મુંબઇ : પ્લેઅોફમાં ક્વોલિફાઇ થયેલી ચાર ટીમોમાં મુંબઇ ઇન્ડિયન્સ પહેલા ક્રમે, જ્યારે ચેન્નઇ સુપર કિંગ્સ બીજા ક્રમે રહી હતી. ત્રીજા ક્રમે દિલ્હી કેપિટલ્સ અને ચોથા ક્રમે સારી રનરેટના કારણે સનરાઇઝર્સ હૈદરાબાદ ક્વોલિફાઇ થઇ હતી. હવે પ્લેઅોફની મેચોમાં મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે 7મી મેના રોજ પહેલી ક્વોલિફાયર રમાશે, આ બંનેમાંથી જે જીતશે તે ફાઇનલમાં જ્યારે હારનારી ટીમ 10મી મેના રોજ બીજી ક્વોલિફાયરમાં 8મી મેની વિજેતા ટીમ સામે રમશે. આ પહેલા દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે 8મી મેના રોજ ઍલિમિનેટર મેચ રમાશે. પ્લેઓફની મેચ રમનારી ચાર ટીમ મુંબઇ ઇન્ડિયન્સ વિ. ચેન્નઇ સુપર કિંગ્સ …
કવિ: Sports Desk
મુંબઇ : લસિથ મલિંગાની આગેવાનીમાં મુંબઇના બોલરોઍ કરેલા જોરદાર પ્રદર્શનને કારણે સારી શરૂઆત છતાં કોલકાતા નાઇટ રાઇડર્સ 20 ઓવરમાં 7 વિકેટે માત્ર 133 રન જ શક્યા પછી મુંબઇ ઇન્ડિયન્સે રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ વચ્ચેની 88 રનની ભાગીદારીના પ્રતાપે 1 વિકેટે લક્ષ્યાંક કબજે કરી લઇને 9 વિકેટે વિજય મેળવતા કોલકાતા નાઇટ રાઇડર્સ પ્લેઓફમાંથી આઉટ થઇ ગયું હતું, જ્યારે સારી રનરેટના કારણે ચોથી ટીમ તરીકે સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં સામેલ થયું હતું. રોહિત શર્માઍ 55 અને સૂર્યકુમાર યાદવે 46 રનની ઇનિંગ રમીને મુંબઇને કોલકાતા સામે 9 વિકેટે જીતાડ્યુ મુંબઇ ઇન્ડિયન્સે 6 ઓવરમાં 46 રન કરીને 134 રનના લક્ષ્યાંક સામે સારી શરૂઆત કરી…
મોહાલી : આઇપીઍલની 12મી સિઝનની 55મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે આજે અહીં કેઍલ રાહુલની ધમાકેદાર ઇનિંગ વડે ચેન્નઇ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું. જો કે પ્લેઓફમાં તેના પ્રવેશના કોઇ ચાન્સીસ નથી અને તે પોઇન્ટ ટેબલમાં હાલ 7માં સ્થાને રહ્યું હતું. ચેન્નઇ સુપર કિ્ંગ્સે ફાફ ડુ પ્લેસિસની 96 રનની જોરદાર ઇનિંગ અને સુરેશ રૈનાની વિક્રમી અર્ધસદીની મદદથી 170 રન કર્યા હતા, જેની સામે પંજાબે રાહુલના 71 રનની મદદથી 18 ઓવરમાં જ 4 વિકેટે લક્ષ્યાંક કબજે કરી લીધો હતો. પંજાબે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી પ્રથમ દાવ લેવા ઉતરેલી ચેન્નઇ સુપર કિંગ્સે વોટ્સનની વિકેટ શરૂઆતમાં જ ગુમાવતા તેમની શરૂઆત સારી…
નવી દિલ્હી તા. 05 : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના કોષાધ્યક્ષ અનિરુદ્ધ ચૌઘરીએ 2010માં થયેલા સ્પોટ ફિક્સીંગ બાબતે માહિતી હોવા છતા આઇસીસીની એન્ટી કરપ્શન યુનિટને તેની માહિતી ન આપવા બાબતે પાકિસ્તાનના માજી કેપ્ટન શાહિદ આફ્રિદીની ટીકા કરી હતી. ચૌધરીએ ટિ્વટર પર લખ્યું હતું કે હકીકતમાં જ્યારે તેને આ બાબતે એકવાર જાણ થઇ ગઇ તો તેણે તરત જ આઇસીસીની એન્ટી કરપ્શન યુનિટને તેની જાણ કરવાની હતી. એસીયુ કેવી રીતે તેની માહિતી પર કામ કરે તે જોવાનું તે સમયે રસપ્રદ રહ્યું હોત. Actually, once he became aware, he ought to have immediately reported it to the Anti Corruption Unit of the @ICC…
મુંબઇ : દિગ્ગજ બેટ્સમેન સચિન તેંદુલકરના નામે ક્રિકેટના અવનવા રેકોર્ડ નોધાયેલા છે. પણ મહિલા બાર્બર નેહા અને જ્યોતિ પાસે પહેલીવાર દાઢી કરાવવી નિશ્ચિતપણે તેના માટે ગર્વની પળ બની હશે, સચિને આજ સુધી બીજા કોઇ પાસે દાઢી કરાવી નથી પણ તેણે મહિલા બાર્બર પાસે દાઢી કરાવવાનો નિર્ણય દેશમાં ચાલી આવતી લિંગ સંબંધી રૂઢિવાદને તોડાવા માટે કર્યો હતો. આમ તો આ વ્યવસાય મોટા ભાગે પુરૂષોના વર્ચસ્વનો ગણાય છે. પણ ઉત્તરપ્રદેશના બનવારી તોલા ગામની નેહા અને જ્યોતિએ પોતાના પિતા બિમાર પડ્યા પછી 2014માં તેમની જવાબદારી સંભાળવાનો નિર્ણય કર્યો . જો કે આ બંને માટે આ પ્રવાસ એટલો સરળ રહ્યો નહોતો. કારણ શરૂઆતમાં લોકો…
વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી છઠ્ઠી મેના રોજ દિગ્ગજ ગોલ્ફર ટાઇગર વુડ્સને પ્રેસિડેન્સિઅલ મેડલ ઓફ ફ્રીડમ વડે નવાજશે. વુડ્સ રાષ્ટ્રપતિ ટ્રમ્પના હસ્તે વ્હાઇટ હાઉસમાં આ મેડલ સ્વીકારશે. માહિતી અનુસાર ગોલ્ફમાં જારદાર ફાળાને કારણે વુડ્સને આ મેડલ આપવામાં આવી રહ્યો છે. પ્રેસિડેન્સિઅલ મેડલ ઓફ ફ્રીડમ અમેરિકાનું સૌથી મોટું નાગરિક સન્માન ગણાય છે. આ સન્માન મેળવનારો વુડ્સ ચોથો ગોલ્ફર છે. ૧૯૬૩માં તત્કાલિન રાષ્ટ્રપતિ જોન ઍફ કેનેડી દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી. આ સન્માન મેળવનારા અન્ય ગોલ્ફરોમાં જેક નિકલોસ, અર્નાલ્ડ પાલ્મર અને ચાર્લી સિફોર્ડનો સમાવેશ થાય છે. ઍ ઉલ્લેખનીય છે કે 43 વર્ષની વુડ્સે હાલમાં જ 10 વર્ષના લાંબા ગાળા…
બેંગલુરૂ : મુંબઇ ખાતે સુપર ઓવરમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે હારેલી સનરાઇઝર્સ આવતીકાલે જ્યારે અહીં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેદાને પડશે ત્યારે તેની નજર આરસીબીને હરાવીને પ્લેઓફમાં સ્થાન મેળવવા પર હશે. મુંબઇ સામે સુપર ઓવરમાં મળેલો પરાજય તેમને ઘણો ખુંચતો હશે. જો કે હવે તેઓ ઍ પરાજયને ભુલાવીને આગલી મેચમાં 2 પોઇન્ટ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને બેઠા છે. હૈદરાબાદની રનરેટ પ્લસ 0.653 છે જે પ્લેઓફની રેસમાં સામેલ અન્ય ટીમો કરતાં ઘણી સારી છે. હૈદરાબાદ જો શનિવારે હારી પણ જાય તો પણ તેને પ્લેઓફમાં પહોંચવાની સારી તક રહેશે, શરત માત્ર ઍટલી કે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ક્ગ્સિં ઇલેવન પંજાબ પોતાની બેમાંથી…
નવી દિલ્હી : પાકિસ્તાની ક્રિકેટ ટીમના માજી કેપ્ટન શાહિદ આફ્રિદીઍ આખરે પોતાની આત્મકથામાં પોતાની સાચી ઉંમર જાહેર કરી છે. તેણે ઍવી સ્પષ્ટતા કરી છે કે તેનો જન્મ 1975માં થયો હતો. સત્તાવાર આંકડા અનુસાર 1980માં નહી. આફ્રિદીઍ કરેલા આ ખુલાસાનો મતલબ ઍ છે કે 1996માં તેણે જ્યારે નૈરોબીમાં શ્રીલંકા સામે વિક્રમી 37 બોલમાં સદી ફટકારી ત્યારે તેની વય 16 વર્ષની નહોતી. આફ્રિદીઍ પોતાની આત્મકથા ગેમ ચેન્જરમાં લખ્યું છે કે હું 19 વર્ષનો હતો, 16 વર્ષનો નહીં. તેણે દાવો કર્યો હતો કે તેનો જન્મ 1975માં થયો હતો. અધિકારીઅોઍ મારી ઉંમર ખોટી લખી હતી. જો કે તે સમયે તે 19 વર્ષનો હોવાનો દાવો…
મુંબઇ : ભારતના સ્ટાર જેવેલિન થ્રોઅર નીરજ ચોપરાની કોણીનું અોપરેશન કરવામાં આવ્યું છે. જેના કારણે 27 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર દરમિયાન દોહા ખાતે યોજાનારા વર્લ્ડ કપમાં તેના ભાગ લેવા સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. નીરજનું ઓપરેશન અહીની કોકીલા બેન હોસ્પિટલમાં દિનશા પારડીવાલાઍ કર્યુ હતું. નીરજે ટ્વિટ કરીને માહીતી આપી હતી કે ડો. દિનશા પારડીવાલા પાસે મેં મુંબઇમાં અોપરેશન કરાવ્યું છે. હવે પ્રેક્ટિસ શરૂ કરવા માટે મારે થોડા મહિના રાહ જાવી પડશે. દરેક દુર્ઘટના પાછળ કંઇક સારું થવાનું હોય છે. તમને ભગવાન વધુ બહેતર બનાવવા માગે છે. ૨૧ વર્ષના નીરજને ઍપ્રિલમાં ઍનઆઇઍસ પટિયાલામાં રમતી વખતે કોણીમાં દુખાવો થયો હતો. નીરજનું ઓપરેશન કરનારા…
નવી દિલ્હી : દિલ્હી કેપિટલ્સની ટીમે પ્લેઓફમાં તો સ્થાન મેળવી જ લીધુ છે પણ તે છતાં આવતીકાલે અહીં રમાનારી રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં તે મોટો વિજય મેળવીને પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે બેસવાની ઇચ્છા ધરાવે છે. રબાડા ઇજાગ્રસ્ત હોવાથી તેને દક્ષિણ આફ્રિકા બોલાવી લેવાયો હોવાથી દિલ્હીના બોલિંગ આક્રમણ પર અસર દિલ્હી કેપિટલ્સને જો કે પોતાના ઝડપી બોલર કગિસો રબાડાની ખોટ સાલશે, જેને દક્ષિણ આફ્રિકન બોર્ડે વર્લ્ડ કપ પહેલા અગમચેતીના કારણોસર સ્વદેશ બોલાવી લીધો છે. તેથી રબાડા આઇપીઍલની બાકી બચેલી મેચમાં રમી શકશે નહીં. તે પીઠના સ્નાયુ જકડાઇ જતા ચેન્નઇ સુપર કિંગ્સ સામેની મેચ રમ્યો નહોતો. દિલ્હી 7 વર્ષમાં પહેલીવાર પ્લેઓફમાં રમશે.…