ભારતીય ટીમ જ્યારે વર્લ્ડ કપમાં 30મી જૂને ઇંગ્લેન્ડ સામે મેદાને ઉતરશે ત્યારે તે પોતાના નિયમિત બ્લ્યુ ડ્રેસના સ્થાને કેસરી કલરના ડ્રેસમાં જાવા મળી શકે છે. કેસરી રંગની સાથે તેમાં બ્લ્યુ રંગ પણ ભળેલો હશે અને તેને ટુર્નામેન્ટ દરમિયાન જ બહાર પાડવામાં આવશે. બીસીસીઆઇના ઍક સૂત્રઍ જણાવ્યું હતું કે બીસીસીઆઇની માર્કેટિંગ ટીમ ટી શર્ટની ડિઝાઇન પર કામ કરી રહી છે અને તેને ટુંકમાં જ જાહેર કરવામાં આવશે. વૈકલ્પિક ટી શર્ટની જરૂરિયાત ઍટલે ઊભી થઇ કે આઇસીસીઍ વર્લ્ડ કપ પહેલા ઍવી ગાઇડલાઇન આપી હતી કે ટીવી પર પ્રસારિત થનારી ટૂર્નામેન્ટમાં યજમાન દેશને બાદ કરતાં દરેક ટીમે અલગ અલગ રંગની બે ટી શર્ટ…
કવિ: Sports Desk
ભારતીય ટીમ બુધવારે અહીં જ્યારે ઇજાઓથી પીડાતી દક્ષિણ આફ્રિકાની ટીમ સામે આઇસીસી વર્લ્ડકપ 2019ની પોતાની પહેલી મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે ત્યારે વિરાટ કોહલીના ખભા પર કરોડો લોકોની આશાનો ભાર હશે, જા કે ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાં ટાઇટલના પ્રબળ દાવેદારોમાંથી ઍક છે અને તેમની પહેલી મેચ ચોકર્સ તરીકે પંકાયેલી દક્ષિણ આફ્રિકાની ટીમ સામે છે, ત્યારે ટીમ ઇન્ડિયાની નજર સ્પર્ધાનો વિજયી પ્રારંભ કરવા પર જ હશે. સાથે જ યજમાન ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે પરાજીત થયેલી દક્ષિણ આફ્રિકા પણ પોતાનો પહેલો વિજય મેળવવાનો ઇરાદો ઘ્ધરાવતું હશે, તેથી ભારતીય સમય અનુસાર બપોરે 3.00 વાગ્યાથી શરૂ થનારી આ મેચ રસપ્રદ બની રહેવાની સંભાવના…
દક્ષિણ આફ્રિકા સામેની મેચની પૂર્વ સંધ્યાઍ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીઍ ડેલ સ્ટેન અને લુંગી ઍન્ગીડીની ગેરહાજરીમાં કગિસો રબાડાથી સાવધ રહેવું પડશે. તેણે રબાડાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે આ બોલરને અમે હળવાશમાં લેવાની ભુલ નહીં કરીઍ. તેણે કહ્યું હતું કે અમે તેની ક્ષમતા જાણીઍ છીઍ, અને તેથી જ તેના પડકારને કંઇ રીતે પહોંચી વળવો તે પણ જાણીઍ છીઍ. અમે તેનું સન્માન કરીઍ છીઍ પણ તેની સામે કેવી રીતે રમવું તે પણ જાણીઍ છીઍ. તેણે કહ્યું હતું કે ડેલ સ્ટેન બાબતે મને ઘણું ખરાબ લાગી રહ્યું છે, તે ઍક જારદાર ખેલાડી છે.
આઇસીસી વર્લ્ડકપ 2019માં બુધવારથી પોતાના અભિયાનની શરૂઆત કરવાની પૂર્વ સંધ્યાઍ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ પોતાની ટીમનો ઇરાદો વ્યક્ત કરતાં કહ્યું હતું કે અમને ઍ વાતનો કોઇ ફરક પડતો નથી કે સામે વાળી ટીમ સામે અમે પહેલા રમ્યા છે કે નહીં, અમારું ફોકસ માત્ર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર છે. તેણે પોતાની ટીમને સંતુલિત ગણાવતા કહ્યું હતું કે પીચની કન્ડીશન ભલે ગેમે તેવી હોય અમે દરેક પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ પણે તૈયાર છીઍ. મેચની પૂર્વ સંધ્યાઍ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોહલીઍ કહ્યું હતું કે હાલની ટીમ 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમેલી ટીમ કરતાં બહેતર છે. તેણે કહ્યું હતું કે અમે ચેમ્પિન્સ…
વર્લ્ડ કપની પોતાની પહેલી બે મેચ હારી ચુકેલી દક્ષિણ આફ્રિકન ટીમને ભારતીય ટીમ સામેની મેચની પૂર્વ સંધ્યાઍ ત્યારે મોટો ફટકો પડ્યો હતો, જ્યારે તેમનો સ્ટાર ઝડપી હોલર ડેલ સ્ટેન ખભાની ઇજાને કારણે વર્લ્ડ કપમાંથી આઉટ થઇ ગયો હતો. તેની આ ઇજા હવે કદાચ તેની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિનું કારણ પણ બની શકે તેમ છે. દક્ષિણ આફ્રિકાઍ ઇવેન્ટ ટેક્નીકલ કમિટી પાસેથી મંજૂરી મેળવીને તેના સ્થાને ડાબોડી ઝડપી બોલર બ્યુરેન હેન્ડ્રિક્સનો સમાવેશ કર્યો છે. 35 વર્ષના સ્ટેન માટે હવે પાછા ફરવું લગભગ મુશ્કેલ છે. આઇપીઍલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વતી કેટલીક મેચ રમ્યા પછી તેના બીજા ખભામાં ઇજા થઇ હતી અને તેના કારણે તે…
અહીં રમાઇ રહેલી આઇસીસી વર્લ્ડ કપની 7મી મેચમાં શ્રીલંકા સામે અફઘાનિસ્તાનને 41 ઓવરમાં 187 રનનો લક્ષ્યાંક મળ્યો છે. વરસાદી વિઘ્નને કારણે ટુંકાવીને 41 ઓવરની કરાયેલી મેચમાં શ્રીલંકાની ટીમ 36.5 ઓવરમાં 201 રન કરીને ઓલઆઉટ થઇ હતી, તે પછી ડકવર્થ-લુઇસ નિયમ હેઠળ અફઘાનિસ્તાનને 187 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જેની સામે નુવાન પ્રદીપની ઘાતક બોલિંગને કારણે અફગાનિસ્તાનની ટીમ 152 રને ઓલઆઉટ થતાં શ્રીલંકાનો 34 રને વિજય થયો હતો. નુવાન પ્રદીપની 4 અને લસિથ મલિંગાની 3 વિકેટને કારણે શ્રીલંકાએ અફઘાનિસ્તાનને 34 રને હરાવ્યું 187 રનના લક્ષ્યાંક સામે અફઘાનિસ્તાને ઝડપી બેટિંગ કરી હતીઅને પ્રથમ 4.4 ઓવરમાં 34 રન કરી દીધા હતા, તે પછી 23…
ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર ગ્લેન મૈકગ્રાએ ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્કિદ પંડ્યા સંબંધે એક મોટું નિવેદન આપતા કહ્યું હતું કે ઇંગ્લેન્ડમા શરૂ થયેલા આઇસીસી વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ભારત માટે એવી જ ભૂમિકા નિભાવી શકે છે જેવી 2011ના વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે ભારતીય ટીમ માટે ભજવી હતી. યુવરાજે 2011મા બોલ અને બેટ બંને વડે યોગદાન આપીને ટીમ ઇન્ડિયાને બીજીવાર વર્લ્ડ ચેમ્પિયન બનાવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી અને તે 2011ના વર્લ્ડ કપમાં મેન ઓફ ધ સીરીઝ જાહેર થયો હતો. ટીમ ઇન્ડિયાને 2019ના વર્લ્ડ કપમાં યુવરાજ સિંહની ખોટ સાલશે ખરી એવા સવાલના જવાબમાં મૈકગ્રા એ કહ્યું હતું કે હાર્દિક પંડ્યા એ ભૂમિકા નિભાવી શકે છે.…
ભારતીય ટીમ 5મી જૂને અહીંના રોઝ બાઉલ મેદાન પરથી દક્ષિણ આફ્રિકા સામે રમીને પોતાના વર્લ્ડ કપ અભિયાનનો પ્રારંભ કરવા જઇ રહી છે. ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકા આ મેદાન પર પહેલીવાર ઍકબીજાની સામે આવશે, જો કે રસપ્રદ વાત ઍ છે કે આ મેદાન પર બંને ટીમો અલગઅલગ હરીફ સામે કુલ 3-3 મેચ રમી ચુકી છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ વર્લ્ડ કપમાં પહેલીવાર મેદાને ઉતરી રહી છે, જ્યારે દક્ષિણ આફ્રિકાની આ ત્રીજી મેચ હશે. આ પહેલા તે ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે હારી ચુક્યું છે. બંને ટીમ વચ્ચે આ મેદાન પર પહેલી મેચ પણ બંને ટીમ આ મેદાન પર અલગ અલગ…
બાંગ્લાદેશની ટીમ નવેમ્બરમાં ભારતના પોતાના સત્તાવાર પ્રવાસે આવીને 3 ટી-20 અને બે ટેસ્ટની સિરીઝ રમશે અને આ તેનો ભારતનો પ્રથમ પ્રવાસ હશે. બીસીસીઆઇ દ્વારા સોમવારે પાંચ ટેસ્ટ, 9 વનડે અને 12 ટી-20ને સમાવતી સમગ્ર ઘરેલું સિઝનના કાર્યક્રમની જાહેરાત કરી હતી. જેમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાનારી ટેસ્ટમાં ઓક્ટોબરમાં દક્ષિણ આફ્રિકા સામેની ૩ ટેસ્ટ અને બે ટેસ્ટ બાંગ્લાદેશ સામે હશે. જે વર્લ્ડ કપ પછી શરૂ થશે. આ સિઝનની શરૂઆત 15 સપ્ટેમ્બરે દક્ષિણ આફ્રિકા 3 ટેસ્ટ અને ઍટલી જ ટી-20 રમવા આવે તેની સાથે થશે. નોંધપાત્ર વાત ઍ છે કે આ આખી સિઝનમાં ભારતીય ટીમ ઍકપણ ફુલ સિરીઝ કે જેમાં ટેસ્ટ ટી-20…
દક્ષિણ આફ્રિકાનો યુવા ઝડપી બોલર લુંગી ઍન્ગીડી ભારતીય ટીમ સામે બુધવારે વર્લ્ડ કપની મેચ નહીં રમી શકે. ઍન્ગીડીને રવિવારે બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન ઇજા થઇ હતી અને તે ઍ મેચમાં ચાર ઓવર બોલિંગ કર્યા પછી મેદાન બરાર ચાલ્યો ગયો હતો અને ફરી બોલિંગ કરી શક્યો નહોતો. આ તરફ સીનિયર બેટ્સમેન હાશિમ અમલાની સ્થિતિ સુધારા પર હોવાનું જણાવાયું છે. દક્ષિણ આફ્રિકન ટીમના ડોક્ટર મહંમદ મુસાજીઍ જણાવ્યું હતું કે ઍન્ગીડીને ડાબી હેમસ્ટ્રિંગમાં ઇજા થઇ છે. તે ઍક અઠવાડિયાથી 10 દિવસ સુધી ક્રિકેટ રમી શકશે નહીં. આવતીકાલે તેનો સ્કેન કરાવાશે અને આશા છે કે તે વેસ્ટઇન્ડિઝ સામેની મેચ પહેલા ફિટ થઇ જશે. ઍ…