અફઘાનિસ્તાનનો અનુભવી સ્પિનર રાશિદ ખાન બાંગ્લાદેશ સામે ગુરૂવારથી શરૂ થયેલી એકમાત્ર ટેસ્ટમાં ટોસ જીતીને દાવ લેવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે જ રાશિદે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી યુવા કેપ્ટન બનવાનો રેકોર્ડ કર્યો હતો.. વર્લ્ડકપ પછી અફઘાનિસ્તાને રાશિદ ખાનને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બનાવ્યો છે. તેની વય હાલમાં 20 વર્ષ અને 350 દિવસ છે. ટેસ્ટમાં સૌથી યુવા કેપ્ટન તરીકેનો રેકોર્ડ ઝિમ્બાબ્વેના તેતેન્ડા ટૈબુના નામે છે. જેણે 2004માં જ્યારે હરારે ખાતે શ્રીલંકા સામેની ટેસ્ટમાં ઝિમ્બાબ્વેની ટીમનું સુકાન પહેલીવાર સંભાળ્યું હતું ત્યારે તેની વય 20 વર્ષ અને 358 દિવસ હતી. હવે એ રેકોર્ડ રાશિદ ખાનના નામે નોંધાયો છે. \
કવિ: Sports Desk
બાંગ્લાદેશ સામે ગુરૂવારથી અહીં શરૂ થયેલી એકમાત્ર ટેસ્ટમાં અફઘાનિસ્તાને મજબૂત શરૂઆત કરી હતી અને પહેલા દિવસની રમત પુર્ણ થઇ ત્યાં સુધીમાં રહમત શાહની સદીની મદદથી 5 વિકેટે 271 રનનો સ્કોર બનાવી લીધો હતો. રહમત શાહ અફઘાનિસ્તાન વતી ટેસ્ટમાં સદી ફટકારનારો પહેલો ખેલાડી બન્યો હતો. પહેલા દિવસની રમત બંધ થઇ ત્યારે અસગર અફઘાન 88 અને અફસર ઝાઝઇ 35 રન બનાવીને રમતમાં હતા. સૌથી યુવા કેપ્ટન બનવાનો રેકોર્ડ કરનાર રાશિદ ખાને ટોસ જીતીને દાવ લીધા પછી અફઘાનિસ્તાનની શરૂઆત સારી રહી નહોતી અને તેમણે 77 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી રહમત અને અસગરે મળીને 120 રનની ભાગીદારી કરીને ટીમને સંભાળી હતી…
બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટમાં અફઘાનિસ્તાન વતી પહેલી ઇનિંગમાં સદી ફટકારીને રહમત શાહે ઇતિહાસ રચ્યો હતો. આ જમણેરી બેટ્સમેને અહીં 186 બોલમાં 102 રનની ઇનિંગ રમી હતી અને તે અફઘાનિસ્તાન વતી ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારનારો પ્રથમ ક્રિકેટર બન્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ અગાઉ કોઇ બેટ્સમેન અફઘાનિસ્તાન વતી સદી ફટકારી શક્યો નહોતો. અફઘાનિસ્તાન આ પહેલા ભારત અને આયરલેન્ડ સામે એક-એક ટેસ્ટ રમી ચુક્યું છે અને આ તેમની ત્રીજી ટેસ્ટ છે.
સ્પેનિશ ટેનિસ સ્ટાર અને વિશ્વના બીજા ક્રમાંકિત રફેલ નડાલે આર્જેન્ટીનાના ડિએગો શ્વાર્ટઝમેનને હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. 3 વારના ચેમ્પિયન નડાલે શ્વાર્ટઝમેન સામે 6-4, 7-5, 6-2થી વિજય મેળવ્યો હતો. પોતાના 19માં ગ્રાન્ડસ્લેમ ટાઇટલ માટે ફાઇનલમાં પ્રવેશ કરવા પહેલા નડાલે સેમીમાં ઇટલીના મેટિયો બેરિટીનીનો સામનો કરવો પડશે. 24માં ક્રમાંકિત મેટિયો બેરિટીનીએ ફ્રાન્સના 13માં ક્રમાંકિત ગાએલ મોફિલ્સને 3 કલાક 57 મિનીટ સુધી ચાલેલા મેરેથોન મુકાબલામાં 3-6, 6-3, 6-2, 7-6થી હરાવ્યો હતો. શ્વાર્ટઝમેન સામે જીતવાની સાથે વડાલ 33મી વાર ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પહોંચ્યો છે અને તેની સાથે જ તે ઇતિહાસમાં અંતિમ ચારમાં સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ સેમી ફાઇનલમાં પહોંચવા મામલે રોજર…
કેનેડાની બિયાન્કા એન્દ્રેસ્કૂએ બુધવારે બેલ્જિયમની એલીસ મર્ટેન્સને હરાવીને યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સના અંતિમ 4માં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે અને સેમી ફાઇનલમાં તેનો સામનો સ્વિટઝરલેન્ડની બેલિન્ડા બેનસિચ સાથે થશે. 13મી ક્રમાંકિત બેનસિચ ક્રોએશિયાની 23મી ક્રમાંકિત ડોવા વેકિચને હરાવીને સેમીમાં પ્રવેશી છે. રસપ્રદ વાત એ છે કે આ બંને ખેલાડી પહેલીવાર ગ્રાન્ડસ્લેમ સેમીમાં પ્રવેશી છે. એન્દ્રીસ્કૂએ એલિસ મર્ટેન્સને 3-6, 6-2, 6-3થી હરાવી હતી. જ્યારે બેનસિચે વેકિચને 7-6, 6-3થી હરાવી હતી. આ બંને ખેલાડી અત્યાર સુધી એકબીજા સામે એકપણ મેચ રમી નથી. મહિલા સિંગલ્સની અન્ય એક સેમી ફાઇનલમાં 24માં ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતીને માર્ગારેટ કોર્ટના વિક્રમની બરોબરી કરવા આતુર સેરેના…
ઇંગલેન્ડ સામે અહીંના ઓલ્ડટ્રેફર્ટ પર રમાઇ રહેલી ચોથી એશિઝ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના માજી કેપ્ટન સ્ટીવ સ્મિથે બેવડી સદી ફટકારીને કેપ્ટન ટીમ પેન સાથેની શતકીય ભાગીદારીથી ઓસ્ટ્રેલિયાને મજબૂત સ્કોર પર મુકી દીધું હતું. ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટે 497 રને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો અને બીજા દિવસની રમત પુર્ણ થઇ ત્યારે ઇંગ્લેન્ડે 1 વિકેટના ભોગે 23 રન બનાવ્યા હતા અને રોરી બર્ન્સ 15 જ્યારે ક્રેગ ઓવર્ટન 3 રને રમતમાં હતા. સ્ટીવ સ્મિથ 211 રન બનાવીને આઉટ થયો તે પછી મિચેલ સ્ટાર્કે પોતાની અર્ધસદી પુરી કરી હતી અને તેની સાથે જ ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટીમ પેને 8 વિકેટે 497 રને દાવ ડિકલેર કર્યો હતો. દાવ…
માન્ચેસ્ટર, તા. 05 : ઇંગલેન્ડ સામે ઓલ્ડટ્રેફર્ડ ખાતે રમાઇ રહેલી ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથે સદી ફટકારીને કેરિયરની 26મી સદી પુરી કરી હતી અને તેની સાથે જ તે સૌથી ઓછી ઇનિંગમાં 26 સદી પુરી કરવા મામલે સિચન તેંદુલકરને ઓવરટેક કરીને ડોન બ્રેડમેન પછી બીજા ક્રમે આવી ગયો હતો. ડોન બ્રેડમેને 69 ઇનિંગમાં 26 સદી ફટકારી હતી, જ્યારે સ્મિથ 121 ઇનિંગ સાથે બીજા ક્રમે બેઠો છે. સચિન 136 ઇનિંગ સાથે ત્રીજા ક્રમે છે. સૌથી ઓછી ઇનિંગમાં 26 ટેસ્ટ સદી પુરી કરનારા ખેલાડીઓ ખેલાડી દેશ …
સગીરા સાથે છેડછાડ મામલે ગોવાના સ્વિમીંગ કોચ સુરજીત ગાંગુલીની હકાલપટ્ટી કરવામાં આવી છે. સગીરાની છેડછાડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી રમત મંત્રી કિરણ રિજિજૂના આદેશને પગલે ગાંગુલીને ગોવા સ્વીમિંગ એસોસિએશનનામ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને ગોવાના માપુસા પોલીસ મથકે આ લંપટ કોચની સામે ગુરૂવારે પોક્સોની કલમની સાથે જ બળાત્કાર અને ગુનાઇત ધમકી આપવા સબબનો કેસ દાખલ કરીને તેની ધરપકડ કરવા માટે કોચની શોધ શરૂ કરી દીધી છે. સુરજીત ગાંગુલીએ પોતાની પાસે તાલીમ લેતી 15 વર્ષિય સગીરાની શારીરિક છેડછાડ કરી હતી અને તેના ફોટા તેમજ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દેવાયું હતું ગોવાના…
ભારતના રાઇફલ અને પિસ્તોલ મળીને કુલ 14 શૂટરો આગામી 17થી 23 નવેમ્બર દરમિયાન ચીનના પુતિયાનમાં યોજાનારા વર્ષાંત વર્લ્ડકપ ફાઇનલમાં ક્વોલિફાય થયા છે જે એક વિક્રમી આકંડો છે. આ પ્રતિષ્ઠિત વાર્ષિક ટૂર્નામેન્ટમાં 8 રાઇફલ-પિસ્તોલ ઇવેન્ટમાં વર્ષમાં શ્રેષ્ઠતમ પ્રદર્શન કરનારા શૂટર ભાગ લે છે. ભારતના 14 શૂટરમાં અંદુમ મોદગીલ અને મનુ ભાકરે બે ઇવેન્ટ માટે ક્વોલિફાઇ કર્યું છે. અંજુમે 10 મીટર એર રાઇફલ અને 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન તેમજ મનુએ 10 મીટર એર પિસ્તોલ અને 25 મીટર પિસ્તોલ સ્પર્ધા માટે ક્વોલિફાઇ કર્યું છે.
ગુરૂવારે જ્યારે ભારતીય ફૂટબોલ ટીમ ફિફા વર્લ્ડકપ 2022 ક્વોલિફાયરમાં ઓમાન વિરુદ્ધ પોતાના અભિયાનની શરૂઆત કરશે ત્યારે કોચ ઇગોર સ્ટિમક અને કેપ્ટન સુનિલ છેત્રી માટે તે સૌથી મોટો પડકાર બની રહેશે. વર્લ્ડકપ 1998ની સેમી ફાઇનલમાં પહોંચેલી ક્રોએશિયન ટીમના સભ્ય રહી ચુકેલા સ્ટિમક ભારતીય ટીમના સૌથી હાઇ પ્રોફાઇલ કોચમાંથી એક છે પણ તેમની શરૂઆત એટલી સારી રહી નથી. થાઇલેન્ડમાં કિંગ્સ કપમાં ભારતીય ટીમ ત્રીજા સ્થાને રહી તો ઇન્ટરકોન્ટિનેન્ટલ કપમાં પણ પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. હવે આગામી મહિનાઓમાં ભારતીય ટીમે આકરા પડકારોનો સામનો કરવાનો છે અને એ વાત કોચ પોતે પણ સારી રીતે જાણતા હશે. ભારતીય ટીમના ગ્રુપમાં ઓમાન અને કતર બે મજબૂત…