બેંગલુરૂ : રાજસ્થાન રોયલ્સ અહીં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મંગળવારે રમવા ઉતરશે ત્યારે તેમને આ મેચમાં વિજય સિવાય કંઇ ખપતું નહીં હોય. રાજસ્થાનની ટીમ હાલમાં પોઇન્ટ ટેબલમાં 12 મેચમાંથી 5માં વિજય અને 7માં પરાજય સાથે 10 પોઇન્ટ લઇને 7માં નંબરે છે. જો રાજસ્થાન રોયલ્સ આજની મેચમાં જીતશે તો તે પ્લેઓફની રેસમાં જળવાઇ રહેશે અને જો તેઓ હારશે તો તેઓ અંતિમ 4ની રેસમાંથી આઉટ થઇ જશે. રાજસ્થાન રોયલ્સનો ઇરાદો છેલ્લી બે મેચથી ચાલી આવતી વિજય કૂચને જાળવી રાખવાનો હશે. તેણે પ્લેઓફમાં પહોંચવા માટે બાકી બચેલી બંને મેચ જીતવાની છે. આજની મેચ પછી કેપ્ટન સ્ટીવ સ્મીથ વનડે…
કવિ: Sports Desk
હૈદરાબાદ : ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનમાં જોરદાર બેટિંગ કરીને હરીફ ટીમોને હંફાવનાર ઓસ્ટ્રેલિયાન ટીમ અને સનરાઇઝર્સ હૈદરાબાદનો ઓપનર ડેવિડ વોર્નર સોમવારે કિંગિસ ઇલેવન પંજાબ સામે હાલની સિઝનની પોતાની અંતિમ મેચ રમીને પોતાની ટીમને જીતાડીને આજે સ્વદેશ પરત ફર્યો છે. વોર્નરે મેચ પછી કહ્યું હતુ કે મારી નજર વર્લ્ડ કપ પર છે અને અહીં આઇપીલ તેના માટે એક મજબૂત પાયો હતો. તેણે 30મી મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલા વર્લ્ડ કપમાં મોટા સ્કોરની ભવિષ્યવાણી કરી હતી. તેણે કહ્યું હતું કે આ વર્લ્ડ કપમાં કેટલાક મોટા સ્કોર જોવા મળશે. એવી આશા છે કે ત્યાં બોલ બહુ સ્વિંગ નહીં કરે. .@davidwarner31’s message -…
નવી દિલ્હી : ભારતીય મહિલા સોફ્ટબોલ ટીમ જાકાર્તામાં આવતીકાલથી 7મી મે સુધી ચાલનારા એશિયન કપમાં ભાગ લેવાની છે. ઓલિમ્પિક્સના ઇતિહાસમાં પહેલીવાર મહિલાઓની આ ઇવેન્ટ રમાશે. જાકાર્તામાં જો ભારતીય મહિલા ટીમ ટોપ-3માં રહેશે તો તેને સીધી ટોક્યો ઓલિમ્પિક્સ 2020ની ટિકીટ મળી જશે. ભારતીય ટીમ પાસે આ એક સોનેરી તક આવી છે અને તેનો તે ફાયદો ઉઠાવવા માગશે, ટોક્યો ઓલિમ્પિક્સમાં આ વખતે 5 નવી રમતો દાખલ કરવામાં આવી છે. જેમાં બેઝબોલ, સોફ્ટબોલ, કરાટે, સ્કેટ બોર્ડ, સર્ફિંગ અને સ્પોર્ટસ ક્લાઇબિંગનો સમાવેશ થાય છે. ભારતીય સોફ્ટ બોલ ટીમની કેપ્ટન સવિતા પારખેનું માનવું છે કે એશિયન કપમાં ટીમ માટે ચીન અને ઇન્ડોનેશિયાની ટીમ આકરા પડકાર…
ચેન્નઇ : 800 મીટરની દોડમાં પહેલા ક્રમે રહીને ઍશિયન ઍથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવનારી ગોમતી મરિમુતુ માટે અહીં સુધીનો પ્રવાસ ઍટલો સરળ રહ્યો નથી. નાણાની તંગી, ગામમાં અોછી સુવિધા વગેરે તમામ બાબતો તેણે સહન કરી છે અને તેમાં તેના માટે સૌથી મોટો સહારો તેના પિતા બન્યા હતા. જેમનું થોડા વર્ષો પહેલા નિધન થયું હતું. જો કે ગોમતી આજે પણ તેના પિતા દ્વારા તેના માટે ઉઠાવાયેલા કષ્ટોને હજુ ભુલી નથી અને તે તેમને પોતાનો ભગવાન ગણાવે છે. પિતાનુ થોડા વર્ષો પહેલા અવસાન થયું છતાં ગોમતી પિતાઍ તેના માટે ઉઠાવેલા કષ્ટોને ભુલી નથી અહીં ઍક કાર્યક્રમમાં ગોમતીઍ પોતાની કેરિયરના શરૂઆતના…
નવી દિલ્હી : નેશનલ રાઇફલ્સ ઍસોસિઍશન ઇન્ડિયા (ઍનઆરઍઆઇ)ઍ મહિલા શૂટર હીના સિદ્ધુ અને અંકુર મિત્તલને પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી ખેલ રત્ન ઍવોર્ડ આપવાની ભલામણ કરી છે. ઍશિયન ગેમ્સની બ્રોન્ઝ મેડલિસ્ટ હીના 2013માં આઇઍસઍસઍફ વર્લ્ડકપ ફાઇનલ્સમાં 10 મીટર ઍર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. તેને 2014માં અર્જુન ઍવોર્ડથી સન્માનિત કરાઇ હતી. જ્યારે અંકુરે 2018માં સાઉથ કોરિયાના ચાગવોનમાં યોજાયેલી આઇઍસઍસઍફ વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ડબલ ટ્રેપ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત તેણે 2017માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેને ગત વર્ષ અર્જુન ઍવોર્ડથી સન્માનિત કરાયો હતો.
નવી દિલ્હી : હિતોના ટકરાવ સંબંધી આરોપ મામલે ટીમ ઇન્ડિયાના માજી દિગ્ગજ બેટ્સમેન વીવીઍસ લક્ષ્મણે ક્રિકેટ સલાહકાર સમિતિ (સીઍસી) બાબતે વિનોદ રાયની આગેવાની હેઠળની વહીવટદારોની કમિટી (સીઓઍ)ના વલણની ટીકા કરતાં કહ્યું છે કે તેમની વચ્ચે સંવાદની ઓછપ છે. લક્ષ્મણે કહ્યું છે કે સીઅોઍ દ્વારા સીઍસીની વ્યાપક ભૂમિકાનું પહેલા વચન અપાયું હતું પણ તેનો ઉપયોગ તેઓ માત્ર સીનિયર નેશનલ ટીમના કોચની પસંદગી પુરતો જ કરે છે. મેદાન પર હંમેશા શાંત રહેલા લક્ષ્મણે બીસીસીઆઇના લોકપાલ અને ઍથિક્સ ઓફિસરને હિતોના ટકરાવ મુદ્દે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે જો વાત ટકરાવની હોય તો હું વિરોધ કરવા તૈયાર છું, લક્ષ્મણે પોતાના વકીલ દ્વારા દાખલ…
મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૨મી સિઝનની પ્લેઅોફની મેચ અડધો કલાક વહેલી શરૂ થશે. હાલમાં પ્રાઇમ ટાઇમની મેચ 8.00 વાગ્યાથી શરૂ થાય છે, જ્યારે ટોસ 7.30 વાગ્યે થાય છે. જા કે પ્લેઓફ દરમિયાન ટોસ 7.00 વાગ્યે અને મેચ 7.30 વાગ્યાથી શરૂ થશે. દિલ્હીમાં સીઓઍની બેઠકમાં આ બાબતે ચર્ચા થયા પછી મેચનો સમય બદલાયો છે. ક્વોલિફાયર-1 ચેન્નઇમાં રમાશે, જ્યારે ઍલિમિનેટર મેચ 8મી મેના રોજ રમાશે, ક્વોલિફાયર-2 વિશાખાપટ્ટનમમાં 10મી મેના રોજ રમાશે અને ફાઇનલ 12મી મેના રોજ હૈદરાબાદમાં રમાશે. ગત સિઝનમાં પ્લેઓફની મેચ 7.00 વાગ્યે શરૂ થઇ હતી. બીસીસીઆઇના ઍક વરિષ્ઠ અધિકારીઍ કહ્યું હતું કે દક્ષિણમાં મેચો રમાવાની હોવાથી ત્યાં ઝાકળનો મુદ્દો…
નવી દિલ્હી : દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર ઋષભ પંતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ દરમિયાન 2 કેચ ઝડપતાની સાથે જ આઇપીઍલની હાલની સિઝનમાં વિકેટ પાછળ 20 શિકાર પુરા કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે કુમાર સંગાકારાનો આઇપીઍલનો 8 વર્ષ જૂનો રેકોર્ડ આ સાથે તોડ્યો હતો. પંતે વિકેટ પાછળ 15 કેચ અને 5 સ્ટમ્પિંગ કરીને પોતાના 20 શિકાર પુરા કર્યા છે. સંગાકારાઍ 2011માં ડેક્કન ચાર્જર્સ વતી રમતા વિકેટ પાછળ કુલ 19 શિકાર ઝડપીને રેકોર્ડ બનાવ્યો હતો. હાલમાં જ બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં બાંગ્લાદેશના વિકેટકીપર નુરુલ હસને પણ વિકેટ પાછળ 19 શિકાર ઝડપ્યા હતા. પંતે આ રેકોર્ડ સાથે તેની વિકેટકીપીંગ નબળી હોવાનો સવાલ કરનારા લોકોને…
હૈદરાબાદ : હાલની સિઝનમાં પોતાની છેલ્લી મેચ રમી રહેલા ડેવિડ વોર્નરની 81 રનની જારદાર ઇનિંગના પ્રતાપે સનરાઇઝર્સ હૈદરાબાદે મુકેલા 213 રનના લક્ષ્યાંક સામે કેઍલ રાહુલની ઍકલવીર જેવી લડત છતાં કિંગ્સ ઇલેવન પંજાબ 8 વિકેટે 167 રન સુધી જ પહોંચતા સનરાઇઝર્સ હૈદરાબાદનો 45 રને વિજય થયો હતો. 213 રનના લક્ષ્યાંક સામે કિંગ્સ ઇલેવન પંજાબની શરૂઆત ઍટલી સારી રહી નહોતી અને બોર્ડ પર માત્ર 11 રન હતા ત્યારે ક્રિસ ગેલ આઉટ થયો હતો. જા કે તે પછી રાહુલ અને મયંક અગ્રવાલે મળીને 6.3 ઓવરમાં 60 રનની ભાગીદારી કરી હતી. મયંક 27 રન કરીને આઉટ થયો તે પછી થોડા થોડા અંતરે વિકેટો પડતી…
હૈદરાબાદ : આવતીકાલે અહીં જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે આઇપીઍલનો મુકાબલો રમાશે ત્યારે તેમાં જે જીતશે તેનું પ્લે ઓફમાં સ્થાન પાકું થવાની સંભાવના વધી જશે. બંને ટીમોના 11 મેચમાં 10 પોઇન્ટ છે. આ મેચમાં જોકે બધાની નજર વિસ્ફોટક અોપનર ડેવિડ વોર્નર પર હશે. કારણ તે વર્લ્ડ કપ માટેના અોસ્ટ્રેલિયાની ટીમના પ્રેક્ટિસ સેશનમાં જાડાવા માટે ઓસ્ટ્રેલિયા રવાના થતાં પહેલા હાલની સિઝનની પોતાની અંતિમ ઇનિંગ રમશે અને તે તેને યાદગાર બનાવવા ઇચ્છતો હશે. બોલ ટેમ્પરિંગ પ્રકરણ પછી સસ્પેન્શન પુરૂ કરીને આઇપીઍલમાં આ સિઝનથી પાછા ફરેલા વોર્નરે હાલની સિઝનમાં અત્યાર સુધી 611 રન કર્યા છે. જ્યારે તેનો ઓપનિંગ પાર્ટનર જોની…