શનિવારે અહીં રમાયેલી વર્લ્ડ કપની ઍક મેચમાં ન્યુઝીલેન્ડે જેમ્સ નીશનમાં કેરિયર બેસ્ટ બોલિંગ પ્રદર્શન અને કેન વિલિયમ્સનની નોટઆઉટ કેપ્ટન ઇનિંગની મદદથી અફઘાનિસ્તાનને ૭ વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાન પ્રથમ દાવ લઇને ૧૭૨ રનમાં ઓલઆઉટ થયુંં હતું તે પછી ન્યુઝીલેન્ડે ૩૨.૧ ઓવરમાં ૩ વિકેટના ભોગે લક્ષ્યાંક કબજે કરી લીધો હતો. જેમ્સ નિશમે જારદાર બોલિંગ કરીને ૩૧ રનમાં પાંચ વિકેટ ઉપાડી હતી, જ્યારે કેપ્ટન વિલિયમ્સને ૯૯ બોલમાં ૭૯ રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી. ન્યુઝીલેન્ડે આ સતત ત્રીજા વિજય મેળવ્યો હતો. જેના કારણે તે ૧૦ ટીમોની સેમી ફાઇનલની રેસમાં સૌથી આગળ રહ્યું છે. અફઘાનિસ્તાનનો આ સતત ત્રીજા પરાજય રહ્યો હતો. આ પહેલા શ્રીલંકા અને…
કવિ: Sports Desk
અહીં રમાયેલી આઇસીસી વર્લ્ડ કપની ૧૨મી મેચમાં યજમાન ઇંગ્લેન્ડની ટીમે બાંગ્લાદેશને 106 રને હાર આપીને વર્લ્ડકપની બીજી જીત મેળવી હતી. ઇંગ્લેન્ડે આપેલ 388 રનના લક્ષ્યાંક સામે બાંગ્લાદેશની ટીમ 288 રન નોંધાવી શકી હતી. બાંગ્લાદેશ તરફથી ઓલરાઉન્ડર શાકિબ અલ હસને લડાયક 121 રન ફટકાર્યા હતા પરંતુ તે બાંગ્લાદેશની હાર ખાળી શક્યો નથી અને તેને 106 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશ તરફથી શાકિબ ઉપરાંત રહીમે 44 રનની ઇનિંગ રમી હતી. ઇંગ્લેન્ડ તરફથી સ્ટોક્સ અને આર્ચરે 3-3 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશના કેપ્ટન મોર્તુઝાઍ ટોસ જીતીને પહેલી ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો અને ટીમમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. ઈંગ્લેન્ડ દ્વારા મોઈન અલીની…
રવિવારે લંડનના ઓવલ મેદાન પર ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પોતાની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે રમવા ઉતરશે. આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પણ પ્રબળ દાવેદારોમાંથી એક છે અને ગુરૂવારે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ સામેની મેચમાં તેણે એ દર્શાવી દીધું કે એક ચેમ્પિયન ટીમ મુશ્કેલ સ્થિતમાંથી કેવી રીતે બહાર આવે છે. હાલમાં ઇંગ્લેન્ડમાં વરસાદી માહોલ છે પણ રવિવારે હવામાન ચોખ્ખુ રહેવાના અણસાર છે. વેસ્ટઇન્ડિઝ સામે લથડી પડેલી ટીમને જે રીતે સ્ટીવ સ્મિથ અને નાથન કુલ્ટર નાઇલે ઉગારી હતી તેને ધ્યાને લેતા તેમની બેટિંગનું ઉંડાણ સમજાય છે, જો કે આમ છતાં બંને વચ્ચેની સ્થિતિને ધ્યાને લઇએ તો ભારતીય ટીમ વધુ મજબૂત જણાય છે. ભારત…
ટીમ ઇન્ડિયાના માજી કેપ્ટન અને વિકેટકીપર બેટ્સેમન મહેન્દ્ર સિંહ ધોની ઓસ્ટ્રેલિયા સામે રવિવારે રમાનારી મેચમાં બલિદાન બેજ સાથેના ગ્લવ્ઝ પહેરીને નહીં ઉતરે. ધોનીએ બીસીસીઆઇ સમક્ષ એવું સ્પષ્ટ કરી દીધું હતું કે જો આ ગ્લવ્ઝ પહેરવા નિયમ વિરુદ્ધ હોય તો તો હું વર્લ્ડ કપની મેચ દરમિયાન આ ગ્લવ્ઝ નહીં પહેરું. ધોનીએ કહ્યું હતું કે જો મારા બલિદાન બ્રિગેડના લોગો વાળા ગ્લવ્ઝ પહેરવાથી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલની રુલ બુકની કોઇ જોગવાઇનું ઉલ્લંઘન થતું હોય તો હું રાજી ખુશીથી આ ગ્લવ્ઝ ઉતારી દઇશ. એ ઉલ્લેખનીય છે કે ધોની ટેરિટોરિયલ આર્મીમાં છે. તેને ભારતીય સૈન્યની પેરા સ્પેશિયલ ફોર્સમાં લેફ્ટનન્ટ કર્નલની માનદ પદવી મળી છએ. તેની કિટ…
ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિહં ધોનીના વિકેટકીપીંગ ગ્લવ્ઝ બાબતે ચાલી રહેલા વિવાદ પર હવે આઇસીસીએ પોતાનો મત મુક્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલે બીસીસીઆઇ સમક્ષ એવું સ્પષ્ટ કરી દીધું છે કે મહેન્દ્ર સિંહ ધોની વિકેટકીપીંગ ગ્લવ્ઝ પર બિલદાન બેજના નિશાન સાથે વર્લ્ડ કપમાં નહીં રમી શકે. આઇસીસીએ પોતાની એક પ્રેસ યાદીમાં સ્પષ્ટ કર્યું હતું કે ધોનીને આ વિકેટકીપીંગ ગ્લવ્ઝની સાથે વર્લ્ડ કપમાં ઉતરવાની મંજૂરી આપવામાં નહીં આવે. આ પહેલા બીસીસીઆઇએ આઇસીસીને કહ્યું હતું કે ધોનીને આ ગ્લવ્ઝ સાથે રમવાની મંજૂરી આપવામાં આવે. ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાએ કહ્યું હતું કે આઇસીસી ઇવેન્ટ્સમાં કપડાં કે પછી રમતના સામાન પર અંગત મેસેજ કે લોગો…
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન માઇકલ હસીને લાગે છે કે મહેન્દ્ર સિંહ ધોનીની બહુ વધારે નબળાઈ નથી અને જો તેમ હોય તો પણ તે આ વાત કોઇની સાથે શેર કરશે નહીં. ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમે રવિવારે વર્લ્ડ કપ મેચબેલમાં ઍકબીજાની સામસામે થશે. જ્યારે હસીને પૂછ્યું કે શું તે ઓસ્ટ્રેલિયન ટીમ સાથે ધોનીનની નબળાઇ વિશે કંઈક શેર કરશે. તેના પર ભૂતપૂર્વ હસીઍ કહ્યું હતું કે શક્યતા નથી અને ઍમ પણ ધોનીની વધુ નબળાઈ નથી જે શેર કરી શકાય. તેણે જણાવ્યું હતું કે આજના તબક્કામાં બધી ટીમ બધા ખેલાડીઓ પર ખૂબ જ કાળજીપૂર્વક વિશ્લેષણ કરે છે, તેથી મને ખાતરી છે કે તેઓ પાસે ધોની…
વેસ્ટઇન્ડિઝના વિકેટકીપર બેટ્સમેન શાહી હોપે સ્વીકાર્યું કે જે રીતે વેસ્ટ ઇન્ડિઝે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સારી સ્થિતિમાં હોવા છતાં મેચ ગુમાવી તેને પચાવવું મુશ્કેલ છે. ઑસ્ટ્રેલિયાનો સ્કોર ઍક સમયે 5 વિકેટ પર 79 રન હતો પરંતુ નાથન કૂલ્ટર નાઇલ (92) અને સ્ટીવ સ્મિથ (73) ની ઇનિંગથી તે 288 રન બનાવવાની સફળ રહી. ઓસ્ટ્રેલિયાના ડાબા હાથની ઝડપી બોલર મિશેલ સ્ટાર્કઍ 46 રન આપીને 5 વિકેટ લીધી. વેસ્ટ ઇન્ડીઝ તરફથી હોપે 68 રન કર્યા છતાં 15 રનથી હાર સામનો કરવો પડ્યો. હોપે જણાવ્યું હતું કે, અમે ખરેખર મેચમાં મોટાભાગના સમયે દબાદબો જાળવી રાખ્યો હતો અને તેથી આ પ્રકારની મેચ ગુમાવી તેને પચાવવું…
વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧6 જૂને મેચ રમાનાર છે. આ પહેલા પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને પોતાની ટીમના ખેલાડીઓને શીખ આપતા કહ્નાં છે કે તેઓ મેચ દરમિયાન માત્ર ક્રિકેટ પર જ ધ્યાન આપે. ઇમરાન ખાને પોતાની દેશની ક્રિકેટ ટીમને સલાહ આપી છે જે ‘જેવા સાથે તેવા’ નો વિચાર ન કરે અને માત્ર મેચ પર ધ્યાન આપે, બંને ટીમો વચ્ચે 16મી જૂને માન્ચેસ્ટરમાં વિશ્વ કપની લીગ મેચ રમવા ઉતરશે. પાકિસ્તાન સરકારના ઍક વરિષ્ઠ અધિકારીઍ કહ્નાં હતું કે ઇમરાન ખાન માટે ટીમે ઍક પ્રસ્તાવ મોકલ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમની ટીમ ભારત સામેની મેચમાં વિકેટ લેવા પર અલગ રીતે…
ક્લે કોર્ટના બાદશાહ કહેવાતા ટેનિસ ખેલાડી રાફેલ નડાલ ઍકવાર ફરીથી આ કોર્ટ પર સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર સ્વિટ્ઝર્લૅન્ડના રોજર ફેડરરને હાર આપી હતી. આ બંને વર્ષની બીજી ગ્રાન્ડ સ્લૅમ ફ્રેન્ચ ઓપન સેમિફાઇનલમાં સામસામે થયાં હતા જેમાં નડાલે બાજી મારી હતી. વર્તમાન વિજેતા બીજા ક્રમાંકિત નડાલે વર્લ્ડ નંબર -3 ફેડરરને સીધા સેટમાં 6-3, 6-4, 6-2થી હરાવ્યો હતો. આ મેચ 2 કલાક 25 મિનિટ ચાલી જેમાં નડાલે પોતાની 12મી ફ્રેન્ચ ઓપન ખિતાબ જીતવા માટે ફાઇનલમાં પગલું માંડ્યું જ્યાં તેની સામે નંબર વન સર્બિયાના નોવાક જોકોવિક અને ઑસ્ટ્રિયાના ડોમિનિક થીમ વચ્ચે રમાનારી બીજા સેમિફાઇનલ મેચના વિજેતા હશે. નડાલની ફેડરર પર આ 24મી…
ચેક ગણરાજ્ચની માર્કેટા વંડરુસુસોવા અને ઓસ્ટ્રેલિયાના ઍશલે બાર્ટી ફ્રેન્ચ ઓપન મહિલા સિંગલ્સની ફાઈનલમાં પહોંચ્યાં. બંને પહેલી વખત કોઈ ગ્રાન્ડસ્લેમના ફાઇનલમાં પહોંચવામાં સફળ થયાં છે. 19 વર્ષની વંડરુસુસોવાઍ સેમિફાઇનલમાં બ્રિટનની યોહાના કોન્ટાને 7-5, 7-6થી હાર આપીને પહેલી વખત ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં સ્થાન જમાવ્યું હતું જ્યારે ઓસ્ટ્રેલિયાની બાર્ટીઍ અમેરિકાની 17 વર્ષની અમાન્ડા અનિસિમોવાને 6-7, 6-3, 6-3થી હાર આપીને પોતાની કેરિયરમાં પહેલી વખત ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. વંડરુસુસોવા પ્રથમ વખત કોઈ ગ્રાન્ડસ્લેમની સેમિફાઇનલમાં પહોંચી હતી. પહેલાં તે ઓસ્ટ્રેલિયન ઓપન (2018 અને 2019) બીજા રાઉન્ડમાં, વિમ્બલ્ડન (2017 અને 2018) માં પ્રથમ રાઉન્ડ અને યુઍસ ઓપન (2018) માં ચોથા રાઉન્ડ સુધી પહોંચવામાં સફળ…