વિશાખાપટ્ટનમ : દિલ્હી કેપિટલ્સ પોતાના યુવા ખેલાડીઅોના જારે આઇપીઍલના પ્લેઓફમાં પહોંચવામાં સફળ તો રહ્યા છે પરંતુ આજની ઍલિમેનિટરમાં તેમને સનરાઇઝર્સ હેદરાબાદનો મજબુત પડકાર મળશે. 14માંથી 9 મેચ જીતીને પ્લેઓફમાં પહોંચેલી દિલ્હી નેટ રનરેટને લીધે ત્રીજા ક્રમે રહી હતી તેથી તેને ક્વોલિફાયરના બદલે ઍલિમેનિટર રમવા માટે મજબુર થવું પડ્યું હતું. ઍલિમેનિટરમાં જીતીને દિલ્હીની યુવા ટીમ પોતાને સાબિત કરવા માગશે. છેલ્લી 6 આઇપીઍલ સિઝનથી પોઇન્ટ ટેબલમાં હંમેશા નીચે રહેતી દિલ્હીની ટીમે આ વખતે શાનદાર પ્રદર્શન કરીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે. સનરાઇઝર્સ સામેની આ ઍલિમેનિટર મેચમાં પણ દિલ્હી હોટ ફેવરિટ તરીકે મેદાનમાં ઉતરશે. 2018ની રનર્સ-અપ સનરાઇઝર્સ હૈદરાબાદને મેચ જીતી બીજી ક્વોલિફાયરર્સમાં પહોંચવાની આશા…
કવિ: Sports Desk
વોશિંગ્ટન : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્મ્પે ચેમ્પિયન ગોલ્ફર ટાઇગર વુડ્સને અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રદાન કરતી વખતે તેને રમતના ઇતિહાસનો લેજન્ડ ગણાવ્યો હતો. ગોલ્ફની રમતના સર્વેશ્રેષ્ઠ ખેલાડી ટાઇગર વુડ્સને અમેરિકાઍ પોતાના સર્વોચ્ય નાગરિક સન્માન મેડલ ઓફ ફ્રીડમથી સન્માનિત કરાયો હતો. વ્હાઇટ હાઉસમાં યોજાયેલા ગાર્ડન સેરેમનીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તે વુડ્સને આ સન્માન અપાયું હતુ.વુડ્સે પોતાની માતા, બાળકો, ગર્લફ્રેન્ડ અને કેન્ડીનો આભાર માન્યો ત્યારે તેમની આંખો સજળ થઇ હતી વુડ્સનું પોતાનું ગળું પણ ભારે થયું હતું. દેશનું આ સર્વોચ્ચ સન્માન મેળવનારો વુડ્સ ચોથો અને સૌથી યુવા ગોલ્ફર છે. 1963માં તત્કાલિન રાષ્ટ્રપતિ જોન ઍફ કેનેડી દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી. આ…
ત્રિનિદાદ : વેસ્ટઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ દ્વારા આઇસીસી વર્લ્ડ કપ 2019 માટે ક્રિસ ગેઇલને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. બોર્ડે વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત પહેલાથી જ કરી છે. ટીમનું સુકાન જેસન હોલ્ડર પાસે છે. આઇસીસી વનડે વર્લ્ડ કપ 30 મેથી 14 જુલાઈ સુધી ઇંગ્લેંડ અને વેલ્સમાં રમાનાર છે. હાલમાં ચાલી રહેલી આયર્લેન્ડ અને બાંગ્લાદેશ સાથેની ટ્રાઇ-સીરીઝ માટે શાઇ હોપને વાઇસ કેપ્ટન કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બોર્ડના આ નિર્ણય પછી ગેલે કહ્યું હતું કે વેસ્ટઇન્ડીઝ ટીમનું કોઈપણ સ્વરૂપમાંપ્રતિનિધિત્વ કરવું ઍ સન્માનીય બાબત છે. આ વર્લ્ડ કપ મારા માટે ખાસ છે. ટીમના વરિષ્ઠ ખેલાડી તરીકે હું કેપ્ટન અને બધા…
પોશેસ્ટ્રુમ : પાકિસ્તાનની મહિલા ટીમ અહીંના સેનવેસ પાર્કમાં રમાયેલી આઇસીસી વનડે ચેમ્પિયનશિપ મેચમાં દક્ષિણ આફ્રિકાને 8 વિકેટથી હરાવ્યું અને બોલ બાકી રહેતા પાકિસ્તાને સૌથી મોટી જીત મેળવી હતી. આ મેચમાં પાકિસ્તાનની સના મીરે 11 રન આપીને દક્ષિણ આફ્રિકાની 4 ખેલાડીને આઉટ કરી હતી. પાકિસ્તાનને ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો હતો. બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ સના મીરની ઘાતક બોલિંગને પગલે 22.5 ઓવરમાં 63 રન પર ઓલઆઉટ થઇ હતી. દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમનો વનડેમાં બીજા લઘુત્તમ સ્કોર છે. તે પહેલાં તે 12 મી માર્ચ 2009ના રોજ ન્યુઝિલેન્ડ સામે 22.1 ઓવરમાં 51 રનમાં આ ટીમ ઓલઆઉટ થઇ હતી. 64 રનના લક્ષ્યની…
ચેન્નઇ : આઇપીઍલની ૧૨મી સીઝનમાં ખેલાડીઓ અને અમ્પાયરોની વચ્ચે સંબંધો વધુ તંગ બની રહ્યાછે. તાજો મામલો ઈંગ્લિશ ઍમ્પાયર નીઝલ લોન્ગના ગુસ્સા સાથે સંકળાયેલો છે. વિરાટ કોહલી સાથે મેદાન પર થયેલા વિવાદને પગલે અમ્પાયર નીઝલ લોન્ગે સ્ટેડિયમના અમ્પાયર રૂમનો દરવાજો લાત મારીને તોડી નાંખ્યો હતો. આ ઘટના પછી પણ બીસીસીઆઇએ તેમને માત્ર નજીવો દંડ કરીને આઇપીએલની ફાઇનલમાં જાળવી રાખ્યા છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર ઍક મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી અને ઍમ્પાયર લોન્ગની વચ્ચે વિવાદ થઈ ગયો. આ બોલાચાલી બાદ ઍમ્પાયર લોન્ગ ઍટલા નારાજ હતા કે તેઓ હૈદરાબાદની ઈનિંગ બાદ ઍમ્પાયર રૂમમાં પહોંચ્યા, તો તેમણે પોતાનો ગુસ્સો કાઢવા માટે…
ચેન્નઇ : ઍમ ઍ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહેલી આઇપીઍલ-12ની પહેલી ક્વોલિફાયર મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નઇ સુપરકિંગ્સને 6 વિકેટે વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. મુંબઇઍ પાંચમી વખત આઇપીઍલ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. આ પહેલા મુંબઇ ચાર વખત ફાઇનલમાં પહોંચીને ત્રણ વખત ચેમ્પિયન બન્યું છે અને ઍક વખત રનર્સ અપ બન્યું હતું. સૂર્યકુમાર યાદવે 54 બોલમાં ૭૧ રનની શાનદાર ઇનિંગ રમીને મુંબઇને જીતાડ઼વામાં મહત્વની ભૂમિકા ભજવી ચેન્નઇ સુપર કિંગ્સે મુંબઇ ઇન્ડિયન્સ સામે જીત માટે 132 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. મુંબઇની શરૂઆત સારી રહી ન હતી અને રોહિત શર્મા પહેલી જ ઓવરમાં આઉટ થયો હતો. ડિકોક પણ પોતાની લય જાળવી શક્યો…
ચેન્નઇ : આઇપીઍલની 12મી સિઝન હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે અને મંગળવારે અહીંના ચેપોક સ્ટેડિયમ પર ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે પ્રથમ ક્વોલિફાયર મેચ રમાશે ત્યારે ચેન્નઇ સુપર કિંગ્સનો ઇરાદો પોતાના હોમ ગ્રાઉન્ડ લાભ ઉઠાવીને મુંબઇને પછાડી ફાઇનલ પ્રવેશ કરવાનો છે. સામા પક્ષે મુંબઇ ઇન્ડિયન્સે પણ આઇપીઍલ, તેમજ ચેપોક સ્ટેડિયમ પરના પોતાના ઇતિહાસને ધ્યાનમાં રાખીને ચેન્નઇ સામે વળતો પ્રહાર કરવાની તૈયારી કરી લીધી છે. બંને ટીમમાંથી જે ટીમ જીતશે તે 12મી મેના રોજ ફાઇનલમાં રમશે. જ્યારે હારનારી ટીમ ઍલિમિનેટરની વિજેતા ટીમ સામે બીજી ક્વોલિફાયરમાં રમશે. બંને ટીમ વચ્ચે આઇપીઍલ અને ચેમ્પિયન્સ લીગ મળીને કુલ ૨૮ મેચમાંથી…
મેડ્રિડ : સોમવારે જાહેર થયેલા ટેનિસ પ્રોફેશનલ એસોસિએશન (એટીપી)ના નવા રેન્કિંગમાં સર્બિયાના નોવાક જોકોવિચે પોતાનો પહેલો ક્રમ જાળવી રાખ્યો છે. આ સાથે જ તે ટોચના સ્થાને 250 અઠવાડિયા સુધી જળવાઇ રહેવાનો રેકોર્ડ પોતાના નામે કરવામાં સફળ રહ્યો છે. એટીપીની વેબસાઇટ અનુસાર જોકોવિચ પોતાની કેરિયરની શરૂઆતથી અત્યાર સુધી કુલ 250 અઠવાડિયા સુધી નંબર-1 પર રહ્યો છે. 1973થી અત્યાર સુધી જોકોવિચ સહિત 5 ખેલાડીઓ 250 અઠવાડિયા સુધી નંબર વન રહ્યા છે. જેમાં જીમી કોનર્સ 268 અઠવાડિયા, ઇવાન લેન્ડલ 270 અઠવાડિયા, પીટ સામ્પ્રાસ 286 અઠવાડિયા અને સ્વિત્ઝરલેન્ડનો રોજર ફેડરર 310 અઠવાડિયા નંબર વન પર રહ્યા છે. સોમવારે જાહેર થયેલા રેન્કિંગમાં ટોપ 10માં ચાર…
નવી દિલ્હી : તાજેતરમાં જ્યારે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી ત્યારે ઘણાંને એ વાતે નવાઇ લાગી હતી કે ટીમમાં ઋષભ પંતને સામેલ કરાયો નહોતો. ટીમ પસંદગીની જાહેરાતની પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદને પંત બાબતે સવાલ કરાયો ત્યારે તેમણે પંતની મેચ્યોરિટી બાબતે સવાલ કર્યો હતો. પંતની સૌથી વધુ ટીકા એ વાતે થાય છે કે તે મેચ ફિનીશ નથી કરી શકતો. જો કે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પંતે જે જવાબદારી ભરી ઇનિંગ રમીને મચ ફિનિશ કરી તેનાથી એવું કહી શકાય કે તેણે હવે આ વાત શીખવા માંડી છે. પંતે તાજેતરમાં જ એવું કહ્યું હતું જ્યારે તમારી પસંદગી નથી થતી…
મુંબઇ : વર્લ્ડ કપ 2019 માટે દિગ્ગજ માજી ભારતીય ખેલાડી સુનિલ ગાવસ્કરે ઍવી આગાહી કરી છે કે યજમાન ઇંગ્લેન્ડની ટીમ આ વખતે પહેલીવાર વિશ્વ વિજેતા બની શકે છે. ગાવસ્કરે પોતાની વાતના સમર્થનમાં કહ્યું હતું કે 2015ના વર્લ્ડકપમાં મળેલા પરાજય પછી ઇંગ્લેન્ડની ટીમમાં ઘણાં બદલાવ આવ્યા છે અને તેના કારણે જ તે મારી ફેવરિટ ટીમ છે. આ સાથે જ ગાવસ્કરે ઓસ્ટ્રેલિયા, વેસ્ટઇન્ડિઝ અને ટીમ ઇન્ડિયાને પણ મજબૂત દાવેદાર ગણાવ્યા હતા. ઍક ઇન્ટરવ્યુમાં બોલતા ગાવસ્કરે કહ્યું હતું કે ઇંગ્લેન્ડ મારી ફેવરિટ ટીમ છે. વર્લ્ડ કપ 2015માં ખુબ જ ખરાબ પ્રદર્શન પછી તેમની વિચારસરણીમાં મોટો ફરક દેખાયો છે, રમત રમવાની તેમની પદ્ધતિ બદલાઇ…