નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીઍલ) વિશ્વની સૌથી ધનિક લીગમાંથી ઍક છે, તે છતાં તેને પ્રચારની જરૂર પડે છે. આઇપીઍલની 12મી સિઝનના પ્રચાર અને પ્રસાર માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે અલગથી 50 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. રસપ્રદ વાત ઍ છે કે બીસીસીઆઇઍ 2018ની સિઝન માટે પણ ઍટલા જ નાણા ફાળવ્યા હતા. જાહેરાતો વડે અમારું લક્ષ્ય ટિયર-ટુ શહેરો સુધી પહોંચવાનું છે : બીસીસીઆઇ અધિકારી બીસીસીઆઇના ઍક અધિકારીઍ આઇપીઍલની પ્રચાર સંબંધી ગતિવિધિઅોની વ્યુહરચના બાબતે કહ્યું હતું કે ટુર્નામેન્ટની શરૂઆત પહેલા અને નોકઆઉટ રાઉન્ડ દરમિયાન આઇપીઍલ માટે લોકોમાં જાગ્રુતિ લાવવાનો ઉદ્દેશ તેની પાછળ હતો. તેમણે કહ્યું હતું કે સામાન્યપણે તે બે તતબક્કામાં…
કવિ: Sports Desk
દુબઇ :આઇસીસી દ્વારા રેન્કિંગમાં કરાયેલા વાર્ષિક અપડેટમાં ટીમ ઇન્ડિયાઍ ટેસ્ટ રેન્કિંગમાં જ્યારે ઇંગ્લેન્ડે વનડે રેન્કિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. આઇસીસીના નિવેદન અનુસાર રેન્કિંગમાં અપડેટ 2015=16ની સિરીઝના પરિણામોને હટાવીને પછી કરવામાં આવ્યું હતું અને 2016-17 તેમજ 2017-18ના પરિણામોના 50 ટકા પોઇન્ટ જ તેમાં સામેલ કરવામાં આવ્યા છે. 2019ના વર્લ્ડ કપ આડે હવે ઍક મહિનાથી અોછો સમય બચ્યો છે અને ઇંગ્લેન્ડ પહેલા નંબરે યથાવત તો રહ્યું છે પણ ટીમ ઇન્ડિયા તેની સાથેના પોઇન્ટના માર્જીનને ઘટાડવામાં સફળ રહી છે અને હવે તે માત્ર 2 પોઇન્ટ જ છેટુ છે. ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઇન્ડિયા અને બીજા ક્રમે બેઠેલા ન્યુઝીલેન્ડ વચ્ચે જે 8 પોઇન્ટનો ફરક…
મુંબઇ : પોતાના હોમ ગ્રાઉન્ડ પર મુંબઇ ઇન્ડિયન્સે ક્વિન્ટોન ડિ કોકની નોટઆઉટ 69 રનની ઇનિંગને પગલે મુકેલા 163 રનના લક્ષ્યાંક સામે સનરાઇઝર્સ હૈદરાબાદે પણ 20 ઓવરમાં 6 વિકેટે 162 રન કરતાં મેચ સુપર ઓવર પર પહોંચી હતી. સનરાઇઝર્સે સુપર ઓવરમાં પ્રથમ દાવ લઇને 8 રન કર્યા હતા, મુંબઇઍ માત્ર ત્રણ બોલમાં જ 9 રન કરીને મેચ જીતી લીધી હતી. બુમરાહે ફેંકેલી સુપર ઓવરમાં ૪ બોલમાં ૮ રન કરીને બે વિકેટ પડી જતાં મુંબઇને ૯ રનનો ટાર્ગેટ મળ્યો મુંબઇ વતી સુપર ઓવર જસપ્રીત બુમરાહે કરી હતી. જ્યારે મનીષ પાંડે અને મહંમદ નબી બેટિંગ માટે ઉતર્યા હતા. પહેલા બોલે પાંડે બીજા રન…
મુંબઇ : સનરાઇઝર્સ હૈદરાબાદ માટે બેટિંગમાં મહત્વની ભૂમિકા ભજવનારા ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર સ્વદેશ પહોંચી ગયા પછી તેની ગેરહાજરીમાં આવતીકાલે અહીં મુંબઇ ઇન્ડિયન્સ સામેની મહત્વની મેચમાં જ્યારે સનરાઇઝર્સ ઉતરશે ત્યારે તેમના માટે ઍ પડકારજનક મેચ બની રહેશે. બંને ટીમ માટે મેચ મહત્વની છે. જો મુંબઇ આ મેચ જીતશે તો તે પ્લેઓફમાં પોતાનું સ્થાન પાકું કરી લેશે અને જો સનરાઇઝર્સ આ મેચ જીતશે તો તેના પોઇન્ટ પણ મુંબઇ જેટલા થઇ જશે. મુંબઇ ઇન્ડિયન્સ 12 મેચમાં 14પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને જ્યારે સનરાઇઝર્સ 12 મેચમાં 12 પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે. હવે જ્યારે ટીમમાંથી વોર્નર ચાલ્યો ગયો છે ત્યારે તેની ખાલી જગ્યા ભરવા…
લંડન : શ્રીલકાના માજી કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન કુમાર સંગાકારાની મેરિલબોન ક્રિકેટ ક્લબ (એમસીસી)ના અધ્યક્ષ પદે વરણી કરવામાં આવી છે. એમસીસીના અધ્યક્ષપદે વરણી થતાંની સાથે જ કુમાર સંગાકારાએ ઇતિહાસ રચી દીધો હતો. તે આ પદ પર બિરાજનારો પ્રથમ નોન બ્રિટીશર ખેલાડી બન્યો છે. આ પહેલા એમસીસીના અધ્યક્ષ પદે ટેડ ડેક્સ્ટર, ડેરેક અંડરવુડ, માઇક બ્રિયલી, કોલિન કાઉડ્રી, માઇક ગેટિંગ અને ગુબી એલન જેવા ઇંગ્લીશ ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ રહી ચુક્યા છે. સંગાકારા એમસીસીના 233 વર્ષોના ઇતિહાસમાં પહેલો એવો અધ્યક્ષ છે જે વિદેશી છે. માજી શ્રીલંકન વિકેટકીપર બેટ્સમેન સંગાકારાના નામની ઉમેદવારીની જાહેરાત બુધવારે હાલના અધ્યક્ષ એન્થની બ્રેફોર્ડે કરી હતી. સંગાકારા પોતાના એક વર્ષના…
ઢાકા : બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (બીસીબી) વર્લ્ડ કપ માટેની પોતાની ટીમની ટી શર્ટના કલર કોમ્બીનેશનમાં ફેરફાર કરવો પડ્યો છે. બીસીબીએ આ પગલું પહેલા બહાર પાડવામાં આવેલી ટી-શર્ટ સામે પ્રશંસકોએ નારાજી બતાવતા ભરવું પડ્યું છે. બીસીબીએ હવે પ્રશંસકોના વિરોધને પગલે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમની ટી-શર્ટમાં માત્ર લીલા રંગને બદલે તેમાં લાલ રંગ પણ ઉમેરી દીધો છે. બાંગ્લાદેશના રાષ્ટ્ર ધ્વજમાં લીલા રંગના બેક ગ્રાઉન્ડ પર એક લાલ રંગનું ગોળાકાર નિશાન છે. પહેલા બીસીબીએ લીલા રંગની ટી શર્ટ બહાર પાડી ત્યારે સોશિયલ મીડિયા પર ટીકાઓનો વરસાદ વરસ્યો હતો. હવે બાંગ્લાદેશે ટી-શર્ટની ડિઝાઇનમાં કરેલા ફેરફાર પછી તેમના દ્વારા આઇસીસી પાસે આ ફેરફાર માટે મંજૂરી માગવામાં…
નવી દિલ્હી : દક્ષિણ આફ્રિકાની એથ્લેટ કેસ્ટર સેમેન્યા ટેસ્ટોસ્ટેરોન મામલે ઇન્ટરનેશનલ એથલેટિક્સ ફેડરેશન સામે ચાલી રહેલી કાયદાકીય લડાઇ હારી ગઇ છે. કોર્ટ ઓફ ઓર્બિટેશન ઓફ સ્પોર્ટસ દ્વારા અપાયેલા ચુકાદાનો મતલબ એ છે કે હવે જો કેસ્ટરે ઇન્ટરનેશનલ આયોજનોમાં ભાગ લેવો હોય તો તેણે પોતાના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઓછુ કરવાની દવા લેવી પડશે. સેમેન્યા હાલમાં 800 મીટરમાં ઓલિમ્પિક્સ, વર્લ્ડ અને કોમનવેલ્થ ચેમ્પિયન છે. કોર્ટ ઓફ ઓર્બિટેશન ઓફ સ્પોર્ટસ (સીએએસ)એ આ ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો. આ ચુકાદા અંગે ઓલિમ્પિક ગેમ્સમાં બે વાર ગોલ્ડ મેડલ જીતી ચુકેલી કેસ્ટરે કહ્યું હતું કે ક્યારેક ક્યારેક આવી બાબતોએ ચૂપ રહેવું વધુ સારું હોય છે. કેસ્ટરની ટીમમાં…
નવી દિલ્હી : હોકી ઇન્ડિયાઍ ભારતીય હોકી ટીમના ટોચના ગોલકીપર પીઆર શ્રીજેશનું નામ પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી ખેલ રત્ન ઍવોર્ડ માટે સુચવ્યું છે. સાથે જ મિડફિલ્ડર ચિંગ્લેનસાના સિંહ કાંગુજામ, ફોરવર્ડ આકાશદીપ સિંહ અને મહિલા ટીમની ડિફેન્ડર દીપિકાના નામની અર્જુન ઍવોર્ડ માટે ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત લાઇફ ટાઇમ ઍચીવમેન્ટના ધ્યાનચંદ ઍવોર્ડ માટે આરપી સિંહ અને સંદીપ કૌરના નામને આગળ કરાયા છે. જ્યારે કોચ બલજીત સિહ, બીઍસ ચૌહાણ અને રોમેશ પઠાનીયાના નામની ભલામણ દ્રોણાચાર્ય ઍવોર્ડ માટે કરવામાં આવી છે. શ્રીજેશની ગણતરી વિશ્વ હોકીના સર્વશ્રેષ્ઠ ગોલકીપરોમાં થાય છે. 2006માં શ્રીલંકામાં રમાયેલી સાઉથ ઍશિયન ગેમ્સથી પદાર્પણ કર્યા પછી ભારતીય ટીમનો તે મહત્વનો હિસ્સો…
નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના કોચિંગ સ્ટાફના ભાગ રહેલા પેડી અપ્ટને પોતાના પુસ્તકમાં ગૌતમ ગંભીરને અસુરક્ષિત અને નેગેટિવ વિચારણા ધરાવતો ક્રિકેટર ગણાવાયા પછી ગૌતમ ગંભીરે તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે પેડી અપ્ટને ખોટા ઇરાદાથી આ વાત કરી જ નહીં હોય. તેને જ્યારે પુસ્તકમાં કરાયેલા દાવા અંગે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે હું તેમાં કંઇ ખોટું જાતો નથી. માનસિક રીતે અસુરક્ષિત હોવાની અપ્ટનની વાત તેમના સ્થાને યોગ્ય છે. પણ હું નબળો વ્યક્તિ થી. તેની સાથે જ ગંભીરે વર્લ્ડ કપની ફાઇનલમાં પોતે રમેલી ૯૭ રનની ઇનિંગનો ઉલ્લેખ કર્યો હતો. ગંભીર બોલ્યો : મને વિશ્વાસ છે કે પેડી…
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોને મોંઘી કાર વસાવવાનો શોખ છે અને હવે તેણે વિશ્વની સૌથી મોંધી અને જેનું માત્ર ઍક જ મોડલ બન્યુ છે ઍવી બુગાટી લા વોઇતુર નોઇર કાર ખરીદી લીધી છે. આ કારનની કિંમત ટેક્સ વગર 11 મિલિયન યુરો મતલબ કે 12.5 મિલિયન ડોલર અથવા 87 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે. તેમાં ટેક્સ ઉમેરવામાં આવે તો ભારતીય રૂપિયામાં તેની કિંમત 133 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. બુગાટીઍ હાલમાં જ પોતાની અત્યાર સુધીની સૌથી મોંધી ઍવી બુગાટી લા વોઇતુર નોઇર લોન્ચ કરી હતી. બુગાટીઍ આ મોડલને 1930માં બનેલી બુગાટી સી-57 ઍસસીને નવી ડિઝાઇન અને ફિચર સાથે લોન્ચ કરવામાં આવી હતી.…