કવિ: Sports Desk

નવી દિલ્હી : આઇપીઍલ ફ્રેન્ચાઇઝી કિંગ્સ ઇલેવન પંજાબના સહ માલિક નેસ વાડિયાને ડ્રગ્સ રાખવા મામલે જાપાનમાં બે વર્ષની સજા સંભળાવાયા પછી કિંગ્સ ઇલેવન પંજાબ પર સસ્પેન્શનના સંકટના વાદળ ઘેરાયા છે, આ બાબતે શુક્રવારે મુંબઇમાં મળનારી વહીવટદારોની સમિતી (સીઓઍ)ની બેઠકમાં ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે. આઇપીઍલની આચારસંહિતા અનુસાર ટીમ સાથે જાડાયેલો કોઇપણ વ્યક્તિ રમતને બદનામ કરી શકતો નથી અને તેમાં ઍક કલમ ઍવી પણ છે કે જે પ્રકારે આઇપીઍલ સ્પોટ ફિક્સીંગમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ સાથે કરાયું તે રીતે ટીમને સસ્પેન્ડ પણ કરી શકાય તેમ છે. કિંગ્સ ઇલેવન સંબંધિત મુદ્દો આઇપીઍલની નૈતિક સમિતિ કે નવ નિયુક્ત લોકપાલને સોંપવો…

Read More

ચેન્નઇ : સુરેશ રૈનાની ઝડપી અર્ધસદી અને અંતિમ અોવરોમાં ધોનીઍ કરેલી ફટકાબાજીને કારણે ચેન્નઇ સુપર કિંગ્સે મુકેલા 180 રનના લક્ષ્યાંક સામે દિલ્હી કેપિટલ્સની ટીમ 99 રનમાં તંબુભેગી થતાં ચેન્નઇ સુપર કિંગ્સે 80 રને વિજય મેળવીને પોઇન્ટ ટેબલમાં ફરી ટોચનું સ્થાન મેળવી લીધું હતું. 180 રનના લક્ષ્યાંકની સામે માત્ર 4 રન બોર્ડ પર હતા ત્યારે પૃથ્વી શો આઉટ થયો હતો, તે પછી શીખર ધવન અને શ્રેયસ ઐય્યરે મળીને 48 રનની ભાગીદારી કરી પણ ધવન 19 રન કરીને આઉટ થયો તે પછી ઋષભ પંત અને કોલિન ઇન્ગ્રામની બે વિકેટ ગુમાવતા દિલ્હીનો સ્કોર 4 વિકેટે 65 રન થયો હતો, તે પછી પાંચમી વિકેટના…

Read More

ચેન્નઇ : મુંબઇ ઇન્ડિયન્સ સામેના પરાજયને પગલે રન રેટ પર પડેલી અસરથી પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને સરકેલી ચેન્નઇ સુપર કિંગ્સ આવતીકાલે જ્યારે પોતાના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સ સામે મેદાને ઉતરશે ત્યારે તેનો ઇરાદો વિજય મેળવીને ફરી ઍકવાર પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવવા પર હશે. હાલની આઇપીઍલમાં બે શ્રેષ્ઠ ટીમ વચ્ચેની આ મેચ ઍક રસપ્રદ મુકાબલો બની રહેશે ઍવી આશા રાખવામાં આવી રહી છે. ધોની મુંબઇ ઇન્ડિયન્સ સામેની મેચમાં રમી શક્યો નહોતો અને તેમાં પરાજયને કારણે તેમની રનરેટ માઇનસમાં પહોંચી ગઇ છે. હવે ચેન્નઇઍ માત્ર બે મેચ રમવાની છે અને આવતીકાલની મેચમાં પણ ધોનીના રમવા આડે શંકા સેવાઇ રહી છે.…

Read More

નવી દિલ્હી : ગત વર્ષે ઍશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારા જેવેલિન થ્રોઅર નીરજ ચોપરાને ઇન્ડિયન ઍથ્લેટિક્સ ફેડરેશને ખેલ રત્ન ઍવોર્ડ માટે ભલામણ કરી છે, સાથે જ સ્વપ્ના બર્મન (હેપ્ટાથ્લોન), દૂતી ચંદ(૧૦૦-૨૦૦ મીટરની દોડવીર), તેજિંદર પાલ સિંહ (શોટપુટ), અરપિન્દર સિંહ (ત્રિપલ જમ્પ) અને મનજીત સિંહ (૮૦૦ મીટર દોડવીર) ઍમ ટ્રેક ઍન્ડ ફિલ્ડના પાંચ ખેલાડીઓની ભલામણ અર્જુન ઍવોર્ડ માટે કરવામાં આવી છે. નીરજ ચોપરાને ગત વર્ષે જ અર્જુન ઍવોર્ડથી સન્માનિત કરાયો હતો. તેણે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેની ગત વર્ષે પણ ખેલ રત્ન માટે ભલામણ થઇ હતી પણ તેને અર્જુન ઍવોર્ડથી સન્માનિત કરાયો હતો. આ વર્ષે ફરી ખેલ…

Read More

નવી દિલ્હી : ઍશિયન ગેમ્સ અને ઍશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારા અમિત પંઘાલ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ ૨૦૧૭માં બ્રોન્ઝ મેડલ જીતનારા ગૌરવ બિધુડીના નામ બોક્સિંગ ફેડરેશન અોફ ઇન્ડિયા (બીઍફઆઇ) દ્વારા અર્જુન ઍવોર્ડ માટે મોકલાયા છે. અમિતે જાકાર્તા ઍશિયન ગેમ્સમાં ૪૯ કિગ્રાની કેટેગરીમાં ઉઝબેકિસ્તાનના ડિફેન્ડીંગ ચેમ્પિયનહસનબાય દુસમાતોવને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગત વર્ષે પણ અમિતના નામની ભલામણ કરવામાં આવી હતી, જાકે તે સમયે તેના નામ પર વિચારણા પણ કરાઇ નહોતી, કારણકે તે ૨૦૧૨માં ડોપ ટેસ્ટમાં ફેલ ગયો હતો. તેના માટે તેના પર ઍક વર્ષનો પ્રતિબંધ પણ લાગ્યો હતો. બીઍફઆઇના અધ્યક્ષ અજય સિંહે અહીં ઍક સન્માન સમારોહમાં કહ્યું હતું કે અમે ફરી…

Read More

નવી દિલ્હી : હોકી ઇન્ડિયાઍ આવતા મહિનાથી શરૂ થઇ રહેલા અોસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય મેન્સ હોકી ટીમની જાહેરાત કરી છે, આ ટીમમાં અનભવી ડ્રેગ ફિલકર રૂપિન્દર પાલ સિંહની લાંબા સમય પછી વાપસી થઇ છે. આ ઉપરાંત મનપ્રીત સિંહની આગેવાની હેઠળની આ ટીમમાં જલંધરનો મિડ ફિલ્ડર જસકરન સિંહ ટીમમાં ઍકમાત્ર નવો ચહેરો રહ્યો છે. નવા કોચ ગ્રેહામ રીડના માર્ગદર્શનમાં ભારતીય ટીમનો આ પ્રથમ પ્રવાસ હશે. ભારતીય ટીમ માટે આ વર્ષની બીજી મોટી ટુર્નામેન્ટ છે. ટીમે માર્ચમાં સુલતાન અઝલન શાહ કપમાં ભાગ લીધો હતો, જેમાં તેમણે સિલ્વર મેડલ જીત્યો હતો. હાલ જાહેર કરાયેલી ટીમમાં યુવા અને અનુભવનું મિશ્રણ છે. પસંદગીકારોઍ ટીમમાં અનુભવી પીઆર…

Read More

નવી દિલ્હી : બીસીસીઆઇના લોકપાલ નિવૃત્ત જસ્ટિસ ડી કે જૈન હિતોના ટકરાવના કથિત કિસ્સામાં જો સચિન તેંદુલકર અને વીવીઍસ લક્ષ્મણને અંગત સુનાવણી માટે બોલાવશે તો બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરી અને કાનુની ટીમ પણ ઍ દરમિયાન હાજર રેહેશે. સચિન અને લક્ષ્મણે આ મામલે પોતાનો જવાબ સોંપી દીધો છે અને બંનેઍ ક્રિકેટ ઍડવાઇઝરી કમિટી (સીઍસી)ના સભ્ય અને પોતાની સંબંધિત ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સ તેમજ સનરાઇઝર્સ હૈદરાબાદમાં મેન્ટરની બેવડી ભૂમિકામાં કોઇ પ્રકારના હિતોના ટકરાવનો ઇનકાર કર્યો છે. બીસીસીઆઇને આશા છે કે કુદરતી ન્યાયના સિદ્ધાંત હેઠળ જસ્ટિસ જૈન સચિન અને લક્ષ્મણને સુનાવણી માટે બોલાવશે અને બોર્ડનું પ્રતિનિધિત્વ સીઇઅો જાહરી કરશે. વહીવટદારોની કમિટી (સીઓઍ)ના નિર્ણયની માહિતી…

Read More

ચેન્નઇ : ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીની ફિટનેસ હાલ ચિંતા ઊભી કરાવી રહી છે. ચેન્નઇ સુપર કિંગ્સનો આ કેપ્ટન છેલ્લી મેચમા મેદાન પર દેખાયો નહોતો. તે સમયે ઍવું કહેવાયું હતું કે તેને તાવ છે. હવે આવતીકાલે જ્યારે અહી ચેન્નઇ સુપર કિંગ્સ દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં મેદાને ઉતરવાની છે ત્યારે પણ સ્થિતિ ઍટલી સ્પષ્ટ નથી. વર્લ્ડ કપ નજીક છે ત્યારે ધોનીની ફિટનેસ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતા ઊભી કરી રહી છે. ચેન્નઇ સુપર કિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન ફલેમિંગે મંગળવારે ધોનીની ફિટનેસ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે તે ગત અઠવાડિયે બીમાર હતો, અને દિલ્હી કેપિટલ્સ સામે તેના રમવાનો નિર્ણય ટોસ…

Read More

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ને આઇપીઍલની ૧૨મી સિઝની પ્લેઅોફની મેચોની ટિકીટોના વેચાણથી ૨૦ કરોડ રૂપિયાની આવક થવાની આશા છે. ગ્રુપ સ્ટેજમાં રમાયેલી મેચોની ટિકીટોના વેચાણની રકમ વિવિધ ફ્રેન્ચાઇઝીઅોને આપવામાં આવે છે, જ્યારે અંતિમ ચાર મેચોની ટિકીટ વેચાણના પૈસા બોર્ડને આપવામાં આવે છે. આઇપીઍલની ૧૨મી સિઝનની ફાઇનલ ૧૨મી મેના રોજ છે અને તે પહેલા પ્લેઅોફની મેચ રમાવાની છે. પ્રાપ્ત વિગતો અનુસાર બીસીસીઆઇઍ આઇપીઍલની ૧૨મી ઍડિશન માટે બહાર પાડેલા બજેટમાં ઍ દર્શાવ્યું છે કે ૨૦૧૮માં ટિકીટોના વેચાણથી જે આવક થઇ હતી તેમાં આ વખતે ૨ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ગત આઇપીઍલમાં બીસીસીઆઇને ટિકીટ વેચાણથી રૂ. ૧૮ કરોડ મળ્યા…

Read More

બેંગ્લુરૂ : અહીંના ઍમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ શરૂ થવા પહેલા જારદાર વરસાદ તુટી પડતા મેચ પર સંકટ છવાયું હતું. લગભગ ઍકાદ કલાક પછી વરસાદ રોકાયો અને કવર હઠાવવાની તૈયારી થઇ રહી હતી ત્યારે ફરી વરસાદ તૂટી પડ્યો હતો અને લગભગ ૧૦ વાગ્યાની પાસે તે બંધ થયો હતો. કોહલીઍ 7 બોલમાં 25 રન ફટકાર્યા, શ્રેયસ ગોપાલે કોહલી, ડિવિલિયર્સ અને સ્ટોઇનીસના રૂપમાં હેટ્રિક ઝડપી આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ વરસાદી વિધ્નને કારણે 5-5 ઓવરની કરવામાં આવી હતી, જેમાં આરસીબીઍ પ્રથમ દાવ લઇને 7 વિકેટના ભોગે 62 રન બનાવ્યા હતા.…

Read More