નવી દિલ્હી : દક્ષિણ આફ્રિકાઍ વર્લ્ડ કપ પહેલા અગમચેતીના કારણોસર ઇજાગ્રસ્ત કગિસો રબાડાને પાછો બોલાવવાનો નિર્ણય કર્યો છે અને તેના કારણે હવે આઇપીઍલની બાકી બચેલી મેચોમાં રબાડા રમી શકશે નહીં. રબાડાની પીઠમાં થયેલી સમસ્યાને કારણે ચેન્નઇ સુપર કિંગ્સ સામેની છેલ્લી મેચ તે રમી શક્યો નહોતો. હવે જ્યારે મહત્વની મેચો બાકી રહી છે ત્યારે રબાડાનું આ રીતે પરત સ્વદેશ જવું દિલ્હી કેપિટલ્સ માટે મોટા ફટકા સમાન છે, કે જે પહેલીવાર ટાઇટલ જીતવાની રેસમાં છે. રબાડાઍ પણ કહ્યું હતું કે મારા માટે આ તબક્કે સ્વદેશ જવું ઘણું આકરું છે. આઇપીઍલ ૨૦૧૯નો પર્પલ કેપ હોલ્ડર કગિસો રબાડાને પીઠમાં થયેલી સમસ્યા પછી ક્રિકેટ સાઉથ…
કવિ: Sports Desk
મુંબઇ/નવી દિલ્હી : બીસીસીઆઇની વહીવટદારોની સમિતિ (સીઓએ)ઍ શુક્રવારે કિંગ્સ ઇલેવન પંજાબ પાસે તેના સહમાલિક નેસ વાડિયાને જાપાનમાં કેનાબિસ રાખવા માટે કરાયેલી સજા સંબંધે લેખિતમાં જવાબ માગ્યો છે. ઍવી માહિતી મળી છે કે હાલમાં સીઓઍ આ પ્રકરણને આઇપીઍલની નૈતિક સમિતિને નહીં સોંપે. આઇપીઍલની આચારસંહિતા અનુસાર ઍક ફ્રેન્ચાઇઝીને ઍવી પરિસ્થિતિમાં સસ્પેન્ડ કરી શકાય છે જ્યારે ટીમ સાથે સંબંધિત કોઇ ખેલાડી કે માલિક રમતને બદનામ કરતું કૃત્ય કરે. શુક્રવારે મળેલી સીઅોઍની બેઠક અંગે માહિતી ધરાવનારા બીસીસીઆઇના ઍક વરિષ્ઠ અધિકારીઍ કહ્યું હતું કે સીઓઍ દ્વારા કિંગ્સ ઇલેવન પંજાબના મેનેજમેન્ટને આ બાબતે લેખિત જવાબ આપવા કહેવાયું છે. આ મામલે બધા સહમત છે કે આ ઘટના…
દુબઇ : ઇન્ટરનેશનલ ટી-20 રેન્કિંગમાં ભારતીય ટીમ ત્રણ ક્રમ નીચે ઉતરીને પાંચમા ક્રમે પહોંચી ગઇ છે. જ્યારે પાકિસ્તાને પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. આઇસીસીઍ શુક્રવારે ટી-20 ટીમની રેન્કિંગ બહાર પાડી હતી, જેમાં પાકિસ્તાનના 266 પોઇન્ટ છે, જ્યારે દક્ષિણ આફ્રિકાના 262, ઇંગ્લેન્ડના 261, ઓસ્ટ્રેલિયાના 261 અને ભારતીય ટીમના 206 પોઇન્ટ છે. દક્ષિણ આફ્રિકા બીજા અને ભારત પાંચમા સ્થાને છે. હવે રેન્કિંગમાં 80 ટીમને સામેલ કરવામાં આવી છે. તેમાં 2015-16ની સિરીઝના પરિણામોને ગણતરીમાં નથી લેવાયા અને 2016-17 તેમજ 2017-18ના પરિણામોને 50 ટકા પોઇન્ટ આપવામાં આવ્યા છે. અફઘાનિસ્તાન અને શ્રીલંકા ઍક ક્રમ ઉપર ચઢીને અનુક્રમે 7માં અને 8માં સ્થાને પહોંચ્યા છે. જ્યારે…
મોહાલી : આઇપીઍલની બંને ટીમ માટે મહત્વની ઍવી આજની મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે સેમ કરેનની તોફાની અર્ધસદી અને નિકોલસ પુરનના ઝડપી 48 રનની મદદથી મુકેલા સામે 184 રનના લક્ષ્યાંકને કોલકાતા નાઇટ રાઇડર્સે મેન ઓફ ઘ મેચ શુભમન ગીલની નોટઆઉટ અર્ધસદીની મદદથી 3 વિકેટે કબજે કરી લઇને 7 વિકેટે વિજય મેળવ્યો હતો. 184 રનના લક્ષ્યાંક સામે કોલકાતાને ક્રિસ લીન અને શુભમન ગીલે શ્રેષ્ઠ શરૂઆત અપાવીને પાવરપ્લેમાં 62 રનની ભાગીદારી કરી હતી. લીન 46 રન કરી આઉટ થયો તે પછી શુભમન ગીલે નાની નાની ભાગીદારી સાથે મજબૂત બેટિંગ કરીને ટીમને જીતાડી હતી. તે 49 બોલમાં 65 રન કરીને નોટઆઉટ રહ્યો હતો તેની…
મોહાલી : ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ જવાના આરે ઊભેલી બે ટીમો કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકાતા નાઇટ રાઇડર્સ શુક્રવારે જ્યારે અહીં ઍકબીજાની સામે આવશે ત્યારે ઍ બંને ટીમ માટે આ મુકાબલો કરો યા મરો સમાન હશે. બંને ટીમો પોઇન્ટ ટેબલમાં નીચલા સ્તરે છે અને પ્લેઓફની આશાને જાળવી રાખવા તેમને શુક્રવારની મેચમાં વિજય સિવાય બીજું કંઇ નથી ખપતું. બંને ટીમના 12 મેચમાં 10 પોઇન્ટ છે, જો કે કોલકાતા છઠ્ઠા સ્થાને તો નેટ રનરેટના આધારે કિંગ્સ ઇલેવન પંજાબ ૭માં સ્થાને છે. બંને ટીમે પહેલા હાફમાં જારદાર પ્રદર્શન કર્યા પછી બીજા હાફમાં તેમનું પ્રદર્શન કથળ્યું અને તેઅો નીચે પહોંચી ગયા પહેલા હાફમાં બંને ટીમનું…
મુંબઇ : ભારતીય ટીમ મેનેજમેન્ટ હાલમાં ઇંગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડ કપ માટેની તૈયારી કરી રહ્યું છે. જા કે ટીમ મેનેજમેન્ટ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની હિતોના ટકરાવની નીતિથી ખુશ નથી. બોર્ડની આ નીતિને કારણે આઇપીઍલમાં કોચિંગ અને તેની સાથે જાડાયેલી અન્ય જાબ્સ માટે ટીમ ઇન્ડિયાનો સપોર્ટ સ્ટાફ કોઇ ટીમ સાથે જોડાઇ શકતો નથી અને તેના કારણે વિદેશી સ્ટાફને હાયર કરવામાં આવે છે. હિતોના ટકરાવ સંબંધી નિયમને કારણે ટીમ ઇન્ડિયાનો સ્ટાફ આઇપીઍલ ટીમો સાથે જોડાતા અચકાય છે બોર્ડની આ નીતિથી સંતુષ્ટ ન હોવા પાછળના ઘણાં કારણો છે. ઍટલું વિચારો કે ભારતીય ટીમનો અોપનર શિખર ધવન દિલ્હી કેપિટલ્સ વતી રમે છે. તેનું કોચિંગ કરે…
ઓકલેન્ડ : ન્યુઝીલેન્ડ અોપનમાં ભારતના ઍચઍસ પ્રણયે ભારતીય અભિયાનને જાïળવી રાખીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું નામ પાકું કરી લીધું છે. જ્યારે અન્ય ભારતીય ખેલાડીઓ હારીને સ્પર્ધા બહાર થયા છે. પ્રણયે મોટો અપસેટ કરીને બીજા ક્રમાંકિત ઇન્ડોનેશિયાના ટોમી સુગિયાર્તોને માત્ર 37 મિનીટમાં જ 21-14, 21-12થી હરાવીને અંતિમ 8માં પોતાનું નામ લખાવ્યું હતું. વર્લ્ડ રેન્કિંગમાં 26માં ક્રમાંકિત ભારતીય ખેલાડીનો સુગિયાર્તો સામે હવે રેકોર્ડ 2-0નો થયો છે, તેણે સુગિયાર્તોને ગત વર્ષે ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં પણ હરાવ્યો હતો. સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે પ્રણયે હવે પાંચમા ક્રમાંકિત જાપાનના કાંતા સુનેયામા સામે રમવાનું છે. દરમિયાન અહીં પુરૂષ ડબલ્સમાં મનુ અત્રી અને બી સુમિત રેડ્ડીની જાડી મલેશિયાની…
નવી દિલ્હી : વર્લ્ડ કપ શરૂ થવા આડે હવે જ્યારે મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે ત્યારે દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કગિસો રબાડાને પીઠની સમસ્યા ઊભી થઇ છે. તેણે કરેલી પીઠના દુખાવાની ફરિયાદને પગલે જ ગત મેચમાં તેને રમાડાયો નહોતો. આ તરફ તેની પીઠની સમસ્યાને પગલે ક્રિકેટ દક્ષિણ આફ્રિકાઍ દિલ્હી કેપિટલ્સ વતી આઇપીઍલમાં રમતા પોતાના આ બોલરનો સ્કેન રિપોર્ટ માગ્યો છે. રબાડાનો સ્કેન રિપોર્ટ ક્રિકેટ દક્ષિણ આફ્રિકાને મોકલી દેવાયો છે. દિલ્હી કેપિટલ્સના ઍક સીનિયર અધિકારીઍ કહ્યું હતું કે રબાડાની તમામ તપાસ પુરી કરી લેવામાં આવી છે અને રિપોર્ટ ક્રિકેટ દક્ષિણ આફ્રિકાને મોકલી દેવાયો છે. હવે રબાડા આઇપીઍલની બાકી બચેલી મેચમાં…
નવી દિલ્હી : લિંગ વિવાદને કારણે સમસ્યાઅો વેઠી ચુકેલી ભારતીય દોડવીર દૂતી ચંદે ગુરૂવારે અહીં કહ્યું હતું કે તે કાસ્ટર સેમેન્યા મામલે દુખી છે અને તેણે રમત પંચાટમાં દક્ષિણ આફ્રિકાની અોલિમ્પિક્સ ચેમ્પિયનને મળેલા પરાજય માટે વૈશ્વિક ગવર્નીંગ બોડીની ખેલાડીઅો બાબતે ખોટી નીતિઓને કસુરવાર ઠેરવી હતી. પોતે હાઇપરઍન્ડ્રોઝેનિઝ્મ અથવા પુરૂષ લિંગ હોર્મોનના વધતા લેવલ માટે લાંબી કાયદાકીય લડાઇ લડીને જીતનારી દુતી કહ્યું હતું કે જેવી મને સમાચારની જાણ થઇ, તેવું તરત જ મને તેના માટે ખરાબ લાગ્યું. તરત જ મારા મનમાં બે વર્ષ પહેલાની ઍ વાતો યાદ આવી ગઇ. મારા માટે ઍ ઘણાં ખરાબ દિવસો હતા. તેણે જાકે ઍવું ઉમેર્યુ હતું…
મુંબઇ : ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંદુલકરે કહ્યું છે કે ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપ દરમિયાન પીચ બેટ્સમેનો માટે લાભદાયી બની રહેશે અને ગરમીને કારણે ત્યાં બોલ ઍટલા સ્વિંગ નહીં થાય. 30મી મેથી ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપ શરૂ થઇ રહ્યો છે. સચિને અહીં પોતાના નામે બનેલા ઍમઆઇજી ક્લબ પેવેલિયનના ઉદ્ઘાટન સમયે કહ્યું હતું કે મને ઍવું જણાવાયું છે કે ત્યાં ઘણી ગરમી હશે. સચિને કહ્યું હતું કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ વિકેટ સારી હતી. ગરમીમાં વિકેટ સપાટ બની જાય છે, મને આશા છે કે બેટિંગ માટે ત્યાંની વિકેટ જારદાર હશે. તેણે કહ્યું હતું કે મને નથી લાગતું કે સ્થિતિ ઘણી અલગ હોય, શરત માત્ર…