ભારતીય ટીમના દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીના વિકેટકીપીંગ ગ્લોવ્ઝ પર ભારતીય સૈન્યના બલિદાન બ્રિગેડના લોગોને દૂર કરવા આઇસીસી દ્વારા બીસીસીઆઇને વિનંતી કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ધોનીઍ પહેરેલા આ ગ્લોવ્ઝ પર બલિદાન બ્રિગેડના લોગોને જાઇને ભારતીય ક્રિકેટ ચાહકો ખુશ થયા હતા અને તેમણે ધોનીની પ્રશંસા કરી હતી, જો કે આઇસીસીઍ તે માટે નારાજી વ્યક્ત કરીને બીસીસીઆઇને સૈન્યના આ ખાસ લોગોને દૂર કરવા વિનંતી કરી હતી. આઇસીસીના સ્ટ્રેટેજિક અને કોમ્યુનિકેશનના જનરલ મેનેજર ફલેયર ફરલોંગે આ બાબતે કહ્યું હતું કે અમે બીસીસીઆઇને આ ચિન્હ હટાવવા માટે અપીલ કરી છે. ધોનીના ગ્લવ્ઝ પર બલિદાન બ્રિગેડનું ચિન્હ છે, માત્ર પેરામિલિટરી કમાન્ડોને…
કવિ: Sports Desk
વેસ્ટઇન્ડિઝના ઝડપી બોલરોની ફરી ઍકવાર જોરદાર બોલિંગને કારણે ટોપ ઓર્ડર ધ્વસ્ત થયા પછી સ્ટીવ સ્મિથની 73 રનની શ્રેષ્ઠ ઇનિંગ અને નાથન કુલ્ટર નાઇલની 90 રનની ઇનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાઍ મુકેલા 289 રનના લક્ષ્યાંક સામે મિચેલ સ્ટાર્કની 5 વિકેટના કારણે વેસ્ટઇન્ડિઝ 9 વિકેટે 273 રન સુધી જ પહોંચી શકતા ઓસ્ટ્રેલિયાનો 15 રને વિજય થયો હતો. 289 રનના લક્ષ્યાંક સામે વેસ્ટઇન્ડિઝની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને પહેલી 5 ઓવરમાં જ તેણે પોતાના બંને ઓપનરની વિકેટ ગુમાવી હતી. તે પછી શાઇ હોપે નિકોલસ પુરન સાથે 66 અને શિમરોન હેટમાયર સાથે 50 અને કેપ્ટન હોલ્ડર સાથે 41 રનની ભાગીદારી કરીને ટીમને મેચમાં જાળવી રાખી…
આઇસીસી વર્લ્ડ કપ 2019ની અહીં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે પ્રથમ દાવ લઇને મુકેલા 245 રનના લક્ષ્યાંક સામે ન્યુઝીલન્ડે રોસ ટેલરની શ્રેષ્ઠતમ ઇનિંગની મદદથી 8 વિકેટે લક્ષ્યાંક કબજે કરી લઇને બાંગ્લાદેશને 2 વિકેટે પરાજીત કર્યુ હતું. 82 રનની ઇનિંગ રમનારા રોસ ટેલરને મેન ઓફ ઘ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 245 રનના લક્ષ્યાંકની સામે ન્યુઝીલેન્ડે 55 રનના સ્કોર સુધીમાં બંને ઓપનરની વિકેટ ગુમાવી હતી. આ બંને વિકેટ શાકિબ અલ હસને જ ઉપાડી હતી. તે પછી કેન વિલિયમ્સન અને રોસ ટેલર વચ્ચે 105 રની ભાગીદારી થઇ હતી અને સ્કોર 160 પર પહોંચ્યો ત્યારે વિલિયમ્સન 40 રન કરીને મહેંદી હસન મિરાજનો શિકાર બન્યો હતો.…
ભારતીય હોકી ટીમ પોતાના નવા કોચ ગ્રેહામ રિડના માર્ગદર્શનમાં ટોકિયો ઓલિમ્પિક્સ 2020 માટે ક્વોલિફાઇ થવાના પોતાના અભિયાનની શરૂઆત ગુરૂવારથી ઍફઆઇઍચ સીરિઝ હોકી ફાઇનલ્સથી કરશે. ઍશિયા, યુરોપ, આફ્રિકા અને ઉત્તર અમેરિકાની 8 ટીમો ઓક્ટોબર-નવેમ્બરમા થનારા ઍફઆઇઍચ ઓલિમ્પિક્સ ક્વોલિફાયરના બે સ્થાન માટે સ્પર્ધા કરશે. ભારતીય ટીમ ઉપરાંત પુલ ઍમાં પોલેન્ડ, રશિયા અને ઉઝબેકિસ્તાન પણ છે. જ્યારે પુલ બીમાં દક્ષિણ આફ્રિકા, ઍશિયન ગેમ્સ ચેમ્પિયન જાપાન, અમેરિકા અને મેક્સિકોનો સમાવેશ થાય છે. વર્લ્ડ રેન્કિંગમાં પાંચમા સ્થાને બેઠેલી ભારતીય ટીમ પ્રબળ દાવેદાર તરીકે મેદાનમાં ઉતરશે, કારણકે બાકીની ટીમોની સરખામણીઍ તેના પ્રદર્શનનો ગ્રાફ બહેતર છે. દક્ષિણ આફ્રિકા અને જાપાન ક્રમશઃ 16માં અને 18માં ક્રમે છે. ભારતીય…
વર્લ્ડ કપમાં 16મી જૂને હાઇ પ્રોફાઇલ ઍવી ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે, ત્યારે અોલ્ડ ટ્રેફર્ડમાં રમાનારી આ મેચમાં સ્ટેડિયમમાં ભારતીયોની સંખ્યા વધારે દેખાય તો નવાઇ ન પામતા, કારણકે આ મેચની 67 ટકા જેટલી ટિકીટો ભારતીય ક્રિકેટ ચાહકોઍ ખરીદી છે, જ્યારે પાકિસ્તાની પ્રશંસકોઍ માત્ર 18 ટકા ટિકીટો ખરીદી છે. બ્રિટશ અખબાર ધ ડેઇલી મેલના જણાવ્યા અનુસાર આ મેચમાં પાકિસ્તાની પ્રશંસકોની સંખ્યા માત્ર 18 ટકા જેવી હશે. ઍ રીતે જ ઍજબેસ્ટનમાં 30મી જૂને યજમાન ઇંગ્લેન્ડ સામે રમાનારી મેચમાં પણ બ્રિટીશ ચાહકો કરતાં ભારતીય ચાહકોની સંખ્યા વધારે રહેશે. વર્લ્ડ કપમાં આ વખતે કુલ મળીને 48 મેચ રમાશે, જેના માટે 124…
દક્ષિણ આફ્રિકા સામેની મેચ 6 વિકેટે જીત્યા પછીની પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ રોહિત શર્માની બેટિંગના વખાણ કરતા કહ્યું હતું કે, આ તેના કેરિયરની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ હતી. રોહિત શર્માએ એન્કર ઇનિંગ્સ રમતા 144 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી નોટઆઉટ 122 રન કર્યા હતા. શિખર ધવન અને વિરાટ કોહલીની વિકેટ સસ્તામાં ગુમાવ્યા છતા તેની ઇનિંગ્સ થકી ટીમ ઇન્ડિયાએ સરળતાથી મેચ જીતી હતી. કોહલીએ કહ્યું કે અમારે પહેલી મેચ માટે ઘણી રાહ જોવી પડી અને ત્યારબાદ આ પ્રકારની મેચ રમ્યા.મેચ શરૂથી અંત સુધી પડકારરૂપ બની રહી. અમારા માટે જીતની શરૂઆત કરવી મહત્વપૂર્ણ હતી. આ મેચ પડકારરૂપ રહી અને હું રોહિતની આગળ…
વિરાટ કોહલીને પત્રકારોઍ કિંગ કોહલી નામ આપ્યું છે, ત્યારે હવે આઇસીસીઍ પણ જાણે કે તેને કિંગ તરીકે સ્વીકારી લીધો હોય તેમ તેને કિંગ તરીકે દર્શાવતો ઍક ફોટો ટ્વિટર પર શેર કર્યો છે. આમ તો આઇસીસીઍ બે ફોટા શેર કર્યા છે, જેમાંથી ઍકમાં વિરાટને હેરી પોટર તરીકે દર્શાવાયો છે, જ્યારે બીજા ફોટામાં કોહલી કિંગની વેશભૂષામાં સજ્જ છે. ?#TeamIndia#CWC19 pic.twitter.com/cGY12LaV3H — ICC (@ICC) June 5, 2019 પહેલો ફોટો તેની પ્રેસ કોન્ફરન્સનો છે, જેને ફોટોશોપ કરીને તેના માથે હેરી પોટર જેવું નિશાન બનાવાયું છે અને આઇસીસીઍ લખ્યું છે કે વિરાટ તુ તો જાદુગર છે. તે પછી તેને કિંગ તરીકે દર્શાવતો બીજા ફોટો શેર…
વર્લ્ડ કપમાં બુધવારે પોતાના અભિયાનની શરૂઆત કરતાં ભારતીય ટીમને જસપ્રીત બુમરાહ અને યુજવેન્દ્ર ચહલ સહિતના બોલરોઍ જારદાર બોલિંગ પ્રદર્શન કરીને દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે 227 રનના સ્કોર પર અટકાવ્યું હતું. જેની સામે ભારતીય ટીમે રોહિત શર્માની નોટઆઉટ 23મી સદીની મદદથી 4 વિકેટે લક્ષ્યાંક કબજે કરી લઇને વર્લ્ડ કપ અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો. 228 રનના લક્ષ્યાંકની સામે ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહોતી અને 13 રનના સ્કોર પર ધવન આઉટ થયો હતો. તે પછી કોહલી અંગત 18 રન કરીને આઉટ થયો હતો. રોહિતે તે પછી કેઍલ રાહુલે 75 રનની ભાગીદારી કરી હતી. રાહુલ 26 રન બનાવીને આઉટ થયો તે પછી…
માજી દિગ્ગજ ભારતીય બેટ્સમેન સચિન તેંદુલકરનું માનવું છે કે જસપ્રીત બુમરાહની આગેવાની હેઠળનું ભારતીય બોલિંગ આક્રમણ આ સમયનું સૌથી યોગ્ય છે, પણ તેની તુલના 2003 અને 2011ના બોલરો સાથે ન થવી જોઇઍ. તેણે કહ્યું હતું કે આ બોલરોની તુલના આ સમયના બોલરો સાથે જ થવી જોઇઍ. 1992થી લઇને 2011 દરમિયાન 6 વર્લ્ડ કપ રમી ચુકેલા સચિને કપિલ દેવ, જવાગલ શ્રીનાથ અને ઝહીર ખાનની આગેવાની હેઠળના બોલિંગ આક્રમણને નજીકથી જાયું છે. તેણે કહ્યું હતું કે અલગ અલગ સમયના ખેલાડીઓ વચ્ચે સરખામણી ઍક રીતે બેઇમાની છે. તેણે કહ્યું હતું કે મને બે અલગ અલગ સમયના ખેલાડીઓની તુલના પસંદ નથી. જે તે સમયે…
વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપનમાં અહીં રમાયેલી મહિલા વિભાગની ક્વાર્ટર ફાઇનલમાં યોહાના કોન્ટાઍ અમેરિકાની સ્લોઅન સ્ટીફન્સને હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો, આ સાથે જ તે ૩૬ વર્ષના ફ્રેન્ચ ઓપનના ઇતિહાસમાં સેમી ફાઇનલમાં પહોંચનારી પ્રથમ બ્રિટીશ મહિલા ખેલાડી બની હતી. આ તરફ પુરૂષ વિભાગની નડાલ-નિશિકોરી અને ફેડરર-વાવરિંકા વચ્ચેની બે ક્વાર્ટર ફાઇનલ વરસાદી વિઘ્નને કારણે અટકાવી દેવાયા પછી ફરી શરૂ થઈને નડાલ અને ફેડરર બંને જીતીને સેમી ફાઇનલમાં પ્રવેશ્યા હતા. ૨૬મી ક્રમાંકિત કોન્ટાઍ ગત વર્ષની રનર્સ અપ અને હાલની ૭મી ક્રમાંકિત સ્ટીફન્સને ૬-૧, ૬-૪થી સાવ સરળતાથી હરાવી દીધી હતી. સેમી ફાઇનલમાં તેનો મુકાબલો ચેક પ્રજાસત્તાકની માર્કેટા વોનડ્રોયુસોવા અને ક્રોઍશિયાની…