કવિ: Sports Desk

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટી (આઇઓસી)એ ગુરૂવારે ભારત પર ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટની યજમાની માટે મુકેલા પ્રતિબંધને તાત્કાલિક પ્રભાવથી હટાવી લીધો છે. આઇઓસી દ્વારા ભારતીય ઓલિમ્પિક્સ એસોસિએશન (આઇઓએ)ને પત્ર લખીને આ વાતની જાણકારી આપી હતી. રમત મંત્રાલયે મંગળવારે જ આઇઓએને પત્ર લખીને કહ્યું હતું કે એ તમામ દેશો અને ખેલાડીઓને ભારતમાં ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ્સમાં ભાગ લેવાની મંજૂરી અપાશે, જેને આઇઓસીની માન્યતા મળેલી છે. આ પત્રને આઇઓએ દ્વારા આઇઓસીને મોકલાયો હતો, જેના પર આઇઓસીના કાર્યકારી બોર્ડની બેઠક થઇ અને ભારત પર ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટની યજમાની માટે જે પ્રતિબંધ મુકાયેલો હતો તે તાત્કાલિક અસરથી હટાવી લેવાયો હતો. આઇઓસીના ઓલિમ્પક્સ યુનીટી અને એનઓસી કમિટીના નિર્દેશક જેમ્સ મેકલાડે પત્રમાં લખ્યું…

Read More

ટેન્ટબ્રિજ ખાતે રમાયેલી મેચમાં ડેવિડ વોર્નરની શ્રેષ્ઠ સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને 48 રને હરાવ્યું હતું. મેન ઓફ ઘ મેચ ડેવિડ વોર્નરની 166 રનની ઇનિંગની સાથે ઉસ્માન ખ્વાજા અને કેપ્ટન એરોન ફિન્ચની અર્ધ સદીના કારણે ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 5 વિકેટે 381 રનનો સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં મુશ્ફીકર રહીમની સદી છતાં બાંગ્લાદેશ 8 વિકેટે 333 રન સુધી જ પહોંચી શકી હતી. 382 રનના લક્ષ્યાંક સામે બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી હતી અને ચોથી ઓવરમાં 23 રનના સ્કોર પર સૌમ્ય સરકાર રનઆઉટ થયો હતો. તમિમ ઇકબાલ અને શાકિબ અલ હસને 79 રનની ભાગીદારી કરીને સ્કોરને 100 પાર પહોંચાડ્યો હતો અને તે પછી શાકીબ…

Read More

ઇજાને કારણે શિખર ધવન વર્લ્ડ કપમાંથી આઉટ થઇ ગયો છે અને ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર પણ બે ત્રણ મેચ રમી નથી શકવાનો છતાં ભારતીય ટીમના માજી કેપ્ટન સૌરવ ગાંગુલીનું માનવું છે કે આ ફટકા છતાં ભારતીય ટીમ ઍટલી મજબૂત છે કે તે વર્લ્ડ કપની સેમી ફાઇનલ સુધી ચોક્કસ જ પહોંચશે. ધવન ડાબા હાથના અંગુઠાના ફ્રેક્ચરમાં સુધારો ન થતાં આઉટ થયો છે જ્યારે ભુવનેશ્વર હેમસ્ટ્રીંગ ઇન્જરીને કારણે બે ત્રણ મેચ રમી શકે તેમ નથી. ગાંગુલીઍ કહ્યું હતું કે ઍક રીતે જાઇઍ તો આ ફટકો છે. પણ ભારતીય ટીમે પાકિસ્તાનને જે રીતે મોટા માર્જીનથી હરાવ્યું તેને ધ્યાને લેતા ટીમ ફોર્મમાં હોવાનું જણાય…

Read More

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારત સામે હારી તે પછી તેમની પર ઘણાં માછલા ધોવાઇ રહ્યા છે અને ઍવા પણ અહેવાલો આવ્યા છે કે ટીમના કોચિંગ સ્ટાફ તેમજ પસંદગીકાર સહિત ઘણાની હકાલપટ્ટી થઇ જશે, ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અહેસાન મણીઍ સરફરાઝ અહેમદને ફોન કરીને તેને આશ્વાસન આપીને ભારતીય ટીમ સામે મળેલા પરાજય પછી તેનું અને ટીમનું મનોબળ વધારવાનો પ્રયાસ કર્યો હતો. અહેસાન મણીઍ ફોન કરીને સરફરાઝને ઍવો વિશ્વાસ આપ્યો હતો કે આખો દેશ તમારી સાથે ખભેખભા મેળવીને ઊભો છે અને તમારે પાછળ જાવાને બદલે બાકી બચેલી ચાર મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આ ઉપરાંત મણીઍ સરફરાઝને મીડિયામાં ચાલતી સ્ટોરી પર…

Read More

ગુરૂવારે વર્લ્ડ કપમાં જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ મેદાનમાં ઉતરશે ત્યારે તેમને આત્મવિશ્વાસથી છલકાતી બાંગ્લાદેશની ટીમ પાસેથી મજબૂત પડકારનો સામનો કરવો પડે તેવી સંભાવના છે. ઓસ્ટ્રેલિયા માટે બાંગ્લાદેશની ટીમમાંથી મુખ્ય પડકાર તો શાકિબ અલ હસન પાસેથી મળશે, હાલના વર્લ્ડ કપમાં તેણે જે પ્રકારની રમત બતાવી છે તેનાથી હરીફ ટીમો માટે તે મોટુ જાખમ બની રહ્યો છે. શાકિબ નિડરતાથી રમે છે અને સામે કોઇપણ બોલર હોય તે પ્રેશરમાં નથી આવતો અને ઍ વાત જ તેને બધાથી અલગ બનાવે છે. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કની બોલિંગ ડાબોડી બેટ્સમેનો માટે હંમેશા પડકારજનક રહી છે અને તેથી આવતીકાલની આ મેચમાં શાકિબ અને સ્ટાર્ક વચ્ચે સ્પર્ધા જામવાના ઍંધાણ…

Read More

હાલમાં જારદાર ફોર્મમાં ચાલી રહેલો શાકિબ અલ હસન બાંગ્લાદેશ વતી ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ઍક ઇતિહાસ રચવાના આરે છે. બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી આવતીકાલની મેચમાં જા શાકિબ અલ હસન 50 કે તેના કરતાં વધુ રનની ઇનિંગ રમશે તો તે વર્લ્ડ કપની સતત 5 મેચમાં 50 પ્લસ ઇનિંગ રમનારો બાંગ્લાદેશનો પહેલો ક્રિકેટર બની જશે. શાકિબે વર્લ્ડકપની ચાર મેચમાં 124, 121, 64 અને 75 રનની ઇનિંગ રમી છે, અને દક્ષિણ આફ્રિકા તેમજ વેસ્ટઇન્ડિઝ સામેની મેચમાં ટીમના વિજયમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. વર્લ્ડ કપ પહેલા તેણે આયરલેન્ડ સામેની મેચમાં પણ 50 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. શાકિબ અલ હસનની છેલ્લી પાંચ વનડે ઇનિંગ…

Read More

ખરાબ ફોર્મમાં ચાલી રહેલા દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન હાશિમ અમલાઍ ન્યુઝીલેન્ડ સામેની મેચમાં 25 રન બનાવ્યા તેની સાથે જ તેણે વનડે ક્રિકેટમાં 8000 રન પુરા કરી લીધા હતા. આ સાથે જ તે સૌથી ઝડપી 8000 રન પુરા કરવા મામલે વિરાટ કોહલી પછી બીજા સ્થાને બેઠો હતો. જો કે તેણે પોતાના જ દેશના ઍબી ડિવિલિયર્સને પાછળ મુક્યો હતો. અમલાઍ 176 ઇનિંગમાં આ આંકડો પુરો કર્યો છે, જ્યારે ડિવિલિયર્સે ત્યાં સુધી પહોંચવામાં 182 ઇનિંગ લીધી હતી. વિરાટ કોહલીઍ 175 ઇનિંગમાં 8000 રન પુરા કર્યા હતા. આ યાદીમાં ચોથા ક્રમે સૌરવ ગાંગુલી છે, જેણે 200 વનડે ઇનિંગમાં આ આંકડો પુરો કર્યો છે. વનડેમાં 8000…

Read More

ભારતીય ટીમનો ઓપનર શિખર ધવન બુધવારે વર્લ્ડ કપમાંથી પોતાના અંગુઠામાં થયેલી ઇજાને કારણે આઉટ થઇ ગયો છે અને તેના સ્થાને કવર તરીકે મોકલાયેલા યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનો ટીમમાં સમાવેશ કરી લેવાયો છે. ધવનના અંગુઠાના ભાગે થયેલા ફ્રેકચરનું નવેસરથી નિરીક્ષણ કરાયા પછી તેમાં જાઇઍ તેવો સુધારો નહીં જણાતા આ નિર્ણય લેવાયો છે. 33 વર્ષીય ધવનને ડાબા હાથના અંગુઠામાં 9મી જૂને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પેટ કમિન્સનો બોલ વાગ્યો તે પછી ઍવું જાહેર કરાયું હતુ કે તે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને વેસ્ટઇન્ડિઝ સામેની મેચ નહીં રમી શકે તે પછી ધવન ફીટ થઇ જવાનું કહેવાયું હતું. જા કે આજે ટીમના ઍડમિનિસ્ટ્રેટિવ મેનેજર સુનિલ સુબ્રમણ્યમે…

Read More

ઍજબેસ્ટન ગ્રાઉન્ડ પર વર્લ્ડ કપની ૨૫મી મેચ ભીના આઉટફિલ્ડને કારણે મોડી શરૂ થવાથી 49 ઓવરની કરાયા પછી દક્ષિણ આફ્રિકાઍ હાશિમ અમલા અને વાન ડેર ડુસેનની અર્ધસદીની મદદથી મુકેલા 242 રનના લક્ષ્યાંકને ન્યુઝીલેન્ડ કેપ્ટન વિલિયમ્સનની સદીની મદદથી 6 વિકેટના ભોગે કબજે કરી લઇને 4 વિકેટે વિજય મેળવ્યો હતો. 242 રનના લક્ષ્યાંકની સામે ત્રીજી ઓવરમાં જ મુનરો આઉટ થતાં ન્યુઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી, જો કે તેપછી ગપ્તિલ અને વિલિયમ્સને 60 રનની ભાગીદારી કરી હતી ગપ્તિલ 35 રન કરીને હિટ વિકેટ આઉટ થયો પછી ટેલર અને લાથમની વિકેટ પણ ઝડપથી પડી જતાં ન્યુઝીલેન્ડનો સ્કોર 4 વિકેટે 80 રન થયો હતો. વિલિયમ્સને તે…

Read More

એવું હંમેશાથી કહેવાતું રહ્યું છે કે ક્રિકેટ એ અનિશ્ચિતતાની રમત છે. તેમાં ક્યારે શું થઇ જાય તે કહી શકાતું નથી. ઘણીવાર કોઇ બેટ્સમેન એક ઓવરમાં 6 છગ્ગા ફટકારી દે છે. તો કોઇવાર આખી ટીમ માત્ર 6 રનમાં તંબુભેગી થઇ જાય છે. ગલી ક્રિકેટમાં ન બને તેવી એક ઘટના ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બની છે કે જેમાં આખી ટીમ માત્ર 6 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ છે. માલીની મહિલા ક્રિકેટ ટીમ કિંગાલી સીટીમાં ક્વિબુકા મહિલા ટુર્નામેન્ટમાં રંવાન્ડા સામે માત્ર 6 રનમાં તંબુભેગી થઇ હતી. આ સાથે જ સૌથી નીચા સ્કોરનો અણગમતો રેકોર્ડ માલીની મહિલા ટીમના નામે નોંઘાયો છે. આ સ્કોર મહિલાઓની ટી-20 મેચમાં…

Read More