ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી વિશ્વમાં સર્વાઘિક કમાણી કરનારા ખેલાડીઓની ફોર્બ્સની યાદીમાં સામેલ થનારો એકમાત્ર ભારતીય છે. તેની કુલ વાર્ષિક કમાણી 2 કરોડ 50 લાખ ડોલર છે. ભારતીય કેપ્ટન જોકે આ યાદીમાં 17 ક્રમ નીચે સરકીને 100માં ક્રમે પહોંચી ગયો છે. આ યાદીમાં બાર્સિલોના અને આર્જેન્ટીનાનો ફૂટબોલર લિયોનલ મેસી ટોચના સ્થાને છે. ફોર્બ્સની મંગળવારે જાહેર થયેલી યાદી અનુસાર વિરાટ કોહલીએ જાહેરાતોમાંથી 2.1 કરોડ ડોલર જ્યારે વેતન અને વિજયના કારણે મળનારી રકમમાંથી 40 લાખ ડોલરની કમાણી કરી છે. છેલ્લા 12 મિહનામાં તેની કમાણી 2.5 કરોડ ડોલરની રહી છે. ગત વર્ષે કોહલી આ યાદીમાં 83માં ક્રમે રહ્યો હતો. પણ આ વર્ષે…
કવિ: Sports Desk
ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ઘાયલ થયેલા શિખર ધવનની મેદાન પર વાપસી ક્યારે થશે અને તે વર્લ્ડ કપમાં રમી શકશે કે કેમ તે અંગે સસ્પેન્શ છવાયેલું છે, પણ આ ડાબોડી બેટ્સમેન પોતાના જુસ્સા અને મજબૂત મનોબળને કારણે ટૂંકમાં જ 22 ગજની પીચ પર વાપસી કરે તેવો સંકેત તેણે ખુદ આપ્યો છે. હાથના અંગુઠાના ભાગે બોલ વાગ્યા પછી પણ 117 રનની ઇનિંગ રમનારા ધવનનો જુસ્સો કેટલો ઉંચા શિખરે છે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને માઇક્રો બ્લોગિંગ સાઇટ ટિ્વટર પર તેણે કરેલા ટિ્વટથી સમજી શકાય તેમ છે. Kabhi mehek ki tarah hum gulon se udte hain… Kabhi dhuyein ki tarah hum parbaton se…
વર્લ્ડ કપમાં શિખર ધવનના કવર તરીકે ઝઢપથી ટીમ સાથે જોડાવાનું કહેવાતા વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત ઇંગ્લેન્ડ જવા રવાના થઇ ગયો હોવાના અહેવાલ છે. ધવન સાજો થઇ જાય ત્યાં સુધી રાહ જોવા ભારતીય ટીમ મેનેજમેન્ટ તૈયાર છે ત્યારે વર્લ્ડ કપની ટીમમાંથી છેલ્લી ઘડીઍ બહાર રખાયેલા ઋષભ પંતને તેના રિપ્લેસમેન્ટ તરીકે નહીં પણ તેના કવર તરીકે વેળાસર ઇંગ્લેન્ડ બોલાવાયો હતો. ગઇકાલે જ ઍવું કહેવામાં આવી રહ્યું હતું કે પંત આગામી 48 કલાકમાં લંડન જતી ફલાઇટમાં રવાના થઇ શકે છે. અને તે આજે ઇંગ્લેન્ડ જવા રવાના થયો હોવાના અહેવાલ છે, જો કે પંતના નામની કોઇ સત્તવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી,…
ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગુરૂવારે અહીં રમાનારી મેચ પર વરસાદી વાદળોનું જોખમ તોળાયું છે. હાલ અહીં વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર અહીં ગુરૂવારની બપોર સુધી વરસાદ પડવાની સંભાવના છે. જો ઍ આગાહી સાચી ઠરશે તો ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઓછી ઓવરો વાળી મેચ રમાડવામાં આવે તેવી સંભાવના છે. ઇંગ્લેન્ડના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે અને સ્થાનિક હવામાન વિભાગે આ બાબતે ચેતવણી પણ બહાર પાડી છે. આ અઠવાડિયે નોટિંઘમમાં મોટાભાગનો સમય વરસાદ પડતો રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. નોટિંઘમના સ્થાનિક હવામાન વિભાગની આગાહી અનુસાર બુધવારે સાંજે 7 વાગ્યા…
ભારતીય ટીમ સામેની 9મી જૂને રમાયેલી મેચમાં પરાજીત થયા પછી બુધવારે ઓસ્ટ્રેલિયાની ટીમ પાકિસ્તાન સામે રમવાની છે ત્યારે તેમનો ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનીસ ઘાયલ થયો હોવાના અહેવાલ આવ્યા છે. સ્ટોઇનીશને હાથના સ્નાયુ ખેંચાઇ ગયા હોવાથી તે પાકિસ્તાન સામેની મેચ નહીં રમી શકે. તેને ધ્યાને લઇને ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટે મિચેલ માર્શને ઉતાવળે ઇંગ્લેન્ડ બોલાવાયો છે. સ્ટોઇનિસ 15 સભ્યોની ટીમનો હિસ્સો બની રહેશે અને ઍ બાબતે સત્તાવાર નિર્ણય પાછળથી લેવાશે. કારણકે આઇસીસીનો નિયમ ઍવું કહે છે કે ઍકવાર કોઇ ખેલાડી ઇજાને કારણે ટીમમાંથી આઉટ થઇ જયા તે પછી તે સાજો થઇ જાય તો પણ ટીમમાં પાછો ફરી શકતો નથી, તેથી ઓસ્ટ્રેલિયન ટીમ સમજી…
ડાબોડી ઓપનર શિખર ધવનના અંગુઠામાં હેર લાઇન ફ્રેક્ચર થવાના કારણે ભારતીય ટીમના વર્લ્ડ કપ અભિયાનને મોટો ફટકો પડ્યો છે, ત્યારે હાલ તેના રિપ્લેસમેન્ટ અંગે કોઇ ચર્ચા ચાલતી નથી પણ જો તેનું રિપ્લેસમેન્ટ કરવામાં આવે તો ભારતીય ટીમના માજી કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કર તેમજ ઇંગ્લેન્ડના માજી બેટ્સમેન કેવિન પીટરસને ઋષભ પંતનું જ્યારે ગૌતમ ગંભીરે અંબાતી રાયડુનું નામ આગળ ધર્યુ છે. આ દરમિયાન ઍક ઍવી ચર્ચા પણ ચાલી રહી છે કે ભારતીય ટીમ મેનેજમેન્ટ દ્વારા તેના માટે શ્રેયસ ઐય્યરનું નામ વિચારણા હેઠળ લેવા જણાવ્યું છે. ગાવસ્કરને આ અંગે સવાલ કરાયો કે જો ધવન વર્લ્ડ કપમાંથી આઉટ થઇ જાય તો તમે…
ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં નાથન કુલ્ટર નાઇલનો બોલ શિખર ધવનને અંગૂઠામાં વાગતા તેને હેરલાઇન ફ્રેકચર થયાનું આજે કરાયેલા સ્કેનમાં જાહેર થયા પછી માન્ચેસ્ટરથી ઍક કલાકના ડ્રાઇવ પર આવેલા લીડ્સ ખાતે શિખર ધવન ટીમ ઇન્ડિયાના ફિઝિયો પેટ્રિક ફરહર્ટ સાથે નિષ્ણાંતોની સાથે સલાહ મસલત કરી રહ્યા છે. ટીમ ઇન્ડિયાના મેનેજમેન્ટ દ્વારા ધવન જેમ બને તેમ વહેલો સાજો થઇ શકે તેના પ્રયાસ ચાલી રહ્યા છે અને તેના કારણે જ તેના રિપ્લેસમેન્ટ અંગે હજુ કંઇ કહેવાયું નથી. શિખર ધવનની ઇજા બાબતેનો અંતિમ રિપોર્ટ મંગળવારની મોડી સાંજે આવ્યો હતો, જેમાં તેને હેર લાઇન ફ્રેકચરથી વિશેષ કંઇ ન હોવાનું જાહેર કરાયું હતુ. આ રિપોર્ટ આવ્યા પછી બીસીસીઆઇ…
બ્રિસ્ટલમાં સતત પડી રહેલા વરસાદને કારણે શ્રીલંકાઍ વર્લ્ડ કપની પોતાની સતત બીજી મેચમાં હરીફ ટીમ સાથે પોઇન્ટની વહેંચણી કરવી પડી છે. બાંગ્લાદેશ સામેની શ્રીલંકાની આજની મેચ પણ ટોસ થયા વગર રદ કરી દેવામાં આવી હતી. છેલ્લા ઘણાં કલાકોથી અહી વરસાદ પડી રહ્યો હતો અને તેના કારણે આ મેચ નહીં જ રમાય તે લગભગ નક્કી જ હતું અને અંતે ઍવું થઇને જ રહ્યું. વરસાદ બંધ નહીં થતાં અંતે આ મેચ સત્તાવાર રીતે રદ જાહેર થયા પછી શ્રીલંકા અને બાંગ્લાદેશને 1-1 પોઇન્ટ વહેંચી અપાયો હતો. શ્રીલંકાની ટીમની પહેલા આ જ મેદાન પર પાકિસ્તાન સામેની મેચ પણ વરસાદે ધોઇ નાંખી હતી અને તે…
ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેના અંગૂઠામાં નાથન કુલ્ટર નાઇલનો ઍક બોલ વાગ્યો હતો અને તેના કારણે શિખર ધવનના ઍ અંગૂઠામાં હેર લાઇન ફ્રેકચર થયું હોવાનું આજે સ્કેનમાં જણાયું છે. 9મી જૂને ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચમાં તેને અંગૂઠામાં ઇજા થઇ હતી, અને જે તે સમયે ઍ ઇજાને ગંભીરતાથી લેવામાં આવી નહોતી. આ ઇજા પછી ધવનનો અંગૂઠો સુજી ગયો હતો અને તેના પર બરફ વડે શેક કરવાનું ચાલું રખાયું હતું. જો કે તે પછી પણ સોજો ઓછો ન થતાં 11મીઍ સવારે તેના અંગૂઠાનું સ્કેનીંગ કરાવાયું હતું અને તેમાં તેને હેરલાઇન ફ્રેકચર થયાનું સામે આવ્યું હતું. ભારતીય ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો જો રિપ્લેસમેન્ટની જરૂર…
ઇન્ટરનેશનલ કેરિયરમાંથી નિવૃત્તિ લેનારા યુવરાજ વિશે ઍવું કહેવામાં આવી રહ્યું છે કે ૩૭ વર્ષિય યુવરાજ આઇસીસીની માન્યતા પ્રાપ્ત વિદેશી ટી-૨૦ લીગમાં ફ્રીલાન્સ ક્રિકેટર તરીકે પોતાની કેરિયર બનાવવા માગે છે, તેને કેનેડાની જીટી-૨૦, આયરલેન્ડ અને હોલેન્ડમાં યુરો ટી-૨૦ સ્લેમમાં રમવાની ઓફરો મળી છે. તેણે આ બાબતે બોર્ડ પાસે કોઇ મંજૂરી માગી નથી પણ તેના માટે તેને બીસીસીઆઇ મંજૂરી આપે તેવી સંભાવના છે. બીસીસીઆઇના ઍક અધિકારીઍ કહ્યું હતું કે જા સેહવાગ નિવૃત્તિ પછી વિદેશમાં રમી શકે તો યુવરાજ ઍમ નહીં કરી શકે ઍવો કોઇ મુદ્દો મને દેખાતો નથી. તેનું ભારતીય ક્રિકેટમાં અમુલ્ય યોગદાન રહ્યું છે અને તેને હંમેશા પ્રાથમિકતા આપવી જાઇઍ.