કવિ: Sports Desk

વેસ્ટઇન્ડિઝ સામેની વર્લ્ડ કપની પહેલી મેચમાં હારી ગયેલી પાકિસ્તાનનો વનડેમાં આ સતત 11મો પરાજય રહ્યો હતો, જે તેનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન છે. આખી મેચમાં માત્ર 212 બોલ ફેંકાયા હતા, પણ વેસ્ટઇન્ડિઝના વિજયનો પાયો ઝડપી બોલરોઍ જ નાંખ્યો હતો. પાકિસ્તાનના માત્ર 4 બેટ્સમેન બે આંકડે પહોંચી શક્યા હતા અને તેમણે અંતિમ 5 વિકેટ માત્ર 5.3 ઓવરમાં ૩૦ રનના ઉમેરામાં ગુમાવી ગુમાવી હતી. ઍવું નહોતું કે ટ્રેન્ટબ્રિજની પીચમાં કોઇ ખોટ હોય. કેરેબિયન બોલરોની આક્રમક બોલિંગે પાકિસ્તાનના હાંજા ગગડાવી દીધા હતા. આજ વિકેટ પર ઓસ્ટ્રેલિયાઍ 6 વિકેટે 481 અને પાકિસ્તાને પોતે 7 વિકેટે 340 રન બનાવ્યા હતા. પાકિસ્તાનના 7 બેટ્સમેન 2…

Read More

ઓશાને થોમસની આગેવાનીમાં ઝડપી બોલરોઍ શોર્ટ પીચ બોલિંગ વડે કમાલ ર્ક્યા પછી ક્રિસ ગેલની તોફાની અર્ધસદીની મદદથી વેસ્ટઇન્ડિઝે અહીં રમાયેલી વર્લ્ડ કપની બીજી મેચમાં પાકિસ્તાનને ૨૧૮ બોલ બાકી રાખીને 7 વિકેટે કચડી નાખીને વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની જોરદાર શરૂઆત કરી હતી. વેસ્ટઇન્ડિઝે ટોસ જીતીને પહેલા પાકિસ્તાનને દાવમાં મુક્યુ હતું તે પછી કેરેબિયન ઝડપી બોલરોઍ શોર્ટ પીચ બોલ વડે ઍવો આંતક મચાવ્યો કે પાકિસ્તાનની ટીમ 21.4 ઓવરમાં જ 105 રને તંબુભેગી થઇ હતી. વેસ્ટઇન્ડિઝે ગેલની અર્ધસદીની મદદથી 13.4 ઓવરમાં 3 વિકેટે 108 રન બનાવી મેચ સરળતાથી જીતી હતી. 27 રનમાં 4 વિકેટ ઉપાડનારા ઓશાને થોમસને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો…

Read More

મહાન બેટ્સમેન સચિન તેંદુલકર ભલે એવી આશા બાંધીને બેઠો હોય કે આ વખતનો વર્લ્ડ કપ ટીમ ઇન્ડિયા જીતે પણ તે જેમનામાં મેચનું પાસું પલટી નાખવાની કાબેલિયત છે એવા ડેવિડ વોર્નર, રાશિદ ખાન અને જોફ્રા આર્ચરના પ્રદર્શન પર નજર રાખીને બેઠો છે. સચિને ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચમાં કોમેન્ટ્રી કરતી વખતે આ વાત કરી હતી. પોતાની કોમેન્ટ્રી દરમિયાન સચિને કહ્યું હતું કે મને લાગે છે કે રાશિદ આ ટુર્નામેન્ટમાં અપસેટ કરવા માટે મહત્વનો સાબિત થશે. સચિન ઇચ્છે છે કે રાશિદ ડીપ મિડ વિકેટના ફીલ્ડર દ્વારા બેટ્સમેનો માટે પડકાર ઊભો કરે. તેની સાથે જ સચિને કહ્યું હતું કે આઇપીએલ દરમિયાન ડેવિડ…

Read More

ટીમ ઇન્ડિયાની કેચ પકડવાની પદ્ધિત આમ તો સારી માનવામાં આવે છે પણ ફીલ્ડિંગ કોચ આર શ્રીધર આગામી વર્લ્ડ કપમાં ભારતીય ટીમના સીધા થ્રો અચૂક બને તે માટે થોડો સુધારો ઇચ્છે છે. રવિન્દ્ર જાડેજા સિવાયના ખેલાડીઓ ભલે ચુસ્ત અને સ્ફુર્તિલા હોય પણ વાત જ્યારે વિકેટ પર થ્રો કરવાની હોય ત્યારે તેઓનું નિશાન ચુકી જાય છે. શ્રીધરે હવે રાઉન્ડ ધ ક્લોક ફીલ્ડિંગ ડ્રિલ તૈયાર કરી છે, જેમાં ટીમ ઇન્ડિયાના ફીલ્ડરો મેદાનની છ અલગ અલગ પોઝિશન પરથી નોન સ્ટ્રાઇકર એન્ડ પર વિકેટ પર બોલ મારે છે. What's happening in @coach_rsridhar's new fielding drill? Find out here ?? #TeamIndia #CWC19 pic.twitter.com/y3Ffc60PVW— BCCI (@BCCI) May…

Read More

ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલીએ પોતે જ આ વખતના વર્લ્ડ કપને સૌથી આકરો ગણાવ્યો છે, ત્યારે તે કોઇ મામલે કચાશ રહી જાય તેવું ઇચ્છતો ન હોય તે સ્વાભાવિક છે. ટીમ ઇન્ડિયા 5મી જૂને સાઉધેમ્પ્ટનમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચ રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. ત્યારે કેપ્ટન કોહલીની તૈયારી માત્ર એક બેટ્સમેન પુરતી સિમિત નથી દેખાતી. તેણે નેટ્સ દરમિયાન બોલિંગ પર પણ પોતાનો હાથ અજમાવી લીધો હતો. ગુરૂવારે સાઉધેમ્પ્ટન ખાતે ભારતીય ટીમની નેટ પ્રેક્ટિસ વખતે વિરાટ કોહલી બોલિંગ કરતો જોવા મળ્યો હતો અને તેણે ઓફ સ્પિન બોલિંગની પ્રેક્ટિસ કરી હતી. વિરાટ કોહલી મીડિયમ પેસર તરીકે બોલિંગ કરે જ છે અને પોતાની આગેવાનીમાં…

Read More

વર્લ્ડ કપની ગુરૂવારે રમાયેલી ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી મેચમાં જો રૂટ જ્યારે અંગત 51 રન કરીને આઉટ થયો હતો, જો કે તેમાં ખાસ વાત એ હતી કે તે જ્યારે આઉટ થયો ત્યારે ઇંગ્લેન્ડનો સ્કોર 111 રન હતો. ઇંગ્લેન્ડમાં આ આંકડાને સૌથી અનલકી ગણવામાં આવે છે અને એ આંકડે જ રૂટ આઉટ થયો તેથી તેમની એ માન્યતા વધુ દૃઢ બની હશે. ઇંગ્લેન્ડમાં 111 નંબરના આંકડાને નેલ્સન નંબર તરીકે ઓળખવામાં આવે છે, હકીકતમાં સ્કોર 3 અથવા તો 4 સંખ્યામાં ઍક સરખો હોય ત્યારે તેને ઇંગ્લેન્ડના લોકો નેલ્સન નંબર તરીકે ઓળખે છે. ઍવું માનવામાં આવે છે કે જ્યારે નેલ્સન નંબર આવે…

Read More

ગુરૂવારથી શરૂ થયેલા 2019ના વર્લ્ડ કપની દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પહેલી મેચમાં ઇંગ્લેન્ડના કુલ 4 ખેલાડીઓ જેસન રોય, જો રૂટ, ઇયોન મોર્ગન અને બેન સ્ટોક્સે અર્ધસદી ફટકારી હતી. અત્યાર સુધીના વર્લ્ડ કપના ઇતિહાસને ધ્યાને લઇઍ તો 5 વર્લ્ડ કપ દરમિયાન ઍક મેચમાં ઇંગ્લેન્ડના 3 ખેલાડીઓ જ અર્ધસદી ફટકારી શક્યા હતા. પહેલીવાર ઍવુ બન્યું છે કે ઇંગ્લેન્ડના 4 ખેલાડીઓઍ ઍક જ મેચમાં અર્ધસદી ફટકારી હોય. જેસન રોયે 53, જો રૂટે 51, ઇયોન મોર્ગને 57 અને બેન સ્ટોક્સે 89 રન કર્યા હતા. ઇંગ્લેન્ડ વતી વર્લ્ડ કપની ઍક મેચમાં નોંઘાયોલી અર્ધસદી અર્ધસદી       વિરોધી ટીમ      મેદાન          વર્ષ 4              દક્ષિણ આફ્રિકા       ઓવલ       …

Read More

દક્ષિણ આફ્રિકાના સ્પિનર ઇમરાન તાહિરે અહીં ઇંગ્લેન્ડ સામેની પહેલી મેચમાં પહેલી ઓવર ફેંકી તેની સાથે જ તે વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી ઓવર ફેંકનારો પહેલો સ્પિનર બન્યો હતો. આ પહેલાના 11 વર્લ્ડ કપમાં પ્રથમ ઓવર ઝડપી બોલરે જ ફેંકી હતી. આ ઉપરાંત તેણે આ પહેલી ઓવરના બીજા બોલે જોની બેયરસ્ટોની વિકેટ ઉપાડી તેની સાથે જ તે વર્લ્ડ કપની પહેલી ઓવરમાં વિકેટ ઉપાડનારો વિશ્વનો પ્રથમ સ્પિનર પણ બની ગયો હતો. વર્લ્ડ કપના 44 વર્ષના ઇતિહાસમાં આ સાથે ઍવું બીજીવાર બન્યું છે કે જેમાં કોઇ ખેલાડી પહેલી જ ઓવરમાં આઉટ થયો હોય. આ પહેલા 1992ના વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડનો બેટ્સમેન જોન રાઇટ ઓસ્ટ્રેલિયાના ક્રેગ…

Read More

દક્ષિણ આફ્રિકા સામેની આજની વર્લ્ડ કપની પહેલી મેચમાં ટોસ કરવા માટે ઉતરતાની સાથે જ ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને ઍક ખાસ સિદ્ધિ મેળવી હતી અને તે ઇંગ્લેન્ડ વતી 200 વનડે રમનારો પહેલો ખેલાડી બન્યો હતો. મોર્ગનની આ સિદ્ધિ બદલ ઇંગ્લેન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) દ્વારા તેનું સન્માન કરાયુ હતું અને ઇસીબીના અધ્યક્ષ ઍન્ડ્રુ સ્ટ્રોસે તેને ઍક ખાસ કેપ આપી હતી. ઇયોન મોર્ગન પછી ઇંગ્લેન્ડ વતી સર્વાધિક 197 વનડે પોલ કોલિંગવુડે રમી છે. ઇયોન મોર્ગનની ઇન્ટરનેશનલ કેરિયરની આ કુલ 223મી વનડે હતી. તેણે પોતાની કેરિયરની પ્રથમ 23 વનડે આયરલેન્ડ વતી રમી છે. મોર્ગને 2006થી 2009 દરમિયાન આયરલેન્ડ વતી રમેલી 23 વનડેમાં…

Read More

વર્લ્ડ કપની પહેલી મેચમાં ઇંગ્લેન્ડે પ્રથમ દાવ લઇને જેસન રોય, જો રૂટ, ઇયોન મોર્ગન અને બેન સ્ટોક્સની અર્ધસદીની મદદથી નિર્ધારિત ૫૦ ઓવરમાં 8 વિકેટના ભોગે 311 રન બનાવ્યા હતા. ૩૧૨ રનના લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકા 207 રને ઓલઆઉટ થતાં ઇંગ્લેન્ડે પ્રથમ મેચમાં 104 રને વિજય મેળવીને વર્લ્ડકપમાં શુભ શરૂઆત કરી હતી. 312 રનના લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી નહોતી અને ચોથી ઓવરમાં અમલા રિટાયર્ડ હર્ટ થયો હતો. તે પછી બોર્ડ પર 36 રન હતા ત્યારે ઍડન માર્કરમ માત્ર 11 રન કરીને આઉટ થયો હતો અને સ્કોર 44 પર પહોંચ્યો ત્યારે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ આઉટ થઇ ગયો હતો.…

Read More