ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેન્ગરનું માનવું છે કે આવતીકાલે શનિવારે જ્યારે તેમની ટીમ વર્લ્ડ કપની અંતિમ લીગ મેચ માટે અહીં દક્ષિણ આફ્રિકા સામે મેદાને ઉતરશે ત્યારે બોલ ટેમ્પરિંગના કારણે 12 મહિનાનો પ્રતિબંધ વેઠી ચુકેલા ડેવિડ વોર્નર અને સ્ટીન સ્મિથ પર કોઇ વધારાનું પ્રેશર નહીં હોય. ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલાથી જ સેમી ફાઇનલમાં પહોંચી ચુકી છે, જા કે શનિવારની મેચ ઍ નિર્ધારિત કરશે કે તેઓ પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચશે કે કેમ. વોર્નર અને સ્મિથ દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગ પ્રકરણના કારણે ઍક વર્ષનો પ્રતિબંધ વેઠીને પછી ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ થયા છે. પ્રતિબંધમાંથી પાછા ફર્યા પછી બંને પહેલીવાર દક્ષિણ આફ્રિકા સામે…
કવિ: Sports Desk
વર્ષની ત્રીજી ગ્રાન્ડસ્લેમ વિમ્બલ્ડનમાં પુરૂષ સિંગલ્સમાં સ્પેનિશ ખેલાડી રાફેલ નડાલ અને મહિલા સિંગલ્સમાં ૭ વારની ચેમ્પિયન સેરેના વિલિયમ્સે પોતપોતાની મેચ જીતી લઇને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. જ્યારે જાન ઇસનર અને મારિન સિલિચ હારીને સ્પર્ધા બહાર ફેંકાઇ ગયા હતા. આ સિવાય શુક્રવારે ૧૫માં ક્રમાંકિત મિલોસ રાઓનિચે ત્રીજા રાઉન્ડ જીતીને ચોથા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. પુરૂષ વિભાગમાં નંબર ટુ પણ અહીં ત્રીજા ક્રમાંકિત નડાલે ચાર સેટનો સંઘર્ષ કરીને ઓસ્ટ્રેલિયન ખેલાડી નિક કિર્ગિયોસને 6-3, 3-6, 7-6, 7-6થી હરાવ્યો હતો. આ મેચ દરમિયાન ગેમ ઓફ સ્પિરીટ વિરુદ્ધનું વર્તન કરવા બદલ કિર્ગિયોસને ચેતવણી અપાઇ હતી. નડાલનો આ વિમ્બલ્ડનમાં 50મો વિજય રહ્યો હતો,…
હાલના વર્લ્ડ કપમાં ભારતીય ટીમે પોતાની વિજયી રિધમ ભલે જાળવી રાખી હોય પણ તે છતાં તેમના માટે મિડલ ઓર્ડરની સમસ્યા હજુ પણ જૈસે થે જેવી છે. આ સ્થિતિમાં આવતીકાલે શનિવારે જ્યારે ભારતીય ટીમ અહીં શ્રીલંકા સામે પોતાની અંતિમ રાઉન્ડ રોબિન મેચ રમવા માટે ઉતરશે ત્યારે તેઓ આશા રાખશે કે મહેન્દ્ર સિંહ ધોની સહિતનું મિડલ ઓર્ડર સેમી ફાઇનલ પહેલા ફોર્મમાં આવી જાય. ભારતીય ટીમ પહેલાથી સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કરી ચુકી છે અને હાલ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને રહેલી ટીમ ઇન્ડિયા શ્રીલંકા સામેની મેચ જીતીને ટોચના સ્થાને પહોંચી શકે છે. પણ તેના માટે શરત માત્ર ઍટલી છે કે શનિવારે જ…
સેમી ફાઇનલ પહેલાની અંતિમ રાઉન્ડ રોબિન મેચ પહેલા ઓસ્ટ્રેલિયાને ઍક મોટો ફટકો પડ્યો હતો અને તેનો ડાબોડી બેટ્સમેન શોન માર્શ નેટ પ્રેક્ટિસ દરમિયાન ઘવાયો હતો. માર્શને હાથમાં પ્રેક્ટિસ દરમિયાન ફ્રેક્ચર થતાં તે વર્લ્ડ કપમાંથી આઉટ થઇ ગયો છે અને તેના સ્થાને વિકેટકીપર બેટ્સમેન પીટર હેન્ડ્સકોમ્બને ટીમ સાથે જાડાવા માટે બોલાવાયો છે. માર્શને નેટ પ્રેક્ટિસ દરમિયાન પેટ કમિન્સનો બોલ માર્શના કાંડા પર વાગ્યો હતો. તેના પહેલા નેટમાં મેક્સવેલ પણ ઘાયલ થયો હતો. તેને ડાબોડી બોલર મિચેલ સ્ટાર્કનો બોલ જમણા હાથમાં વાગ્યો હતો. બંને ખેલાડીને તપાસ માટે હોસ્પિટલ લઇ જવાયા હતા, જેમાં માર્શના હાથના ભાગે ફ્રેક્ચર હોવાનું જણાતા તે ટુર્નામેન્ટમાંથી આઉટ થઇ…
બાંગ્લાદેશ સામે અહીં રમાયેલી પોતાની અંતિમ લીગ મેચમાં પાકિસ્તાનનો બેટ્સમેન બાબર આઝમ પાકિસ્તાન વતી ઍક જ વર્લ્ડકપમાં સર્વાધિક રન કરનારો ખેલાડી બન્યો હતો. બાબરે આજે 96 રનની ઇનિંગ રમી હતી અને તેની સાથે આ વર્લ્ડ કપમાં તેના કુલ 465 રન થયા હતા ઍ તેણે આ સાથે જ 1992ના વર્લ્ડ કપમાં 437 રન કરનારા જાવેદ મિયાંદાદના રેકોર્ડને ઓવરટેક કરી લીધો હતો. ઍક વર્લ્ડકપમાં સર્વાધિક રન કરનારા પાકિસ્તાની ખેલાડીઓ ખેલાડી કુલ રન વર્ષ બાબર આઝમ 465 2019 જાવેદ મિયાંદાદ …
બાંગ્લાદેશ સામેની આજે અહીં રમાયેલી મેચમાં પાકિસ્તાની ઓપનર ઇમામ ઉલ હકે સદી ફટકારીને વર્લ્ડકપમાં સદી ફટકારનારો સૌથી યુવા વયનો પાકિસ્તાની ખેલાડી બન્યો હતો. ઇમામે 23 વર્ષ અને 205 દિવસની વયે સદી ફટકારીને સલીમ મલિકનો રેકોર્ડ તોડ્યો હતો. જેણે 24 વર્ષની વયે વર્લ્ડકપમાં સદી ફટકારી હતી. હવે તેનું નામ લોર્ડસ ઓનર્સ બોર્ડ પર લખાશે જ્યાં તેના કાકા ઇન્ઝમામ ઉલ હકનું નામ પણ છે. વર્લ્ડકપમાં હીટવિકેટ થનારો ઇમામ પાકિસ્તાનનો બીજો અને વિશ્વનો 11મો ખેલાડી બાંગ્લાદેશ સામેની મેચમાં આજે સદી ફટકારીને ઇમામ કમનસીબ રીતે હિટ વિકેટ આઉટ થયો હતો. ઇમામ મુસ્તફિઝુરના ઍક બોલને બેકફૂટ પર જઇને રમવામાં પોતાનો કાબુ ગુમાવી બેઠો અને તેનો…
ભારતીય ટીમના વાઇસ કેપ્ટન અને ઓપનર રોહિત શર્મા માટે હાલનો વર્લ્ડકપ જારદાર રહ્યો છે. અત્યાર સુધી તેણે રમેલી 7 મેચમાં તેણે 90થી વધુની ઍવરેજે ૫૪૪ રન બનાવ્યા છે અને આ દરમિયાન તેણે ચાર સદી પણ ફટકારી છે. ભારતીય ટીમ આવતીકાલે શનિવારે અહીં પોતાની અંતિમ લીગ રાઉન્ડ મેચ રમવા માટે શ્રીલંકા સામે મેદાને ઉતરશે ત્યારે રોહિત શર્માની નજર ત્રણ મોટા રેકોર્ડ પર હશે, જેમાંથી બે રેકોર્ડ તે આ મેચમાં કરી શકે છે જ્યારે બાકીનો વર્લ્ડકપમાં સર્વાધિક રનનો રેકોર્ડ તે સેમી ફાઇનલ સુધીમાં પોતાના નામે કરી શકે છે. રોહિતે વર્લ્ડ કપમાં સર્વાધિક ચાર સદી ફટકારવાના કુમાર સંગાકારાના રેકોર્ડની બરોબરી કરી લીધી છે…
આજે અહી રમાયેલી રાઉન્ડ રોબિન મેચમાં મુસ્તફિઝુર રહેમાનના પંજામાં સપડાઇને પાકિસ્તાન ઇમામ ઉલ હકની સદી અને બાબર આઝમની 96 તેમજ ઇમાદ વસીમની 43 રનની ઇનિંગ છતાં 9 વિકેટે 315 રન સુધી જ પહોંચી હતી, તે પછી શાહિન શાહ આફ્રિદીઍ જોરદાર બોલિંગ કરીને 6 વિકેટ ઉપાડવા સાથે બાંગ્લાદેશ 44.1 ઓવરમાં 221 રને ઓલઆઉટ થઇ જતાં પાકિસ્તાન 94 રને મેચ જીત્યું હતું પણ ન્યુઝીલેન્ડની સામે સેમી ફાઇનલની રેસ તે હાર્યુ હતું. બાંગ્લાદેશ વતી શાકિબે વધુ ઍક અર્ધસદી ફટકારી હતી તે 64 રન કરીને આઉટ થયો હતો અને તેની સાથે તે સર્વાધિક રન કરનારાઓની યાદીમાં 606 રન કરીને રોહિતને ઓવરટેક કરીને પહેલા ક્રમે…
આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019ના ચોથા સેમી ફાઇનાલિસ્ટનું નામ પાકિસ્તાન અને બાંગ્લાદેશની મેચ પુરી થવા પહેલા જ નક્કી થઇ ગયું અને આ મેચનું પરિણામ આવે તે પહેલા પાકિસ્તાન ફેલ થયું હતું જ્યારે ન્યુઝીલેન્ડ સેમી ફાઇનલ માટે ક્વોલિફાઇ થઇ ગયું હતું. પાકિસ્તાને 315 રન બનાવ્યા હતા અને તેણે સેમી ફાઇનલમાં ક્વોલિફાય થવા માટે બાંગ્લાદેશને 308 રને હરાવવાનું હતું. જો કે મેચમાં જેવો બાંગ્લાદેશનો 8મો રન થયો તેની સાથે પાકિસ્તાન સેમી ફાઇનલની રેસમાંથી આઉટ થઇ ગયું હતું. આજની મેચમાં પાકિસ્તાનના ચાહકોને પોતાની ટીમ પાસે મોટી આશાઓ હતી પણ બાંગ્લાદેશે પાકિસ્તાનને 9 વિકેટે 315 રન પર જ અટાકવતા તેમની આશાઓનો ભુક્કો થયો હતો. પાકિસ્તાને…
હાલમાં વર્લ્ડકપ ચાલી રહ્યો છે અને ભારતીય ટીમ સેમી ફાઇનલમાં પહોંચી ગઇ છે ત્યારે ભારતીય ટીમના અનુભવી વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની દ્વારા નિવૃત્તિ લેવાની વાતોઍ પણ જાર પકડ્યું છે. આ મામલે કોઇઍ સત્તાવાર કોઇ જાહેરાત કરી નથી પણ મહેન્દ્ર સિંહ ધોની પોતે જાતે જ ઍવા સંકેત આપી રહ્યો છે કે જેનાથી ઍવું લાગી રહ્યું છે કે તે વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લઇ રહ્યો છે. ધોનીને તેની સમગ્ર કેરિયર દરમિયાન તેનું સમર્થન કરનારા કે તેને સ્પોન્સર કરનારી કંપનીઅોનો અલગ રીતે આભાર માનવાનું શરૂ કર્યુ હોય તેવું લાગી રહ્યું છે. હાલના વર્લ્ડકપમાં ધોની દ્વારા ઉપયોગમાં લેવાતી બેટ પર જા નજર નાંખવામાં…