કવિ: Sports Desk

ભારતની સ્ટાર બોક્સર ઍમસી મેરી કોમે ફરી ઍકવાર ઍ સાબિત કર્યુ છે કે ઉંમર તેના માટે ઍક આંકડો માત્ર છે અને 36 વર્ષની વયે પણ તેના પંચમાં દમ હોવાનું પુરવાર કરીને વર્લ્ડ ચેમ્પિયન મેરીઍ રવિવારે ઇન્ડોનેશિયાના લાબુઆન બાજા ખાતે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરીને 23મી પ્રેસિડેન્ટ કપ બોક્સિંગ ટુર્નામેન્ટમાં 51 કિગ્રાની કેટેગરીની ફાઇનલમાં જોરદાર પ્રદર્શન કરીને ગોલ્ડન પંચ માર્યો હતો. મેરી કોમ પછી સિમરનજીત કૌરે પણ 60 કિગ્રાની પોતાની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલિસ્ટ મેરી કોમે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની બોક્સર ઍપ્રિલ ફ્રેન્ક્સને 5-0થી હરાવી હતી. મોડેથી રમાયેલી 60 કિગ્રાની ફાઇનલમાં સિમરનજીત કૌરે ઍશિયન ગેમ્સની બ્રોન્ઝ મેડલિસ્ટ ઇન્ડોનેશિયાની ઇસાનાહ…

Read More

અહીં રમાયેલી શ્રીલંકા સામેની બીજી વન ડેમાં પોતાની ટીમ માટે નોટઆઉટ 98 રનની ઇનિંગ રમનારા મુશ્ફીકર રહીમે વન ડેમાં 6000 રન પુરા કર્યા હતા. ખાસ વાત ઍ હતી કે આ આંકડે પહોંચનારો તે બાંગ્લાદેશનો પહેલો વિકેટકીપર બેટ્મસેન બન્યો છે. જા કે ઓવરઓલ તે ત્રીજો બાંગ્લાદેશી બન્યો છે. તેના પહેલા તમીમ ઇકબાલ અને શાકિબ અલ હસન આ આંકડે પહોંચી ચુક્યા છે. રહીમે રવિવારે 8મો રન પુરો કર્યો તેની સાથે જ વનડેમાં તેના 6000 રન પુરા થયા હતા. બાંગ્લાદેશ વતી વન ડેમાં સર્વાધિક રન કરનારા ખેલાડીઓ ખેલાડી                        ઇનિંગ      રન …

Read More

બાંગ્લાદેશના શ્રીલંકા પ્રવાસની રવિવારે રમાયેલી બીજી વનડેમાં મુશ્ફીકર રહીમની નોટઆઉટ 98 રનની ઇનિંગની મદદથી બાંગ્લાદેશે 8 વિકેટે 238 રનનો સ્કોર બનાવીને યજમાન ટીમ સામે 239 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેની સામે શ્રીલંકા વતી અવિષ્કા ફર્નાન્ડોની 82 રનની ઇનિંગ ઉપરાંત ઍન્જેલો મેથ્યુઝની નોટઆઉટ 52 રનની ઇનિંગની મદદથી શ્રીલંકાઍ 44.4 ઓવરમાં જ 3 વિકેટના ભોગે લક્ષ્યાંક કબજે કરી 7 વિકેટે વિજય મેળવીને સિરીઝમાં 2-0ની સરસાઇ મેળવી લીધી હતી 239 રનના લક્ષ્યાંક સામે શ્રીલંકા તરફથી અવિષ્કા ફર્નાન્ડો અને દિમુથ કરુણારત્નેઍ ટીમને સારી શરૂઆત અપાવીને 71 રનની ભાગીદારી કરી હતી. જો કે 129 રનના સ્કોર સુધીમાં બંનેની વિકેટ પડી ગઇ હતી તે પછી 146…

Read More

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ શનિવારે પ્રો કબડ્ડીની ૭મી સિઝનના મુંબઇ લેગને ખુલ્લી મુકી અને તે યૂ મુંબા તેમજ પુનેરી પલ્ટન વચ્ચેની મેચ જોવા હાજર રહ્યો હતો. આ દરમિયાન તેને રેપિડ ફાયરમાં કેટલાક રસપ્રદ સવાલો પુછવામાં આવ્યા હતા. કોહલીને જ્યારે પુછાયું કે જો તેણે ભારતીય ક્રિકેટ ટીમમાંથી કબડ્ડીની ટીમ બનાવવા માટે ખેલાડી પસંદ કરવાના હોય તો તે કયા ખેલાડીઓની પસંદગી કરશે. ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે હું ઍ ટીમમાં મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, ઋષભ પંત, ઉમેશ યાદવ અને જસપ્રીત બુમરાહને સામેલ કરીશ. તેમાં કેઍ રાહુલ પણ હશે. તેણે કહ્યું હતું કે કબડ્ડીમાં તાકાત અને સ્ફૂર્તિની જરૂર હોય છે…

Read More

કોલંબો, તા. ૨૬ ઃ બાંગ્લાદેશના શ્રીલંકા પ્રવાસની શુક્રવારે અહી રમાયેલી પહેલી વનડેમાં કુસલ પરેરાની ઝડપી સદીની મદદથી ૮ વિકેટે ૩૧૪ રન બનાવીને મુકેલા ૩૧૫ રનના લક્ષ્યાંક સામે શ્રીલંકન બોલરોની અંકુશીત બોલિંગને કારણે બાંગ્લાદેશની ટીમ ૨૨૩ રનમાં ઓલઆઉટ થતાં શ્રીલંકાની ટીમે ૯૧ રને જીત મેળવીને લસિથ મલિંગાને વિજય સાથે વિદાય આપી હતી. મલિંગાઍ આ વનડેમાં ૩ વિકેટ ઉપાડીને પોતાની વિદાયને થોડી યાદગાર બનાવી હતી. લસિથ મલિંગાઍ પોતાની અંતિમ વન ડેમાં ૩ વિકેટ ઉપાડી, પ્રદીપની પણ ૩ વિકેટ ૩૧૫ રનના લક્ષ્યાંકની સામે બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી અને ૩૯ રનમાં ૪ વિકેટ તેમણે ગુમાવી દીધી હતી. તે પછી શબ્બીર રહેમાન અને મુશ્ફીકર…

Read More

લોર્ડ્સના મેદાન પર પહેલા દાવમાં ઇંગ્લેન્ડને 85 રને ઓલઆઉટ કરીને પછી પહેલા દાવમાં 207 રન બનાવનારી આયરલેન્ડની ટીમ બીજા દાવમાં માત્ર 38 રનમાં ઓલઆઉટ થઇને ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસનો પાંચમો સૌથી નીચો સ્કોર બનાવ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા સ્કોર પર આઉટ થવાનો રેકોર્ડ ન્યુઝીલેન્ડના નામે છે. 1955માં ઇંગ્લેન્ડ સામે ન્યુઝીલેન્ડની ટીમ માત્ર 26 રનમાં ઓલઆઉટ થઇ હતી. રસપ્રદ વાત ઍ છે કે 5 સૌથી ઓછા સ્કોરમાં કુલ 7 ઇનિંગનો સમાવેશ થાય છે અને તેમાંથી 6માં બોલિંગ કરનારી ટીમ ઇંગ્લેન્ડ છે. જો કે તેમાં મોટાભાગની મેચ ક્રિકેટ ઇતિહાસના શરૂઆતના તબક્કાની કહી શકાય તેવી છે. રેકોર્ડ બુકમાં ટેસ્ટ ક્રિકેટના સૌથી ઓછા સ્કોર…

Read More

આયરલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની ઍકમાત્ર ટેસ્ટની શરૂઆત જેટલી નાટ્યાત્મક રહી હતી તેનો અંત તેના કરતાં વધુ નાટ્યાત્મક રહ્યો હતો. પહેલા દાવમાં માત્ર 85 રને ઓલઆઉટ થયેલી ઇંગ્લેન્ડની ટીમે આયરલેન્ડના બીજા દાવને માત્ર 38 રનમાં સમેટી લઇને મેચ 143 રને જીતી લીધી હતી. આયરલેન્ડનો બીજા દાવ માત્ર 15.4 ઓવરમાં જ પુરો થયો હતો. ક્રિસ વોક્સે 7.4 ઓવરમાં 17 રન આપીને 6 વિકેટ જ્યારે સ્ટુઅર્ટ બ્રોડે 8 ઓવરમાં 19 રન આપીને 4 વિકેટ ઉપાડી હતી. ક્રિસ વોક્સે 17માં 6 જ્યારે સ્ટુઅર્ટ બ્રોડે 19માં 4 વિકેટ ઉપાડીને આયરલેન્ડની બેટિંગ લાઇનઅપને ધમરોળી નાંખી ત્રીજા દિવસની શરૂઆતમાં જ આગલા દિવસના સ્કોરમાં ઍકપણ રનનો ઉમેરો કર્યા…

Read More

ભારતીય પુરૂષ સિંગલ્સ બેડમિન્ટ ખેલાડી બી સાઇ પ્રણીતે શુક્રવારે અહીં જાપાન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયાના ટોમી સુગિયાર્તોને સરળતાથી હરાવીને સેમી ફાઇનલની ટિકીટ કપાવી લીધી હતી. આ તરફ મહિલા સિંગલ્સમાં પીવી સિંધુને ફરી ઍકવાર નિરાશા જ હાથ લાગી છે અનેં તે સ્થાનિક ખેલાડી અકાને યામાગુચી સામે ક્વાર્ટર ફાઇનલમાં હારી જતાં સ્પર્ધામાંથી આઉટ થઇ ગઇ છે. પ્રણીતે માત્ર 36 મિનીટમાં જ સુગિયાર્તોને 21-12, 21-15થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે જો કે પ્રણીતની સાચી કસોટી થશે. સેમી ફાઇનલમાં તેની સામે ટોચના ક્રમાંકિત જાપાનીઝ ખેલાડી કેન્ટો મોમોતાના રૂપે મોટો પડકાર છે, મોમોતોઍ સ્થાનિક ખેલાડી હોવાથી તે અહીં ફેવરિટ તરીકે જ રમી રહ્યો…

Read More

સ્ટાર જેવેલિન થ્રોઅર નીરજ ચોપરાઍ ગુરૂવારે ઍવું કહ્યું હતું કે તે આ વર્ષના અંતે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા બાબતે વિચારશે. નિરજે આ નિવેદન ત્યારે કર્યુ છે જ્યારે ઍ સ્પષ્ટ થઇ ગયું છે કે તે આ પ્રતિષ્ઠિત સ્પર્ધા માટે ક્વોલિફાઇ થઇ ગયો છે. આ પહેલા ઍ બાબતે થોડી અવઢવ જેવી સ્થિતિ હતી કે નીરજે આ સ્પર્ધા માટે ક્વોલિફાઇ કર્યુ છે કે નહીં. અધિકારીઓ ઍ બાબતે સ્પષ્ટ નહોતા કે જાલાહલીમાં ૬૮મી ઓલ ઇન્ડિયા ઇન્ટર સર્વિસ ઍથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ૮૩.૯૦ મીટરના તેના થ્રોને વર્લ્ડ ચેમ્પિયનશિપના ક્વોલિફિકેશનમાં વિચારણા હેઠળ લેવાશે કે નહીં. જો કે હવે ઍ માહિતી મળી છે કે ગત વર્ષે ૧૭થી ૨૦…

Read More

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આમ્રપાલી ગ્રુપના સીઍમડી અનિલ કુમાર શર્માઍ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ના અધ્યક્ષ શશાંક મનોહરના ખાતામાં જે 36 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે તે ફંડ ખોટા ઉપયોગની કેટેગરીમાં આવે છે. આ પૈસા ઍ લોકોના હતા જેમણે આમ્રપાલી ગ્રુપને ઘર ખરીદવા માટે આપ્યા હતા. મનોહરનું નામ ઍ યાદીમાં આવે છે જેમને શર્માઍ 8.71કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે. આ બાબતે આઇસીસીના અધ્યક્ષ અને વ્યવસાયે વકીલ ઍવા શશાંક મનોહરે પોતાની સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ચાર વર્ષ પહેલા હું પટના હાઇકોર્ટમાં આમ્રપાલી ગ્રુપ વતી કેસ લડવા માટે ગયો હતો. તે સિવાય મારે તેની સાથે કોઇ સંબંધ નથી. મનોહરના ખાતામાં પૈસા…

Read More