Author: Sports Desk

Waqar Younis

અત્યાર સુધી એવું હતું કે ભારતીય ટીમનો પરાજય થાય તો ભારતીય ક્રિકેટ ચાહકો આ મામલે ભારતીય ટીમની ટીકા કરતાં રહ્યા છે. પણ એવુ પહેલીવાર બન્યું છે કે જેમાં ભારતીય ટીમનો પરાજય થયો અને પાકિસ્તાની મીડિયા અને માજી પાકિસ્તાની ક્રિકેટરોએ ટીમ ઇન્ડિયાની આકરી ટીકા કરી હોય. એવું લાગે છે કે ઇંગ્લેન્ડ સામેનો ભારતીય ટીમનો પરાજય ભારતીય ચાહકોએ તો પચાવ્યો છે પણ પાકિસ્તાની મીડિયા અને પાકિસ્તાનના માજી ક્રિકેટરોને એ પરાજય પચ્યો નથી લાગતો. પાકિસ્તાનના માજી દિગ્ગજ ઝડપી બોલર વકાર યુનુસને આ મામલે એટલી અકળામણ થઇ કે તેણે ટિ્વટર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરીને ભારતીય ટીમની સ્પોર્ટસમેન સ્પિરીટ પર સવાલો ઉઠાવ્યા છે.પાકિસ્તાની માજી…

Read More
Womens Fifa

ફીફા મહિલા વર્લ્ડકપની અહીં રમાયેલી મેચમાં ઍક ગોલથી પાછળ પડ્યા પછી સ્વીડને જોરદાર વાપસી કરીને 2-1થી મેચ જીતી બે વારની ફીફા મહિલા વર્લ્ડ કપ ચેમ્પિયન જર્મનીની ટીમને વર્લ્ડ કપમાંથી બહાર મુકી દીધી હતી. પીટર ગેરહાર્ડસનની ટીમે 24 વર્ષોમાં જર્મની સામે આ પહેલો વિજય મેળવ્યો હતો. અંતિમ વાર સ્વીડનની ટીમ જર્મની સામે 1995ના વર્લ્ડ કપમાં જીતી હતી. પહેલા હાફમાં ઇજાગ્રસ્ત જેનિફર મારોસાન બહાર બેન્ચ પર બેઠી હતી તે છતાં જર્મનીઍ જોરદાર શરૂઆત કરી અને લીના મગુલે ટીમ માટે ઓપનીંગ ગોલ કરીને 1-0ની સરસાઇ મેળવી લીધી હતી. મેચની 16મી મિનીટે લીનાઍ સારા ડાબરિટ્ઝના પાસ પર આ ગોલ કર્યો હતો. તે પછી સ્વીડન…

Read More
Copa America

કોપા અમેરિકા કપની સલ્વાડોરમાં રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં પેરુના ગોલકીપર પેડ્રો ગલેસીઍ પેનલ્ટી શૂટઆઉટમાં ઉરુગ્વના દિગ્ગજ ખેલાડી લુઇસ સુઆરેઝની સ્પોટ કીકને અટકાવી ગોલ થતો રોકતાંં પેરુ ઉરુગ્વેને હરાવીને સેમી ફાઇનલમાં પહોંચી ગયું હતું. તેમના આ વિજયમાં ગોલકીપર પેડ્રોઍ સુઆરેઝની કીક અટકાવી તે મહત્વની રહી હતી. શનિવારે રમાયેલી આ મેચ બંને ટીમ વતી કોઇ ગોલ ન થતાં ગોલ રહિત ડ્રો રહી હતી. તે પછી પેનલ્ટી શૂટઆઉટ વડે મેચનો વિજેતા નક્કી થયો હતો. જેમાં પેરુઍ 5-4થી વિજય મેળવ્યો હતો. પોતાની છેલ્લી મેચમાં બ્રાઝિલ સામે 5-0થી કારમો પરાજય મેળવનારી પેરુની ટીમે આ વિજય સાથે છેલ્લી ચાર સિઝનમાં ત્રીજીવાર સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કર્યુ હતુંં.…

Read More
Vijay Shankar

ભારતીય ટીમનો ઓપનર શિખર ધવન વર્લ્ડ કપમાંથી આઉટ થયા પછી, ઝડપી બોલર ભુવનેશ્વર કુમારના પગના સ્નાયું ખેંચાઇ ગયા હતા અને તે ફિટ થયો ત્યાં હવે ટીમ ઇન્ડિયાના ઘાયલ ખેલાડીઓની યાદીમાં વધુ એકનો ઉમેરો થયો છે. ઓલરાઉન્ડર વિજય શંકર પગમાં થયેલી ઇજાને કારણે વર્લ્ડ કપમાંથી આઉટ થઇ ગયો છે. વિજય શંકરને નેટ્સમાં જસપ્રીત બુમરાહનો બોલ પગના અંગુઠામાં વાગ્યો હતો. શરૂઆતમાં આ ઇજા ગંભીર લાગતી નહોતી પણહવે તે ગંભીર હોવાનું જાહેર થયું છે. ઘાયલ હોવાને કારણે શંકર ઇંગ્લેન્ડ સામે રવિવારે રમી શક્યો નહોતો અને તેના સ્થાને મેચમાં યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનો સમાવેશ કરાયો હતો. શંકર હાલની ટુર્નામેન્ટમાંથી આઉટ થનારો બીજો ભારતીય…

Read More
Chahal

ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રવિવારે રમાયેલી મેચમાં યજુવેન્દ્ર ચહલના નામે ઍક શરમજનક રેકોર્ડ નોંધાયો હતો ઇંગ્લેન્ડ સામેની મેચમાં ચહલ સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો અને તેને ઍકપણ વિકેટ મળી નહોતી. ચહલે 10 ઓવરમાં કુલ 88 રન આપ્યા હતા અને તેને ઍકપણ વિકેટ નહોતી મળી. તેના આ પ્રદર્શનને કારણે તે વર્લ્ડ કપમાં ભારતનો સૌથી મોંઘો બોલર બની ગયો હતો. ચહલ પહેલા વર્લ્ડ કપમાં સૌથી વધુ રન આપવાનો ભારતીય રેકોર્ડ જવાગલ શ્રીનાથના નામે હતો શ્રીનાથે 2003ના વર્લ્ડ કપમાં જોહનીસબર્ગ ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ કપ ફાઇનલમાં 87 રન આપી દીધા હતા. આ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટીંગે ભારતીય બોલરોની ધોલાઇ કરી…

Read More
bairstow roy

ઇંગ્લેન્ડની ટીમને રવિવારે ભારતીય ટીમ સામે જોની બેયરસ્ટો અને જેસન રોયની જોડીઍ જોરદાર શરૂઆત અપાવી તેની સાથે જ તેમના નામે ઇંગ્લેન્ડ વતી કેટલીક ભાગીદારીના રેકોર્ડ નોંધાવ્યા હતા. આ જોડીઍ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ વતી બીજી સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો હતો અને તેની સાથે જ વનડેમાં સૌથી વધુ વાર 150 પ્લસની ભાગીદારી કરનારી ઇંગ્લેન્ડની પહેલી જોડી બની હતી. આ ઉપરાંત વનડે વર્લ્ડ કપમાં બે શતકીય ભાગીદારી કરનારી ઇંગ્લેન્ડની પહેલી જોડી પણ બની હતી. બંનેઍ મળીને 160 રનની ભાગીદારી કરી હતી જે ઇંગ્લેન્ડ માટે વર્લ્ડ કપમાં બીજી સૌથી મોટી ભાગીદારી રહી હતી. સાથે જ તેઓ બે શતકીય ભાગીદારી કરનારી ઇંગ્લેન્ડની પહેલી જોડી…

Read More
Virat 2

ઇંગ્લેન્ડ સામેની ભારતીય ટીમની મેચમાં ટીમ ઇન્ડિયા જીતી જાય તેવી કામના માત્ર ભારતીય ચાહકો જ નહીં પણ પાકિસ્તાની ક્રિકેટરો પણ કરી રહ્યા છે. આ બાબતે મેચ પહેલા વિરાટ કોહલીને સવાલ કરાયો હતો ત્યારે તેણે જવાબ આપતા કહ્યું હતું કે સાચું કહું તો બહાર જે કંઇ થાય છે તે મેં કંઇ જાયું નથી. પણ મને વિશ્વાસ છે કે પાકિસ્તાની ચાહકો અમારું સમર્થન કરશે અને તે ઍક ઘણી દુર્લભ વાત છે. મેચ દરમિયાન પાકિસ્તાની ચાહકો પોતાના દેશની ટી શર્ટ પહેરીને ટીમ ઇન્ડિયાના સમર્થનમાંં સૂત્રોચ્ચાર કરતાં જોવા મળ્યા હતા. પાકિસ્તાની ચાહકોની ભારતની જીત માટે પ્રાર્થના કરવાની આ ઇચ્છા પાછળ કોઇ સ્પોર્ટ્સમેન સ્પિરિટ નહોતી…

Read More
Jonny Bairstow

વર્લ્ડ કપની રવિવારે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે પ્રથમ દાવ લઇને જોની બેયરસ્ટોની સદી ઉપરાંત જેસન રોય અને બેન સ્ટોક્સની ઉમદા અર્ધસદીની મદદથી 7 વિકેટે 337 રન બનાવી ભારતીય ટીમ સામે 338 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેની સામે ભારતીય ટીમ 5 વિકેટે 306 રન સુધી જ પહોંચતા ઇંગ્લેન્ડે 31 રને મેચ જીતીને સેમી પ્રવેશની આશા જીવંત રાખી હતી. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમને બેયરસ્ટો અને જેસન રોયે જારદાર શરૂઆત અપાવી હતી. આ બંનેની જોડી જ્યારે રમી રહી હતી ત્યારે ઇંગ્લેન્ડનો સ્કોર 400 નજીક જતો દેખાતો હતો. ઇજામાંથી બહાર આવીને ઇંગ્લેન્ડની ટીમમાં પાછા ફરેલા જેસન રોયે 66 રનની ઇનિંગ રમી…

Read More
Team India

રવિવારે ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી મહત્વની મેચમાં એકતરફ યજમાન ટીમ માટે આ વર્લ્ડ કપમાં વિજય જરૂરી છે જ્યારે બીજી તરફ ટી ઇન્ડિયા આવતીકાલની આ મેચ જીતીને સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કરવાનો ઇરાદો ધરાવે છે. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે અને એકપણ મેચ હાર્યા વગર 11 પોઇન્ટ સાથે સેમી ફાઇનલ પ્રવેશના ઉંબરે ઉભી છે અને ઇંગ્લેન્ડ સામેન જીત પોઇન્ટ ટેબલમાં તેના સ્થાનને વધુ મજબૂત બનાવી દેશે. જો ભારતીય ટીમ જીતશે તો ટુર્નામેન્ટ પહેલા પ્રબળ દાવેદાર ગણાતી યજમાન ઇંગ્લેન્ડની ટીમ માટે સેમી ફાઇનલ પ્રવેશના દરવાજા લગભગ બંધ થઇ જશે. શરૂઆતની મેચોમાં વિજય મેળવીને મજબૂત શૂઆત…

Read More
Trent Boult

ઓસ્ટ્રેલિયા સામે લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં ન્યુઝીલેન્ડના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે હેટ્રિક લઇને ઇતિહાસ રચ્યો હતો. બોલ્ટ ન્યુઝીલેન્ડ વતી વર્લ્ડ કપમાં હેટ્રિક લેનારો પહેલો બોલર બન્યો હતો. બોલ્ટની વનડે કેરિયરની આ બીજી હેટ્રિક રહી હતી, આ પહેલા તેણે 7 નવેમ્બર 2018ના રોજ પાકિસ્તાનના ફખર ઝમાન, બાબર આઝમ અને મહંમદ હાફિઝને આઉટ કરીને હેટ્રિક લીધી હતી. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ટ્રેન્ટ બોલ્ટે 50મી ઓવરના ત્રીજા બોલે ઉસ્માન ખ્વાજાને બોલ્ડ કરીને પહેલી વિકેટ લીધી અને તે પછીના બોલે મિચેલ સ્ટાર્કને આઉટ કર્યો અને તે પછીના બોલે જેસન બેરનડોર્ફને યોર્કર ફેંક્યો જે તેના પગમાં લાગ્યો હતો અને અમ્પાયરે તેને આઉટ આપ્યો…

Read More