1992ની વર્લ્ડકપ ચેમ્પિયન પાકિસ્તાનની ટીમ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં આજે બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેનો ઇરાદો સેમી ફાઇનલમાં પ્રવેશવા માટે આવી પડેલા અશક્ય ટાસ્કને શક્ય બનાવવાનો હશે. મેચ પહેલા પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહેમદે પણ એવું કહ્યું છે કે સેમી ફાઇનલમાં પ્રવેશવા માટે અમને કોઇ ચમત્કારની જરૂર છે અને અલ્લાહ ઇચ્છશે તો એ ચમત્કાર થઇને રહેશે. ન્યુઝીલેન્ડને ઇંગ્લેન્ડે હરાવ્યું તેના કારણે પાકિસ્તાનનો સેમી ફાઇનલ પ્રવેશ મુશ્કેલ બન્યો છે. હવે જો તેણે સેમી ફાઇનલમાં પ્રવેશવું હોય તો પહેલા દાવ લઇને 400 રનનો સ્કોર બનાવવો પડે અને તે પછી બાંગ્લાદેશને 84 રનમાં તેણે આઉટ કરી દેવું પડે. આ સિવાય બીજુ સમીકરણ એ છે…
કવિ: Sports Desk
ભારતીય સ્પીન્ટર હિમા દાસે પોલેન્ડમાં યોજાયેલી ઍથ્લેટિક્સ ગ્રાં પ્રિમાં મહિલાઓની 200 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે ગોળા ફેંકમાં નેશનલ રેકોર્ડ ધારક તેજિન્દર પાલ સિંહ તૂરે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વર્લ્ડ જૂનિયર ચેમ્પિયન અને 400 મીટરમાં નેશનલ રેકોર્ડ ધારક હિમાઍ 200 મીટરનું અંતર 23.25 સેકન્ડમાં પૂરૂ કર્યુ હતું. છેલ્લા કેટલાક સમયથી પીઠના દુખાવાથી પીડાતી હિમાની 200 મીટરમાં આ વર્ષે પહેલી સ્પર્ઘા રહી હતી. તેનું વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન 23.10 સેકન્ડ છે જે તેણે ગયા વર્ષે મેળવ્યું હતું. આ દોડમાં અન્ય ભારતીય વી કે વિસ્મયાઍ 23.75 સેકન્ડના વ્યક્તિગત સમય સાથે ત્રીજા ક્રમ મેળવ્યો હતો.
બુધવારે વર્લ્ડકપની અહીં રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને હરાવીને સેમી ફાઇનલ માટેનું પોતાનું સ્થાન પાકું કરી લેતા પાકિસ્તાનની સેમી ફાઇનલમાં પ્રવેશવાની સંભાવનાનો અંત આવી ગયો હતો. આ પરિણામને કારણે પાકિસ્તાનના માજી ખેલાડીઅોની ડાગળી ચસકી ગઇ હોય તેવી વાતો તેઓ કરવા લાગ્યા હતા. માજી કેપ્ટન અને વિકેટકીપર રાશિદ લતિફે ન્યુઝીલેન્ડ ઇંગ્લેન્ડ વચ્ચેની મેચને ફિક્સ ગણાવી હતી તો માજી બેટ્સમેન મહંમદ યુસુફે બાંગ્લાદેશી ખેલાડીઅો પર વિજળી પડવાની વાત કરી હતી. લતિફે કહ્યું હતું કે ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ ફિક્સ હતી અને તેમણે ઍવો જ પ્રયાસ કર્યો કે જેથી પાકિસ્તાન સેમી ફાઇનલમાં ન આવી શકે. રાશિદ લતિફે કહ્યું હતું કે જ્યારે ન્યુઝીલેન્ડની વિકેટો…
વર્લ્ડકપ આયોજકો કે પછી આઇસીસીને કરાયેલી સુરક્ષા વધારવાની અપીલ છતાં કોઇ ઝાઝો ફરક દેખાયો નથી વર્લ્ડકપ દરમિયાન ભારતીય ખેલાડીઅોની સુરક્ષા વ્યવસ્થા મામલે ઇન્ટરનેશનલ ક્રિકેટ પરિષદ (આઇસીસી) અને ભારતીય ટીમ મેનેજમેન્ટ વચ્ચે વિવાદ ગરમ બન્યો છે. ભારતે આ મામલે આઇસીસીને ફરિયાદ કરી છે. જો કે ઍવું લાગે છે કે તેમની અપીલની આઇસીસી પર કોઇ અસર થઇ નથી. થોડા દિવસો પહેલા ભારતીય ટીમની હોટલમાં ખેલાડીઓની પ્રાઇવસીમાં દખલ થવાની ફરિયાદ આઇસીસીને કરાઇ હતી. આ મામલે સુરક્ષા વધારવાની અપીલ કરાઇ પણ તેનાથી કોઇ ફરક પડ્યો નથી. સૂત્રોનું કહેવું છે કે થોડા દિવસો પહેલા હોટલમાં જે થયું તેનાથી સુરક્ષા વધારવા માટે આયોજકો સાથે લાંબી ચર્ચા…
અમેરિકાની તરુણી કોરી કોકો ગોફે વિમ્બલ્ડનમાં પોતાનો જાદુ યથાવત જાળવી રાખીને અહીં બીજા રાઉન્ડની મેચ જીતીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. તેની સાથે જ તે ૧૯૯૧ પછી વિમ્બલ્ડનના ત્રીજા રાઉન્ડમાં પહોંચનારી પહેલી સૌથી યુવા ખેલાડી બની હતી. આ ઉપરાંત પુરૂષ વિભાગના નંબર વન નોવાક જાકોવિચ અને મહિલા વિભાગની નંબર વન ઍશ્લે બાર્ટીઍ પણ પોતપોતાની મેચ જીતીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે દિગ્ગજ ખેલાડી રોજર ફેડરરે પણ આગૂકૂચને જાળવી રાખી હતી. પહેલા રાઉન્ડમાં પોતાની આદર્શ વિનસ વિલિયમ્સને હરાવનારી ગોફે બીજા રાઉન્ડમાં સ્લોવાકિયાની મેગ્દેલીના રિબારીકોવાને સીધા સેટમાં 6-3, 6-3થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. રિબારીકોવા 2017માં અહીં સેમી ફાઇનલમાં…
વર્લ્ડ કપના પોઇન્ટ ટેબલમાં છેલ્લા બે નંબરની ટીમ વચ્ચેની અહીં રમાયેલી મેચમાં વેસ્ટઇન્ડિઝે ઍવિન લુઇસ, શાઇ હોપ અને નિકોલસ પૂરનની અર્ધસદી ઉપરાંત પુરન અને જેસન હોલ્ડરે 71 બોલમાં કરેલી 105 રનની ભાગીદારીથી સ્કોર 6 વિકેટે 311 થયો હતો. 312 રનના લક્ષ્યાંક સામે અફઘાનિસ્તાન વતી રહમત શાહ અને ઇકરામ અલીખીલે અર્ધસદીઓ ફટકારવાની સાથે બંનેએ મળીને લડાયક ભાગીદારી કરી પણ અન્ય બેટ્સમેનોનો સહકાર ન મળતા તેઓ 288 રને ઓલઆઉટ થતાં વેસ્ટઇન્ડિઝનો 23 રને વિજય થયો હતો. વેસ્ટઇન્ડિઝે વર્લ્ડકપમાંથી જીત સાથે વિદાય લીધી હતી, જ્યારે અફઘાનિસ્તાન પોતાની તમામ 9 મેચ હારીને પોઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહ્યું હતું. ટોસ જીતીને દાવ લેવા ઉતરેલા વેસ્ટઇન્ડિઝની…
ફ્રાન્સમાં રમાઇ રહેલા ફિફા મહિલા વર્લ્ડ કપમાં નેધરલેન્ડની ટીમે જોરદાર પ્રદર્શન કરીને પહેલીવાર ટુર્નમેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. જ્યાં તેનો મુકાબલો ત્રણવારની ચેમ્પિયન અમેરિકાની ટીમ સાથે થશે. બુધવારે રમાયેલી સેમી ફાઇનલમાં નેધરલેન્ડે સ્વીડનને 1-0થી હરાવ્યું હતું. આ મેચમાં માત્ર એક જ ગોલ થયો હતો અને તે નેધરનેલન્ડની જેકી ગ્રોનેને એકસ્ટ્રા ટાઇમની 9મી મિનીટમાં કર્યો હતો. તેના આ ગોલને કારણે નેધરલેન્ડ મેચ જીતીને ફિફા મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું હતુ. નેધરલેન્ડનો આ બીજો ફિફા મહિલા વર્લ્ડ કપ છે. નેધરલેન્ડની ટીમ પહેલીવાર વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. તેનો મુકાબલો ડિફેન્ડીંગ ચેમ્પિયન અમેરિકા સાથે થશે. આ ટુર્નામેન્ટમાં અમેરિકાએ સેમી ફાઇનલમાં ઇંગ્લેન્ડને 2-1થી…
વર્ષની ત્રીજી ગ્રાન્ડસ્લેમ વિમ્બલ્ડનમાં પહેલા દિવસથી શરૂ થયેલો અપસેટનો દોર હજુ અટક્યો નથી અને બીજા દિવસે વિશ્વના ચોથા ક્રમાંકિત ડોમિનિક થિઍમ તેમજ મહિલા સિંગલ્સમાં માજી નંબર વન ગર્બાઇન મુગુરૂઝા ઉપરાંત ત્રીજા દિવસે 22માં ક્રમાંકિત સ્ટાન વાવરિંકા અપસેટનો શિકાર બન્યા હતા. આ તરફ મંગળવારે રોજર ફેડરર પણ પહેલો સેટ હાર્યા પછી વાપસી કરીને જેમ તેમ મેચ જીતીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યો હતો, તો રાફેલ નડાલ અને સેરેના વિલિયમ્સ સરળતાથી જીતીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યા હતા. ચોથા ક્રમાંકિત થિઍમને 65માં ક્રમાંકિત અમેરિકન ખેલાડી સેમ ક્વેરીઍ 6-7, 7-6, 6-3, 6-0થી હરાવ્યો હતો. ક્વેરીઍ પહેલો સેટ ગુમાવ્યો હોવા છતાં વાપસી કરીને મેચ જીતી હતી બુધવારે સ્ટાન…
વર્લ્ડ કપ માટેના સ્ટેન્ડ બાય ખેલાડીમાં સામેલ હોવા છતાં શંકર ઘાયલ થયો ત્યારે મયંક અગ્રવાલની પસંદગી થવાને કારણે નિરાશ અંબાતી રાયડુઍ અચાનક નિવૃત્તિ લેવાનો નિર્ણય કરીને બીસીસીઆઇને જાણ કરતો ઍક ઇમેલ કરી દીધો તે પછી ગૌતમ ગંભીરે તેની આ નિવૃત્તિ માટે ભારતીય પસંદગીકારોને જવાબદાર ઠેરવ્યા હતા. ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ઍ કમનસીબીની વાત છે કે વનડે ક્રિકેટમાં ૪૮ની ઍવરેજ ધરાવતા ક્રિકેટરને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન ન અપાયું. પસંદગીમાં સૌથી દુખદ નિર્ણયોમાં સામેલ છે મારા માટે આ જ નિર્ણય દુખદ છે. ગંભીરે કહ્યું હતું કે જે ખેલાડીના નામે 3 સદી અને 10 અર્ધસદી હોય અને જેણે દેશ વતી રમતા શ્રેષ્ઠ…
ભારતીય ટીમના મધ્યમક્રમના બેટ્સમેન અંબાતી રાયડુઍ કોઇ સત્તાવાર જાહેરાત કરવા વગર બીસીસીઆઇને ઇમેલ કરીને પોતે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઇ રહ્યાનો ઇમેલ મોકલ્યો છે. ત્યારે તેની નિવૃત્તિ અંગે બોર્ડના જ ઍક અધિકારીઍ મીડિયાને માહિતી આપી દીધા પછી આઇસલેન્ડના ક્રિકેટ બોર્ડ દ્વારા રાયડુને પોતાના દેશનું નાગરિક્તવ આપવાની અોફર કરી છે. જો કે ઍ સ્પષ્ટ નથી કે તેને કરાયેલી આ ઓફર કેટલી ગંભીર છે. તેમણે ટ્વિટ કર્યુ હતું કે અંબાતી રાયડુ પોતાના થ્રીડી ગ્લાસ ઉતારી શકે છે અને અમે તેના માટે જે દસ્તાવેજ તૈયાર કર્યા છે તે વાંચવા માટે તેને સાદા ચશ્માની જ જરૂર પડશે. અમારી સાથે જોડાઇ જા અંબાતી. Agarwal has…