું ટાઇટલ રહેવાની સાથે જ બીડબલ્યુએફ સુપર 500 બેડમિન્ટન ટાઇટલ જીતનારી તે પ્રથમ ભારતીય જોડી પણ બની હતી. વર્લ્ડ ડબલ્સ રેન્કિંગમાં રંકીરેડ્ડી અને ચિરાગની જોડી હવે 9માં ક્રમે પહોંચી ગઇ છે. આ પહેલા તેઓ…
ભારતીય ટીમના બોલિંગ કોચના પદ માટે અરજી કરનારા સુનિલ જોશીનું એવું માનવું છે કે વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમને એક સ્પિન નિષ્ણાતની જરૂર છે. કોહલી સાથે વિવાદ થયાં પછી ભારતીય ટીમના મુખ્ય કોચપદેથી અનિલ કુંબલે હટી ગયો તે પછી ભારતીય ટીમ સાથે કોઇ સ્પિન નિષ્ણાત રહ્યો નથી. જોશીએ કહ્યું હતું કે મેં બોલિંગ કોચ માટે અરજી કરી છે. બાંગ્લાદેશની ટીમ સાથે અઢી વર્ષના સફળ કાર્યકાળ પછી હવે હું આગલા પડકાર માટે તૈયાર છું. ભારતીય ટીમ સાથે લાંબા સમયથી કોઇ સ્પિન બોલિંગ કોચ રહ્યો નથી તેથી મને લાગે છે કે મારી વિશેષતા પર વિચાર કરવામાં આવશે. સુનિલ જોશીએ એવું પણ…
બીસીસીઆઇના વહીવટદારોની સમિતિ (સીઓએ) દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચની પસંદગી કરવાનું કામ જેમને સોંપવામાં આવ્યું છે તે કપિલ દેવની આગેવાની હેઠળની ક્રિકેટ એડવાઇઝરી કમિટી (સીએસી)એ એવું સ્પષ્ટ કરી દીધું છે કે આ પદ માટે તેઓ કોઇ વિદેશીની પસંદગી કરવાની તરફેણમાં નથી. હવે તેમના દ્વારા જે વાત કરવામાં આવી છે તેને ધ્યાને લેતા એવું લાગી રહ્યું છે કે હાલના કોચ રવિ શાસ્ત્રીની જ ફરી એકવાર આ પદે વરણી કરવામાં આવશે. માજી કેપ્ટન કપિલ દેવ, અંશુમાન ગાયકવાડ અને મહિલા ટીમના માજી કેપ્ટન શાંતા રંગાસ્વામીની સીએસીના એક સભ્યનું એવું કહેવું હતું કે શાસ્ત્રીની દેખરેખમાં હાલમાં ટીમ ઇન્ડિયા સારું જ પ્રદર્શન કરી રહી…
ગયાનામાં પ્રવાસી ભારત સામેની ત્રીજી ટી-20માં વેસ્ટઇન્ડિઝે પ્રથમ દાવ લઇને કિરોન પોલાર્ડની અર્ધસદીની મદદથી 6 વિકેટે 146 રન બનાવ્યા હતા. 147 રનના લક્ષ્યાંકને ભારતીય ટીમે કેપ્ટન વિરાટ કોહલી (59) અને ઋષભ પંત વચ્ચેની શતકીય ભાગીદારીના પ્રતાપે 19.1 ઓવરમાં 3 વિકેટના ભોગે કબજે કરી લઇને 7 વિકેટે વિજય મેળવ્યો હતો. ભારતનો વિન્ડીઝ સામે આ સતત છઠ્ઠો ટી-20 વિજય રહ્યો હતો. જ્યારે વેસ્ટઇન્ડિઝે આ સાથે સર્વધિક 58મી હાર મેળવી હતી. વિરાટ કોહલીએ ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને એક વર્ષ પછી પોતાની કેરિયરની બીજી ટી-20માં દીપક ચાહરે પહેલી બે ઓવરમાં જ બંને ઓપનર એવિન લુઇસ અને સુનિલ નરીન ઉપરાંત શિમરોન…
વેસ્ટઇન્ડિઝ સામેની ત્રણ મેચની ટી-20 સિરીઝમાં અજેય સરસાઇ મેળવ્યા પછી હવે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આવતીકાલે અહીં રમાનારી અંતિમ ટી-20માં ભારતીય ટીમમાં ફેરફારનો સંકેત આપ્યો હતો. કોહલીએ કહ્યું હતું કે અંતિમ મેચમાં એ ખેલાડીઓને તક મળશે કે જેઓને પહેલી બે ટી-20માં તક આપવામાં આવી નહોતી. જો કે આ સાથે જ ટીમની નજર વેસ્ટઇન્ડિઝના વ્હાઇટ વોશ પર પણ હોવાનો સંકેત તેણે આપ્યો હતો. કોહલીએ કહ્યું હતું કે સિરીઝમાં અજેય સરસાઇ મેળવ્યા પછી હવે ટીમમાં બેન્ચ પર બેઠેલાઓને સામેલ કરવાની તક મળી છે. પહેલી મેચમાં એટલું સારુ પ્રદર્શન રહ્યું ન હોવા છતાં ભારતીય ટીમે એ મેચ જીતી હતી અને બીજી મેચમાં વાતાવરણે…