ભારતીય જૂનિયર મહિલા હોકી ટીમના આયરલેન્ડ પ્રવાસની શરૂઆત ખરાબ રહી છે અને યજમાન સીનિયર ટીમે પહેલી મેચમાં તેમને 4-1થી હરાવ્યા હતા. ભારતીય ટીમ વતી ઍકમાત્ર ગોલ શર્મિલા દેવીઍ કર્યો હતો. પહેલા ક્વાર્ટરમાં આયરલેન્ડે 7મી મિનીટમાં ગોલ કર્યો હતો, બીજા ક્વાર્ટરમાં તેને પેનલ્ટી કોર્નર મળ્યો પણ ભારતીય ગોલકિપર બિચૂ દેવીઍ યોગ્ય ડિફેન્સ કર્યુ હતું. ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમ વતી શર્મીલાઍ બરાબરીનો ગોલ કરીને સ્કોર 1-1 પર મુક્યો હતો. તે પછી ભારતીય ટીમને પેનલ્ટી કોર્નર મળ્યો પણ તેઓ ગોલ કરી શક્યા નહોતા. અંતિમ મિનીટોમાં આયરલેન્ડની સારા હાકશોઍ ગોલ કરીને યજમાનોને ફરી સરસાઇ અપાવી હતી અને અંતિમ ક્વાર્ટરમાં આયરલેન્ડે વધુ 2 ગોલ કરીને…
કવિ: Sports Desk
ભારતની યુવા શૂટર મનુ ભાકર બુધવારે અહીં આઇઍસઍસઍફ વર્લ્ડ કપની મહિલાઓની 10 મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટમાં ચોથા સ્થાને રહેતા સ્હેજ માટે મેડલ જીતતા રહી ગઇ હતી પણ તેણે શૂટિંગમાં ભારત માટે ૭મો ઓલિમ્પિક્સ ક્વોટા મેળવી લીધો હતો. 17 વર્ષની મનુઍ ફાઇનલમાં 201.0 પોઇન્ટના સ્કોર સાથે ઓલિમ્પિક્સ ક્વોટા જીત્યો હતો. ટોચની વૈશ્વિક સ્પર્ધાઓમાં ઘણાં મેડલ જીતી ચુકેલી મનુ ક્વોલિફિકેશનમાં 582 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહી હતી. સોમવારે મનુને નિરાશા મળી હતી, જ્યારે ટોચના સ્થાને રહી તે દરમિયાન તેની પિસ્તોલ ખરાબ થઇ હતી અને તેણે પાંચમા સ્થાનથી સંતોષ માનવો પડ્યો હતો. મહિલાઓની 10 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ભારતનો આ પહેલો ક્વોટા છે. સૌરભ…
પાકિસ્તાનને 2020ના ઍશિયા કપની યજમાની કરવાના અધિકાર અપાયા છે, જો કે તેનું આયોજન યુઍઇમાં કરવામાં આવીશકે છે, કારણકે જો આ ઍશિયા કપ પાકિસ્તાન પોતાના દેશમાં આયોજિત કરશે તો રાજકીય તંગદીલીને કારણે ભારતીય ટીમની તેમાં ભાગીદારી સામે શંકા ઉભી થશે. ઍશિયન ક્રિકેટ કાઉન્સીસ (ઍસીસી)ઍ મંગળવારે સિંગાપોરમાં પોતાની બેઠકમાં આ ટુર્નામેન્ટની યજમાની પાકિસ્તાનને સોંપી અને ઍવી પુરી સંભાવના છે કે તેનું આયોજન તટસ્થ સ્થળ યુઍઇમાં કરવામાં આવશે. શ્રીલંકાની ટીમની બસ પર 2009માં થયેલા ત્રાસવાદી હુમલા પછી યુઍઇ પાકિસ્તાન માટે પોતાનું હોમ બન્યું છે. આ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં રમાનારી વર્લ્ડ ટી-20 પહેલા સપ્ટેમ્બરમાં યોજાશે. પાકિસ્તાન સાથેની રાજકીય તંગદીલીને કારણે ભારતે આ પહેલાના ઍશિયા કપની…
દિગ્ગજ ટેનિસ ખેલાડી રોજર ફેડરરે જર્મનીના લકી લૂઝર ઓસ્કર ઓટેને સીધા સેટમાં હરાવીને 15મી વાર ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટની પુરૂષ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. ત્રીજા ક્રમાંકિત ફેડરરે વિશ્વના 144માં ક્રમાંકિત ખેલાડી ઓસ્કરને કોર્ટ ફિલીપ ચેટરિયર પર 6-4, 6-3, 6-4થી હરાવ્યો હતો. આ મેચ 95 મિનીટ સુધી ચાલી હતી. ફેડરરે પોતાના ચારેય બ્રેક પોઇન્ટ બચાવ્યા હતા. 37 વર્ષનો ફેડરર આગામી રાઉન્ડમાં નોર્વેના કાસ્પર રૂડ સામે રમશે. જેણે ઇટલીના 29મા ક્રમાંકિત માતિયો બેરેટિનીઍ 6-4, 7-5, 6-3થી હરાવ્યો હતો. ફેડરરે સરળતાથી ત્રણેય સેટ જીતીને આગામી રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતું. તેણે કહ્યું હતું કે ગ્રાન્ડ સ્લેમ શ્રેષ્ઠ હોય છે, તમે ઍક…
પેરિસ, તા. ૨૯: વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા મંગળવારે રાત્રે અહીં અપસેટનો શિકાર થતાં સ્હેજમાં બચી હતી. આ તરફ પુરૂષ સિંગલ્સમાં રાફેલ નડાલે વધુ ઍક જારદાર વિજય મેળવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. આ સિવાય ગઇકાલે મોડી રાત્રે ઍલેકઝાન્ડર ઝ્વેરેવ પહેલા રાઉન્ડમાં સંઘર્ષ કરીને જીત્યો હતો , જ્યારે વિક્ટોરિયાઅઝારેન્કા પણ જીતીને આગલા રાઉન્ડમાં પ્રવેશી હતી. જાપાનીઝ સ્ટાર ખેલાડી ઓસાકાઍ પહેલા રાઉન્ડમાં સ્લોવાકિયાની ઍના કારોલિના શિમિડલોવા સામે 0-6, 7-6, 6-1થી વિજય મેળવ્યો હતો. યુઍસ અને ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન ઓસાકા સામે ઍક સમયે ઍન્જેલિક કર્બર પછી બીજી નંબર વન ખેલાડી તરીકે ફ્રેન્ચ ઓપનના પહેલા રાઉન્ડમાં જ બહાર ફેંકાઇ…
વર્લ્ડ કપ પહેલાની અંતિમ વોર્મ અપ મેચમાં ચોથા ક્રમે કેઍલ રાહુલે ફટકારેલી સદીથી ખુશ કેપ્ટન વિરાટ કોહલીઍ બંને પ્રેકટિસ મેચમાં શિખર ધવન અને રોહિત શર્માનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય નહીં હોવાનું જણાવ્યું હતું. કેપ્ટને ઍવો સંકેત આપી દીધો હતો કે ચોથા ક્રમના બેટ્સમેન તરીકે રાહુલે પોતાનું સ્થાન પાકું કરી લીધું છે. કોહલીઍ કહ્યું હતું કે આ મેચનો સૌથી મોટો ફાયદો રાહુલની ચોથા ક્રમે બેટિંગ રહી હતી. દરેકને પોતાની ભૂમિકા ખબર છે, મહત્વની વાત ઍ છે કે તેણે રન બનાવ્યા અને તે જારદાર બેટ્સમેન છે. કોહલીઍ કહ્યું હતું કે ઍમઍસ ધોની અને હાર્દિકનું પ્રદર્શન પણ જોરદાર રહ્યું હતું. જા કે બંને…
ગુરૂવારથી જ્યારે અહીં ભારતીય સમય અનુસાર બપોરે 3.00 વાગ્યે યજમાન ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમ મેદાને ઉતરશે તેની સાથે જ 46 દિવસના ક્રિકેટ કાર્નિવલનો પ્રારંભ થઇ જશે. ગુરૂવારે ઇંગ્લેન્ડની ટીમ દક્ષિણ આફ્રિકા સામે બાથ ભીડશે ત્યારે છેલ્લા 4 વર્ષથી ચાલતી તેની યોજનાઓની પરીક્ષા થશે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં યોજાયેલા 2015ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની ટીમ પહેલા રાઉન્ડમાં જ બરાર થઇ હતી અને ત્યારથી તેમના દ્વારા સફેદ બોલની ગેમ પ્રત્યેના વલણ બાબતે વિચારવાનું શરૂ કરી દેવાયું હતું. જો કે આ ચાર વર્ષમાં તેમનામાં આવલો બદલાવ ઍટલો જારદાર રહ્યો છે કે ઇયોન મોર્ગનની આગેવાની હેઠળની ટીમ ઇન્ટરનેશનલ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી અને બે વાર…
આજથી લંડનમાં ક્રિકેટનો મહાકુંભ શરૂ થઇ રહ્યો છે તે પહેલા બુધવારે પહેલીવાર વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું સુકાન સંભાળનાર વિરાટ કોહલીએ બુધવારે વર્લ્ડ કપ 2019ના ઓપનિંગ સેરેમનીની પાર્ટી દરમિયાન સેન્ટ્રલ લંડનમાં બંકિંઘમ પેલેસની સામે આવેલા મોલમાં બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિય અને પ્રિન્સ હેરી, ડ્યુક ઓફ સસેક્સ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન અન્ય 10 ટીમોના કેપ્ટન પણ મહારાણીને મળ્યા હતા. ધ રોયલ ફેમિલી દ્વારા પોતાના સત્તાવાર ટિ્વટર હેન્ડલ પર કેપ્ટનો સાથે મહારાણીની આ મુલાકાતના ફોટાઓ શેર કરતાં લખ્યું હતું કે ઇયોન મોર્ગન તેમજ વિરાટ કોહલી સહિતના અન્ય કેપ્ટનોએ મહારાણી સાથે બંકિંઘમ પેલેસમાં આયોજિત ગાર્ડન પાર્ટી દરમિયાન મુલાકાત કરી. This afternoon, The…
આવતીકાલથી શરૂ થઇ રહેલા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા મેડમ તુસાદ મ્યુઝિયમ દ્વારા તૈયાર કરાયેલું ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું મીણનું પુતળું અહીંના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ખુલ્લું મુકાયું હતું. મેડમ તુસાદ મ્યુઝિયમ દ્વારા તૈયાર કરાયેલા આ મીણના પુતળામાં કોહલીનો ખૂંખાર લૂક જાવા મળે છે કે જે વિશ્વના કોઇ પણ ઝડપી બોલરને ધ્રુજાવી શકે તેવું છે. ગુરૂવારે અહીં યજમાન ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામેની મેચથી વર્લ્ડ કપનો પ્રારંભ થશે અને વિરાટની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયા આવતા અઠવાડિયે દક્ષિણ આફ્રિકા સામે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. લંડનના પ્રસિદ્ધ આકર્ષણ ઍવા મેડમ તુસાદ મ્યુઝિયમે ખાસ વર્લ્ડ કપની સ્પર્ધાને ધ્યાને લઇને ભારતીય ક્રિકેટ કેપ્ટનનું…
સ્પેનમાં ઘણાં ફૂટબોલરો પર ફર્સ્ટ અને સેકન્ડ ડિવિઝનની મેચને ફિક્સ કરનારી ઍક ગેંગના હિસ્સેદાર હોવાની શંકાઍ મંગળવારે હિરાસતમાં લેવાયા છે. સ્પેનિશ મીડિયાઍ આપેલા અહેવાલો અનુસાર પોલીસનું અભિયાન હજુ ચાલું જ છે, જો કે સ્પેનની પોલીસે આ મામલે વિગતપૂર્વક માહિતી આપવાનું નકાર્યુ હતું. સ્થાનિક મીડિયા અનુસાર જેમને હિરાસતમાં લેવાયા છે તેમાં રિયલ મેડ્રિડનો ઍક માજી ખેલાડી પણ સામેલ છે અને તેના પર જ આ સંગઠનનું નેતૃત્વ કરવાની શંકા છે. જેમની ધરપકડ થઇ તેમાં ફર્સ્ટ ડિવિઝનમાં અન્ય ફૂટબોલર, માજી ફૂટબોલ ખેલાડીઓ ઉપરાંત છેલ્લી લા લીગામાં 19માં સ્થાને રહેલા હુસેકાના અધ્યક્ષ પણ સામેલ છે.