દક્ષિણ આફ્રિકન ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે કહયું છે કે આઇસીસી વર્લ્ડકપ ૨૦૧૯ની ફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાશે. હાલના વર્લ્ડકપમાં પોતાની છેલ્લી રાઉન્ડ રોબિન મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું તે પછી ભારતીય ટીમ ટોચના સ્થાને પહોંચી ગઇ હતી અને તેથી તેની સેમી ફાઇનલ ટેબલમાં ચોથા સ્થાને રહેલી ન્યુઝીલેન્ડ સાથે રમાવાની છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટને ઍવું પણ કહ્યું હતું કે તેમની આ જીતથી ભારતીય ટીમ ખુશ થઇ હશે, કારણકે છેલ્લા કેટલાક સમયથી ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડનું ફોર્મ કથળી ગયું છે. તેણે ઍવું પણ કહ્યું હતું કે અન્ય સેમી ફાઇનલમાં ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાને હરાવી દેશે. તેણે કહ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયાએ મોટી…
કવિ: Sports Desk
આત્મવિશ્વાસ સભર ટીમ ઇન્ડિયા મંગળવારે વર્લ્ડ કપ 2019ની સેમી ફાઇનલમાં જ્યારે ન્યુઝીલેન્ડ સામે મેદાને ઉતરશે ત્યારે આ બંને ટીમ વચ્ચે એક જોરદાર મેચ થવાની ચાહકોને આશા છે. જો કે વરસાદ આ મેચની મજા મારી શકે તેવી પૂરી સંભાવના છે. હવામાન વિભાગે એવા સંકેત આપ્યા છે કે મેચના દિવસે વરસાદ પડી શકે તેમ છે. જો મંગળવારે વરસાદને કારણે આ મેચ ન રમી શકાય તો પછી એ મેચ રિઝર્વ ડે તરીકે રખાયેલા બુધવારે રમાડી શકાશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)એ લીગ સ્ટેજમાં કોઇ રિઝર્વ ડે નહોતો રાખ્યો પણ સેમી ફાઇનલ અને ફાઇનલ માટે એક રિઝર્વ ડે રાખ્યો છે. કમનસીબે જો રિઝર્વ ડે મતલબ…
8 વારના વિમ્બલ્ડન ચેમ્પિયન રોજર ફેડરરે અહીં રમાતી વર્ષની ત્રીજી ગ્રાન્ડસ્લેમમાં લુકાસ પાઉલી સામે ત્રીજા રાઉન્ડની મેચ જીતી તેની સાથે જ 17મી વાર અંતિમ ૧૬માં તેણે સ્થાન મેળવ્યું હતું. તેણે પાઉલીને 7-5, 6-2, 7-6થી હરાવ્યો હતો આ સાથે જ આ તેની ગ્રાન્ડસ્લેમ કેરિયરની 350મી જીત રહી હતી. હવે તે આગલા રાઉન્ડમાં મારિયો બેરેટિની સામે રમશે. ફેડરરના પરંપરાગત હરીફ રાફેલ નડાલે પણ ફ્રાન્સના વિલ્ફ્રેડ સોંગાને 6-2, 6-3, 6-2થી હરાવીને અંતિમ 16માં પોતાનું સ્થાન પાકું કરી લીધું હતું. નડાલ હવે આગલા રાઉન્ડમાં પોર્ટુગલના જાઓ સોસા સામે રમશે, જેણે ડેન ઇવાન્સ સામે 5 સેટની લડત લડીને બ્રિટનની આશાનો અંત આણીને અંતિમ 16માં સ્થાન…
ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપની અંતિમ લીગ મેચમાં દક્ષિણ આફ્રિકા વિજેતા બન્યું તે પછી દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ઓલરાઉન્ડર જે પી ડુમીનીઍ ઇન્ટરનેશનલ ક્રિકેટને બાય બાય કરી દેવાની જાહેરાત કરી દીધી હતી. તેની સાથે જ ટીમના સ્પિનર ઇમરાન તાહિરે પણ નિવૃત્તિની જાહેરાત અગાઉથી જ કરી દીધી હતી. 35 વર્ષના ડુમિનીઍ કહ્યું હતું કે હું છેલ્લા ઘણાં સમયથી આ અંગે વિચારતો હતો. હું આટલા વર્ષો સુધી મહાન ક્રિકેટરોની સાથે રમ્યો છું અને મારી જાતને ભાગ્યશાળી માનું છુ. જે પી ડુમીનીની ઇન્ટરનેશનલ કેરિયર પર ઍક નજર ફોર્મેટ મેચ ઍવરેજ રન સદી અર્ધસદી ટેસ્ટ…
ભારત અને શ્રીલંકા વચ્ચે અહીં રમાયેલી વર્લ્ડ કપની લીગ રાઉન્ડની મેચ દરમિયાન હેડિંગ્લેના આકાશમાં વિમાન દ્વારા દર્શાવાયેલા ભારત વિરોધી બેનર લહેરાવવાના મુદ્દાને કારણે નારાજ બીસીસીઆઇઍ અસ્વીકાર્ય ગણાવીને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ સમક્ષ આ મામલે પોતાના ખેલાડીઓની સુરક્ષાનો મુદ્દો ફરી ઍકવાર ઉઠાવ્યો હતો. રાજકારણ પ્રેરિત ઍક અન્ય ઘટના હેઠળ શનિવારે મેચ શરૂ થયાની થોડી મિનીટો પછી ઍક વિમાન સ્ટેડિયમ પરથી પસાર થયું હતું જેમા કાશ્મીર સાથે ન્યાયનું બેનર દર્શાવાયું હતું, તે પછી અડધા કલાક પછી ફરી ઍ વિમાન પસાર થયું અને તેમાં ભારત નરસંહાર બંધ કરો, કાશ્મીરને આઝાદ કરોનું બેનર દર્શાવાયું હતું. ભારતીય ટીમનો દાવ ચાલું હતો ત્યારે ત્રીજુ વિમાન પસાર થયું…
ભારતીય ટીમ મંગળવારે અહીં આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપની પહેલી સેમી ફાઇનલમાં જ્યારે રમવા ઉતરશે ત્યારે ભારતીય ક્રિકેટ ચાહકોને વિરાટ કોહલી પાસે 2008ના અંડર-19 વર્લ્ડકપની સેમી ફાઇનલ જેવું જ પરિણામ લાવવાની આશા હશે. બંને ટીમ આ વર્લ્ડકપમાં પહેલીવાર સામ સામે આવી રહી છે, કારણ બંને વચ્ચેની લીગ મેચ વરસાદને કારણે ધોવાઇ ગઇ હતી. કોહલી અને વિલિયમ્સન પોતાની કેરિયરમાં બીજીવાર વર્લ્ડકપ સેમી ફાઇનલમાં સામસામે આવ્યા છે. આ પહેલા આ બંને કેપ્ટન 2008ના અંડર-19 વર્લ્ડકપની સેમી ફાઇનલમાં સામસામે આવ્યા હતા. વિરાટ કોહલીઍ ઍ મેચમાં બોલિંગમાં કમાલ કરીને બે વિકેટ ઉપાડી હતી અને તે પછી બેટિંગમાં 43 રનની ઇનિંગ રમી હતી. ભારતીય ટીમ ઍ મેચ…
ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે મંગળવારે અહીં રમાનારી વર્લ્ડકપની પહેલી સેમી ફાઇનલમાં ભારતીય ટીમનો હાથ ઉપર રહેવાની સંભાવના છે. વર્લ્ડકપના સેમી ફાઇનલના ઇતિહાસને ધ્યાને લઇઍ તો તે અનુસાર ભારતીય ટીમ આ મામલે ન્યુઝીલેન્ડ પર સરસાઇ ધરાવે છે. વર્લ્ડકપ ઇતિહાસમાં ભારતીય ટીમે આ સાથે અત્યાર સુધી કુલ 7 સેમી ફાઇનલ રમી છે. જેમાંથી 4માં તેનો વિજય થયો છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમે આ સાથે અત્યાર સુધી કુલ મળીને 8 સેમી ફાઇનલ રમી છે અને તેમાંથી માત્ર 1 વાર તે જીતી છે. વર્લ્ડકપ સેમી ફાઇનલમાં ભારત-ન્યુઝીલેન્ડ આંકડાની દૃષ્ટિઍ દેશ મેચ જીત …
શનિવારે રમાયેલી લીગ રાઉન્ડની અંતિમ બે મેચ સાથે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની રાઉન્ડ રોબિનની 45 મેચ પુરી થઇ હતી અને તેની સાથે જ જે ચાર સેમી ફાઇનાલિસ્ટ નક્કી હતા, તેમાંથી કોણે કોની સામે રમવાનું તે પણ નક્કી થયું હતું. તેના પગલે હવે ભારતીય ટીમ મંગળવારે પહેલી સેમી ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે રમશે, જ્યારે યજમાન ઇંગ્લેન્ડનો સામનો ગુરૂવારે રમાનારી બીજી સેમી ફાઇનલમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન અોસ્ટ્રેલિયા સાથે થશે. ભારતીય ટીમ શ્રીલંકા સામે જીતી તેની સાથે જ તે પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગઇ હતી, જ્યારે અત્યાર સુધી ટોચના સ્થાને રહેલી અોસ્ટ્રેલિયાની ટીમ પોતાની અંતિમ લીગ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે હારી જતાં તેઅો બીજા…
શ્રીલંકા સામે શનિવારે રમાયેલી મેચમાં ભારતીય ટીમના હીટમેન રોહિત શર્માએ પોતાની શતકીય ઇનિંગની સાથે જ એકસાથે બે રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. રોહિત શર્માએ 92 બોલમાં પોતાની સદી પુરી કરી હતી અને તેની સાથે જ તે એક જ વર્લ્ડ કપમાં 5 સદી કરનારો વિશ્વનો પહેલો બેટ્સમેન બન્યો હતો. તેના પહેલા કુમાર સંગાકારાએ 2015ના વર્લ્ડ કપમાં 4 સદી ફટકારી હતી, જ્યારે 1996ના વર્લ્ડકપમાં માર્ક વો, 2003ના વર્લ્ડ કપમાં સૌરવ ગાંગુલી અને 2007ના વર્લ્ડકપમાં મેથ્યુ હેડને 3-3 સદી ફટકારી હતી. રોહિતની વર્લ્ડકપની આ ઓવરઓલ છઠ્ઠી સદી રહી હતી. જ્યારે વનડે કેરિયરની આ તેની 21મી સદી રહી હતી. તેની સાથે જ તેણે ઓવરઓલ…
લીડ્સમાં રમાયેલી વર્લ્ડ કપની પોતાની અંતિમ લીગ મેચમાં 55 રનમાં 4 વિકેટ ગુમાવ્યા પછી એન્જેલો મેથ્યુઝની સદી અને લાહિરુ થિરિમાને સાથેની તેની 124 રનની ભાગીદારી કરીને 7 વિકેટે 264 રનની ભાગીદારી કરીને ટીમ ઇન્ડિયા સામે 265 રનનો લક્ષ્યાંક મુક્યો હતો., જેને ભારતીય ટીમે રોહિતની સતત ત્રીજી અને ટુર્નામેન્ટની પાંચમી તેમજ વિક્રમી સદી અને કેએલ રાહુલની ટુર્નામેન્ટની પહેલી સદીની મદદથી 44મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને કબદે કરી લઇને મેચ 7 વિકેટે જીતી લીધી હતી. 265 રનના લક્ષ્યાંકની સામે રોહિત શર્માં અને કેએલ રાહુલે જોરદાર શરૂઆત અપાવી હતી. બંનેએ મળીને પહેલી વિકેટ માટે 189 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્માએ પોતાનું જોરદાર…