દક્ષિણ આફ્રિકાના માજી દિગ્ગજ ઓલરાઉન્ડર જેક કાલિસે કહ્યું હતું કે સતત બે મેચ હાર્યા પછી હવે અમારી ટીમ પાસે ટીમ ઇન્ડિયાની સામેની આગલી મેચમાં ભુલ કરવાનો કોઇ અવકાશ નથી અને દક્ષિણ આફ્રિકાઍ ભારતીય ટીમની પહેલી મેચની નર્વસનેસનો ફાયદો ઉઠાવવો જાઇઍ. કાલિસે આઇસીસી માટે લખેલી ઍક કોલમમાં જણાવ્યું હતું કે આ નિરાશાજનક પ્રદર્શન છે અને હવે આગલી મેચમાં ઘણું દબાણ રહેશે. જા આ મેચ હારશે તો દક્ષિણ આફ્રિકાના બિસ્તરા પોટલા બંધાઇ જશે. તેમે ક્હ્યું હતું કે ભારતીય ટીમ સામેનો પડકાર સરળ નહીં જ હોય. ઍ તેમની પહેલી અને અમારી ત્રીજી મેચ છે તો કદાચ ફાયદો મળી જાય.
કવિ: Sports Desk
ડિફેન્ડીંગ ચેમ્પિયન રફેલ નડાલે પોતાનું જારદાર પ્રદર્શન જાળવી રાખીને અહીં વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપનની પુરૂષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે, તેના સિવાય સ્ટાન વાવરિંકા, નોવાક જાકોવિચ, મહિલા વિભાગમાં મેડીસન કીઝ, ઍશ્લે બાર્ટી, સ્લોઅન સ્ટીફન્સ, યોહાના કોન્ટા, માર્કેટા વોનદ્રોસોવા, પેટ્રા માર્ટિચ વગેરેઍ પણ ક્વાર્ટર ફાઇનલમાં પર્હોચી ગઇ છે. નડાલે આર્જેન્ટીનાના યુઆન ઇગનેસિયો લોન્ડેરોને6-2, 6-3, 6-3થી હરાવીને અંતિમ 8માં પ્રવેશ કરી લીધો હતો, રોલાં ગેરો પર નડાલની આ 90મી જીત હતી. હવે ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો જાપાનના કેઇ નિશિકોરી સામે થશે, જેણે બેનોઇટ પેરેને પાંચ સેટની લડત પછી 6-2, 6-7. 6-2, 6-7, 7-5થી હરાવ્યો હતો. આ તરફ પુરૂષોમાં નંબર…
ઇંગ્લેન્ડના બદલાતા હવામાન વચ્ચે દક્ષિણ આફ્રિકા સામેની પોતાની વર્લ્ડ કપની પહેલી મેચમાં ભારતીય ટીમ પોતાના બોલિંગ કોમ્બિનેશન અંગે થોડી રઘવાટમાં છે. અહીંની વિકેટ સપાટ રહેવાની સંભાવના છે અને દક્ષિણ આફ્રિકન બેટ્સમેનોની સ્લો બોલર સામે રમવાની નબળાઇને કારણે આ મેચમાં કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલનો અંતિમ ઇલેવનમાં સમાવેશ લગભગ નક્કી મનાય છે. જો કે સોમવારે પડેલા થોડા વરસાદ અને વાદળીયું વાતાવરણ રહેવાની સંભાવનાની સાથે બુધવારે ફરી હળવો વરસાદ પડશે તો તેના કારણે અંતિમ ઇલેવનમાં ભુવનેશ્વરનો સમાવેશ કરીને ત્રણ સ્પેશિયાલિસ્ટ ઝડપી બોલર સાથે ટીમ ઉતરી શકે છે. આ સંજાગોમાં ભારતીય ટીમની અંતિમ ઇલેવનમાંથી કુલદીપ અથવા યજુવેન્દ્રમાંથી કોઇ ઍકની બાદબાકી થઇ શકે છે.…
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ક્રિકેટ મેદાન પર પોતાની આક્રમકતા માટે જાણીતો છે, પણ તેના માટે તેણે ઘણીવાર ટીકાનો સામનો પણ કરવો પડે છે. જા કે ક્રિકેટ વિશ્વના દિગ્ગજ અને મહાન ખેલાડી વિવિયન રિચાર્ડસે કોહલીની આક્રમકતાની પ્રશંસા કરી છે અને તેમણે જાતે જ પોતાની તુલના વિરાટ કોહલીની સાથે કરતાં કહ્યું હતુંં કે રમત અને માનસિકતાની દૃષ્ટિઍ જે મારી પાસે હતું તે આજે કોહલીની પાસે છે. સલામ ક્રિકેટ 2019 કોન્કલેવમાં રિચર્ડસે કહ્યું હતું કે મને આવા છોકરાઓ ગમે છે, લોકો આક્રમકતાની વાત કરે છે પણ હકીકતમાં તો તે પોતાની જાત પર વિશ્વાસ રાખવા જેવું હોય છે. પોતાન ઘરની ચાવી પોતાની પાસે…
વનડે ક્રિકેટના ઓલરાઉન્ડર રેન્કિંગમાં નંબર વન ઍવા શાકિબ અલ હસને દક્ષિણ આફ્રિકા સામેના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેણે આ મેચમાં પોતાની 250 વનડે વિકેટ પુરી કરીને વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 250 વિકેટ અને 5000 રનનો ડબલ પુરો કર્યો હતો. તેણે પાકિસ્તાની ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકનો રેકોર્ડ તોડીને સાથે જ સનથ જયસુર્યા, શાહિદ આફ્રિદી જેવા દિગ્ગજ ક્રિકેટરોને પાછળ મુક્યા હતા. શાકિબે માત્ર 199 વનડેમાં 250 વિકેટ અને 5000 રનનો ડબલ પુરો કર્યો હતો. અબ્દુલ રઝાક આ પહેલા 258 મેચમાં સૌથી ઝડપી ડબલ પુરા કરવાનો રેકોર્ડ ધરાવતો હતો. વનડે ક્રિકેટમાં 250 વિકેટ અને 5000 રનનો ડબલ પુરો કરનાર ખેલાડીઓ ખેલાડી …
ઇંગ્લેન્ડમાં હાલમાં ક્રિકેટ કાર્નિવલ સમાન વર્લ્ડ કપ ચાલી રહ્યો છે ત્યારે અોસ્ટ્રેલિયાના માજી દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્ને પોતાની ડ્રીમ વર્લ્ડ કપ ઇલેવન પંસદ કરી છે. તેની આ ડ્રીમ ઇલેવનમાં જો કે તેણે ઍકમાત્ર ભારતીય સચિન તેંદુલકરને જ સ્થાન આપ્યું છે. સચિન ઉપરાંત વોર્ને પોતાની ડ્રીમ વર્લ્ડ કપ ઇલેવનમાં ઓસ્ટ્રેલિયાના માજી કેપ્ટન રિકી પોન્ટીંગ અને શ્રીલંકાના દિગ્ગજ લેગ સ્પિનર મુથૈયા મુરલીધરનને સામેલ કર્યા છે. તેણે સચિનની સાથે ઓપનર તરીકે ઍડમ ગિલક્રિસ્ટને પસંદ કર્યો છે. ત્રીજા સ્થાને રિકી પોન્ટીંગ અને તે પછીના સ્થાને બ્રાયન લારા છે. ત્યાર પછી ઓલરાઉન્ડર તરીકે તેણે માર્ક વોને પ્રાધાન્ય આપ્યું છે. સાથે જ તેણે શ્રીલંકાના કુમાર…
પોતાની બેટિંગ વડે ઘણાં રેકોર્ડ તોડનારા વિરાટ કોહલીના નામે ૮થી વધુ વિકેટ નોંધાયેલી હોત જા તેના સાથી ખેલાડીઅોઍ તેની મીડિયમ પેસ બોલિંગ પર વિશ્વાસ કર્યો હોત. વિરાટે મજાક ભર્યા લહેજામાં ઍ જાહેર કર્યુ હતું કે આખરે ડિસેમ્બર 2017 પછી તેણે ઇન્ટરનેશનલ મેચમાં બોલિંગ કેમ નથી કરી. તેણે કહ્યું હતું કે શ્રીલંકામાં 2017માં ઍક વનડે સિરીઝ દરમિયાન અમે લગભગ તમામ મેચ જીતી રહ્યા હતા, ત્યારે મેં ધોનીને પુછ્યું કે શું હું બોલિંગ કરી શકુ? જેવો હું બોલિંગ કરવા માટે તૈયાર થયો ત્યારે બાઉન્ડરી પરથી જસપ્રીત બુમરાહ બરાડ્યો હતો કે આ કોઇ મજાક નથી, ઇન્ટરનેશનલ મેચ છે. તેણે કહ્યુ હતું કે મને…
અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહને લાગે છે કે 16મી જૂને ટીમ ઇન્ડિયા સામે રમાનારી વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાની ટીમ પાસે પોતાની પરંપરાગત હરીફ ટીમને હરાવવાની કોઇ તક નથી, કારણકે સરફરાઝ અહેમદની આગેવાની હેઠળની આ ટીમ પાસે અનુભવની મોટી ખોટ છે. હરભજને ઍક કાર્યક્રમમાં કહ્યું હતું કે પાકિસ્તાની ટીમનું ફોર્મ પણ ઍટલું સારું નથી અને તેમની પાસે ઍટલો અનુભવ પણ નથી. ભૂતકાળમાં પાકિસ્તાની ટીમને હરાવવી મુશ્કેલ હતી પણ હાલની ટીમ ભારતીય ટીમ સામે 10માંથી 9 વાર હારી જશે. તેણે જાકે કહ્યું હતું કે પાકિસ્તાની ટીમ સામેની મેચ દરમિયાન ભારતીય ટીમ પર ઘણું દબાણ હશે. તેણે ઍવું ઉમેર્યુ હતું કે પાકિસ્તાન સામે ન…
અહીંના ઓવલ મેદાન પર પાકિસ્તાને પ્રથમ દાવ લઇને મહંમદ હાફિઝ, બાબર આઝમ અને કેપ્ટન સરફરાઝ અહેમદની અર્ધસદીઓની મદદથી મુકેલા ૩૪૯ રનના લક્ષ્યાંક સામે યજમાન ઇંગ્લેન્ડ જો રૂટ અને જાસ બટલરની સદી છતાં 14 રન છેટું રહી જતાં પાકિસ્તાને રાહતજનક વિજય મેળવ્યો હતો. રૂટ અને બટલરની સદી છતાં ઇંગ્લેન્ડનો પનો 14 રન ટૂંકો પડ્યો 349 રનના લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી અને બોર્ડ પર માત્ર 12 રન હતા ત્યારે જેસન રોય આઉટ થયો હતો. તે પછી બેયરસ્ટો અને રૂટે મળીને 48 રનની ભાગીદારી કરી હતી, અને 60 રનના સ્કોર બેયરસ્ટો આઉટ થયો હતો. તે પછી કેપ્ટન મોર્ગન પણ માત્ર…
દક્ષિણ આફ્રિકા માટે હાલના વર્લ્ડ કપમાં ઇજાગ્રસ્ત ખેલાડીઓની યાદી લાંબી થઇ રહી છે. ઍક તરફ ડેલ સ્ટેન હજુ ફિટ થયો નથી ત્યાં હાશિમ અમલાને ઇંગ્લેન્ડ સામેની મેચમાં ઇજા થઇ અને તે આજે બાંગ્લાદેશ સામે રમવા ન ઉતર્યો ત્યારે હવે ઍક બીજા ખરાબ સમાચાર આવ્યા છે અને તે ઍ કે આજની મેચ દરમિયાન તેમનો ઝડપી બોલર લુંગી ઍન્ગીડી સ્નાયુ ખેંચાઇ જવાના કારણે મેદાનમાંથી બહાર ચાલ્યો ગયો હતો. ઍન્ગીડી 4 ઓવરથી વધુ બોલિંગ કરી શક્યો નહોતો અને તે મેદાનની બહાર ચાલ્યો ગયો હતો. તેના ડાબા પગના સ્નાયુ ખેંચાઇ ગયા છે અને સ્પોર્ટ્સની ભાષામાં તેને હેમસ્ટ્રીંગ ઇજા કહેવામાં આવે છે.