રવિવારે ભારતીય ટીમ સામે ઓસ્ટ્રેલિયાનો પરાજય થયો તેના કરતાં વધુ ચર્ચા તો બેલ્સની રહી હતી. જસપ્રીત બુમરાહે ડેવિડ વોર્નરને ફેંકેલો એક બોલ સ્ટમ્પમાં અથડાયો તો હતો પણ તેના કારણે બેલ્સ નીચે પડવી જોઇએ તે પોતાના સ્થાનેથી હલી પણ નહોતી. વર્લ્ડ કપની આ પાંચમી એવી મેચ હતી કે જેમાં સ્ટમ્પ સાથે બોલ અથડાયો હોવા છતાં બેલ્સ નીચે પડી નહોતી. Aaron Finch and Virat Kohli have some concerns about the Zing bails being used at the World Cup. #CWC19 pic.twitter.com/V3t5SEIxFF — cricket.com.au (@cricketcomau) June 10, 2019 સૌથી પહેલા દિક્ષણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં એવું જોવા મળ્યું હતું, જ્યારે ડી કોકને સ્પિનર…
કવિ: Sports Desk
રવિવારે વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 36 રને હરાવ્યું તેની સાથે જ આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં છેલ્લા 20 વર્ષથી ચાલતા આવેલા ઓસ્ટ્રેલિયાના એક આધિપત્યનો ભારતીય ટીમે અંત આણ્યો હતો. હકીકતમાં ઓસ્ટ્રેલિયાની ટીમ છેલ્લા 20 વર્ષથી આઇસીસી વર્લ્ડ કપમાં લક્ષ્યાંકનો પીછો કરતી વખતે કોઇ મેચ હારી નહોતી. તેના આ વિજય અભિયાનને વિરાટ કોહલીની ટીમે બ્રેક મારી દીધી છે. આ પહેલા છેલ્લે ઓસ્ટ્રેલિયાની ટીમ 1999ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે લક્ષ્યાંકનો પીછો કરતી વખતે માત્ર 10 રને મેચ હારી ગઇ હતી.તે પછી ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપમાં 19 મેચમાં લક્ષ્યાંકનો પીછો કરીને એ તમામ મેચ જીતી હતી.
કેટલાક મુખ્ય ખેલાડીઓ ઘાયલ થયા પછી બેટ્સમેનોના કંગાળ પ્રદર્શનને કારણે વર્લ્ડ કપમાં પોતાની પહેલી ત્રણ મેચ સતત હારી ગયેલા દક્ષિણ આફ્રિકા આવતીકાલે અહી જ્યારે વેસ્ટઇન્ડિઝ સામે રમવા માટે મેદાને ઉતરશે ત્યારે તેની નજર આમ તો વર્લ્ડ કપમાં પહેલો વિજય મેળવવા પર જ હશે, પણ તેની સાથે જ વેસ્ટઇન્ડિઝ પણ વિજય માર્ગે પરત ફરવાની તૈયારીમાં હોવાથી દક્ષિણ આફ્રિકા માટે આવતીકાલની આ મેચ આકરી પરીક્ષા સમાન પુરવાર થશે. દક્ષિણ આફ્રિકા પોતાની પહેલી જીતની તલાશમાં છે. પહેલી ત્રણ મેચમાં ઇંગ્લેન્ડ, બાંગ્લાદે અને ભારત સામેના પરાજય પછી ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની ટીમ માટે આગળનો માર્ગ વધુ વિકટ બની ગયો છે. જો તેમણે સેમી…
રવિવારે અહીં વર્લ્ડ કપમાં ઍકબીજા સામે રમવા ઉતરવાની સાથે જ ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા ઍકબીજા સામે વર્લ્ડકપની સર્વાઘિક 12 મેચ રમવાનો રેકોર્ડ કર્યો હતો. તેમના પછી જેમનો નંબર આવે છે તે ન્યુઝીલેન્ડ-શ્રીલંકા તેમજ પાકિસ્તાન-વેસ્ટઇન્ડિઝ ઍકબીજા સામે 11-11 મેચ રમ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે 12 મેચ રમવાની સાથે ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામે સૌથી વધુ મેચ રમી છે. ઝિમ્બાબ્વે સામે ટીમ ઇન્ડિયા 9 મેચ રમી છે. જ્યારે શ્રીલંકા અને વેસ્ટઇન્ડિઝ સામે 8-8 તેમજ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સાથે 7-7 તેમજ પાકિસ્તાન સામે 6 મેચ રમી છે.
સ્પેનના રાફેલ નડાલે ઓસ્ટ્રિયાના ડોમિનિક થિઍમને હરાવીને 12મી વાર ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બનીને તેને ક્લે કોર્ટનો કિંગ કેમ કહેવાય છે તે સાબિત કર્યુ હતું. વિશ્વના બીજા ક્રમાંકિત નડાલે થિઍમને ચાર સેટમાં 6-3, 5-7, 6-1, 6-1થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. નડાલે સેમી ફાઇનલમાં સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરરને સરળતાથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે બીજી તરફ થિઍમે વિશ્વના નંબર વન નોવાક જાકોવિચને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. નડાલે આ સાથે કુલ 18 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે. તેણે બે વાર ઓસ્ટ્રેલિયન ઓપન અને ત્રણવાર યુઍસ ઓપન ટાઇટલ જીત્યા છે અને ફ્રેન્ચ ઓપનના 12 ટાઇટલ મળીને તેના નામે હવે 18 ગ્રાન્ડ સ્લેમ…
ઓસ્ટ્રેલિયા સામે રવિવારે રમાયેલી વર્લ્ડ કપની મેચમાં રોહિત શર્મા અને શિખર ધવને મળીને ફરી ઍકવાર શતકીય ભાગીદારી કરી હતી અને આ ભાગીદારી સાથે ભારતીય જોડી આઇસીસી વનડે ટૂર્નામેન્ટમાં સર્વાધિક શતકીય ભાગીદારી મામલે સંયુક્ત રૂપે મેથ્યુ હેડન અને ઍડમ ગિલક્રિસ્ટની સાથે પહેલા ક્રમે બેસી હતી. હેડન અને ગિલક્રિસ્ટના નામે સર્વાધિક 6 વાર શતકીય ભાગીદારીનો રેકોર્ડ હતો. ધવન અને રોહિતે પણ રવિવારની મેચમાં છઠ્ઠીવાર શતકીય ભાગીદારી કરીને તેમની બરોબરીઍ બેસી હતી. હવે પછીની મેચમાં સંભવતઃ ભારતીય ટીમની આ ઓપનીંગ જોડી ઓસ્ટ્રેલિયન દિગ્ગજોની જોડીથી આગળ નીકળી જાય તેવી પુરી સંભાવના છે. આઇસીસી વનડે ટૂર્નામેન્ટમાં સર્વાધિક શતકીય ભાગીદારી જોડી …
રોહિત શર્માઍ રવિવારે અહીં ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં સૌથી ઝડપી 2000 રન પુરા કરવાની સિદ્ધિ મેળવી હતી. આ પહેલા સચિન તેદુલકકરે ઓસ્ટ્રેલિયા સામે 40 ઇનિંગમાં 2000 રન પુરા કર્યા હતા, જ્યારે રોહિતે 37મી ઇનિંગમાં જ આ આંકડો પુરો કરી લીધો હતો. મેચ પહેલા રોહિતને આ આંકડો પુરો કરવા માટે 13 રન જરૂરી હતા, તેણે રવિવારે 57 રન કરવા સાથે ઓસ્ટ્રેલિયા સામે કુલ 2044 રન કર્યા છે. જો કે આ ઓસ્ટ્રેલિયા સામે સર્વાધિક રન મામલે સચિન પહેલો છે, જેણે 3077 રન કર્યા છે, જ્યારે રોહિત એ યાદીમાં ચોથા ક્રમે છે, તેના પહેલા સસિચન ઉપરાંત વેસ્ટઇન્ડિઝના ડેસમન્ડ હેઇન્સ અને વિવિયન રિચાર્ડસ છે. ઓસ્ટ્રેલિયા…
ઓસ્ટ્રેલિયા સામે રવિવારે વર્લ્ડ કપની મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે ૫ વિકેટે ૩૫૨ રનનો સ્કોર બનાવ્યો હતો. જે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપમાં કોઇપણ ટીમ દ્વારા બનાવાયેલો સર્વોચ્ચ સ્કોર રહ્યો હતો. આ પહેલા આ રેકોર્ડ શ્રીલંકાના નામે હતો જેણે ૨૦૧૫ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ૩૧૨ રન બનાવ્યા હતા. ઍ પહેલા કોઇ ટીમે ઓસ્ટ્રેલિયા સામે ૩૦૦ રનનો આંકડો પાર કર્યો નહોતો. જ્યારે ટીમ ઇન્ડિયાએ રવિવારે 350 રનનો આંકડો પાર કર્યો. જે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપમાં કોઇપણ ટીમ દ્વારા કરાયેલો સર્વાધિક સ્કોર રહ્યો હતો. જો કે ભારતીય ટીમનો વર્લ્ડ કપમાં આ ચોથા નંબરનો સર્વાધિક સ્કોર રહ્યો હતો, ભારતીય ટીમે 2007ના વર્લ્ડ કપમાં બર્મુડા…
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની રવિવારે રમાયેલી વર્લ્ડ કપની 14મી મેચમાં ભારતીય ટીમ વતી શિખર ધવને સદી ફટકારી તેની સાથે જ ટીમ ઇન્ડિયાઍ અત્યાર સુધી રમાયેલા વર્લ્ડ કપમાં કુલ મળીને 27મી સદી ફટકારી હતી અને તે ક્રિકેટના મહાકુંભમાં સદી ફટકારવા મામલે સૌથી આગળ નીકળી હતી. ભારતીય ટીમની 27 ઉપરાંત ઓસ્ટ્રેલિયા 26, શ્રીલંકા 23, વેસ્ટઇન્ડિઝ 17 અને ન્યુઝીલેન્ડ 15 સદી ફટકારી ચુક્યા છે, જ્યારે દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ 14-14 સદી ફટકારી ચુક્યા છે. વર્લ્ડ કપમાં અત્યાર સુધી સર્વાધિક સદી કરનારા દેશો દેશ સદી ભારત …
ભારતીય ટીમે શિખર ધવનની સદી અને વિરાટ કોહલી તેમજ રોહિત શર્માની અર્ધસદી ઉપરાંત અન્ય બેટ્સમેનોના જારદાર પ્રદર્શનની મદદથી રવિવારે અહીં વર્લ્ડ કપની મેચમાં 5 વિકેટે 352 રન બનાવીને ઓસ્ટ્રેલિયા સામે 353 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેની સામે ઓસ્ટ્રેલિયાની ટીમ 50 ઓવરમાં 316 રને ઓલઆઉટ થતાં ભારતીય ટીમ 36 રને વિજેતા બની હતી. મેચમાં જારદાર સદી ફટકારનાર શિખર ધવનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. મેન ઓફ ધ મેચ ધવને વર્લ્ડ કપની ત્રીજી સદી ફટકારવા સાથે જ રોહિત સાથે 127 રનની ભાગીદારી કરી ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરનારી ભારતીય ટીમને શિખર ધવન અને રોહિત શર્માઍ પહેલી વિકેટની ભાગીદારીમાં…